Saturday 13 November 2021

વિશ્વ બાળ દિન ની ઉજવણી -જવાહરલાલ નહેરુ

વિશ્વ બાળ દિન
૧૪મી નવેમ્બર
આપણા માટે અગત્યની તારીખો છે 14મીએ વિશ્વ બાળ દિન ઉજવાય છે અને ૧૫મી જૂન ભાઈ બધેકા સ્મૃતિ દિન છે.
  ગિજુભાઈ ની વાત તમને અંદરના પાનાઓમાં વાંચવા મળશે વિશ્વ બાળ દિન ની કથા અહીં વાંચીએ.
ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નો જન્મ ૧૪મી નવેમ્બર 1889માં પ્રયાગરાજ માં થયો હતો તેમના પિતા પંડિત મોતીલાલ નહેરૂ હતા અને માતા હતાં સ્વરૂપ રાણી.
  નેહરુજી બાળ પ્રેમી હતા. બાળકોને બહુ જ પ્રેમ અને લાડ કરતા, બાળકો એ તેમને 'ચાચા નહેરુ 'કહેવાનું શરૂ કર્યું હતું તે એટલે સુધી કે પછી જવાહર' ચાચા નહેરુ' તરીકે જ ઓળખાતા થઈ ગયા.
બાળકો તરફની આ ચાહના જોઈને તેમની જન્મતિથી 14 નવેમ્બર વિશ્વ બાળ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. બાળકો માટે તો ખરેખર 'વિશ્વ બાળ દિન 'એક તહેવાર જ છે. તેઓ જેટલા બાળકોને પ્રેમ કરતાં તેટલા જ ગુલાબના ફુલના ચાહક હતા તેમના ડાબા ઉપરના ગજવામાં હંમેશા તમને ગુલાબનું ફૂલ જોવા મળે જ ગુજરાતીમાં ચકોર નામે એક ચિત્રકાર થઈ ગયા. નામ તેમનું બંસીલાલ વર્મા. તેમણે ચાચા નહેરુ નું એક મોટું ચિત્ર દોર્યું હતું ચાચાનું બાળક જેવું હસતું મોં ગજવામાં લાલ ગુલાબ પૂર બહારમાં ખીલેલું. ભપકાદાર મોટો ગોળ મટોળ પણ એ ગુલાબમાં જ હસતા બાળકને ગૂંથી લીધેલું. હસતું ગુલાબ, હસતું ફુલ, હસતા ચાચા. તેમના હાસ્ય પ્રસંગો પાર નહીં તેમના હાસ્ય પ્રસંગો સંકલિત કરીને એક વસ્તુ પુસ્તક ત્યારે બહાર પડયું હતું.: હસતા જવાહર તેમાં 'શંકર્સ વિકલી' ના ચિત્રકાર શંકરના નાના નાના પણ પ્રસંગે પ્રસંગે ચિત્રો હતા જવાહર કસરત કરતાં, જવાહર ભાષણ કરતા, જવાહર ભોજન કરતા, જવાહર દોડતાં, જવાહરનું બાળ સ્વરૂપ!
જવાહરની બાળકથાઓની પણ ઘણી વાતો. બાળકો સાથે ચાચા બાળક જેવા થઇ જાય પણ તેમનામાં બાળક એવું વસી ગયેલું કે મોટાઓ સાથે પણ તેઓ બાળ સહજ લાગી રહે .ચાલો આજે તેમની ૧૩૧ મી પુણ્યતિથિએ તેમની એક યાદગાર બાળવાર્તા નું સ્મરણ કરી તેમની બાળચાહના તાજી કરીએ.
   ચાચા ઊઘાડી જીપમાં જતા હતા. તેમને બંધિયાર કંઈ જ ગમે નહીં. વાહનો ઉઘાડા હોય તો મજા આવી જાય આજુબાજુની દુનિયા જોવાની રંગત જ કોઈ અનોખી.ચારે બાજુ વૃક્ષો, ખેતરો, પહાડો ,નદી, આકાશ, દોડતા વાદળ, ઊડતા પક્ષીઓ બાળક બની જઈ તેમને પર્યાવરણ સાથે રમવાનું મન થઈ જાય.
