Showing posts with label જાણવા જેવું ગુજરાત. Show all posts
Showing posts with label જાણવા જેવું ગુજરાત. Show all posts

Tuesday, 31 May 2022

*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍**📚Part - 1📚*~~~~~~~~~~~~*★ગુજરાત' નામકરણનો ટૂંકો ઈતિહાસ :-*➖પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને 'આનર્ત' તરીકે ઓળખવામાં આવતો.➖સ્ટ્રેબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે 'સેરોસ્ટ્સ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.જ્યારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેત્તાઓએ સૌરાષ્ટ્ર માટે 'સુરાષ્ટ્રીન' શબ્દનો પ્રયોગ કર્યો હતો.➖ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઇ.સ.640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ 'સુલકા' શબ્દ દ્વારા કર્યો હતો.➖વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન 'લાટ' શબ્દ પ્રયોજાતો હતો.ટોલેમીના ગ્રંથમાં 'લાટિકા' અર્થાત લાટનો ઉલ્લેખ જોવા મળે છે. ટોલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ 'મૉફિસ' તરીકે કર્યો છે.➖આરબ યાત્રાળુ અલબરૂનીએ 'ગુર્જર' શબ્દની સાથે અરબી ભાષાનો 'અત' પ્રત્યય જોડીને તેને 'ગુજરાત' એવું નામ આપ્યું.➖'ગુજરાત' નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ.1233માં લખાયેલા 'આબુરાસ'માં મળે છે.15મી સદીમાં રચાયેલા 'કાન્હડદે પ્રબંધ'માં પણ 'ગુજરાત' એવું નામ આપ્યું.*★સ્થાન :-*➖ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલું છે.*★અક્ષાશ-*➖ 20.6° ઉત્તર અક્ષાશથી 24.07° ઉત્તર અક્ષાશ*★કર્કવૃત્ત*➖કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગના 6 જીલ્લાઓમાંથી પસાર થાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ક્રમમાં નીચે મુજબ છે.*ક્ચ્છ - પાટણ - મહેસાણા - ગાંધીનગર - સાબરકાંઠા - અરવલ્લી*➖કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.➖મહી નદી કર્ક રેખાને બે વાર ઓળંગતી એકમાત્ર નદી છે.*★કટિબંધ :-*➖કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજ્યનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.*★રેખાંશ :-*➖68.7° પૂર્વ રેખાંશથી 74.28° પૂર્વ રેખાંશ*★ક્ષેત્રફળ :-*➖1,96,024 ચોરસ કિ.મી. (75,686 ચોરસ માઈલ)➖વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે તથા છઠ્ઠો ક્રમ ધરાવે છે.1.રાજસ્થાન 2.મધ્યપ્રદેશ 3.મહારાષ્ટ્ર4.ઉત્તરપ્રદેશ 5.જમ્મુ કાશ્મીર 6.ગુજરાત*★ઉત્તર-દક્ષિણ લંબાઈ :-*➖590 કિ.મી.*★પૂર્વ-પશ્ચિમ પહોળાઈ :-*➖500 કિ.મી.*★વસતી :-*➖2011ની વસતી ગણતરી મુજબ દેશની કુલ વસતીના 5%(4.99%) જેટલી થાય છે.*★ગુજરાતના રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા:-**Short Trick :- કમ અદાબ*1.કચ્છ 2.બનાસકાંઠા 3.અરવલ્લી 4.મહીસાગર 5.દાહોદ*★ગુજરાતના મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા:-*1.દાહોદ 2.છોટા ઉદેપુર*★ગુજરાતના મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા :-**Short Trick :- તાન છોડાવે નર્મદા*1.તાપી 2.નવસારી 3.છોટા ઉદેપુર 4.ડાંગ 5.વલસાડ 6.નર્મદા*★દરિયાઈ સીમા :-*➖ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જેની લંબાઈ 1600 કિમી. છે. (990 માઈલ)➖ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે.➖ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો :- *કચ્છ*➖વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :1.કચ્છ 2.મોરબી 3.જામનગર 4.દેવભૂમિ દ્વારકા 5.પોરબંદર 6.જૂનાગઢ 7.ગીર સોમનાથ 8.અમરેલી 9.ભાવનગર 10.અમદાવાદ 11.આણંદ 12.ભરૂચ 13.સુરત 14.નવસારી 15.વલસાડ*★અખાત :-*➖ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે. જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે.1.કચ્છનો અખાત 2.ખંભાતનો અખાત*★હવાઈ મથકો :-*➖સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.➖વડોદરાના સિવિલ એરોડ્રામ (હરણી) એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્દઘાટન 22 ઓક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.➖1 મે, 1960માં ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.➖1964માં ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો.➖1966માં વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો.➖2 ઓક્ટોબર,1997ના રોજ 5 નવા જિલ્લા રચવામાં આવ્યા. 1.આણંદ 2.દાહોદ 3.નર્મદા 4.નવસારી 5.પોરબંદર➖2000માં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો.➖2 ઓકટોબર, 2007ના રોજ તાપી જિલ્લો બનાવવામાં આવ્યો.➖15 ઓગસ્ટ, 2013ના રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી.1.અરવલ્લી 2.બોટાદ 3.છોટા ઉદેપુર 4.દેવભૂમિ દ્વારકા 5.મહીસાગર 6.મોરબી 7.ગીર સોમનાથ➖આમ, ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે.➖વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો:- કચ્છ➖વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ➖આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા :- 12➖રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- દાહોદ➖મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- છોટા ઉદેપુર➖સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા :- ખેડા, રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)➖એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો :- વલસાડ