Showing posts with label રમત. Show all posts
Showing posts with label રમત. Show all posts

Thursday, 19 January 2023

રમતનું નામ -- લીંબુ ચમચી

રમતનું નામ-લીંબુ ચમચી ની રમત
21 મી સદીમાં પણ આ રમત શાળાઓમાં ખૂબ જ પ્રિય છે. બાળકોને આ રમત ગમે છે.
આ રમતમાં બેઠી છે કે તેથી વધુ બાળકો જોડાય શકે તેવી આ રમત છે. રમનાર દીઠ એક ચમચી કે ચમચો તથા એક લીંબુ હોય છે.
આ રમતમાં એક સીધી રેખા ઉપર ચાર ચાર ફૂટના અંતરે રમનારને ઉભા રાખવા સરળતા માટે ચાર ચાર ફૂટ પહોળા પટ્ટા પાડવા મોમાં ચમચાનો હાથો રાખી ચમચા પર લીંબુ મૂકી રાખવું. સૌએ હદરેખા તરફ દોડવું, ચાલવું, લીંબુ ચમચા ને હાથ લાડવો નહીં તેમાં લીંબુ નીચે પડી જવું જોઈએ નહીં. એ જ સ્થિતિમાં જે હદરેખા ને પ્રથમ ઓળંગી જાય તે જીત્યો  ગણાય. નાના બાળકોને રમત રમવાની ખૂબ મજા આવે છે મોટી ઉંમરના લોકો પણ રમત રમી શકે છે.

Wednesday, 18 January 2023

રમતનું નામ ---- સાંકળ સાત તાળીની રમત

રમતનું નામ --સાંકળ સાતતાળી ની રમત
આ રમતમાં 25 થી વધુ બાળકો રમી શકે છે. સાદી સાત તાળીની રમતની જેમ આ રમત રમવાની છે. આ રમતમાં બાળકો બરાબર રમતા જાય તે પછી દોડનારાઓને પકડનારાઓએ એકબીજાના પકડેલા હાથ તોડાવીને નાસવાની છૂટ આપવાથી રમત બરાબર જામશે.
  સાદી સાત તાળી પ્રમાણે એક જણ દાવ આપનાર બીજાઓને પકડવા દોડશે. તે હવે દાવ આપનાર સાથે જોડાઈ જશે અને તેનો હાથ પકડી લેશે .હવે એ બે જણ એકબીજાનો હાથ પકડી બીજાને પકડવા દોડશે .આ પ્રમાણે જે પકડાશે તે બધા એકબીજાનો હાથ પકડી બીજાઓને પકડવા દોડશે. આમ દાવ  અપનાર એટલે કે પકડનારાઓની ટુકડીના બંને છેડા પરના છોકરાઓ કે જેમને એક એક હાથ છૂટો હશે તે જ કોઈને પોતાના છૂટા હાથથી અડકી શકશે. બીજા પકડનારા તો દોડનારાઓને ફક્ત ઘેરી શકશે દોડનાર પકડનારાઓના હાથની નીચે થઈને નીકળી જઈ શકશે. આ પ્રમાણે છેલ્લા પકડાયેલા છોકરાને માંથી દાવ રહી ફરી રમત ચાલુ થશે.