  બાળપણમાં તેઓ ત્રણ પૈડાની સાઇકલ પર ફરતા. પણ તેમને કમ્પાઉન્ડની બહાર જવાની છૂટ નહિ તેમને થતું કે તેઓ દૂર સુધી સાયકલ સવારી કરી આવે પણ આ મોટાઓ! ના એટલે ના.
અત્યારે તેઓ મોકળા હતા.જીપ ની મોજ માણતાં હતાં. ખેતરોની હારમાળા જોઈ ખુશ થતા હતા. ખેતરે ખેતરે જાતના ફળફળાદિના વૃક્ષો હતા. કેરી ,જામફળ ,પપૈયાં, કેળુ ,સફરજન, દાડમ ! દ્રાક્ષ ની વેલીઓ તો એવી ઝૂલે કે દોડીને પશુની જેમ કૂદીને ખાવાનું મન થઈ જાય. પેલા ખાટી દ્રાક્ષ વાળા શિયાળ જેવી કંઈક વાર્તાઓ યાદ આવી જાય!
"ઊભા રહો!' ચાચા એકદમ બોલી ઉઠ્યા. જીપ ઊભી થઈ તેમની નજર એક જાંબુનું ઝાડ પડ્યું હતું શું જાંબુ, શું જાંબુ! ઝાડની નીચે પણ વેરાયેલા જાંબુ ના ઢગલા. ઝાડ ખેતર ની અંદર હતું જાંબુ ને ખેતર ફરતે કાંટાળી વાડ હતી. કોઈ અંદર જઈ ન શકે. જાંબુ ચોરી ન શકે.
  કાંટાળી વાડની બહાર પણ ઘણા બધા જાંબુ વેરાયેલા હતાં ઉતર્યા ચાચાજી માંથી ભેગા કરવા લાગ્યા જાંબુ ખેતરનાં માલિક જેવો કોઈ રખેવાળ આવી લાગ્યો.
ચાચાએ પૂછ્યું, બાળકો ક્યાં છે?
માલિક કહે: બાળકો નિશાળમાં પણ સાહેબ શ્રી આપ બાળક વિશે કેમ પૂછી રહ્યા છો?
ચાચા કહે :જ્યાં જાંબુ હોય ત્યાં બાળકો હોવા જ જોઈએ. અહીં આટલા બધા જાંબુ પડ્યા રહે છે, નકામા જાય છે અને બાળકો નથી? બોલાવો બાળકોને!'
શાળા નજીક માં જ હતી બાળકો દોડતા આવ્યા ચાચા ને મળવા ચાચા કહે :બાળકો ખાવ આ જાંબુઓ વીણી વીણીને.
તેમણે માલિકને કહ્યું :આ બધા પૈસા હું ચૂકવીશ.
પણ જાંબુ નકામાં જવા દેશો નહીં જ્યાં જાંબુ ત્યાં બાળક ,જ્યાં બાળક ત્યાં જાંબુ, બાળકો જાંબુ વગર નહીં રહેવા જોઈએ . જાંબુ બાળક વગર નહીં રહેવા જોઈએ. એક તો બાળકો જાંબુ વિહોણા રહે અને અહીં જાંબુ રઝળી જાય. સારા ફળ નો કેટલો બગાડ! ચાચા ને તો જાંબુવતીની પેલી કાંટાળી વાડ પણ કંઈ નહીં. આતે કેવું અર્થતંત્ર છે, કેવી દુનિયા છે . જાંબુ છે બાળકો છે છતાં બંને ને મેળ જ ખાતો નથી .વિચારવું પડશે જરૂર વિચારવું પડશે.
તેમણે જીપના ડ્રાઈવરને કહ્યું :ચાલો જઈએ આગળ જીપ ઉપડી. બાળકો પાછળ પાછળ દોડવા લાગ્યા. ચાચા ડ્રાઇવરને કહે:જો દોસ્ત, રસ ભરેલા ,કસ ભરેલા ,ખુશખુશાલ, જાંબુઓ કેવી દોડ લગાવી રહ્યા છે!'
ડ્રાઇવર આવી કંઈક ઘટનાનો સાક્ષી હતો. તે મનોમન જાંબુ જેવું હાસ્ય છલકાવીને વિચારવા લાગ્યો: દોડતાં જાંબુ વાહ! કેવું રળિયામણું કથાનક !"
આભાર ગુજરાત સમાચાર તારીખ 13- 11 -2021
  

No comments:

Post a Comment