Monday 7 June 2021

અકબર બીરબલની વાર્તા

બાદશાહ અકબરનો દરબાર ભરાયેલો  દરબારી ગણ શાંતિથી બેઠો  હંમેશાની જેમ અચાનક અકબરના મનમાં પ્રશ્ન પૂછવાની ઇચ્છા થઇ. તેમણે એક દરબારીને પ્રશ્ન કર્યો કે, કોણ મોટું છે-ભગવાન ઇન્દ્ર કે હું?
ભગવાન ઇન્દ્ર, મહારાજ તરત જવાબ મળ્યો
દરબારી ને આવું કહેવાની હિંમત કેવી રીતે ચાલી અકબરે ક્રોધિત થઈને કહ્યું.
અકબરે બીજા દરબારીને પૂછ્યું , કોણ મોટું છે ભગવાન ઇન્દ્ર કે હું?
તમે મોટા છો માત્ર મોટા નહીં પણ ઘણા મોટા છો મહારાજ બીજા દરબારીએ જવાબ આપ્યો.
"સારું તેને સાબિત કરો. જ્યારે આ સવાલ જવાબ ચાલતા હતા ત્યારે બીરબલ દરબારમાં હાજર રહી શક્યા નહોતા એટલે દરબારી ગણ

બાદશાહના પડકારથી ગભરાઈ ગયા હતા, ત્યારે બીરબલે દરબારમાં પ્રવેશ કર્યો.
તેમણે આખી વાત સાંભળી અને કહ્યું, આ સાબિત કરવું ખૂબ સરળ છે મહારાજ. ભગવાન બ્રહ્મા એ પણ આ મુશ્કેલીનો સામનો કર્યો હતો ત્યારે તેમણે બે મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો .
એમાં એક તમારી મૂર્તિ હતી અને બીજી ભગવાન ઇન્દ્રની . મૂર્તિઓના સ્વર્ગ ના ત્રાજવે તોળવામાં આવી. તેની સામે તમારી મૂર્તિ ઘણી ભારે હતી એટલે તે ધરતી તરફ ઝુકી ગઈ અને તેની સામે ભગવાન ઇન્દ્ર ની મૂર્તિ  હલકી હતી . એટલે તે આકાશ તરફ ઊંચી ગઈ. આથી ભગવાન ઇન્દ્ર સ્વર્ગ ના રાજા છે અને તમે ધરતીના બાદશાહ અકબર બીરબલ ના શબ્દો સાંભળી ખૂબ ખૂશ થયા. અને ખડખડાટ હસી પડ્યા.

No comments:

Post a Comment