Wednesday 24 November 2021

બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ દ્વારા આપેલ CCC parixsa નું રીઝલ્ટ એક જ ક્લિક કરો અને જાણો

https://drive.google.com/file/d/1eMsgwFBApCIJ3x-UOszDWxhSyjJinSOu/view?usp=drivesdk

તબીબી મરજવા--નેઈલસ ફીનસેન

તબીબી મરજીવાઓ નેઈલસ ફિનસન
નેઈલસ, આઠ-નવ વર્ષનો એક નાનો  છોકરડો સૂર્યપ્રકાશને જોઈ રહ્યો હતો. તેની સામે સૂર્યપ્રકાશથી રોગગ્રસ્ત જંતુઓ, જેવા કે ટેડપોલ અને બીજા નાનાં જંતુ હતા. તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને થયું કે આ એક રસપ્રદ ઘટના છે અને તેને થઈ કે સૂર્યપ્રકાશ ની અસર માનવીને થતા રોગ પર કેવી થાય છે તેનો અભ્યાસ કરવો જોઈએ. ૧૮૬૦માં ટોર્શહેવલ , ફેરો આઈસલેન્ડની જે ડેનમાર્કનો એક હિસ્સો છે. અને આઈલ્સની ઉત્તરમાં છે. જાને માં તેનો રાજધાનીમાં તેનો જન્મ થયો હતો. શરૂઆતનો અભ્યાસ તેણે ડેન્માર્ક કોપનહેગન માં કરીને ૧૮૯૧માં તબીબી પદવી મેળવી ત્યાર પછી થોડા વર્ષ એનેટોમી શીખવ્યા પછી તેને થયું કે આ તમારો વિષય નથી અને બચપણ ના શોખ પૂરા કરવા તેને નોકરી છોડી અને પૂરા સમય માટે સૂર્યપ્રકાશ સારવાર ફોટો થેરાપી પાછળ જિંદગી ગાળવાનો વિચાર કર્યો.
  1893માં આ નોકરી છોડી દીધી પણ થોડા ટ્યૂશન આપવાનું ચાલુ રાખ્યું જેથી ગુજારો થઈ શકે, પણ એક તકલીફ શરૂ થઈ.આ તેની પોતાની હતી. તેને એક ગંભીર બીમારી જેને 'PICK'S DISEASE'કહે છે તે લાગુ પડી આ બીમારીમાં શરીરના અગત્યના અવયવો ,લીવર, હૃદય અને બરોળના અમુક પ્રકારના કેનેકટિવ ટીસ્યુ- સંયોજક ઊતક ધીમેધીમે  કઠણ થતા હતા. અને આ બીમારી કદાચ ૧૯૩૩થી હતી આને લીધે તે અવયવો નબળા પડતા જાય અને પેટમાં પાણી ભરાતું પણ આ તબીબી મરજીવાને તેનું કાર્ય પૂર્ણ કરવાનું હતું જિંદગીના છેલ્લા આઠ વર્ષ તો તેણે વ્હીલચેરમાં ગાળ્યા હતા. અને વારંવાર પેટમાંથી પાણી કાઢવું પડતું હતું .આવી રીતે ૧૮ વખત પાણી કાઢ્યું હતું અને દર વખતે ૬ થી ૭ લીટર. પણ નેઈલસ ફીનસન હિંમત હાર્યો ન હતો.

તે પોતાની આત્મકથામાં કહે છે: 'મારા રોગ  મારા વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. આ રોગને લીધે જ મને સૂર્યપ્રકાશની શોધ માં રસ પડ્યો. મને એનિમિયા પણ હતો .અને હું થાકી જતો હતો અને હું એવા ઘરમાં રહેતો હતો .જે ઉત્તર દિશામાં હતું અને હું માનવા લાગ્યો કે જો મને વધુ સૂર્યપ્રકાશ મળે તો હું સારો થઈશ અને મેં મારો મોટા ભાગનો સમય સૂર્યપ્રકાશમાં પસાર કર્યો હતો. અને હું તબીબી વિદ્યાર્થી હતો. એટલે મને રસ પડ્યો કે સૂર્ય મને શું મદદ કરી શકે.ત્યાર પછી મેં બળિયા ની સારવાર માટે સૂર્યના લાલ કલરનો ઉપયોગ કર્યો 1893 અને ૧૮૯૫માં  લ્યપસ ની સારવાર માટે.
   1896માં   તેણે કોપનહેગનમાં 'લાઈટ ઇન્સ્ટિટ્યૂટ 'ની સ્થાપના કરી અને સૂર્યપ્રકાશથી રોગ કેવી રીતે મટી શકે તેના સંશોધનો કર્યા. તેણે તેનું કાર્ય ૧૮૯૩ થી શરૂ કર્યું હતું તે વર્ષમાં જ તેને બળિયા-સ્મોલપોકસમાં થતા ચામડી પર થતા ડાઘ- રોગ પર ફીલ્ટર્ડ સનલાઈટ- ચળાઇને આવતા સૂર્યપ્રકાશથી ફાયદા થાય છે તે શોધી કાઢ્યું તેણે શોધી કાઢ્યું કે સૂર્યપ્રકાશના કિરણોના રંગ પટમાંથી જો લાલ કિરણો દૂર કરવામાં આવે તો બળિયાના આ પ્રકારના રોગમાં ફાયદો થાય છે. આ વાત તેણે 1893 -1894માં પ્રસિદ્ધ કરી અને પછી એક એવા રોગ પર તેને 'લ્યપસ વલ્ગારીસ ' રોગ પર કામ કર્યું .આ રોગ એક પ્રકારના બેકટેરિયાથી થાય છે અને  ફીનસેને નોંધ્યું કે સૂર્યપ્રકાશથી બેક્ટેરિયા નાશ પામે છે. પ્રિઝમ-ત્રિપાશ્ચ  કાચ-માંથી કુત્રિમ પ્રકાશ પસાર કરીને રોગગ્રસ્ત ભાગ પર તેણે તીવ્ર પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કર્યા અને આ સારવાર પદ્ધતિ તેણે લાઈટ ઇન્સ્ટિટ્યૂટમાં હજારો લ્યુપસ વલ્ગારીસના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા તેઓ પર સાબિત કરી. લ્યુપસ વલ્ગારીસના માટે અલ્ટ્રાવાયોલેટથી સારવાર  દાયકા સુધી મુખ્ય સારવાર પદ્ધતિ રહી.
આ શોધને લીધે નોબેલ કમિટી નું ધ્યાન આ તબીબ પર ગયું પણ તે હજુ યુવાન હતો પણ તે સાથે તેની તબિયત બગડતી જતી હતી અને કમિટીને થયું કે આ ઈનામ તેને માટે અગત્યનું છે. અને નોબેલ કમિટિએ જે પત્ર મોકલાવ્યો પ્રથમ હતું તે પછી અમે નક્કી કર્યું કે તેનું પ્રથમ વાકય હતું,  'તે પછી અમે નક્કી કર્યું કે તે ડીનીશ (ડેનમાર્ક)છે.
 આ ઇનામ જ્યારે સ્ટોકહોમમાં 17 ઓક્ટોબરે ૧૯૦૩માં મળ્યું ત્યારે તે વ્હીલચેર માં તેના ઘરમાં હતું અને બધાના અભિનંદન સ્વીકારતો  હતો તેણે કહ્યું કે તે ઈનામમાંથી 50,000  ક્રાઉન લાઈટ ઇન્સ્ટિટ્યૂટને આપશે અને ૬૦,૦૦૦ ક્રાઉન હ્દય અને લીવર ની સારવાર કરતાં સેનેટોરીયમને આપશે .જિંદગીના છેલ્લા વર્ષમાં તેણે આહારમાં ઓછા મીઠાની અગત્યતા વિશે કામ  કર્યું અને તે પેપર ૧૯૦૪માં  પ્રસિદ્ધ થયું.
૨૪મી સપ્ટેમ્બર ૧૯૦૪માં તેનું મૃત્યુ ૪૩ વર્ષે કોપનહેગન ડેનમાર્ક માં થયું .જીવનના છેલ્લા શ્વાસ સુધી તેણે માનવજાતની સેવા અને તેના દર્દ દૂર કરવા મહેનત કરી હતી.
આભાર---સબળા શિક્ષણ અંક --માહે એપ્રિલ ૨૦૨૧

Sunday 21 November 2021

સ્કૂલો શરૂ કરવા માટે સરકારની ગાઈડલાઈન

ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી

ચીમનભાઈ પટેલ 1973- 1974 થી 1990-1994
૧૭ જુલાઇ ૧૯૭૩ ના રોજ ઇન્દિરા ગાંધીના વિરોધ છતાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
ચીમનભાઈ પટેલ ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા.
ચીમનભાઈ પટેલના શાસનમાં અન્નની અછતને કારણે અનાજના ભાવમાં અસહ્ય વધારો થયો હતો.
રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન થયું.
નવનિર્માણ આંદોલન
વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો વિરોધ હોવા છતાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી નું પદ સંભાળ્યું અન્નની અછત પહોંચી વળવા ચીમનભાઈની સરકારે પગલાં લીધા પરંતુ સરકારે એક લાખ ટન અનાજના સ્થાને માત્ર ૩૫ હજાર ટન જેટલું અનાજ આપતા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના બિલ વધ્યા અને હોસ્ટેલમાં રહેતા છોકરાઓએ તોફાનો શરૂ કર્યા જે આંદોલનને કારણે ચીમનભાઈ સરકારે રાજીનામું આપવું પડ્યું હતું.
નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકરે આપ્યો હતો.
ચીમનભાઈ પટેલ નર્મદા યોજના માટે પ્રયત્નશીલ હતા.
નવનિર્માણ આંદોલનને કારણે ચીમનભાઈ પટેલે 9 ફેબ્રુઆરી 1974ના રોજ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.
ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન સમયે કે.કે.વિશ્વનાથન ગુજરાતના રાજ્યપાલ હતા.
આ રાષ્ટ્રપતિ શાસન 16 મહિના માટે અમલમાં રહ્યું.
18 જૂન ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બની અને બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા.
ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) ની સ્થાપના કરી હતી.
ચીમનભાઈ પટેલ ૪માર્ચ ૧૯૯૦માં ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
'નયા ગુજરાત' મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ નું સ્વપ્ન હતું.
--------------------------------------

Saturday 20 November 2021

ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતા

ગુજરાતના મુખ્યમંત્રી
ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા
૧૯૬૦થી 1963
પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો.
ડોક્ટર જીવરાજ નારાયણ મહેતાના શાસનમાં ગુજરાત વિધાનસભાની વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી થઈ.
ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ના શાસન સમયે ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૬૧ અંતર્ગત ગુજરાતમાં પહેલી એપ્રિલ, ૧૯૬૩ પંચાયતી રાજનો અમલ થયો.
વડોદરા( બાજવા) ખાતે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની ની સ્થાપના થઇ અને અંકલેશ્વર તેલક્ષેત્ર શોધાયું.
તેમના શાસનમાં ગુજરાત યુનિવર્સિટી બાબતનો વિધેયક, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક, ગુજરાત સહકારી મંડળી વિવેક વિધેયક ,ખેતીની જમીન અને ગણોતધારા (1950 )સુધારા જેવા પ્રગતિશીલ કાર્યો થયા.
  કોયલી રિફાઇનરીની સ્થાપનાનું કામ ચાલુ થયું.
કોંગ્રેસમાં આંતરીક ગજગ્રાહ ચાલતાં હતા તેના લીધે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ ડોક્ટર જીવરાજ નારાયણ મહેતાએ પોતાના સાથીઓ સાથે રાજીનામું આપ્યું.

Friday 19 November 2021

ગુજરાત ની બહુહેતુક યોજનાઓ

ગુજરાતની બહુહેતુક યોજનાઓ

બંધ નું નામ
નદી
જિલ્લો
સરદાર સરોવર બંધ
નર્મદા
નર્મદા (નવાગામ પાસે)
ઉકાઈ
તાપી
તાપી. (સોનગઢ તાલુકો)
કાકરાપાર
તાપી
સુરત (માંડવીતાલુકો)
કડાણા
મહી
મહીસાગર. (સંતરામપુર તાલુકો)
વણાકબોરી
મહી
મહીસાગર ‌‌. (બાલાસિનોર તાલુકો)
દાંતીવાડા
બનાસ
બનાસકાંઠા
રાજસ્થળી
શેત્રુંજી
ભાવનગર (પાલીતાણા તાલુકો)
ખોડીયાર બંધ
શેત્રુંજી
અમરેલી ( ધારીતાલુકો)
નિલાખા
ભાદર
રાજકોટ (ગોંડલ તાલુકો)
ધરોઈ
સાબરમતી 
મહેસાણા (ખેરાલુ તાલુકો)
મચ્છુ
મચ્છુ
મોરબી
પાનમ
પાનમ
પંચમહાલ
વાત્રક
વાત્રક
અરવલ્લી
શામળાજી
મેશ્વો
અરવલ્લી
ભિલોડા
હાથમતી
અરવલ્લી
 ગુહાઈ
ગુહાઈ
અરવલ્લી
ધોળી ધજા
ભોગાવો
સુરેન્દ્રનગર
નાયકા
ભોગાવો
સુરેન્દ્રનગર
મુક્તેશ્વર

સીપુ

દમણ ગંગા

કરજણ

ઊંડ

નર્મદાયોજના ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના છે.

સરદાર સરોવર ની મુખ્ય નહેરની લંબાઈ 458 કિલોમીટર છે જે રાજસ્થાન સરહદ સુધી છે અને રાજસ્થાનમાં 74 કિલોમીટર લાંબી છે.
મિયાગામ ,વડોદરા ,સુરત, કચ્છ મુખ્ય શાખા નહેરો છે.
નર્મદાનું સમગ્ર નહેર તંત્ર લગભગ 74,624 કિલોમીટર લાંબુ છે.






સરસ્વતી

સીપુ

દમણ ગંગા

કરજણ

ઊંડ

આ યોજનાથી ૧૪૫૦ મેગાવોટ વીજળી પેદા થાય છે.

નર્મદા સરોવર યોજના માંથી સૌથી વધુ પાણી મેળવતું રાજ્ય મધ્યપ્રદેશ છે.

