Tuesday 2 November 2021

ભારત માં આવેલા જુદા જુદા લક્ષ્મીમંદિર

ધનની દેવી લક્ષ્મીના પ્રસિદ્ધ મંદિરો
ભારતના દરેક વિસ્તારમાં માતા લક્ષ્મીનું કોઈને કોઈ જાણીતું મંદિર હોવાનું જ દેવી લક્ષ્મી ધન અને વૈભવની જનની માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ નુસાર ધનતેરસના દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
માતા લક્ષ્મી તેના ભક્તોને પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિ ના આશીર્વાદ આપે છે.આમ તો શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે પણ ધનતેરસ છે તેઓ સાક્ષાત ભક્તોના ઘેર પગલા પાડવા નીકળે છે તેવી માન્યતા છે ત્યારે ધનતેરસના આ પાવન અવસરે ચાલો જાણીએ દેવી લક્ષ્મીના ભારતભરમાં આવેલા કેટલાક એવા મંદિરો વિશે જેના દર્શન માત્રથી જ શ્રદ્ધાળુ અને આર્થિક સમસ્યાનો અંત આવી જાય છે.
(સુવર્ણ મંદિર તમિલનાડુ)
   તામિલનાડુના વેલ્લુર જિલ્લામાં સ્થિત મહાલક્ષ્મી મંદિર દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર કહેવામાં આવે છે. આ મંદિર દક્ષિણ ભારતના સૌથી મુખ્ય મંદિરો પૈકીનું એક છે 100 એકરમાં ફેલાયેલું મંદિર ચેન્નાઈથી 145 કિમી દુર પલાર નદીના કાંઠે આવેલું છે. દર વર્ષે ધનતેરસના દિવસે અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડે છે. અહીં શ્રી લક્ષ્મીનારાયણી દેવીની પૂજા કરવામાં આવે છે .વેલ્લુરના પર્વતોની તળેટીમાં શ્રીપુરમ આધ્યાત્મિક પાર્કમાં તે આવેલું છે આ મંદિર ૧૫૦૦ કિલો સોનાથી સુસજ્જ છે .જે અમૃતસરના સુવર્ણ મંદિરના ગુંબજ ના ૭૫૦ કિલો સોનાના આકાર કરતા બે ઘણું છે.
(પદ્મનાભ મંદિર, કેરળ)
પોતાના ખજાના ને કારણે દેશ જ નહીં દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલું આ મંદિર આમ તો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પરંતુ અહીં મળી આવેલા અપાર ખજાનાને કારણે ભગવાન વિષ્ણુનાં પત્ની દેવી લક્ષ્મીનો અહીં વાસ હોવાની માન્યતા છે. આ મંદિરના દર્શન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા કાયમ મળતી રહે છે .તેવી શ્રદ્ધાળુઓની આસ્થા છે. એટલે જ દર વર્ષે લાખો લોકો પદ્મનાભ મંદિર ના દર્શન કરવા માટે આવે છે .ત્રાવણ કોરના રાજા માર્તંડ વર્મા દ્વારા નિર્માણ કરાવવામાં આવેલા મંદિરનો ઉલ્લેખ નવમી સદીના ગ્રન્થોમાં પણ મળે છે. જોકે વર્તમાન મંદિરનું નિર્માણ ૧૮મી સદીમાં કરવામાં આવ્યું હતું જૂન 2019 માં સુપ્રીમ કોર્ટે આ મંદિરના છુપાયેલા ખજાના ને ખોલવાનો આદેશ આપ્યો હતો .જેમાંથી અંદાજે રૂપિયા બે લાખ કરોડની સંપત્તિ મળી આવી હતી ત્યારથી આ મંદિર લોકોમાં આસ્થા અને આશ્ચર્ય નું કેન્દ્ર બની રહ્યું છે.
(મહાલક્ષ્મી મંદિર) મુંબઈ
આ મંદિર મુંબઈના કે બી દેસાઈ માર્ગ પર આવેલું છે દેવી લક્ષ્મીનું આ ભવ્ય મંદિર લાખો મુંબઈગરાઓ ની આશ્રમ મુખ્ય કેન્દ્ર છે આ મંદિર પ્રવાસીઓમાં પણ ઘણું જ લોકપ્રિય છે માન્યતા એવી છે કે મંદિરની સ્થાપના અંગ્રેજી કાળવા થઈ હતી એક દંતકથા અનુસાર એક કોન્ટ્રાક્ટર રામજી શિવાજીના સપનામાં દેવી લક્ષ્મી પ્રગટ થઈને આદેશ આપ્યો હતો કે તેમને મૂર્તિ દરિયાની અંદર છુપાયેલી છે તેને બહાર કાઢીને ભવ્ય મંદિર બનાવીને તેનું સ્થાપન કરે આ મંદિરના ગર્ભગૃહમાં દેવી લક્ષ્મીની સાથે મહાકાળી અને સરસ્વતી એમ ત્રણેય દેવીઓ ની મૂર્તિઓ એક સાથે સ્થાપિત છે.
