Sunday 6 June 2021

શું આપ જાણો છો? table tennis નું નામ પિંગપોંગ રાખવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસ એક એવી રમત છે જે લગભગ દરેક બાળકોને ગમતી હોય છે આ રમત વિક્ટોરિયન યુગમાં ઇંગ્લેન્ડના પૈસા લોકો રમતા હતા. શરૂઆતના સમયમાં લોકો ટેબલ ટેનિસ 🎾 ને લોકો પિંગપોગ ના નામે ઓળખતા હતા. પણ વર્ષ 1922માં તેનું નામ બદલીને ટેબલ ટેનિસ રાખી દેવામાં આવ્યું હતું શરૂઆતના સમયમાં યુરોપિયન દેશોમાં આ રમત ખૂબ રમાતી હતી ત્યારબાદ ઇંગ્લેન્ડના રાજા શાહી પરિવારને પૈસાદાર લોકો એ પણ તેને રમવાની શરૂઆત કરી તેમ છતાં આ મનપસંદ રમત હંગેરી ની માનવામાં આવે છે 1950 આવતા આવતા એશિયાના દેશોમાં પણ ટેબલ ટેનિસ રમવાની શરૂઆત થઈ ગઈ હતી એશિયાના દેશોમાં ટેબલ ટેનિસ રમવાની શરૂઆત થઇ તે પછી ચીનમાં તેનો વર્લ્ડકપ યોજાયો હતો .આ વર્લ્ડ કપના આઠ વર્ષ બાદ એટલે કે 1988માં ઓલિમ્પિકમાં તેને સ્થાન મળ્યું હતું. ઓલિમ્પિકમાં તે સમયથી ટેબલ ટેનિસની રમત યથાવત છે આ રમતને 2.74 બાય ૧.૫૩ મીટરના લંબચોરસ ટેબલ ઉપર જાળી લગાવીને રમવામાં આવે છે. જે રીતે બેડમિંટન રમાય છે .લગભગ તેવી જ રીતે આ ગેમ પણ રમવામાં આવે છે .અહીં બે ખેલાડીઓ વચ્ચે લગાવેલી મેટ નાની હોય છે. મેટ બેડમિન્ટનની મોટી હોય છે. ટેબલટેનિસની મેટની ઊંચાઈ15.25 સેમી નીહોય છે .તેની બંને તરફ બે ખેલાડીઓને ઊભા રહીને રમવાનું હોય છે .ટેબલ ટેનિસનો રેકેટ કે જેને પેડલ પણ કહેવામાં આવે છે. તે 17 સેમી લાંબી અને ૧૫ સે.મી પહોળી હોય છે આ રેકેટ લાકડાનું બનેલું હોય છે તેની બંને રબરનું લેયર પણ લગાવવામાં આવે છે. જ્યારે તેનો બોલ મોટે ભાગે સફેદ કે કેસરી રંગનો હોય છે .તેનું વજન પણ 2.7 ગ્રામ જેટલું હોય છે .અને શરૂઆતમાં બે ખેલાડીઓ વચ્ચે ટોસ ઉછાળવામાં આવે છે. બે માંથી જે ટોસ જીતે તેને ટેબલ ની કઈ તરફ ઉભા રહેવું છે તે મોકો મળે છે .તો બોલને સૌથી પહેલા સામેના ખેલાડી તરફ જવાનો મોકો મળે છે . આ રમત સિંગલ ડબલ એમ બંને રીતે રમી શકાય છે .ખિલાડી બોલ ને એટલો જોરથી સામેની તરફ રેકેટ થી ફેંકવાનો હોય છે કે સામે નો ખેલાડી પોતાના રેકેટથી મારતા ચૂકી જાય અને આપણને એક પોઈન્ટ મળી જાય આ જ રીતે પોઈન્ટસ મેળવવાના હોય છે. જે પેર કે જે ખેલાડી સૌથી પોઇન્ટ મેળવે તે જીતી ગયેલો જાહેર કરવામાં આવે છે.

No comments:

Post a Comment