સૌથી વધુ વીજળી મેળવવામાં પણ મધ્યપ્રદેશ પ્રથમ સ્થાને છે.
બનાસકાંઠા

બનાસકાંઠા

વલસાડ

ભરૂચ

જામનગર


સંકલન--રામજીભાઈ રોટાતર 
ટોકરીયા પ્રાથમિક શાળા









Thursday 18 November 2021

ગુજરાતી ફિલ્મો

ગુજરાતી ફિલ્મો
સર્વ પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ --શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
સર્વ પ્રથમ ગુજરાતી મુક્ત ફિલ્મ-- શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ હોય તેવી)
ગુજરાતી રાજકીય ફિલ્મ --ભક્ત વિદુર-ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો.
કવિ કલાપીની કૃતિ 'હૃદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ-મનોરમા
પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ--નરસિંહ મહેતા
પ્રથમ બોલતી રમુજી ફિલ્મ--ફાંફડો ફિતુરી
કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ--અખંડ સૌભાગ્યવતી
પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ-- લીલુડી ધરતી
મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ --ગુણસુંદરીનો ઘરસંસાર

ગુજરાત ના સ્થળોના પ્રાચીન નામો

પ્રાચીન નામો
ભાવનગર--ગોહિલવાડ
વડોદરા--વટપદ્રક
સુરત--સુર્યપુર
જામનગર, દેવભૂમિ દ્વારકા-હાલાર
હિંમતનગર-અહમદ નગર
પાલનપુર- પ્રહલાદનગર
કડી-કતિપુર
વિસનગર-વિસલનગર
ખંભાત-સ્તંભતીર્થ
કપડવંજ- કર્પણ વાણિજ્ય વલસાડ - વલ્લરખંડ વડાલી - વડપલી વાલોડ -વડવલ્લી ખેડા-ખેટક
વેરાવળ-- વેરાકુલ
તિથલ-- તીર્થસ્થલ
વાત્રક --વાત્રૅધ્ની
ડભોઇ --દર્ભવતી
વઢવાણ --વર્ધમાનપુર
શંખલેશ્વર --શંખપુર
ચાંપાનેર --મુહમ્મદા સંકલન સંકલનબાદ
અમદાવાદ --કર્ણાવતી
વડનગર--
 આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર
પોરબંદર-- સુદામાપુરી
જૂનાગઢ --સોરઠ
ગિરનાર --રૈવતક
અમરેલી-- અમરાવતી
નવસારી --નવસારીકા
સુરેન્દ્રનગર --ઝાલાવાડ
 દ્વારકા --દ્વારવતી
ભરૂચ -ભૃગુ કચ્છ
ડાકોર-- ડંકપુર
ભદ્રેશ્વર-- ભદ્રાવતી
હળવદ હલપદ્ર
દાહોદ-- દધિપદ્ર
નર્મદા-- રેવા
મોઢેરા-- ભગવદ્દગામ
બનાસ --પર્ણાશા. અંકલેશ્વર --અંકુલેશ્વર
સાબરમતી --શ્ચાભ્રમતિ
ધોળકા --ધવલ્લક
ગણદેવી --ગુણપદિકા તારંગા -તારણદુર્ગ મોડાસા-- મહુડાસુ
સંકલન- રામજીભાઈ રોટાતર ટોકરીયા પ્રાથમિક શાળા તાલુકો પાલનપુર જીલ્લો બનાસકાંઠા
જનરલ નોલેજ 14મી આવૃત્તિ 2019 માંથી સાભાર

Wednesday 17 November 2021

માનગઢ હત્યા કાંડ 17-11- ભીલ લોકો

માનગઢ : ગુજરાતની સરહદે થયેલો એ નરસંહાર જેને 'જલિયાંવાલા બાગ'થી પણ મોટો ગણાવાયો હતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં છ વર્ષ પહેલાં ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડો પર 17 નવેમ્બર 1913ના રોજ આવો જ નરસંહાર થયો હતો, પણ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
જલિયાંવાલા બાગમાં એક હજારથી વધારે લોકો અંગ્રેજ સેનાની ગોળીઓનો ભોગ બન્યા હતા.
તેની સામે માનગઢ નરસંહારમાં દોઢ હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે.માનગઢના ડુંગર પર હજારો લોકો એકઠા થયા હતા, તેના પર અંગ્રેજ અને દેશી રજવાડાંના સૈનિકોએ પૂરી તૈયારી કરીને ગોળીઓ વરસાવી હતી.

સાહિત્યકાર, ઇતિહાસકાર અને સ્થાનિક લોકોનો દાવો છે કે આ હત્યાકાંડ જલિયાંવાલા બાગથી મોટો નરસંહાર હતો. આમ છતાં તેને ઇતિહાસમાં એટલું મહત્ત્વનું સ્થાન મળ્યું નથી.
રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 550 કિલોમિટર દૂર આદિવાસી વિસ્તાર બાંસવાડા જિલ્લાના મુખ્યમથકથી 80 કિલોમિટર દૂર આવેલું છે માનગઢ.

આનંદપુરી પંચાયત સમિતિના કાર્યાલયથી આગળ વધીએ એટલે લગભગ ચાર કિલોમિટર દૂર એક ડુંગર દેખાવા લાગે છે.
108 વર્ષ પહેલાં અહીં થયેલા નરસંહારનો સાક્ષી બનેલો આ ડુંગર આજેય તેની યાદને સમાવીને ઊભો છે. લોકો હવે તેને માનગઢધામના નામે બોલાવે છે.આ ડુંગરનો લગભગ 80 ટકા ભાગ રાજસ્થાનમાં પડે છે, જ્યારે 20 ટકા હિસ્સો ગુજરાતમાં પડે છે.

માનગઢ સંગ્રહાલયમાં ઉપલબ્ધ 
માનગઢના ડુંગર ફરતે જંગલ આવેલું છે. આ પહાડની ઊંચાઈ લગભગ 800 મીટર છે.

આ ઘટનાનાં 80 વર્ષ સુધી અહીં તેની કોઈ નિશાનીઓ કે સ્મારક નહોતું, પરંતુ છેલ્લા બે દાયકામાં અહીં શહીદ સ્મારક, સંગ્રહાલય બન્યાં છે અને ત્યાં સુધી જવાનો રસ્તો પણ તૈયાર થયો છે.
જોકે જંગલની વચ્ચે આવેલા માનગઢ પહાડ પર 108 વર્ષ પહેલાં કેવી સ્થિતિ હશે, તેનો અંદાજ અહીં પહોંચીએ તો જ સમજી શકાય તેમ છે.
આ સ્થળે થયેલા નરસંહારની ઘટનાને સ્વીકાર કરવામાં પણ સરકારે ઘણો સમય વિતાવી દીધો હતો.
ઘટનાનાં લગભગ 80 વર્ષ પછી રાજસ્થાન સરકારે નરસંહારમાં માર્યા ગયેલા સેંકડો લોકોની યાદમાં 27 મે, 1999ના રોજ શહીદ સ્મારક બનાવ્યું હતું અને તે રીતે માનગઢને ઓળખ મળી હતી.
જોકે ઇતિહાસમાં આ નરસંહારને ક્યારેય મહત્ત્વનું સ્થાન મળ્યું નથી.

બાંસવાડાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આદિવાસી વિકાસમંત્રી મહેન્દ્રજિતસિંહ માલવીય કહે છે, "હું મંત્રી હતો ત્યારે પાંચ લોકોની સમિતિ બનાવી હતી અને દિલ્હીના રાષ્ટ્રીય આર્કાઇવમાંથી આનો ઇતિહાસ કઢાવ્યો હતો."

"ધીરેધીરે લોકો જાણી રહ્યા છે કે માનગઢમાં આટલી મોટી ઘટના બની હતી તેની ખુશી છે."

અમે માનગઢ પહાડ પર ગયા અને જોયું તો ત્યાં એક ધૂણી ધખાવેલી છે. ગોવિંદગુરુની પ્રતિમા છે અને માનગઢ વિશેની માહિતી સાથેના શિલાલેખ બનાવેલા છે.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બાંસિયા (વેડસા) ગામના વણજારા પરિવારમાં જન્મેલા ગોવિંદગુરુએ 1880માં લોકોમાં સામાજિક સુધારા માટે આંદોલન ચલાવ્યું હતું.

તે વખતે બ્રિટિશરાજ હતું અને દેશી રજવાડાંના વેરા, વેઠપ્રથા સહિતના અત્યાચારો પ્રજા પર થતા હતા.

ઇતિહાસકાર અને નિવૃત્ત પ્રોફેસર બી.કે. શર્મા કહે છે, "બળજબરીથી વેરા વસૂલવામાં આવતા હતા. લોકો સાથે અછૂત જેવો વ્યવહાર થતો હતો. આવી સ્થિતિમાં ગોવિંદગુરુના આંદોલનના કારણે નવી ચેતના જાગી રહી હતી."

ગોવિંદગુરુએ લોકોને સમજાવ્યું કે ધૂણી કરીને જ પૂજા કરો, શરાબ અને માંસનો ત્યાગ કરો અને સ્વચ્છતા રાખો. તેમની ઝુંબેશને કારણે ચોરીઓ બંધ થવા લાગી અને શરાબના ઠેકામાંથી મહેસૂલ મળતી હતી તેની આવક ઘટવા લાગી.

રાજસ્થાન, માનગઢ, ઇતિહાસધૂણી તપે તીર' પુસ્તકના લેખક અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી હરિરામ મીણા કહે છે, "સાલ 1903માં ગોવિંદગુરુએ સંપસભાની સ્થાપના કરી હતી. તેમની ઝુંબેશને ભગત આંદોલન પણ કહેવામાં આવે છે."

"જનજાગૃતિનું એ અભિયાન આગળ વધવા લાગ્યું હતું. દેશી રજવાડાંને લાગ્યું કે ગોવિંદગુરુની આગેવાનીમાં આદિવાસીઓ અલગ રાજ્યની માગણી કરી રહ્યા છે."
ઇતિહાસકાર અને નિવૃત્ત પ્રોફેસર વી.કે. વશિષ્ઠ પણ માને છે કે ભીલ લોકો પોતાનું રજવાડું સ્થાપવા માગતા હતા. રજવાડાંઓએ બ્રિટિશ સરકારને જાણ કરી કે આદિવાસીઓ પોતાનું રાજ્ય બનાવવા માગે છે. તેના કારણે અહીં દારૂનું વેચાણ પણ ઘટી ગયું હતું.

જોકે ગોવિંદગુરુએ સંપસભાની સ્થાપના કરી હતી તે વાત સાથે પ્રોફેસર વશિષ્ઠ સહમત થતા નથી. પરંતુ ગોવિંદગુરુની ઝુંબેશનો પ્રભાવ એટલો વધવા લાગ્યો કે દેશી રજવાડાંએ બ્રિટિશ હકૂમતને તેની ફરિયાદ કરવાનું શરૂ કર્યું.

તે પછી સ્થિતિ બદલવા લાગી અને થોડાં વર્ષો પછી 17 નવેમ્બર, 1913ના રોજ માનગઢ ડુંગર પર નરસંહાર થયો.
ગોવિંદગુરુનું જનજાગૃતિ આંદોલન ફેલાઈ ચૂક્યું હતું. લોકો માનગઢમાં ધૂણી પર સતત આવી રહ્યા હતા.

નેશનલ આર્કાઇવ્સમાં રહેલા તે વખતના પત્રોમાં જણાવાયું છે કે અંગ્રેજોએ 13 અને 15 નવેમ્બરે ગોવિંદગુરુને માનગઢ ડુંગર ખાલી કરી દેવા જણાવ્યું હતું. પરંતુ ગોવિંદગુરુએ લોકો યજ્ઞમાં આવી રહ્યા છે તેની વાત કરી હતી.

પ્રોફેસર અરુણ વાઘેલા જણાવે છે, "ગુજરાતનું કુંડા, બાંસવાડાનું ભૂખિયા અને હાલના આનંદપુરી અને માર્ચાવાલી ખીણમાંથી માનગઢને સેનાએ ઘેરી લીધું હતું."
આ કાર્યવાહીમાં બ્રિટિશ સેના સાથે બાંસવાડા, ડુંગરપુર, બરોડા, જોગરબારિયા, ગાયકવાડ રજવાડાંની સેના અને મેવાડ ભીલ કૉર કંપની પણ જોડાઈ હતી."

સેનાએ પહાડનો નકશો તૈયાર કર્યો હતો અને ખચ્ચરોથી મશીનગન અને તોપ માનગઢના ડુંગર પર પહોંચાડ્યા હતા.

મેજર હેમિલ્ટન અને તેમના ત્રણ અધિકારીએ સવારે 6.30 વાગ્યે હથિયારબંધ સેના સાથે માનગઢ ડુંગરને ત્રણેય બાજુથી ઘેરી લીધો હતો. સવારે આઠ ને 10 મિનિટે ગોળીબાર શરૂ થયો, જે 10 વાગ્યા સુધી ચાલતો રહ્યો.

માનગઢની નજીક ગુજરાત સરહદમાં કુંડા ગામના રહેવાસી પારગી મંદિરીના પૂજારી જણાવે છે, "એક મૃત માતાને વળગીને બાળક સ્તનપાન કરી રહ્યું છે તે જોયું તે પછી અંગ્રેજોએ ગોળીબારી બંધ કરી હતી."
આર્કાઇવ્સમાંથી મળેલા બ્રિટિશ પત્રવ્યવહાર પરથી ખ્યાલ આવે છે કે અહીં સેના મોકલાઈ તેમાં સાતમી જાટ રેજિમેન્ટ, નવમી રાજપૂત રેજિમેન્ટ, 104 વેલ્સરેઝ રાઇફલ રેજિમેન્ટ, મહૂ, બરોડા, અમદાવાદ છાવણીની એકએક કંપની હતી.

મેવાડ ભીલ કૉરના કૅપ્ટન જે.પી. સ્ટેકલીનની આગેવાનીમાં બે કંપની આવી હતી.

હરિરામ મીણા જણાવે છે, "એક કંપનીમાં લગભગ 120 જવાનો હોય છે, જેમાં 100 હથિયારબંધ હોય છે."
આટલા જ પ્રમાણમાં સૈનિકો મેવાડ, ડુંગરપુર, પ્રતાપગઢ, બાંસવાડા, કુશલગઢ જેવાં દેશી રજવાડાં તરફથી મોકલવામાં આવ્યા હતા. દોઢ હજાર શહીદ થયા અને તેટલા જ સૈનિકો લગભગ હતા."

તેઓ કહે છે, "મારા સંશોધન અનુસાર માનગઢમાં અંદાજે 1500 લોકોનો ભોગ લેવાયો હતો. 700નાં મૃત્યુ ગોળીબારમાં થયાં હતાં, જ્યારે તેનાથીય વધુ લોકો ડુંગર પરથી પડીને ઘાયલ થયા અને સારવાર ન મળી એટલે માર્યા ગયા હતા."

ઇતિહાસકાર બી.કે. શર્મા પણ માને છે કે દોઢ હજાર આદિવાસીઓનો નરસંહાર થયો હતો. માનગઢ વિશેના પુસ્તક અને અહીંના સંગ્રહાલયમાં ઉપલબ્ધ માહિતીમાં પણ 1500 લોકોનાં મૃત્યુનો દાવો કરાયેલો છે.