રમતનું નામ -- પક્ષી ઊડેની રમત

રમતનું નામ--- પક્ષી ઉડેની રમત
આ રમત નાના કે મોટા સમૂહમાં રમી શકાય છે. રમાડનાર પ્રતિનિધિએ બાળકોના મોટા સમો સામે થોડી ઊંચી બેઠક પર બેસવું. પોતાના બંને હાથના આંગળાના ટેરવા ગોઠણ પર અડીને રહે તેમ ઉભડક મુકવા. બાળકોને પણ તે જ રીતે ગોઠણ પર હાથના આંગળા રાખવા કહેવું. રમનારા બાળકોને સુચના આપવી કે હું ઉડી શકે તેવા પક્ષીનું નામ બોલું ત્યારે તમારે મારી સાથે બંને હાથ ઉંચા કરી ફરરર.... એ મોટેથી બોલવું. પછી પાછા હાથ હતા તેમ ગોઠવી દેવા જ્યારે હું ન ઉડી  શકે તેનું નામ લઉં ત્યારે તમારે હાથ ઊંચા કરવા નહીં તથા ફરરર... એમ બોલવું નહીં.
   રમાડ નાર પ્રતિનિધિએ," ચકલી ઉડે" એમ બોલીને તુરત પોતાના બંને હાથ પાંખો માફક ઉંચા કરી ફરરર એમ બોલવું. એ મુજબ બાળકો પણ કરશે. આમ પોપટ ઉડે... કાગડો ઉડે... કાબર ઉડે ....વગેરે એક પછી એક પંખીનું નામ બોલી હાથ ઊંચા કરી ફરરર ...બોલવું. બાળકો પણ એમ કરશે. શરૂઆતમાં ઊડી  શકે તેવા પંખીના નામ બોલવા. બાળકોમાં 'ફરરર ફરરર...'થઈ જશે. આમ બાળકો તાનમાં હોય ત્યારે વચ્ચે"ગધેડું ઊડે... બળદ ઊડે... એમ બોલવું અને પોતાના હાથ ઊંચા કરવા. આ વખતે કોઇ કોઇ બાળક તાનમાં આવી જાય જઈ પોતાના બે હાથ ઊંચા કરી ફરરર.... બોલી જશે. આ વખતે સોને હસવાની મજા પડશે. આ રમત આમ ચાલું રાખવી અને વચ્ચે વચ્ચે નહિ ઊડી શકે તેવા પ્રાણીઓ કે પદાર્થોનાં નામ લઈ સૌને ભૂલાવામાં નાંખવા. બાળકોને મજા પડે ત્યાં સુધી આ રમત રમાડવી. સૌને મજા પડશે.

Tuesday, 17 January 2023

રમતનું નામ ---માર દડીની રમત

આ રમત રમવી આસાન છે. બધાને આ રમત રમવી ગમે છે .આ રમત બાળકોને પ્રિય છે. ગ્રામ્ય અને શહેર વિસ્તારના બાળકો રમી શકે તેવી આ રમત છે .25 થી 30 બાળકો રમત રમી શકે છે .આ રમતમાં વોલીબોલ કે ફૂટબોલ જેવો મોટો દડો લેવો રમનાર બે ટુકડીમાં વેચાઈ જશે.
 આ રમતમાં એક ટુકડી વર્તુળ બનાવી ઉભી રહેશે , જેઓ પોતાની પાસે બોલ રાખશે .બીજી ટુકડી વર્તુળની અંદર આવી જશે .હવે વર્તુળ કરીને ઊભેલા બાળકો વચ્ચેના બાળકોને બોલ મારશે .અને અંદર એ દડાથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરશે. જેને બોલ વાગશે કે અડકશે અથવા દોડતા દોડતા બોલને અડી જવાશે તે રમતમાંથી બાદ થશે, આઉટ થશે .અંદરના બધા સભ્યો બાદ થતા જેવો અંદર હતા તેઓ બહાર વર્તુળ બનાવી ઊભા રહેશે  અને વર્તુળ બનાવેલા સભ્યો હવે અંદર રમવા જશે .બધા જ બાળકો એકસાથે  રમતમાં જોડાતા હોવાથી રમત રમવાની ખૂબ મજા પડે છે.

રમતનું નામ --- દોરડા ખેંચની રમત

દોરડા ખેંચની રમતને ઘણી જગ્યાએ"" રસ્સી ખેંચની" રમત પણ કહે છે.
  આ રમતમાં રમનારા બાળકો બે ટુકડીમાં વહેંચાઈ જાય છે અથવા એક હરોળ બનાવી દરેકને એક ,દો ,એક, દો બોલવા કહેવું. એક બોલે તેને એક ટુકડી ,બે બોલે તે બીજી  ટુકડીમાં ગોઠવાઈ જશે.
  એક જાડું દોરડું લઈ તેને બરાબર વચ્ચે એક રૂમાલ બાંધી દો અને 10 ફૂટ ના અંતરે બે રેખાઓ દોરો. સમુદ્રમંથનમાં જેમ સામસામે ખેંચા ખેંચ થતી હતી તેમ બે ટુકડીઓમાં સામસામે ઊભા રહી પોતાના તરફ દોરડું ખેંચવાનું છે. બાંધેલો રૂમાલ બરાબર વચ્ચે છે. હવે ટુકડીના બધા સભ્યો એકબીજાની પાછળ ઉભા રહી રસી પકડશે અને રમત શરૂ થતા તે પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરશે. 10 ફૂટના અંતરે દોરેલી રેખા છે પસાર કરશે અને સામેની ટુકડીને પોતાના તરફ લઈ આવશે તે ટુકડી વિજેતા કે જીતેલી ગણાશે.
 નદીવાળા પટમાં કે રેતાળ જગ્યાએ આ રમત સારી રીતે રમી શકાય છે.