Showing posts with label સોસઁ whatsapp. Show all posts
Showing posts with label સોસઁ whatsapp. Show all posts

Wednesday, 25 November 2020

બેફામ

આજના બર્થ ડે સર્જક : બરકત વિરાણી 'બેફામ' 
(સંકલન cp  અને સ્કેચ :'શિલ્પી' બુરેઠા કચ્છ)
25/11/2020

****
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-  'બેફામ'

***
બરકતઅલી ગુલામહુસેન વિરાણી, જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે, ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે.
       કવિ બેફામનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.[૩] ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. ૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.

સર્જન :
તેઓ એ માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા. ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.
(સાભાર: વિકીપિડીયા) 

સાદર વંદના 
💐💐💐💐💐
25/11/2020