બ્રિટિશ અધિકારીએ નરસંહાર વિશે શું કહ્યું હતું?
હુમલા પછી કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી બ્રિટિશ અધિકારીએ આપી નહોતી, પરંતુ એવું જણાવ્યું હતું કે "માનગઢ ડુંગરને ખાલી કરાવી લેવાયો છે. આઠ લોકો ઘાયલ થયા છે. 900 લોકોએ આત્મસમર્પણ કર્યું છે."

આ ઘટના બાદ ગોવિંદગુરુ અને તેમના શિષ્ય પૂંજા પારગીને ફાંસીની સજા આપવામાં આવી હતી.

બાદમાં ગોવિંદગુરુની ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવી નખાઈ હતી. તે પછી બાંસવાડા, સંતરામપુર અને માનગઢમાં પ્રવેશ નહીં કરવાની શરતે છોડી મુકાયા હતા.

આ રીતે આદિવાસીઓના આંદોલનને નરસંહાર કરીને કચડી નાખવામાં આવ્યું હતું.
ફાંસીની સજામાંથી ઉંમરકેદ, ત્યારબાદ પ્રવેશબંધી સાથે મુક્તિ થઈ તે પછી 1921માં દાહોદમાં ગોવિંદગુરુનું અવસાન થયું હતું.

આજે પણ તેમના નામે અનેક ધૂણી ધખે છે અને તેમની પૂજા થાય છે. 17 નવેમ્બરે થયેલા નરસંહારનાં લગભગ 80 વર્ષ સુધી માનગઢ ડુંગર પર કોઈને પણ જવા દેવાતા નહોતા.

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ઇતિહાસકાર અરુણ વાઘેલા કહે છે, "લોકો આ ઘટના પછી ડરી ગયા હતા. આસપાસનાં ગામના લોકો પણ જગ્યા છોડીને ઉઘાડા પગે જ બીજા ગામ જતા રહ્યા હતા."

માનગઢમાં રહેતા ભગવા વસ્ત્રધારી મહંત રામચંદ્રગીરી કહે છે, "માનગઢ હત્યાકાંડમાં અંગ્રેજોએ જે ગોળીઓ ચલાવી હતી તેમાં મારા દાદા હાલા અને દાદી આમરીનું મોત થયું હતું."
તેઓ બાવરીના રહેવાસી હતાં. અહીં 1500થી વધુ લોકો શહીદ થયા હતા. તેમના મૃતદેહો અહીં જ પડ્યા રહ્યા અને સડી ગયા હતા."

છેલ્લાં થોડાં વર્ષોથી અહીં 17 નવેમ્બરે શહીદદિવસ ઉજવવામાં આવે છે. નરસંહારમાં માર્યા ગયેલો લોકોને યાદ કરવામાં આવે છે. હવન કરવામાં આવે છે અને ગોવિંદગુરુનાં ભજનો ગાવામાં આવે છે.

અરુણ વાઘેલા જણાવે છે, "આ ઘટના પછી આદિવાસીઓ જ્યારે પણ એકઠા થવાની કોશિશ કરતાં ત્યારે માનગઢવાળી થશે એમ કહીને તેમને ડરાવવામાં આવતા હતા."

"ગુજરાતના દાહોદમાં વિરાટ ખેડીમાં 1938માં આવી રીતે જ એકઠા થયેલા આદિવાસીઓને માનગઢની યાદ અપાવીને વિખેરી નાખવામાં આવ્યા હતા."
બાંસવાડાના વિધાનસભ્ય મહેન્દ્રજિતસિંહ માલવીય કહે છે, "ઝાલોદ પાસે ગોવિંદગુરુનું અવસાન થયું હતું. ત્યાં આશ્રમ અને સમાધિ છે. અમારા વિસ્તારના આદિવાસીઓ તેમની સમાધિ પર ભુટ્ટા ના ચડાવે ત્યાં સુધી ખાતા નથી. આવી માન્યતા આજેય છે."

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અરુણ વાઘેલા જણાવે છે, "માનગઢ ડુંગરના ગુજરાત તરફના હિસ્સામાં પણ સ્મૃતિવન બનાવાયું છે. નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં માનગઢમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 1507 જણાવવામાં આવી છે."

ઇતિહાસકારો માને છે કે માનગઢ હત્યાકાંડ મોટી ઘટના હતી. પરંતુ ઇતિહાસમાં તેને કેમ સ્થાન ના મળ્યું તે માટે જુદાં-જુદાં કારણો આપવામાં આવે છે.

માલવીય કહે છે કે હાલમાં અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે બ્રિટિશ સરકારની 303ની ગોળીઓ મળી હતી. તેને ઉદયપુર સંગ્રહાલયમાં લઈ જવામાં આવી છે."

"આટલો મોટો હત્યાકાંડ થયો પરંતુ હિન્દુસ્તાન કે રાજસ્થાનના ઇતિહાસનાં પાનાંઓ પર તેને જગ્યા ના મળી. પણ હવે ધીમેધીમે લોકો માનગઢ નરસંહાર વિશે જાણતા થયા છે."

Thanks for BBC news

Tuesday 16 November 2021

શાંતિ દેવી --

 રાયગઢ ની રાષ્ટ્રીય પુરસ્કર્તા,ગાંધીવાદી શાંતિ દેવી
રશિયાના ઝૂમાં તાજા જન્મેલા એક ચિમ્પાન્ઝીને એની માતાએ તરછોડી દીધું હતું. એ પછી એના ભવિષ્યની ચિંતા કરીને ઝૂની એક કર્મચારી માસુમ બચ્ચા ને પોતાના ઘરે લઇ જઇ ત્યાં તેની સાથે પહેલેથી જ એક બૂલમેસ્ટિફ  જાતની કૂતરી પોતાનાં ચાર બચ્ચાં સાથે રહેતી હતી.
આ કૂતરીએ અનાથ બનેલા નાનકડા ચિમ્પાન્ઝીને પોતાનું બાળક સમજીને સ્વીકારી લીધું  કૂતરીએ ચિમ્પાન્જી ને ભરપૂર પ્રેમ અને હૂંફ આપ્યા. અને પોતાના બચ્ચાની જેમ જ ચિમ્પાન્જીના બચ્ચાની સંભાળ લીધી. કૂતરીના બચ્ચાઓએ પણ ચિમ્પાન્જી સાથે દોસ્તી કરી લીધી. તેઓ સાથે મળીને મસ્તીથી રહ્યા એટલું નહીં ચિમ્પાન્જી પોતાને કૂતરીનું બચ્ચું જ માની તેમની જેમ જ ખાતું પીતું. પ્રાણીઓની આવી પરોપકાર વૃતિ ના કિસ્સા વારંવાર આપણી સામે આવતા હોય છે જે આપણને, આપણી સુષુપ્ત માનવતા અને હળવી ઠેસ આપી જગાડે છે .અને સત્કર્મ કાર્ય કરવા પ્રેરે છે.સાહિર લુધિયાનવીનુ લખેલુ ગીત 'તેરી હૈ જમી, તેરા આસમાન તુ બડા મહેરબાન, તું બક્ષીસ કર...'આવતાની સાથે જ માસૂમ ચહેરા સાથેના હજારો નાના ભૂલકા મનની આંખ સામે ટોળે વળે  અને ઈશ્વર તરફના કૃતજ્ઞભાવથી  નતમસ્તક થઈ જવાય કે એ જગત પિતાએ સીન્ધુતાઈ સપકાલ,પ્રકાશ કૌર કે કમલી સૌરેન જેવા નેકદિલ માનવો પણ ધરતી પર મોકલ્યા છે. જે આ બાળકો માટે દેવદૂતો સમાન છે આ મહામાનવો એ અને એક અનાથ બાળકોના જીવતરમાં શીળી છાંયડી પાથરી, તેમનું જીવન ઘડતર કરી, તેઓને સમાજમાં એક સ્વીકાર્ય નાગરિક તરીકે પુનઃ સ્થાપિત કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે.અમિતાભ સંચાલિત કેબીસીદના' કર્મવીર સ્પેશિયલ એપિસોડ'માં ઉત્તર પ્રદેશમાં જન્મેલા અમલા રુઇયા રાજસ્થાનના 518 થી વધુ ગામોની કિસ્મત બદલી ચૂકયા છે. 1999, 2000 અને 2003ના દુષ્કાળે અમલા ના અસ્તિત્વને હચમચાવી દીધું હતું એક છાપામાં દુષ્કાળ ના સમાચાર વાંચ્યા બાદ અમલાદેવી રાજસ્થાન પહોંચ્યા હતા. એ પછી પાણીની સમસ્યા હલ કરવા તેમણે 'આકાર ચેરીટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરી. અમલાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી અસંખ્ય ચેકડેમો બનાવ્યા અને બે લાખથી વધુ લોકોની પાણીની સમસ્યાનું તેમણે નિવારણ લાવી દીધું. પછીથી અમલાદેવી ને જળ દેવીના નામથી ઓળખવામાં આવે છે. આજે આવા જ એક મહામાનવ સામાજિક કાર્યકર્તા અને ઓડિશાના ગાંધીવાદી નેતા શાંતિ દેવીનું નામ હૈયે ચડે છે. જેને 2021 ના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન તેમને સમાજ સેવાના કાર્યમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ અર્પણ કરાઇ છે તેમના સામાજિક કાર્ય માત્ર રાયગઢ જિલ્લાનું નથી પરંતુ ઓડીશા રાજ્યની બહાર પણ ખ્યાત છે. પદ્મશ્રી પુરસ્કાર મળ્યા પછી શાંતિથી કહ્યું કે સ્વાભાવિક છે કે પદ્મશ્રી જેવો પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર મળે તેનો ગર્વ અને આનંદ થાય પરંતુ એ મળતાં હુ વધુ પડતી ઉત્સાહિત નથી. મને આ પુરસ્કાર માટે પસંદ કરીને રાષ્ટ્ર એ ખરેખર અનાથ બાળકોને આ પુરસ્કાર આપ્યો છે. આ પુરસ્કાર મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેના  આદર્શોનું સન્માન છે. લોકોએ તેના આદર્શો પર ચાલવું જોઈએ તેમનો માર્ગ સમાજને ઉન્નત કરશે ૧૯૩૪માં જન્મેલા શાંતિ દેવી એ ૧૯૫૧માં લગ્ન પછી બાલાસોર જેવું વિકસિત શહેર છોડી દીધું અને પોતાના પતિના કામ પૂરા કરવા રાયગડ જેવા પછાત વિસ્તારમાં આવી ગયા જે ખૂબ વિસ્તારમાં હતું શાંતિથી મૂળ તો ભૂદાન આંદોલન અને સત્યાગ્રહ આંદોલન સાથે જોડાયેલા હતા. પછીથી અનાથ બાળકો માટે 'મા' બની ગયા. તેમણે 131 અનાથ બાળકોને માત્ર આશરે નથી આપ્યું પરંતુ એક માતા જેવો પ્રેમ, સંભાળને નિસ્બત આપ્યા છે.
ભૂદાન આંદોલનના અગ્રણી સ્વર્ગીય ડોક્ટર રતનદાસ શાંતિ દેવી ના પતિ હતા કોરાપુટ જિલ્લામાં એક સામાજિક સેવા કરનાર દંપતી રૂપે તેઓ બંને પ્રસિદ્ધ હતા. પતિના મૃત્યુ પછી પણ શાંતિ દેવી નિરાશ થઈ ભાંગી ન પડ્યાં. તેમણે સામાજિક સેવા અને અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને પુરસ્કારોથી સન્માનિત શાંતિ દેવી માટે અને ગરીબ બાળકોના મોત પર જોવા મળતી ખુશી સૌથી મહત્વની છે જે તેને અત્યંત સંતોષ આપે છે. સંસ્કૃતમાં સરસ કહ્યું છે કે "પરોપકાર શૂન્યસ્ય ધિક મનુષ્ય સ્ય જીવિતમ ,જીવન્તુ પશવથ યેષા ચર્માપ્યુપકરિષ્યતિ.'અનાથ અને અસહાય બાળકો માટે તેમણે રાયગઢ ના ગૂનુપુરમાં અનાથાલય ની ખોલ્યું છે. ઉત્તમ લાલન પાલન અને શિક્ષણ ઉપરાંત તે બાળકોને નૈતિક શિક્ષણ પણ આપે છે. જેથી મોટા થઈને એ બાળકો સમાજમાં સન્માન પૂર્વક જીવે. કેટલી અનાથ બાળકો ના લગ્ન કરાવી પરિવાર ની આત્મીયતા ,સલામતી અને સુખ આપે છે. નૈતિક શિક્ષણ તેમના પાયાના ઉછેરમાં હોવાથી તે બાળકો વિભિન્ન ક્ષેત્રોમાં અને પ્રસિદ્ધ સંસ્થાઓમાં મહત્વના કામો કરી રહ્યા છે. થીંક ગ્રેટ બી ગ્રેઈટ ના લેખિકા લૈલા ગીફ્ટી કહે છે કે "the heavenly father is the father to the fatherless."એટલે જ કદાચ શાંતિ દેવી જેવા મહાન પાત્રોને ઈશ્વર પોતાના પ્રતિનિધિ રૂપે અનાથ બાળકો પાસે મોકલી દેતો હશે. જે સર્વ ભૂત હિતે રતા: ની જેમ પ્રાણી માત્રનુ હિત કરવામાં તત્પર હોય છે.
સંત વિનોબા ભાવેથી શાંતિ દેવી ઘણા અંશે પ્રભાવિત હતા. નાનપણથી તેનામાં સમાજના અત્યાચાર અને અન્યાય સામે વિરોધ કરવાની તાકાત અને હિંમત હતા. પછીના જીવનમાં પણ તેઓ ગાંધીવાદી દર્શનથી વિચારોથી પ્રભાવિત રહ્યા અને ગાંધી આશ્રમ સાથે જોડાઈ ગયા. ૧૯૫૧માં કોરાપુટ જિલ્લામાં ભયંકર દુષ્કાળના સમયમાં પીડિત લોકોની મદદ માટે રાહત સામગ્રી લઈને શાંતાદેવી ત્યાં ગયેલા. આ દરમિયાન તેઓ વિનોબા ભાવે મળ્યા અને તેમના જીવનમાં નવો મહત્વનો વળાંક આવ્યો અને આદિવાસી વિસ્તાર જ એમની કર્મભૂમિ બની ગયો. ૧૯૫૨માં કોરાપુટ જિલ્લામાં જમીન આંદોલનમાં તેઓ જોડાયા. જમીનદારો દ્વારા દાદાગીરીથી સિંધવી લીધેલી આદિવાસીઓની જમીન છોડાવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કર્યો પછી તે બોલનગીર, કાલાહન્ડી અને સંબલપુર જિલ્લાના ભૂદાન આંદોલનમાં સામેલ થઈ ગયા. તેમણે ગોપાલન વાડી સ્થિત આશ્રમમાં ભૂદાન કાર્યકર્તાઓને પ્રશિક્ષિત પણ કર્યા. એ દરમિયાન તેમણે લગભગ ૪૦ જેટલા આદિવાસી લોકોને રાજ્યપાલ ની મદદથી કારાવાસમાં થી મુક્ત કરાવવાનું કામ કર્યું જે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. ૧૯૬૪ના આદિવાસી લોકોની સહાય માટે તેમણે રાયગઢના ગોબર પલ્લીમાં એક 'સેવા સમાજ'ની સ્થાપના કરી.જ્યાં જ્યાં ગરીબ અને અનાથ બાળકોને આશ્રય આપી તેઓ સાર સંભાળ લે છે આશ્રમમાં કુષ્ઠ રોગીઓની સેવા પણ કરાતી હતી કોરાપુટ માં સમાજસેવા કરવા માટે અને ગાંધી વિચારોનો વિસ્તાર કરવાના કારણે તેમણે કોરાપુટીયા પણ કહેવામાં આવે છે.
શાંતિ દેવી એ છેલ્લા સાત દાયકાથી પછાત ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની જાતને સામાજિક સેવાના વિવિધ કામોમાં સમર્પિત કરી છે.  આ બધા જ કામોમાં તેમને પતિનો પૂરો સહયોગ સાંપડ્યો શાંતિ દેવી માને છે કે આજે છોકરીઓને સશક્ત અને સાહસી બનાવવાની જરૂર છે તેમને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા શીખવું જ રહ્યું છોકરીઓ છે હવે સ્વતંત્ર થઈને પોતે શિક્ષિત થવું જોઈએ અને પરિવારને પણ શિક્ષિત કરવો જોઈએ. ૧૯૬૧માં શાંતિ દેવી ઉતકલ નવજીવન મંડળના સચિવ બન્યા. તેઓ ઓડીસા પુનર્વાસ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા છે. અને ગાંધીવાદી સંગઠનો સાથે જોડાયેલા છે તેઓ શરૂઆતથી જ 'અગ્રગામી ગવર્નિંગ બોડી'ના ઉપાધ્યક્ષ પણ છે. શાંતિ દેવી ખાસ કરીને માઓવાદી પ્રભાવિત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન આપનાર તરીકે વધુ જાણીતા છે. આ ગાંધીવાદી સમાજસેવિકા 1994માં જમનાલાલ બજાજ એવોર્ડ જીતી ચૂક્યા છે. શાંતિ જાળવી રાખવાના તેમના પ્રયાસો બદલ તેમણે રાધા નાથ  રથ શાંતિ પુરસ્કાર પણ મળ્યો છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો મળેલા છે.
આ સંસારમાં એવું કંઈ પણ નથી જે માણસ ના મૃત્યુ પછી તેની સાથે તે લઈ જઈ શકે કે તેની સાથે રહે. એટલે સાથે આવશે તો એ માણસના કલ્યાણકારી સારા કર્મો જ છે તેનાથી જ સૌને પ્રેમથી યાદ રાખે છે જેની સુગંધ માણસના મૃત્યુ પછી પણ હંમેશા અકબંધ રહે છે આવા કામો નિસ્વાર્થ હોવા જોઈએ એવા લોકો ખૂબ જ હોય છે જેઓ પોતાનું સમગ્ર જીવન બીજાની સેવા માટે સમર્પિત કરી દે છે પણ મારા તેને કહેવાય જે નિરપેક્ષ હોય તેમાં કોઈ ભેદભાવ ન હોય ગાંધીજીએ સ્પષ્ટ કહેલું કે પરમાર તો સત્ય સ્વરૂપ હેતુલક્ષી સમાજલક્ષી તથા માનવતા લક્ષી કોઇપણ જાતના ભેદભાવ વિના નો હોય તો જ તેનું ઉચ્ચતર પરિણામ પ્રાપ્ત થાય છે. મીનપિયાસી એ તેના એક કાવ્ય લખ્યું છે તે..
પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ-દુઃખ પૂછ્યું તું?
દર્દ ભરી દુનિયા માં જઈને કોઈનું આસું લૂછયુ તું?
ગેં ગેં ફે ફે કરતા કહેશો કે
હે -હે-શું શું?
શાંતિ દેવી જેવી હસ્તીને જ્યારે ઈશ્વર આવું પૂછશે ત્યારે જરા પણ  અચકાયા  વિના આખી કાયનાત બોલી ઊઠશે  કે હા, શાંતિ દેવી એ અગણિત લોકો ના આંસુ લુછયા હતા.  શાંતિ દેવી એક વૃક્ષ જેવું મહાન વ્યક્તિત્વ છે. વૃક્ષ પોતે તડકો વેઠીને બીજાને છાંયો આપે છે...'
આભાર ગુજરાત સમાચાર પૂર્તિ તારીખ 16- 11- 2021 મંગળવાર

