ભગવાન ઇન્દ્ર, મહારાજ તરત જવાબ મળ્યો
દરબારી ને આવું કહેવાની હિંમત કેવી રીતે ચાલી અકબરે ક્રોધિત થઈને કહ્યું.
અકબરે બીજા દરબારીને પૂછ્યું , કોણ મોટું છે ભગવાન ઇન્દ્ર કે હું?
તમે મોટા છો માત્ર મોટા નહીં પણ ઘણા મોટા છો મહારાજ બીજા દરબારીએ જવાબ આપ્યો.
"સારું તેને સાબિત કરો. જ્યારે આ સવાલ જવાબ ચાલતા હતા ત્યારે બીરબલ દરબારમાં હાજર રહી શક્યા નહોતા એટલે દરબારી ગણ
બાદશાહના પડકારથી ગભરાઈ ગયા હતા, ત્યારે બીરબલે દરબારમાં પ્રવેશ કર્યો.
તેમણે આખી વાત સાંભળી અને કહ્યું, આ સાબિત કરવું ખૂબ સરળ છે મહારાજ. ભગવાન બ્રહ્મા એ પણ આ મુશ્કેલીનો સામનો કર્યો હતો ત્યારે તેમણે બે મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો .
એમાં એક તમારી મૂર્તિ હતી અને બીજી ભગવાન ઇન્દ્રની . મૂર્તિઓના સ્વર્ગ ના ત્રાજવે તોળવામાં આવી. તેની સામે તમારી મૂર્તિ ઘણી ભારે હતી એટલે તે ધરતી તરફ ઝુકી ગઈ અને તેની સામે ભગવાન ઇન્દ્ર ની મૂર્તિ હલકી હતી . એટલે તે આકાશ તરફ ઊંચી ગઈ. આથી ભગવાન ઇન્દ્ર સ્વર્ગ ના રાજા છે અને તમે ધરતીના બાદશાહ અકબર બીરબલ ના શબ્દો સાંભળી ખૂબ ખૂશ થયા. અને ખડખડાટ હસી પડ્યા.