Thursday 10 November 2016

Insodh

Methes

Insodh

[10/11 2:58 pm] ramajirotatar:  Maths exhibition on canvas[10/11 2:58 pm] ramajirotatar:  Maths exhibition on canvas by RAMAJIBHAI In Mu.Tokaria;Badarpura;Ta.Palanpura;Bansakantha District An exhibition was organized in which mathematical figures were drawn and formulas & information was written on various useful topics of maths. It was created on 24 meter canvas and 12o schools visited the exhibition. [10/11 3:02 pm] ramajirotatar: • Innovation in Mathematics - http://www.inshodh.org/innovations/Mathematics/2 by RAMAJIBHAI In Mu.Tokaria;Badarpura;Ta.Palanpura;Bansakantha District An exhibition was organized in which mathematical figures were drawn and formulas & information was written on various useful topics of maths. It was created on 24 meter canvas and 12o schools visited the exhibition. [10/11 3:02 pm] ramajirotatar: • Innovation in Mathematics - http://www.inshodh.org/innovations/Mathematics/2

Insodh

Mathes exibisan

Thursday 27 October 2016

Gujrati kahevto

*101 ગુજરાતી કહેવતો..* *તમને કેટલી કેહવત યાદ છે?* ૧, બોલે તેના બોર વહેચાય ૨. ના બોલવામાં નવ ગુણ ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે ૫. સંપ ત્યાં જંપ ૬. બકરું કઢતા ઉંટ પેઠું ૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં ૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો ૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે ૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો ૧૨. ખાલી ચણો વાગે ઘણો ૧૩. પારકી મા જ કાન વિંધે ૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય ૧૬. દૂરથી ડુંગર રળિયામણાં ૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ૧૮. શેરને માથે સવાશેર ૧૯. શેઠની શીખામણ જાંપા સુધી ૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો ૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં ૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ ૨૩. રામ રાખે તેને કોણ ચાખે ૨૪. ઊંટના અઢાર વાંકા ૨૫. ઝાઝા હાથ રળીયામણાં ૨૬. કીડીને કણ ને હાથીને મણ ૨૭. સંગર્યો સાપ પણ કામનો ૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર ૨૯. નાચ ન જાને આંગન ટેઢા ૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે ૩૧. ચેતતા નર સદા સુખી ૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો ૩૩. વાડ થઈને ચીભડાં ગળે ૩૪. ઉતાવળે આંબા ન પાકે ૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા ૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે ૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે ૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ ૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ ૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં ૪૧. દુકાળમાં અધિક માસ ૪૨. એક સાંધતા તેર તૂટે ૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં ૪૪. મા તે મા, બીજા વગડાનાં વા ૪૫. ધીરજનાં ફળ મીઠાં ૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું ૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે ૪૮. સો સોનાર કી એક લૂહાર કી ૪૯. રાજા ને ગમે તે રાણી ૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું ૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા ૫૨. ગાંડાના ગામ ન હોય ૫૩. સુકા ભેગુ લીલુ બળે ૫૪. બાવાનાં બેવુ બગડે ૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય ૫૬. વાવો તેવું લણો ૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર ૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી ૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે ૬૦. સંગ તેવો રંગ ૬૧. બાંધી મુઠી લાખની ૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ ૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ ૬૪. લાલો લાભ વિના ન લૂટે ૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા ૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી ૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી ૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો ૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય ૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો ૭૧. સીધુ જાય અને યજમાન રીસાય ૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો ૭૩. હસે તેનું ઘર વસે ૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના ૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે ૭૬. ભેંસ આગળ ભાગવત ૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો ૭૮. રાત થોડી ને વેશ ઝાઝા ૭૯. ના મામા કરતાં કાણો મામો સારો ૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે ૮૧. મન હોય તો માંડવે જવાય ૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે ૮૩. પારકી આશ સદા નીરાશ ૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર ૮૫. બાર વર્ષે બાવો બાલ્યો ૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા ૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ ૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે ૮૯. નામ મોટા દર્શન ખોટા ૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને ૯૧. ગા વાળે તે ગોવાળ ૯૨. બાંધે એની તલવાર ૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા ૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા ૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ ૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ૯૭. આંધળામાં કાણો રાજા ૯૮. ઈદ પછી રોજા ૯૯. ખાડો ખોદે તે પડે ૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી ૧૦૧. નમે તે સૌને ગમ વિસરાઇ ગયેલા બાળગીતો : ~~~~~~~~~~~~~~~~ મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ —————————————- અડકો દડકો દહીંનો દડકો દહીં દૂજે, દરબાર દૂજે વાડી માંહીનો વેલો દૂજે ઉલ મુલ ધતુરાનું ફુલ ખાઈ જા શેરડી ખજૂર —————————————- હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂંછ —————————————- વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોરા લાવતા છોકરાઓને સમજવતા એક છોકરો રિસાણો કોઠી પાછળ ભિંસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરરર માડી —————————————- મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપાળી છે તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે તે દૂધ ખાય, દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે —————————————- એક બિલાડી જાડી તેણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તે તરવા ગઈ તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોઢામાં આવી ગયો મગર બિલ્લીને ખાઈ ગયો મિત્રોમાં શેર કરીને તેમને પણ બાળપણ યાદ અપાવો

Wednesday 26 October 2016

Narendbhai modi sathe

માજીરાણા સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન નિમિત્તે સમાજ ના આગેવાનો સાથે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ  તેમજ  હરીભાઇ ચૌધરી સાહેબ   ની  મુલાકાતે