સરિતા જોશી --સંતુ રંગીલી -રંગભૂમિ

 સરિતા જોષી
ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પદ્મ પુરસ્કારો એનાયત થયા ત્યારે એક નામ ગુજરાતીઓ સિવાયના લોકો માટે ખાંખાખોળા નો વિષય બન્યું હતું જો કે ગુજરાતીઓને અમને પદ્મશ્રી મળે તેમ બાબતે જરાય નવાઈ નહોતી લાગી કેમ કે તેઓ એમને છેલ્લા સાત દાયકાથી ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મી પડદે અભિનયના ઓજસ પાથરનાર જોતા આવ્યા હતા. આપણા સંતુ રંગીલી લેવા સરિતા જોશીની તેઓ પદ્મશ્રીથી પણ ખાતા ગુજરાતી રંગમંચ અને સિનેમા જગતમાં આનંદની હેલી પ્રસરી ગઈ છે .ગુજરાતની એક આખી પેઢી તેમને નાટક સંતુ રંગીલી માં તેમણે કરેલા અફલાતૂન અભિનયને કારણે ઓળખે છે જોકે સરિતાબહેનના અભિનયને કોઈ માધ્યમની મર્યાદા નડતી નથી.
રંગભૂમિ પર તેમણે જેટલી રંગત જમાવી છે તેટલો જ મજા નો અભિનય સિલ્વર સ્ક્રીન પર પણ કરી બતાવે છે આ એક આના આઠ દાયકા વટાવી ચૂક્યા હોવા છતાં તેઓ આજે સતત સક્રિય છે 17 ઓક્ટોબર ,૧૯૪૧ના રોજ મુંબઈમાં જન્મેલાં સરિતા જોશી એ માત્ર સાત વર્ષની વયે અભિનયની દુનિયામાં પર્દાપણ કર્યું હતું .જે ઉંમરે બાળક પ્રાથમિક શાળામાં ભણવાનું શરૂ કરે એ ઉંમરે તેમણે નાટકોમાં અભિનય કરવાનો થયો. એ વખતે તેમના માટે તે અન્ય બાળકોની જેમ ઈતર પ્રવૃત્તિ નહોતી પરંતુ આજીવિકા હતી કેમકે એક દુઃખદ ઘટના એ એમના પરિવારની સુખ સાહ્યબી છીનવી લીધી હતી. પરંતુ આગળ જતાં એ જ અભિનય તેમને આજીવિકાની સાથે ઓળખ પણ આપી.
પુણેના મરાઠી પરિવારમાં જન્મેલા સરિતાબહેનનો ઉછેર વડોદરામાં થયો હતો. 8 ફેબ્રુઆરી 1962ના રોજ સાત વર્ષની વયે અહીં જ તેમણે ન્યુ લક્ષ્મીકાંત નાટક સમાજમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી .આધુનિક રંગમંચ પરનું તેમનું પ્રથમ નાટક હતું .'પઢો રે પોપટ' જેનું નિર્દેશન કાંતિ મડિયા એ કરેલું. આ નાટક ભારતીય વિદ્યાભવન ખાતે રજૂ થયું હતું .એ પછી તેમણે અનેક નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી ૧૯૬૬માં તેઓ રંગ ભવન ખાતે પ્રવીણ જોશી ના નિર્દેશન હેઠળ પ્રથમ વાર રજૂ થયેલ નાટક 'ચંદરવો 'થી આઈ.એન.ટી માં પ્રવેશ્યાં અને એ પછી કદી પાછું વળીને જોયું નહીં તેમણે આઈ.એન.ટી અને અન્ય નાટય સંસ્થાઓ નિર્મિત અનેક નાટકોમાં અભિનય કર્યો જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ મળી 'સંતુ રંગીલી' માં. આજેય સૌ કોઈ તેમને 'સંતુ રંગીલી' અભિનયને કારણે સૌથી વધુ ઓળખે છે. એ નાટકમાં અંદાજે સાતેક મિનિટ લાંબો એક ડાયલોગ હતો જેમાં સરિતાબહેન માત્ર હાવભાવ અને ઉચ્ચાર એવો આબાદ અભિનય કરતાં કે ઓડિયન્સ માત્ર એ ડાયલોગની જ ઓછામાં ઓછા આઠ -દસ વાર વન્સમોર ની માંગ કરતું.
સરિતાબહેન પદ્મશ્રીથી સન્માનિત થયા છે આમ રાષ્ટ્રીય સ્તરે તેમની કળાની યોગ્ય કદર થતાં ગુજરાતી રંગભૂમિ અને સિને જગતમાં આનંદ આનંદ છે જોકે સરિતા જોશી ને એ પહેલાં પણ બીજા અનેક મહત્ત્વના એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ૧૯૮૮માં સંગીત નાટક અકાદમીએ રંગભૂમિમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપેલો. આવું જ સન્માન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એ પણ વર્ષ ૨૦૦૧માં કયું હતું. 2007 મા ટ્રાન્સમીડીયા દ્વારા ગુજરાતી રંગભૂમિમાં તેમના પ્રદાનને લઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ફોર ગુજરાતી થિયેટર એવોર્ડ એનાયત કરાયો હતો આ સિવાય ટીવી અને સિનેમાના બીજાં અનેક એવોર્ડ તો ખરા જ સરિતાબહેન નવી કે લિયે ગાના પાત્ર એકથી વધારે વખત જોયા છે જોકે તેમના અભિનયની રેન્જ નો અંદાજ તમે એના પરથી લગાવી શકો કે નાના એ દરેક પાત્રને તેમણે અલગ અલગ રીતે ભજવી બતાવ્યું હતું. મણિરત્નમની ગુરુમાં તેમણે અભિષેક બચ્ચનની માતા તરીકે ભજવેલું પાત્ર અને દસવિદાનીયામાં વિનય પાઠકની માતાનું પાત્ર, બંનેમાં તમને સરિતા જોશી સાવ અલગ પ્રકારની ભૂમિકામાં દેખાશે. નાના પડદે પણ તેમણે આ જ રીતે બાના પાત્રને અલગ અલગ રીતે રજૂ કર્યા હતા. પછી તે બા બહુ ઔર બેબી ના ગોદાવરી ઠક્કર હોય તે પછી ખીચડી રિટર્ન ના ચંપાકાપી. બંને પાત્રોને તેમણે પોતાની રીતે અલગ અલગ સ્ટાઈલ માં પડદા પર રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
સરિતાબહેને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા પ્રવીણ જોશી સાથે લગ્ન કર્યા હતાં એનઆઇટી ના નાટકો કરતા કરતા બંને પ્રેમમાં પડેલા અને પછી સંબંધ લગ્નમાં પરિવર્તિત થયેલો જોકે પ્રવીણ જોશી ની અણધારી વિદાય એક સમયે તેમણે અંદરથી સાવ તોડી નાખેલા. એ વખતે અભિનય જ હતો જેણે તેમને ફરી બેઠા થવાની પ્રેરણા આપેલી .હવે તો તેમની દીકરીઓ પણ તેમના પગલે અભિનયની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી થઈ છે.
સરિતા જોશી વિશે ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા નિર્માતા નિર્દેશક જે.ડી. મજેઠિયા લખે છે,' સ્ટેજ પરથી સવિતાબેન દર્શકોને એ રીતે લુક આપે કે જેથી છેલ્લી ખુરશી પર બેઠેલા દર્શકને પણ તે સ્પષ્ટ દેખાય અને તેને એવું જ લાગે કે તેઓ તેની સામે જોઈ રહ્યા છે.રંગભૂમિની આ પરિભાષા શીખવી બહુ અઘરી છે, પણ સરિતાબહેને તેને આત્મસાત કરી છે. તેમના અભિનયમાં પહેલું તાદાત્મય, ચહેરાના હાવભાવ, અવાજનો આરોહ-અવરોહ અને સ્ટેજ પર છવાઈ જવાની તેમની ક્ષમતા વર્તમાનમાં ભાગ્યે જ કોઈનામાં હશે. સરિતા જોશી રંગભૂમિની એક જીવતી જાગતી સંસ્થા છે.
આભાર સંદેશ સમાચાર તારીખ 16- 11- 2021

Saturday 13 November 2021

રેડ ક્રોસ વિશે માહિતી


 રેડકોસ શું છે?
દવાખાના કે હોસ્પિટલના ચિહ્નો માટે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે .પરંતુ રેડક્રોસ નામની એક સંસ્થા પણ છે તે તમે જાણો છો ? રેડક્રોસ સંસ્થા આંતરરાષ્ટ્રીય છે અને દુનિયામાં કોઈ પણ સ્થળે યુદ્ધ થતું હોય ત્યાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે પહોંચી જાય છે. રેડક્રોસના ડોક્ટરો ,નર્સો અને અન્ય સ્ટાફ હોય છે. તેમના પર હુમલો કરવામાં આવતો નથી. 1859માં ઓસ્ટ્રીયા માં યુદ્ધ ચાલતું હતું ત્યારે સ્વીઝરલેન્ડ નો એક બેંક નો માલિક(જ્યાં હેન્ની દૂનાન ત્યાં હાજર હતો.દૂનાન ને દુઃખ થયું અને દયા આવી તેણી સૈનિકોની સારવાર માટે કંઈક વ્યવસ્થા કરવા વિનંતી કરી આ વિનંતીને ધ્યાનમાં લઇ ૧૬ દેશો આવી સંસ્થા માટે તૈયાર થયા અને રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઈ.
રેડક્રોસ ના ડોક્ટરોને યુધ્ધ મેદાનમાં જવાની અને યુદ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ હોય છે. તેઓ જે પ્રશ્નો પૂછે છે તેના જવાબ પણ આપવા પડે છે. રેડક્રોસની સંસ્થાએ કેટલાક નિયમો પણ બનાવ્યા ઈ.સ.૧૮૬૩માં જીનિવા માં તેની સ્થાપના થઈ હતી. રેડક્રોસ ની સ્થાપના કરનાર દૂનાનને ૧૯૦૧માં નોબેલ ઈનામ એનાયત થયું હતું.
     આભાર ગુજરાત સમાચાર તારીખ 13 -11- 2021

