Showing posts with label ગુજરાત સમાચાર 5-૬-૨૦૨૧. Show all posts
Showing posts with label ગુજરાત સમાચાર 5-૬-૨૦૨૧. Show all posts
Saturday, 5 June 2021
રણનું વહાણ ઊંટ 🐫 ઊંટ રણપ્રદેશમાં જાણીતું પ્રાણી છે વિષમ વાતાવરણમાં રહેતા ઉંટ ઘણી વિશિષ્ટતા ધરાવે છે આપણામાં કહેવત છે કે ઊંટના અઢાર વાંકા પરંતુ તેના શરીરની રચના જ તેને રણપ્રદેશમાં જીવિત રાખે છે ઊંટના પગલાં બા હોવાથી તે તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે અને ડોક લાંબી હોવાથી મગજ તો જમીનથી ઘણી ઊંચાઈ રહે છે તેથી જમીનની ગરમીની અસર ઓછી થાય છે ઊંટની પીઠ પર ખૂંધ હોય છે ગોબીના રણમાં થતાં ઊંટ ને બે ખુધ હોય છે. ખૂંધમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી હોવાની વાત ખોટી છે તેમાં શરીરની વધારાની ચરબીનો સંગ્રહ થાય છે .ઊંટના પગના તળિયા ગાદીવાળા હોય છે તેથી તે રેતીમાં પણ ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે ગરમી પવન અને ઉડતી રેતી થી બચવા ઊંટ ને આંખો પર બે પોપચા હોય છે અને કાન ઉપર વાળ હોય છે ઊંટ શાકાહારી છે અને તે લગભગ બધી જ વનસ્પતિ ખાય છે બેકટ્રિયન ઊંટ ના શરીર પર બચવા શિયાળામાં વાળ ઉગે છે ઉનાળામાં આ વાળ ખરી પડે છે અને તેની ચામડી સૂર્ય પ્રકાશ નું પરાવર્તન કરી ગરમીમાં રાહત આપે છે .
વનસ્પતિ વિશે જાણવા જેવું
વૃક્ષ અને વનસ્પતિનું જાણવા જેવું
વનસ્પતિ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના જીવનચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે ઉપરાંત પૃથ્વી પરના પર્યાવરણને જીવવા લાયક રાખવામાં પણ તેનો ફાળો અમૂલ્ય છે.
એક વૃક્ષ વર્ષે લગભગ ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં ભેળવે. છે
વૃક્ષો વાતાવરણમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે.
લીલા વૃક્ષો વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
વૃક્ષો પોતાનો 90% ખોરાક વાતાવરણમાંથી અને માત્ર ૧૦ ટકા ખોરાક જમીન માંથી મેળવે છે તેનો મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે.
વૃક્ષો લાંબુ આયુષ્ય ભોગવે છે તેઓ વૃદ્ધ થઇ ને મરતા નથી . પરંતુ પ્રાણી જંગલ કે મનુષ્ય દ્વારા નાશ પામે છે.
ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાતો જોવા મળે છે.
Subscribe to:
Posts (Atom)