(મહાલક્ષ્મી મંદિર) ઈન્દોર મધ્યપ્રદેશ
 મધ્યપ્રદેશના મુખ્ય મંદિરો પૈકીનું એક આ મહાલક્ષ્મી મંદિર અહીંનાં ઈંદોરમાં આવેલું છે તેની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિનો ખ્યાલ તમે એના ઉપરથી લગાવી શકો છો કે તેને ઇન્દોર નું હૃદય સ્થાન અને રજવાડાની શાન કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1832માં મલ્હારરાવ બીજાએ કરાવ્યું હતું એક સમયે આ મંદિરમાં ત્રણ તળ હતાં. પરંતુ ૧૯૩૩માં આગ લાગવાથી મંદિર નો ઘણો ખરો હિસ્સો નષ્ટ થઈ ગયો હતો.ત્યારબાદ ૧૯૪૨મા તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું દેવી લક્ષ્મીના ભવ્ય મંદિરમાં દર્શન માટે આજે પણ દેશના ખૂણે ખૂણેથી સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ખાસ કરીને શુક્રવાર અને ધનતેરસના દિવસે અહીં લોકોની ભારે ભીડ જોવા મળે છે.
(ચોર્યાસી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર હિમાચલ પ્રદેશ)
હીમાચલનાચંબા થી ૬૫ કિલોમીટર દૂર ભરમૌર જિલ્લા મથક એ આવેલું ચોર્યાસી મંદિર સ્થાનિક સ્તરે ખૂબ જ જાણીતું છે.
ચંબા ફરવા આવતા પ્રવાસીઓ અચુક આ મંદિરમાં બિરાજમાન દેવી લક્ષ્મીના દર્શને આવે છે. ચંબાના કુદરતી વાતાવરણ વચ્ચે વસેલા આ મંદિરને લઈને લોકોમાં ભારે આસ્થા છે. અહીં લક્ષ્મીજીની સાથે ભગવાન ગણપતિની અને નરસિંહ અવતાર ની મૂર્તિઓ પણ સ્થાપિત છે.ચંબામાં દેવી નું બીજું એક મંદિર એટલે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આ મંદિર તેની પરંપરાગત વાસ્તુકળા અને મૂર્તિ કરવા માટે ખૂબ જ લોકપ્રિય છે.ચંબાના ના મુખ્ય છ મંદિરો પૈકી આ મંદિર સૌથી મોટું રે જૂનું છે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરનું નિર્માણ દસમી સદીમાં રાજા સાહિલ વર્મને કરાવ્યું હતું.
(અષ્ટલક્ષ્મી મંદિર ચેન્નાઈ)
ચેન્નાઈના ઇલિયટ દરિયાકાંઠે આવેલું અષ્ટ લક્ષ્મી મંદિર સ્થાનિકોની આસ્થા નું મોટું કેન્દ્ર છે. આ મંદિર અંદાજે 65 ફૂટ લાંબુ અને ૪૫ ફૂટ પહોળું છે આ મંદિરના ચાર માળ પર બનેલ આ આઠ અલગ-અલગ ભાગમાં દેવી લક્ષ્મીના આઠ જુદા જુદા સ્વરૂપમાં સ્થાપિત છે બીજા માળે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરેલી છે ત્યાંથી દરરોજ પૂજાની શરૂઆત થાય છે .ત્રીજા માળે શાંતા લક્ષ્મી, વિજય લક્ષ્મી, ગજ લક્ષ્મી. ચોથા માળે ધનલક્ષ્મી અને પહેલા મળી આદી લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી અને ધ્યાન લક્ષ્મી બિરાજે છે.
(લક્ષ્મીનારાયણ મંદિર દિલ્હી)
લક્ષ્મીનારાયણ મંદિર દિલ્હીના મુખ્ય મંદિરો પૈકીનું એક છે. આ મંદિરનું નિર્માણ મુખ્યરૂપે ૧૭મી સદીમાં 1622માં વીરસિંહ દેવે કરાવ્યું હતું. ત્યારબાદ સન 1793માં પૃથ્વીસિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એ પછી બિરલા પરિવારે વર્ષ 1938માં આ મંદિર નો વિસ્તાર અને પુનઃ રુદ્ધાર કરાવ્યો હતો. આ મંદિર આજે બિરલા મંદિર તરીકે જાણીતું છે.
આભાર સંદેશ સમાચાર તારીખ 2- 11- 2021

No comments:

Post a Comment