વિશ્વ બાળ દિન ની ઉજવણી -જવાહરલાલ નહેરુ

વિશ્વ બાળ દિન
૧૪મી નવેમ્બર
આપણા માટે અગત્યની તારીખો છે 14મીએ વિશ્વ બાળ દિન ઉજવાય છે અને ૧૫મી જૂન ભાઈ બધેકા સ્મૃતિ દિન છે.
  ગિજુભાઈ ની વાત તમને અંદરના પાનાઓમાં વાંચવા મળશે વિશ્વ બાળ દિન ની કથા અહીં વાંચીએ.
ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નો જન્મ ૧૪મી નવેમ્બર 1889માં પ્રયાગરાજ માં થયો હતો તેમના પિતા પંડિત મોતીલાલ નહેરૂ હતા અને માતા હતાં સ્વરૂપ રાણી.
  નેહરુજી બાળ પ્રેમી હતા. બાળકોને બહુ જ પ્રેમ અને લાડ કરતા, બાળકો એ તેમને 'ચાચા નહેરુ 'કહેવાનું શરૂ કર્યું હતું તે એટલે સુધી કે પછી જવાહર' ચાચા નહેરુ' તરીકે જ ઓળખાતા થઈ ગયા.
બાળકો તરફની આ ચાહના જોઈને તેમની જન્મતિથી 14 નવેમ્બર વિશ્વ બાળ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. બાળકો માટે તો ખરેખર 'વિશ્વ બાળ દિન 'એક તહેવાર જ છે. તેઓ જેટલા બાળકોને પ્રેમ કરતાં તેટલા જ ગુલાબના ફુલના ચાહક હતા તેમના ડાબા ઉપરના ગજવામાં હંમેશા તમને ગુલાબનું ફૂલ જોવા મળે જ ગુજરાતીમાં ચકોર નામે એક ચિત્રકાર થઈ ગયા. નામ તેમનું બંસીલાલ વર્મા. તેમણે ચાચા નહેરુ નું એક મોટું ચિત્ર દોર્યું હતું ચાચાનું બાળક જેવું હસતું મોં ગજવામાં લાલ ગુલાબ પૂર બહારમાં ખીલેલું. ભપકાદાર મોટો ગોળ મટોળ પણ એ ગુલાબમાં જ હસતા બાળકને ગૂંથી લીધેલું. હસતું ગુલાબ, હસતું ફુલ, હસતા ચાચા. તેમના હાસ્ય પ્રસંગો પાર નહીં તેમના હાસ્ય પ્રસંગો સંકલિત કરીને એક વસ્તુ પુસ્તક ત્યારે બહાર પડયું હતું.: હસતા જવાહર તેમાં 'શંકર્સ વિકલી' ના ચિત્રકાર શંકરના નાના નાના પણ પ્રસંગે પ્રસંગે ચિત્રો હતા જવાહર કસરત કરતાં, જવાહર ભાષણ કરતા, જવાહર ભોજન કરતા, જવાહર દોડતાં, જવાહરનું બાળ સ્વરૂપ!
જવાહરની બાળકથાઓની પણ ઘણી વાતો. બાળકો સાથે ચાચા બાળક જેવા થઇ જાય પણ તેમનામાં બાળક એવું વસી ગયેલું કે મોટાઓ સાથે પણ તેઓ બાળ સહજ લાગી રહે .ચાલો આજે તેમની ૧૩૧ મી પુણ્યતિથિએ તેમની એક યાદગાર બાળવાર્તા નું સ્મરણ કરી તેમની બાળચાહના તાજી કરીએ.
   ચાચા ઊઘાડી જીપમાં જતા હતા. તેમને બંધિયાર કંઈ જ ગમે નહીં. વાહનો ઉઘાડા હોય તો મજા આવી જાય આજુબાજુની દુનિયા જોવાની રંગત જ કોઈ અનોખી.ચારે બાજુ વૃક્ષો, ખેતરો, પહાડો ,નદી, આકાશ, દોડતા વાદળ, ઊડતા પક્ષીઓ બાળક બની જઈ તેમને પર્યાવરણ સાથે રમવાનું મન થઈ જાય.
  બાળપણમાં તેઓ ત્રણ પૈડાની સાઇકલ પર ફરતા. પણ તેમને કમ્પાઉન્ડની બહાર જવાની છૂટ નહિ તેમને થતું કે તેઓ દૂર સુધી સાયકલ સવારી કરી આવે પણ આ મોટાઓ! ના એટલે ના.
અત્યારે તેઓ મોકળા હતા.જીપ ની મોજ માણતાં હતાં. ખેતરોની હારમાળા જોઈ ખુશ થતા હતા. ખેતરે ખેતરે જાતના ફળફળાદિના વૃક્ષો હતા. કેરી ,જામફળ ,પપૈયાં, કેળુ ,સફરજન, દાડમ ! દ્રાક્ષ ની વેલીઓ તો એવી ઝૂલે કે દોડીને પશુની જેમ કૂદીને ખાવાનું મન થઈ જાય. પેલા ખાટી દ્રાક્ષ વાળા શિયાળ જેવી કંઈક વાર્તાઓ યાદ આવી જાય!
"ઊભા રહો!' ચાચા એકદમ બોલી ઉઠ્યા. જીપ ઊભી થઈ તેમની નજર એક જાંબુનું ઝાડ પડ્યું હતું શું જાંબુ, શું જાંબુ! ઝાડની નીચે પણ વેરાયેલા જાંબુ ના ઢગલા. ઝાડ ખેતર ની અંદર હતું જાંબુ ને ખેતર ફરતે કાંટાળી વાડ હતી. કોઈ અંદર જઈ ન શકે. જાંબુ ચોરી ન શકે.
  કાંટાળી વાડની બહાર પણ ઘણા બધા જાંબુ વેરાયેલા હતાં ઉતર્યા ચાચાજી માંથી ભેગા કરવા લાગ્યા જાંબુ ખેતરનાં માલિક જેવો કોઈ રખેવાળ આવી લાગ્યો.
ચાચાએ પૂછ્યું, બાળકો ક્યાં છે?
માલિક કહે: બાળકો નિશાળમાં પણ સાહેબ શ્રી આપ બાળક વિશે કેમ પૂછી રહ્યા છો?
ચાચા કહે :જ્યાં જાંબુ હોય ત્યાં બાળકો હોવા જ જોઈએ. અહીં આટલા બધા જાંબુ પડ્યા રહે છે, નકામા જાય છે અને બાળકો નથી? બોલાવો બાળકોને!'
શાળા નજીક માં જ હતી બાળકો દોડતા આવ્યા ચાચા ને મળવા ચાચા કહે :બાળકો ખાવ આ જાંબુઓ વીણી વીણીને.
તેમણે માલિકને કહ્યું :આ બધા પૈસા હું ચૂકવીશ.
પણ જાંબુ નકામાં જવા દેશો નહીં જ્યાં જાંબુ ત્યાં બાળક ,જ્યાં બાળક ત્યાં જાંબુ, બાળકો જાંબુ વગર નહીં રહેવા જોઈએ . જાંબુ બાળક વગર નહીં રહેવા જોઈએ. એક તો બાળકો જાંબુ વિહોણા રહે અને અહીં જાંબુ રઝળી જાય. સારા ફળ નો કેટલો બગાડ! ચાચા ને તો જાંબુવતીની પેલી કાંટાળી વાડ પણ કંઈ નહીં. આતે કેવું અર્થતંત્ર છે, કેવી દુનિયા છે . જાંબુ છે બાળકો છે છતાં બંને ને મેળ જ ખાતો નથી .વિચારવું પડશે જરૂર વિચારવું પડશે.
તેમણે જીપના ડ્રાઈવરને કહ્યું :ચાલો જઈએ આગળ જીપ ઉપડી. બાળકો પાછળ પાછળ દોડવા લાગ્યા. ચાચા ડ્રાઇવરને કહે:જો દોસ્ત, રસ ભરેલા ,કસ ભરેલા ,ખુશખુશાલ, જાંબુઓ કેવી દોડ લગાવી રહ્યા છે!'
ડ્રાઇવર આવી કંઈક ઘટનાનો સાક્ષી હતો. તે મનોમન જાંબુ જેવું હાસ્ય છલકાવીને વિચારવા લાગ્યો: દોડતાં જાંબુ વાહ! કેવું રળિયામણું કથાનક !"
આભાર ગુજરાત સમાચાર તારીખ 13- 11 -2021
  

Friday 12 November 2021

ધોરણ૧થી ૫ની શાળા ઓ કયારે અને કેવી રીતે ખૂલશે ?કોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે

ધોરણ 1 થી 5ની શાળા શરુ કરવા થશે મહા-મંથન
શિક્ષણ સાથે આરોગ્ય વિભાગના પરામર્શ બાદ નિર્ણય
વેકેશનમાં ફરવા ગયેલા બાળકોના RT-PCR પણ થશે
ગુજરાતમાં દિવાળી વેકેશન ખૂલવાને હજુ 9 દિવસની વાર છે ત્યારે, શાળાઓ ખુલવા અંગે વાલીઓ -વિદ્યાર્થીઓ સાથે સરકાર પણ થોડી અસમંજસમાં છે.
ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ, મનોજ અગ્રવાલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય વિભાગના સંકલન બાદ જ શાળાઓ ખુલવા અંગે નિર્ણય લેવાશે.

બાળકોના વેક્સીન અંગે કેન્દ્રની સુચના પ્રમાણે કામ થશે

રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે ધોરણ 1 થી પાંચનાં વર્ગો હજુ શરુ નથી થઇ શક્યા.ધોરણ 6 થી 8 નાં વર્ગો પણ સ્કૂલ સાથે ઓન લાઈન પણ ચાલે છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે અગ્રવાલે કહ્યું છે કે, શાળાઓ સંપૂર્ણ હાજરી કે અડધી હાજરી સાથે ખોલવી તે અંગે હજુ વિચારણા થશે. રાજ્ય સરકાર બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. આરોગ્ય વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી દાખવશે. વધુમાં,વેકેશનમાં ગુજરાત બહાર ગયેલા બાળકોનો જરૂર પ્રમાણ RT-PCR પણ કરવામાં આવશે.આ ઉપરાંત,કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. અને બાળકોના વેક્સીન મુદ્દે કેન્દ્ર સરકારની સુચના આધિન કામગીરી થશે

શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું કે,સંકલન-પરામર્શ બાદ જ નિર્ણય

બુધવારે શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, ગુજરાતમાં હવે ધોરણ 1થી 5 ક્લાસરૂમ શરૂ થાય પરંતુ વાલીઓએ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.

અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

ગત સપ્તાહે શિક્ષણ મંત્રીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.

Thursday 11 November 2021

આજનો દિન વિશેષ જાણવા જેવું 12-11-2021 ગાંધીજી નું રેડિયો પર સંબોધન

આજનો દિન વિશેષ 12 નવેમ્બર
કુરુક્ષેત્રમાં આવેલા ૨.૫૦ લાખ શરણાર્થીઓ ને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીએ 12 નવેમ્બર ૧૯૪૭ના રોજ રેડિયો પર સંબોધન કર્યું હતું.
દેશને આઝાદી તો મળી પરંતુ તેની સાથે વિભાજનનો દુઃખ પણ સહન કરવું પડ્યું હતું ગાંધીજીને ભાગલા પછીની સ્થિતિ ખૂબ દુઃખ હતું તેને વાચા આપવા માટે ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમવાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યું હતું લાખો લોકો સરહદ પારથી શરણાર્થી બનીને આવી રહ્યા હતા ત્યારે ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨.૫૦ લાખ લોકોને સંબોધન માટે ગાંધીજીએ પણ લોક માધ્યમ રેડિયોનો ઉપયોગ કર્યો હતો તેમના માટે તેઓ ખુદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું પહેલું અને છેલ્લું સંબોધન હતું.
ગાંધીજીએ મેરે દુઃખી ભાઈઓ ઓર બહેનો મુજે પતા નહિ થા કે સિવાય આપ કે મુજે કોઈ સુનતા ભી હૈ યા નહીં. એમ કહીને શરૂઆત કરી હતી 20 મિનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશું બોલવાનું છે .જ્યારે હું ગોળમેજી પરિષદ માટે ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે ત્યાર પછી મને આ બીજો અનુભવ છે .હું તો એક અજનબી પુરુષ છું.હું કોઈપણ પ્રકારનો રસ લઈ રહ્યો નથી. જીવનભર મારો પ્રયાસ દુઃખને સ્વીકારી લેવાનો રહ્યો છે. જ્યારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલુ જ છે તે જાણીને ખુબ દુઃખ થયું છે .હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તીવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શિબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો .ગાંધીજીના રેડિયો પ્રસારણ ને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો. ગાંધીજીએ તેમના રેડીયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપીતોને ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડીયો અવાજે ભાગલાના ઊંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યું હતું.
આમ તો મહાત્મા ગાંધી કુરુક્ષેત્રમાં શરણાર્થીઓની છાવણીમાં પીડિતોને રૂબરૂ મળવા જવાના હતા પરંતુ આ કાર્યક્રમ કોઈ પણ કારણોસર બંધ રહ્યો હતો આથી બ્રોડકાસ્ટિંગ હાઉસમાંથી જ શરણાર્થીઓને સંબોધન કર્યું હતું.
ગુજરાત સમાચાર તારીખ 12 નવેમ્બર 2021

નીતી આયોગ ના CEO એ શું કહ્યું શિક્ષકો વિશે વાંચવા જેવો લેખ

કરતારપુર સાહિબ ગુરુદ્વારા

કરતારપુર સાહિબ ગુરુ નાનકદેવ અહીં સોળ વરસ રહ્યા હતા
19 નવેમ્બર ના રોજ શીખ ધર્મના પહેલા ધર્મ ગુરુ નાનક સાહેબ નો જન્મ દિવસ આવે છે .જોકે ,તેમનો જન્મદિન અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પરંતુ કાર્તિકી પૂનમે ઉજવવામાં આવે છે ગુરુ નાનક કાયમ સામાજિક કુરિવાજો ના વિરોધી રહ્યા હતા. સમાજને સાચો રસ્તો બતાવનાર આ દિવ્ય પુરુષે જીવનના અંતિમ વર્ષો હાલ પાકિસ્તાનમાં આવેલા કરતારપુર માં વિતાવ્યા હતા .એટલે જ આ સ્થળનું આગવું મહત્વ રહેલું છે. અને તેમની જન્મજયંતિનો દિવસ નજીક છે ત્યારે કરતારપુર સાહિબ વિશે જાણીએ.
કરતારપુર સાહિબ ગુરુદ્વારા જેને ગુરુદ્વારા દરબાર સાહેબના નામથી ઓળખવામાં આવે છે તે શીખોની આસ્થાનાં પ્રમુખ કેન્દ્ર પૈકીનું એક છે .અહીં ગુરુનાનક દેવે પોતાના જીવનના અંતિમ 16 વર્ષ વિતાવ્યા હતા અને છેલ્લે આ જ સ્થળ પર તેમણે 22 સપ્ટેમ્બર 1539ના રોજ દેહ છોડ્યો હતો .એ પછી અહીં ગુરુદ્વારા દરબાર સાહિબનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કરતારપુર પાકિસ્તાનસ્થિત પંજાબના નારોવાલ જિલ્લામાં લાહોરથી અંદાજે ૧૨૦ કિલોમીટર દૂર રાવી નદીના કાંઠે આવેલું છે. તે ડેરા સાહિબ રેલવે સ્ટેશનથી માત્ર ચાર કિલોમીટર અને ભારત પાકિસ્તાનની બોર્ડર થી ફક્ત ૩ કિમી દૂર છે.
એટલે ભારત તરફથી તે એકદમ સ્પષ્ટ દેખાય છે .ભારતીય શ્રદ્ધાળુઓ બોર્ડર પર મૂકવામાં આવેલા દૂરબીનમાં જોઈને ગુરુદ્વારા ના દર્શન કરી શકે છે. પાકિસ્તાન ઓથોરિટી આ બાબતનું ધ્યાન રાખે છે કે ગુરુદ્વારા અને ભારતમાં લગાવવામાં આવેલા દુરબીન વચ્ચે ઘાસ ઊગી ન નીકળે, કેમ કે તેનાથી દર્શન થવામાં અવરોધો થાય છે .એટલે તેઓ સમયાંતરે ઘાસ કાપતી રહે છે જેથી શ્રદ્ધાળુઓને ગુરુદ્વારા ના સ્પષ્ટ દર્શન થઈ શકે.
એવી માન્યતા છે કે ગુરુનાનક દેવે અંતિમ શ્વાસ લીધા એ પછી તેમનું શરીર ગાયબ થઈ ગયું હતું અને તેની જગ્યાએ માત્ર ફૂલોનો ઢગલો રહ્યો હતો .તેમાંથી થોડા ફૂલો શીખોએ પોતાની પાસે રાખ્યા અને હિન્દુ રીતરિવાજ મુજબ ગુરુ નાનકના અંતિમ સંસ્કાર કર્યા જ્યારે બાકીના ફુલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુસ્લિમ ભક્ત પોતાની સાથે લઈ ગયા અને તેમણે ગુરુદ્વારા દરબાર સાહેબ ની બહાર આંગણા માં મુસ્લિમ રીતરિવાજો પ્રમાણે કબર બનાવી હતી. ગુરુ નાનકે એ આ જ સ્થળે પોતાની રચનાઓ અને ઉપદેશો લખીને શિષ્ય ભાઈ લહણાના હાથમાં સોંપી દીધા હતા. આ શિષ્ય પછી ગુરુ અંગદ દેવ નામથી જાણીતા થયા હતા ગુરુનાનક એ લખેલા પાના પર એક પછી એક બધા ગુરુઓની રચનાઓ જોડાતી ગઇ અને 10 ગુરુઓ પછી આ પાનાઓને ગુરુ ગ્રંથસાહેબ નામ આપવામાં આવ્યું જેને શીખ ધર્મ નો મુખ્ય ધર્મગ્રંથ માનવામાં આવ્યો.
પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહે એ જમાનામાં રૂપિયા 135000 આ ગુરુદ્વારા માટે દાનમાં આપ્યા હતા .જોકે, ભાગલા પડતાં ગુરુદ્વારા પાકિસ્તાનના કબજામાં જતું રહ્યું હતું .1995માં પાકિસ્તાન સરકારે તેનું સમારકામ કરાવ્યું હતું જે 2004માં પૂર્ણ થઈ ગયું હતું.જો કે બંને દેશો વચ્ચેના સંબંધો યોગ્ય ન રહેતા લાંબા સમય સુધી કતારપુર સુધીનો કોરિડોર બનાવવા નો મુદ્દો લટકી પડ્યો હતો.છેલ્લે 2019 માં ગુરૂનાનક દેવના 550 માં જન્મદિને બંને તરફથી આ કોરિડોરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો એ પછી પાંચ હજાર શ્રદ્ધાળુઓ દરરોજ વગર વિઝાએ પાકિસ્તાનમાં આવેલા આ ગુરુદ્વારા ના દર્શને જઈ શકે છે વચ્ચે કોરોના ને કારણે તેમાં થોડું બ્રેક લાગ્યો હતો પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સ્થિતિ સામાન્ય થતાં ફરી દર્શનની વ્યવસ્થા રાબેતા મુજબ થઇ રહી છે.
કેવી રીતે પહોંચશો?
કરતારપુર સાહિબ જવા માટે પંજાબના ગુરુદાસપુર પહોંચવું પડે. આ શહેર દેશના તમામ મુખ્ય શહેરો સાથે રોડ, રેલવે અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલું છે. અમૃતસરનું ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અહીંથી ૩૨ કિ.મી દૂર છે અહીંયાથી પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહેબ કોરિડોર ૪.૧ કિ.મી લાંબો છે.બોર્ડર પર રજિસ્ટ્રેશન કરાવીને નિયમોને આધીન રહીને દર્શન કરવા જઇ શકાય છે.
સંદેશ સમાચાર પૂર્તિ તારીખ 11 નવેમ્બર 2021

પ્રેરક પ્રસંગ

થનારને મિથ્યા કરનાર કોણ ?
સાગર દત્તના અફસોસ નો કોઇ પાર નથી, જ્યારે જ્યારે દામનક ઉપર નજર પડે છે એના અંતરમાં એક જાતનું જલન ચાલુ થઈ જાય છે. દિવસ-રાત આના સિવાય કોઈ વિચાર જ ન હોય -શું કરવું કેવી રીતે આનો નિકાલ કરવો?
આ વિષયની ચર્ચા પણ કોની સાથે કરવી ?પોતાના સગા દીકરા સાથે પણ કોઈ જાતની વાત કરી શકતા નથી. મનમાં ને મનમાં મૂઝાયા કરે છે .પોતાના પુત્રને કે પરિવારમાં પણ એ કોઈને દામનક સંબંધી વાત કરી શકતા નથી.
  માણસ યોગ્ય વ્યક્તિ સામે વ્યવસ્થિત વાત કરી ન શકે ત્યારે એના મનની સ્થિતિ કેવી વિકટ હોય તો અનુભવે એને સમજ પડે.
ઘરમાં તો ચહેરા ઉપર પ્રસન્નતાનો લેબ લગાવેલો હોય બધાની સાથે વાતચીત કરતા હોય ત્યારે તો એવું જ દેખાય કે આમના જેવો સુખી માણસ આ જગતમાં કોઈ હોય શકે નહીં પણ અંતરની વાત અલગ હોય છે.
છેવટે એક દિવસ મને મજબૂત બનાવીને નિર્ણય લીધો- બસ, હવે એક છેલ્લો પ્રયાસ કરી લેવાનું શું થાય છે, જોઈએ .મનમાં નક્કી કરી રાખ્યું છે લાગ આવવો જોઈએ.
ગામમાં એક નાટક કંપની આવેલી છે. રોજ જુદાજુદા નાટકો કરે છે. લોકોના દિલને આનંદિત બનાવે છે. મનોરંજનની સાથે સંસ્કાર સિંચનનું કામ પણ આવાં નાટકો દ્વારા થયા કરતું .નાટકમાં બધા રસો બતાવવામાં આવતા, પણ છેવટે તો ચારિત્ર્ય ઘડતર એનો મુખ્ય આશય રહેતો એની કોઈ ફી કે ટીકીટ ન હોય પણ લોકો ખુશ થઈને જે આપવું હોય એ આપે. ક્યારેક કોઈ રાજા ખુશ થઈ જાય તો આખા વર્ષની કમાણી એક જ દિવસમાં થઇ જાય આજ શેરીનાટક વાળા ગામમાં આવ્યા હતા.
સાળો બનેવી બેય જણા નાટક જોવા ગયા .દામનક ને બહુ મજા ન આવી, અડધું નાટક જોયા પછી એ પાછો પોતાના ઘરમાં આવી ગયો .ઘરની બહાર ખાટલો બિછાવેલો હતો. એના ઉપર એ સૂઈ ગયો, પણ ઊંઘ આવતી નથી કારણ કે ખાટલામાં માંકડ ભરાયેલા હતા. એને વિચાર આવ્યો કે આવી રીતે માંકડને રક્ત પાન કરાવવા કરતા નાટક જોવું વધારે સારું ચાલો પાછા જઈએ એ પાછો નાટક જોવા જતો રહ્યો.
પેલા પુષ્પદંતની આંખ ઘેરાવા લાગી છે નાટક જોતાં જોતાં એ ડોલવા લાગ્યો અને વિચાર આવે છે.આમ ઊભા ઊભા ઊંઘવુ એના કરતાં ઘરે જઈને નિરાંતે સૂઈ જવું શું ખોટું. ચાલો, આપણે પાછા ઘેર જતા રહીએ. ઘેર જઈને આરામ કરીશું.
પુષ્પદત થાકેલો તો હતો જ .ઘરના આંગણામાં જ ખાટલો હતો, ખાલી હતો .સુવાવાળાની પ્રતીક્ષા જ કરતો હતો. એ તો સીધો જ ખાટલામાં પડ્યો. પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગયો.
સાગરદત્તના દિલમાં ઉલ્કાપાત મચેલો છે. આ માણસ જીવતો ન રહેવો જોઈએ બે વાર હું ફેલ થઈ ગયો છું હવે તો ફેલ થવાનું પોસાય એવું નથી.
એણે મારવાવાળાઓ ને બોલાવ્યા છે. બરાબર પાકું કરેલું છે. હમણાં આપું છું અને પછી પણ તને સારી રકમ આપીશ, પણ મારું કામ થવું જોઈએ.
શેઠ ,તમે ચિંતા ના કરો ,કામ થઈ જશે.
શેઠ સાગર દત્તે દામનકને પથારીમાં પડેલો જોયો કે તરત જ પેલા માણસોને સમાચાર આપી દીધા.જલદી
આવો તમારું કામ પતાવી દો.
પેલા માણસો આવ્યા. ઘરની બહારના ચોકમાં જે સૂતો હતો એમને તલવારના તીક્ષ્ણ અને મજબૂત પ્રહારથી શરીરના બે કટકા કરી નાખ્યાં.શેઠ બધું જોઈ રહ્યો હતો, પણ કંઈ પણ બોલ્યા વગર અંદર જઈને સૂઈ ગયો. સવારે 
ઊઠ્યો ઘરની બહાર જઈને જોયું તો ખાટલો લોહીથી લથબથ થઈ ગયો હતો .અંદરથી પ્રસન્નતા છે. અવાજ તો કરવો જ પડે . હજુ શેઠને એ ખબર નથી કે ખાટલા માં કોણ છે. અરે,આ શું થયું ?ખાટલામાં કોઈએ આને પ્રહાર કરીને મારી નાખ્યો છે.
અવાજ સાંભળીને દામનક ઘરની બહાર આવ્યો, શું થયું શેઠ?
શેઠ સાચે જ ચમકી ગયા. જેને મારવાનો હતો એ તો જીવતો જાગતો મારી સામે ઊભો છે, તો આ કોણ છે? તપાસ કરી તો ખબર પડી કે આ તો મારો દીકરો જ છે પુષ્પદત.
  શેઠ સાચે જ ગમગીન બની ગયો મારું જ પાપ મને નડયું.
દામનમને મારવા માટે મેં કેટલા બધા પ્રયત્નો કર્યા છતાં એ પણ ઉપાય કારગત નીવડયો નહીં.
ઊલટું એ તો રોજ પૃષ્ટ જ થતો ગયો. મહાત્માના મુખમાંથી નીકળેલી વાણી ક્યારેય પણ ખોટી પડે નહીં મેં આટલી મહેનત ન કરી હોત તો વધારે સારું હતું પણ મને એ સમજ મારા દીકરાને ગુમાવ્યા પછી આવી હવે દામનકને મારવા નો વિચાર કાઢી નાખવો પડશે.
ઘરનો વહિવટ પણ બીજું કરનાર કોણ છે? હવે એનો જ મનથી સ્વીકાર કરવો પડશે! પ્રકૃતિની વિરુદ્ધ માં જનાર ક્યારેય સુખી થઈ શકે નહીં આ વાત મારે ઘણા સમય પહેલા સમજવી જરૂરી હતી.
ઘરનો અને દુકાનો તમામ વહીવટ દામનકને સોંપીને શેઠ સાગરદત નિવૃત બની ગયા છે. દામનક પ્રામાણિકતાથી તમામ વહીવટ કરે છે અને શાંતિથી સમય પસાર કરે છે.
તે દિવસે દુકાને ગાંધી ઉપર દામનક બેઠો હતો. ખાસ કોઈ ગ્રાહકો પણ હતા નહીં તે સમયે એક પંડીત દામનકની સામે આવીને ઊભો છે. એના હાથમાં એક કાગળ છે .એ કાગળને દામનકને પકડાવ્યો. ગામના કે એક આગળ વાંચો વાંચતા એવા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો કે મહાન બોલ્યો તે બેભાન બની ગયો.
દુકાનના નોકરોએ ઠંડા પાણીના છંટકાવ કર્યો. થોડી વારમાં એ ભાનમાં આવ્યો પણ એક નવી ઘટના બની એને જાતિસ્મરણ જ્ઞાન થયું.
જાતીસ્મરણ જ્ઞાન એટલે ગયા ભવનું જ્ઞાન, અત્યારે આપણે એ જાણતા નથી કે ગયા ભવમાં આપણે કોણ હતા ?ક્યાં હતા? શું કરતા હતા ?એવું કંઈ આપણને જાણ હોતી નથી, પણ જેમને આવું જ્ઞાન થયું હોય એ આ બધું કઈ બધું જાણી શકે.
  દામનકે પોતાનો પૂર્વ જોયો. આની પહેલા ના ભવમાંથી એક માછીમાર હતો .એની પાસે આજીવિકા માટે બીજો કોઈ માર્ગ હતો નહીં એટલે આ ધંધો એને કરવો પડતો હતો ,પણ એના અંતરમાં એક ડંખ હતો .મારે માછલાઓને મારવા પડે છે. માછલાઓમાં પણ મારા જેવો જ જીવ છે . મારા શરીરમાં જેવો આત્મા છે એવો જ આત્મા માછલાના શરીર માં પણ છે. મને કોઈ મારે તો કેવી રીતના થાય છે? એવી રીતના માછલાને મારવાથી પણ થાય જ ને?
   આવા વિચારો એને છોડતા ન હતા એવામાં એક દિવસ કોઈ સાધુ મહારાજે ના જોવામાં આવ્યા એમની પાસે જઈને નમસ્કાર કર્યા સાધુ મહાત્માઓ એમને પ્રેરણા કરી ભાગ્યશાળી મોંઘેરો માનવ મળ્યો છે તો એનો સદુપયોગ કરવાનો વિચારો સારી વસ્તુ નો સારો ઉપયોગ કરવામાં આવશે નહીં તો ભવિષ્યમાં એ સારી વસ્તુ આપણને મળશે પણ નહીં પછી આપણે શું કરવાનું.
એ જ સમયે તેણે માછીમારીનો ધંધો બંધ કરી દીધો. મને બીજું કઈ મળશે તો ઠીક છે પણ નહીં મળે તો જે હશે એ એનાથી ચલાવવાનો નિર્ણય કરે છે.
ત્યાંથી મરીને તે દામનક તરીકે ઉત્પન્ન થયો છે. એણે માછલાંને મરવાથી બચાવેલાં એના કારણે એને મરણાંતક કષ્ટ આવવા છતાં પણ એના બચાવવાના કારણે સાગરદતના મારવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
દામનગર અને જ્ઞાની ગુરુ મળ્યા અને તેમની પાસે દીક્ષા લીધી સારી રીતે સંયમ જીવન નું પાલન કરીને એ સ્વર્ગે ગયો ત્યાંથી અનુક્રમે એ મોક્ષમાં પણ જશે આપણે પણ આપણા જીવનના સરનેજ મેળવવો હોય તો હિંસા જેવા બાળકોને શરદી ને ત્યાં કરવો જોઈએ સંયમ જીવનનો સ્વીકાર કરવો જોઈએ તો જ જીવન ધન્ય બને.
આભાર સંદેશ સમાચાર પૂર્તિ તારી 11- 11- 2021-
સંકલન રામજીભાઈ રોટાતર

શિવાજી મહારાજની અનન્ય ગુરુભક્તિ

શિવાજી મહારાજની અનન્ય ગુરુભક્તિ
છત્રપતિ શિવાજી મહારાજ સમર્થ સ્વામી રામદાસ ના એકનિષ્ઠ ભક્ત હતા .એટલા માટે સમર્થ ગુરુ રામદાસ સ્વામી  અન્ય શિષ્યોની સરખામણીમાં  શિવાજીને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ વાત અન્ય શિષ્યોને હંમેશા ખટકતી હતી. ગુરુનું  વર્તન શિષ્યોને ભેદભાવયુક્ત લાગતું હતું.
  સ્વામી રામદાસ શિષ્યોની વાત સમજી ગયા. એક દિવસ તે શિવાજી સિવાય બધા જ શિષ્યોને લઈને જંગલમાં વિહાર કરવા નીકળી ગયા .રસ્તામાં સ્વામી રામદાસ એ ગુફાની અંદર સૂઈ ગયા અને પેટના અસહ્ય દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા. બધા જ શિષ્યોએ ગુરુજી ને પૂછ્યું કે,' અમે શું કરીએ કે જેથી તમારા પેટનું દર્દ ઓછું થાય ?'ત્યારે ગુરુજીએ કહ્યું કે ,'મારા પેટનો ઈલાજ તો છે, પણ એ બહુ જોખમી છે ગુરુજી ઉપચાર બતાવ્યો પણ બધા જ શિષ્ય એકબીજાની સામું જોવા લાગ્યા અને પાછળ ખસી ગયા.
    એવામાં શિવાજી ગુરુજીને શોધતા-શોધતા જંગલમાં આવી પહોંચ્યા . ત્યાં તેમણે ગુરુજીના પેટ ના દુખાવા ની વાત સાંભળી ગુરુજી ને પૂછ્યું કે ,'આ દુખાવાનો કોઈ ઈલાજ ખરો ?'ત્યારે ગુરુજીએ કહ્યું કે ,ઈલાજ તો છે, પણ મારા કોઈ શિષ્ય ન કરી શક્યા એવો છે, માટે તું પણ રહેવા દે.'
   શિવાજી એ કહ્યું કે,' તમે મને કહો તમારી પીડા ને મટાડવા માટે હું કંઈ પણ કરીશ.' ત્યાર બાદ ગુરુજીએ કહ્યું કે, જો વાઘણનું દૂધ મળે તો તેના ઉપચારથી આ પીડા ઓછી થાય.' શિવાજી તો આટલું સાંભળતા જ વાઘણની શોધમાં જંગલમાં નીકળી પડ્યા અને વાઘણ મળતાં તેની પીઠ પર હાથ ફેરવી ,તેને પ્રેમથી વશ કરી, દૂધ લઈને જલ્દીથી ગુફામાં ગુરુજી પાસે પહોંચી ગયા.
ત્યારે ગુરુજી ઊભા થઈ ગયા તમે કહ્યું કે,' તારા જેવા એકનિષ્ઠ શિષ્ય હોય, પછી ગુરુની પીડા ક્યાંથી ટકી શકે ?' શિષ્યો પણ સમજી ગયા કે ગુરુજી જ્યારે કોઈને વિશેષ પ્રેમ કરે છે તો તેનામાં વિશેષ યોગ્યતા પણ હોય જ છે.
આભાર સંદેશ સમાચાર શ્રદ્ધા પૂર્તિ તારીખ  11 નવેમ્બર 2021
સંકલન--રામજીભાઈ રોટાતર

શીખ ધર્મના પ્રથમ ગુરુનાનક દેવજી વિશે જાણવા જેવું

Wednesday 10 November 2021

શીખ ધર્મના પ્રથમ ગુરુનાનક દેવજી

શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનકદેવજી 
કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ચૌદસો ૧૪૬૯માં રાવી નદીના કિનારે સ્થિત તલવંડી નામના ગામમાં લાલા કલ્યાણરાય (મહેતા કાલુજી )નામના એક ખેડૂતના ઘરે ગુરુ નાનકનો જન્મ થયો. તેમની માતાનું નામ તૃપ્તાદેવી હતું .તલવંડી ને નાનકજી ના નામ પર નનકાના સાહબ કહેવામાં આવે છે. જે હાલમાં પાકિસ્તાનમાં છે.
    16 વર્ષની વયે તેમના વિવાહ થયા હતા. તેમને શ્રીચંદ અને લક્ષ્મીચંદ નામના બે પુત્રો પણ થયા .ઇ.સ.1507માં તેઓ પોતાના પરિવારનો ભાર પોતાના સસરા પર છોડીને યાત્રા કરવા નીકળી પડ્યા. ઈ.સ. 1521 સુધી તેમણે ભારત, અફઘાનિસ્તાન ,, અફઘાનિસ્તાન,ફારસ અને આરબનાં મોટાભાગના સ્થળોનું ભ્રમણ કર્યું .એવું કહેવાય છે કે તેમણે ચારેય દિશાઓમાં ભ્રમણ કર્યું. લગભગ આખા વિશ્વમાં ભ્રમણ દરમ્યાન ગુરુ નાનકની સાથે રોમાંચક ઘટનાઓ ઘટતી રહી. 1539માં તેમણે દેહત્યાગ કર્યો.
  ગુરુ નાનક ના સિદ્ધાંત
એવું કહેવામાં આવે છે કે નાનક દેવજી પાસેથી જ હિન્દુસ્તાનને પહેલીવાર હિન્દુસ્તાન નામ મળ્યું. આશરે 1526માં જ્યારે  બાબર દ્વારા દેશ પર હુમલો કર્યા પછી ગુરુનાનક દેવજી એ કેટલાક શબ્દો કહ્યા હતા તે શબ્દોમાં પહેલીવાર હિન્દુસ્તાન શબ્દનુ ઉચ્ચારણ થયુ હતું. એ શબ્દો આ પ્રમાણે હતા.
ખોરાસાન ખસમાના કિઆ હિન્દુસ્તાન ડરાઈયા
નાનકજીના વ્યક્તિત્વમાં બધા જ ગુણ હતા. ગુરુનાનકે રૂઢિઓ અને કુસંસ્કારો ના વિરોધમાં હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. સંત સાહિત્યમાં નાનકજી ચળકતા તારલા સમાન છે. કવિહૃદય ગુરુ નાનકજીની ભાષામાં ફારસી, મુલતાની, પંજાબી , સિંધી,ખડી બોલી ,અરબી ,સંસ્કૃત અને વ્રજભાષા ભાષાના શબ્દો સમાઈ ગયા હતા.
૧૦ સિદ્ધાંતો
ઈશ્વર એક છે .                     હંમેશા એક જ ઈશ્વરની ઉપાસના કરો.                                   જગતના બધી જગ્યાએ છે અને પ્રાણીમાત્ર માં હાજર છે.
સર્વ શક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી.
ઈમાનદારીથી મહેનત કરીને પેટનો ખાડો પૂરવો જોઈએ.
ખરાબ કાર્ય કરવા અંગે વિચારવું ન જોઈએ અને કોઈને હેરાન પરેશાન ન કરવા જઈએ.
હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ ઈશ્વર પાસે હંમેશા ક્ષમા માગવી જોઈએ.
મહેનત અને પ્રામાણિકતા થી કમાણી કરીને તેમાંથી જરૂરિયાત મંદોને પણ કંઈક આપવું જોઈએ.
બધી સ્ત્રી અને પુરુષ સમાન છે.
ભોજન શરીરને જીવતું રાખવા માટે જરૂરી છે, પરંતુ લોભ -લાલચ તથા સંગ્રહવૃતિ ખરાબ વસ્તુ છે.
એક રસપ્રદ ઘટના
ગુરુનાનક દેવજી એકવાર તે ગામમાં પહોંચ્યા ત્યાં તેમના માટે બે ઘરેથી ભોજન માટેનું નિમંત્રણ આવ્યું. જેમાંથી એક નિમંત્રણ ગામના ધનાઢ્ય મુખીનું હતું અને બીજું એક નિર્ધન વ્યક્તિનું હતું. ગુરુજી ગરીબ વ્યક્તિનું નિમંત્રણ સ્વીકાર્યું તેથી મુખી તેને પોતાનું અપમાન સમજયા. તેથી તેણે વિરોધ કર્યો .ત્યારે ગુરૂનાનકે મુખીની રોટલીને નીચોવી ત્યારે તેમાંથી લોહીના ટપકાં પડ્યાં અને ગરીબની રોટલી નીચોવીતો તેમાંથી નિર્મળ દૂધની ધારા વહેવા લાગી. ગુરુજીએ કહ્યું ,મુખીની કમાણી અનીતી ,અધર્મ ,અત્યાચાર શોષણથી મેળવેલી છે .જ્યારે ગરીબ વ્યક્તિના ભોજનમાં ઈમાનદારી અને મહેનતની કમાણી કરી છે .તેમાં અનીતિ, અન્યાય, શોષણ કે મલિનતા નથી.
આભાર
સંદેશ સમાચાર તારીખ 11નવેમબર 2021

રાષ્ટ્રપતિ દ્વારા સન્માન ૧૧૯ વ્યક્તિ ઓનું

નૃત્યાંગના સરિતા દેવી

સરિતા જોશી અને શાહબુદ્દીન રાઠોડ સર અને

ફોટાઓ પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ

ચીનની અવકાશી મહિલા

Tuesday 9 November 2021

Saturday 6 November 2021

HRA વધવાની શક્યતા

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર

હાઉસ રેન્ટ એલાઉન્સ લાગુ કરવાની માંગ

11.56 લાખથી વધુ કર્મચારીઓને થશે અસર

સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે.સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે.આ સાથે મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની સાથે અન્ય ભથ્થા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેનો લાભ તેમને જાન્યુઆરીથી મળશે.

બોર્ડને દરખાસ્ત મોકલીબોર્ડને દરખાસ્ત મોકલી
વાસ્તવમાં, આ વધારો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં કરવામાં આવશે, જેના કારણે પગારમાં બમ્પર વધારો થશે. નાણા મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) લાગુ કરવાની માંગ પર વિચાર-મંથન શરૂ કર્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.જાન્યુઆરી 2021 થી HRA મળશે

પ્રસ્તાવની મંજૂરી પછી, કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. આ કર્મચારીઓને HRA મળતાં જ તેમના પગારમાં જબરદસ્ત વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.

કર્મચારીઓને HRAમાં વધારો
વાસ્તવમાં, જો મોંઘવારી ભથ્થું 25% થી વધુ હોય તો HRA આપમેળે રિવાઇઝ થાય છે. DoPTના નોટિફિકેશન મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે વધારાના HRAમાં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને સામેલ કરવાનું શરૂ કર્યું છે.

શહેરની કેટેગરી પ્રમાણે HRA

તમામ કર્મચારીઓને વધેલા HRAનો લાભ મળવા લાગ્યો છે. તેથી શહેરની કેટેગરી પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકા એચઆરએ મળવાનું શરૂ થયું છે. આ વધારો પણ DAની સાથે 1 જુલાઈ 2021થી અમલમાં આવ્યો છે.
Vtv news by---

જૂનાગઢમાં કુદરતી સૌંદર્ય , સિંહ, ઐતિહાસિક સ્થળોનો જમાવડો , ગિરનાર.એશિયા

 જૂનાગઢમાં કુદરતી સૌંદર્ય સિંહ ઈતિહાસી સ્થળો નો જમાવડો
 ગુજરાતમાં ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા શહેરોમાં એક સૌરાષ્ટ્રનું જુનાગઢ છે જૂનાગઢમાં ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યનો સુવર્ણ સમન્વય થયેલો છે તેની જીવનમાં એકવાર જૂનાગઢની મુલાકાત લેવા જેવી છે જૂનાગઢ તથા તેની આસપાસના વિસ્તારોમાં કેટલા જોવાલાયક સ્થળો છે કે ઓછામાં ઓછા ચાર દિવસ તમારી કાઢવા પડે ગિરનાર પર્વત પર્વતની તળેટીમાં વસેલું રમણીય શહેર છે પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિક વલલભ માં 'જીર્ણગઢ' તરીકે કર્યો છે .એવા જૂનાગઢ નો સામાન્ય અર્થ જૂનાગઢ થાય છે.
જૂનાગઢમાં જોવા જેવા સ્થળો ની ભરમાર છે ગિરનારમાં ભારતના ઈતિહાસ લેખન ની શરૂઆત થઈ એ અશોકનો શીલાલેખ પણ આવેલો છે અને ગિરનારની તળેટીમાં ભવ્ય મંદિર છે કે જેનો વિશાળ શિવલિંગ પહેલી નજરે જ મન મોહી લે છે. ગિરનાર પર્વતની તળેટીમાં અને ઉપર કુદરતી સૌંદર્ય છૂટ્ટે હાથે વેરાયેલું છે એક દિવસ તો ગિરનારના આરોહણ પાછળ જ જાય ને આ લહાવો લેવા જેવો છે. ગિરનાર પર્વત માળામાં દાતાર શિખર 2779 ફૂટ એટલે કે 847 મીટર પર છે આ પર્વત પર દાતાર બાપુ ની જગ્યા આવેલી છે અને ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથીયા છે સામાન્ય રીતે દરેક પ્રવાસી ત્યાં જાય છે.
  આ સિવાય ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળ ની પાસે પ્રાચીન 'ભીમ કુંડ' અને 'સુરજકુંડ' પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે. અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ નાનો કુંડ છે .'કપિલધારા' કુંડ અને કમંડલ કુંડ સાચા કાકા ની જગ્યા પાસે મહાકાલી ની ભવ્ય મૂર્તિ અને કપિલધારા નામે કુંડ છે.
ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં કમંડલ કુંડ આવે છે. 'સીતા કુંડ 'અને 'રામ કુંડ' હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં સીતા કુંડ અને 'રામ કુંડ' આવેલા છે. જૂનાગઢમાં એક જોવાલાયક સ્થળો છે જુનાગઢની મધ્યમાં આવેલો ઉપરકોટ તરીકે ઓળખાતો કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો. આઠમી સદી સુધી વલ્લભીના શાસકોના કબજામાં રહ્યો અને પછી આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓએ કર્યો ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કુવો, બૌદ્ધગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જિદ) નીલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
આ સિવાય નરસિંહ મહેતાનો ચોરો સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દામોદર કુંડ મહાબત મકબરો બંધ ખાપરા-કોડીયાની ગૂફાઓ બાબા પ્યારેની ગુફાઓ મકબરો બહાઉદીન મકબરો બાલા સાહેબ સાયન્સ મ્યુઝિયમ તારામંડળ પ્લેનેટોરિયમ દરબાર હોલ મ્યુઝિયમ કચેરી ગાયત્રી મંદિર વાઘેશ્વરી મંદિર અક્ષર મંદિર સ્વામિનારાયણ મંદિર જુનુ વગેરે અનેક સ્થળો માણવા જેવા છે.
સફેદ વાઘનો ઠસ્સો સક્કરબાગ ઝૂમાં જોવા મળશે
જૂનાગઢમાં એક જોવાલાયક સ્થળ એ સકરબાગ જુઓલોજિકલ ગાર્ડન છે. સક્કરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખાતું આ પ્રાણી સંગ્રહાલય 200હેકટર એટલે કે 490 એકરમાં ફેલાયેલું. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. ૧૮૬૩માં જૂનાગઢના નવાબ દ્વારા શરૂ કરાયું હતું.આ પ્રાણીસંગ્રહાલયમાં ભારતના તમામ પ્રાણી સંગ્રહાલય ઓ માટે શુદ્ધ નસ્લ વાળા એશિયાઈ સિંહોનું પ્રજનન કરાય છે. આ ઉપરાંત દીપડા સહિતના ખૂંખાર પ્રાણીને લુપ્ત થતા બચાવવા કેપ્ટિવ પ્રજનન કાર્યક્રમ ચલાવાય છે. ગુજરાતમાં એકમાત્ર એવું ઝૂ છે કે જેમાં સફેદ વાઘ જોવા મળે છે. એશીયાઇ સિંહો આજે એ ફક્ત નજીકના ગીર ફોરેસ્ટ માં જોવા મળે છે. પણ આ સંગ્રહાલયમાં તમે સિંહ તથા વાઘને જોઈ શકો છો.
ગુજરાતનો પ્રવાસ અધૂરો
સિંહ દર્શન વિના
જૂનાગઢમાં રહીને તમે આસપાસના ઘણા સ્થળોના પ્રવાસ ની મજા માણી શકો છો. એશિયામાં એક માત્ર સિંહ આવેલા છે તે સાસણગીર તેમાં મુખ્ય છે. ગીરના સિંહોને જોવા માટે જંગલ સફારી કરવી એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે.
સાસણ ગીરના જંગલમાં જોઈને સિંહને જોવા ઉપરાંત દિવાર દેવળીયા પાર્કમાં પણ પ્રવાસીઓને બસમાં બેસાડીને સિંહોના દર્શન કરાવાય છે જંગલના રાજા ગણાતા શ્રી ના દર્શન કરવાનો અનેરો લહાવો અહીં મળે છે ગીર ભારતના સૌથી જૂના અભયારણ્ય માંનું એક છે એશિયાઇ સિંહ( પેન્થેરા લીઓ પર્સીકા) ને કુદરતી રીતે વિચારતા જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ સાસણગીર એશિયાઈ સિંહો નું છેલ્લું બાકી રહેલું નિવાસસ્થાન છે. ગુજરાત સરકારે સાસણગીરના 1412.1 કિલોમીટર વિસ્તારને અભ્યારણ્ય જાહેર ક્ષેત્ર જાહેર કર્યું છે. જ્યારે ૪૭૦.૫ ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર અનામત ,સુરક્ષિત અને બિન વર્ગીકૃત જંગલ તરીકે બફર ઝોન બનાવે છે .આમ 1882.6 ચોરસ કિલોમીટર વિસ્તાર ગીર જંગલમાં આવેલો છે. કુદરતી સૌંદર્ય વચ્ચે બેસીને જોવાની મજા માણવા એકવાર સાસણ જવું જ જોઈએ.
આભાર સંદેશ સમાચાર તારીખ 5 નવેમ્બર 2021
સાભાર --રામજીભાઈ રોટાતર

Friday 5 November 2021

દાંડી સત્યાગ્રહ સર્કીટ, જોવા જેવું સ્થાન



3d સર્કિટ ગાંધીજીના જોમ જુસ્સા અને દેશપ્રેમનો ઉમળકો લાવી દેશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ કરેલી દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ ભારતના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ છે ગાંધી દ્વારા અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગ એ દેશની આઝાદીની લડતમાં નવું જોમ ભર્યું.
ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી કુચ ૬ એપ્રિલના દિવસે ગાંધીજીએ દાંડી પહોંચીને મીઠાના કાયદાનો ભંગ કર્યો એ સાથે પૂરી થઈ હતી.
૨૪ દિવસ સુધી ચાલે છે આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા ઘર સામે ગાંધીજીએ અહિંસક લડત લડી હતી.
ગાંધીજીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી ૨૪ દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતાં કુંજ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી હતી . રસ્તામાં હજારો ભારતીય આ કૂચમાં જોડાયા હતા અને છેવટે ૬ઠ્ઠી એપ્રિલ 1930ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડી ને મીઠાનો કાયદો તોડી નાખ્યો આ સાથે સમગ્ર દેશમાં અહિંસક સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ થયા.
દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણ ના દરિયા કિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાના સાથે માર્ગમાં જંગી જાહેર સભાઓને સંબોધીત કરતા રહ્યા. કોંગ્રેસે દાંડીની દક્ષિણે ૨૫ માઈલ દૂર આવેલા ધરાસણા ખાતે મીઠા સત્યાગ્રહ કરવાની યોજના બનાવી હતી. પરંતુ આ યોજના પાર પડે તે પહેલા જ ચોથી મે ૧૯૩૦ના મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી દાંડીકૂચ અને ધરાસણા સત્યાગ્રહ દેશની આઝાદીની લડતમાં નવું જોશ ભર્યું અને આ લડત ઐતિહાસિક બની રહી.

     ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી કૂચ જે રસ્તે કરી હતી એ રસ્તે દાંડીકૂચ હેરિટેજ સર્કિટ વિકસાવાઈ છે ઇતિહાસની યાદગાર ક્ષણ અને દેશના ગૌરવંતા પ્રકરણના સેક્સી બનાવવા માટે આ હેરિટેજ સાઇટની યાત્રા કરવા જેવી છે ગાંધીજી જે સ્થળે ગયા હતા જ્યાં રોકાયા હતા તે તમામ સ્થળોને જોડતી આ સર્કિટ ગુજરાત પ્રવાસન માં એક અનોખું આકર્ષણ છે. દેશના આઝાદીના ઇતિહાસમાં સામાન્ય લોકો પણ કેટલા ઓતપ્રોત થઈ ગયા હતા. તેનો અહેસાસ આ નાનકડા ગામડાનાં પ્રવાસથી થશે. મનમાં દેશપ્રેમનો જબરજસ્ત જુવાળ આ સર્કિટના કારણે પેદા થઈ જશે.
   ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કર્યા પછી રસ્તામાં ભાટ ગામે પ્રતિજ્ઞા લીધી હતી કે, કાગડા- કૂતરાને મોતે મરીશ પણ આઝાદી લીધા વિના પાછો નહીં કરું.આ યાત્રા વખતે ગાંધીજીની વય 60 વર્ષથી વધુ હતી છતાં તેમનામાં ચાલવાનો અને દેશ માટે ફના થઈ જવાનો જે જુસ્સો હતો એ જુસ્સાનું અહેસાસ દાંડી સર્કિટ પર યાત્રા કરવાથી મળશે ગાંધીજી સાબરમતી આશ્રમ થી નીકળીને અસલાલી, બારેજા ,નવાગામ વાસણા ,માતર ,ડભાણ, નડિયાદ, બોરીયાવી, આણંદ, નાપાસ બોરસદ, રાસ, કંકરપુરા, મહીસાગર કાંઠા ,કારેલી ,ગજેરા આંખી, જંબુસર, આમોદ ,બુવા સામલી, ત્રાલસા ,દેરોલ, ભરૂચ-અંકલેશ્વર સાંજોદ, માંગરોળ, રાયમા, ઉમરાચી, અર્થન, ભાટગામ,સાંધિયેર,દેલાદ,છાપરભાઠા, સુરત, ડિંડોલી,વાંઝ,ધમણ, નવસારી, વિજલપોર, કરાડી, મટવાડ ને છેવટે દાંડી પહોંચ્યા હતા.
દાંડી ખાતે આ ઐતિહાસિક ક્ષણ અને યાદ તાજી રહે એ માટે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવાયું છે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ અથવા મેમોરિયલ અથવા દાંડી મેમોરિયલ તરીકે જાણીતું આ સ્મારક દાંડીના સમુદ્ર કિનારે ૧૫ એકર જમીન પર ફેલાયેલું છે .રૂપિયા 89 કરોડના ખર્ચે બનાવાયેલા આ સ્મારકમાં મુખ્ય સ્મારક ઉપરાંત દાંડી યાત્રાનું મૂર્તિ ચિત્રણ, કુત્રિમ તળાવ ,સૌર વૃક્ષો , સૌર મીઠું બનાવવાની કડાઇઓ, વર્ણનાત્મક ભીંત ચિત્રો બનાવ્યા છે. આ બધું અત્યંત આકર્ષક છે અને તમને ગૌરવવંતા ઇતિહાસની યાદ તાજી કરાવી દેશે આ સર્કિટની યાત્રાનો અનુભવ એકવાર લેવા જેવો છે.

ગાંધીજી રોકાયા હતા એ સૈફી વિલા ઐતિહાસિક સ્થળ
દાંડી પાસે ની સૈફી વિલા પણ એતિહાસિક સ્થળ છે .પદયાત્રા દરમિયાન ગાંધીજી સવિનય કાનૂન ભંગની આંગલી એટલે કે 5 એપ્રિલ 1930ની એક રાત પસાર કરી હતી. સૈફી વિલાના માલિક દાઉદી બોહરા સમુદાયના ધાર્મિક વડા સૈયદના તાહેર સૈફુદ્દીનની હતા. 1961 માં, તેમણે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આ વિલા રાષ્ટ્રીય વારસાના ભાગરૂપે રાષ્ટ્રને અર્પણ કરવા વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે આ વિનંતી સ્વીકારીને તેને હસ્તગત કરી પછી 1964થી વિલાનું સંચાલન ગુજરાત સરકાર કરે છે. ની જાળવણી માટે સ્થાનિક જિલ્લા વહીવટને ગુજરાત પ્રવાસન વિભાગ માંથી દર મહિને ચોક્કસ રકમ મળે છે 2016માં ભારતના પુરાતત્વીય સર્વેક્ષણના વડોદરા સર્કલએ સહી વિલા અને પ્રાર્થના મંદિરને આંશિક રીતે પુનઃ સ્થાપિત કર્યું હતું.
આભાર ગુજરાત સમાચાર તારીખ 5 નવેમ્બર 2021


ગુજરાતના આ ગામમાં લોકો ફટાકડા ફોડયા વિના જ લોકો મનાવે છે દિવાળી

બ્રિટને ગાંધીજી નો પાંચ પાઉન્ડ નો સિક્કો લોન્ચ કર્યો.

બ્રિટને ગાંધીજી નો પાંચ પાઉન્ડ નો સિક્કો લોન્ચ કર્યો.
મહાત્મા ગાંધી ને શ્રધ્ધાંજલી આપવા બ્રિટને દિવાળી ના દિવસે જ નવો પાંચ પાઉન્ડ નો સિક્કો લોન્ચ કર્યો છે.યુકે ટ્રેઝરીના ચાન્સેલર રુષી સુનકે આ સિક્કો લોન્ચ કર્યો હતો.વિશેષ સંગ્રાહકો માટે ના આ ગોળ સિક્કામાં ભારત ના રાષ્ટ્રીય ફૂલ કમળ સાથે ગાંધીજી નું એક કવોટ મૂકાયું છે.જેમાં કહેવામાં આવ્યું છે કે મારુ જીવન એ જ મારો સંદેશ છે.દિવાળીના હિન્દુ તહેવાર ને ચિન્હિત કરવા માટે રોયલ મિન્ટનો સંગ્રહ નો આ એક હિસ્સો છે.નોધનીય છે કે આ પ્રથમ પ્રસંગ છે કે ભારત ને બ્રિટિશરો થી આઝાદ કરવા માટે અહિંસક વિરોધ કરવા માટે પ્રસિદ્ધ થયેલા મહાત્મા ને બ્રિટનના સત્તાવાર સિક્કા ઉપર યાદ કરવામાં આવ્યા છે.
બાય ન્યુઝ પેપર ---સંદેશ