Friday 27 January 2023

29/1/23 ના યોજાનાર પરીક્ષા માટે ડેપો મેનેજર ના ફોન નંબર પાલનપુર થી મહેસાણા અને પાટણ જનાર માટે

આથી જાહેર જનતા ને જણાવવાનું કે તા 29/01/2023 રવિવાર ના રોજ જુનીયર કલાર્ક ની પરીક્ષા અન્વયે ડીસા / ધાનેરા ડેપો દ્વારા સવારે ૫:૦૦ વાગ્યા થી પાલનપુર સિદ્ધપુર ઊંઝા મહેસાણા નંદાસણ કલોલ અમદાવાદ વિસનગર વડનગર ખેરાલુ વિજાપુર હિંમતનગર પાટણ વગેરે પરીક્ષા સેન્ટર માટે એક્સ્ટ્રા બસ નું અયોજન કરવામાં આવ્યું છે 
તો જે પરીક્ષાર્થી ઓ ને જવા નું હોય એમ ને ડીસા નવા ડેપો મો આવી નામ નોધાવી જવું.

Tuesday 24 January 2023

મોરબી જિલ્લામાં બદલવામાં આવ્યું. ઇનોવેશન નું પરિણામ

મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી: ઈનોવેશન ફેરનું પરિણામ બદલાયું.
મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લા તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પાંચ કૃતિમાં ટંકારા તાલુકાની જ પસંદગી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાના શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી અને આગામી વર્ષે બીજા તાલુકામાથી કોઈ ભાગ લેશે નહીં તેવું નક્કી કરવામાં આવી રહ્યું હતું તેવામાં મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી છે અને હાલમાં પાંચેય તાલુકામાંથી એક એક કૃતિને પસંદ કરીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં શિક્ષકો દ્વારા કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે અને દરેક તાલુકામાંથી શિક્ષકો દ્વારા જે ક્રુતિ રાખવામા આવે તેનું નિરીક્ષણ કરીને ફાઇન વિજેતાના નામ જાહેર કરવામાં આવે છે જો કે, આ વખતના ઈનોવેશન ફેરમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પ્રથમ પાંચેય કૃતિઓ એક જ તાલુકામાંથી પસંદ કરવામાં આવી હતી. જેથી બીજા તાલુકાનાં શિક્ષકોની સાથે અન્યાય કરવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. જેથી કરીને તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી. જેથી કરીને પહેલા પરિણામમાં જે પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવા માટે વિજેતા જાહેર કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને હાલમાં માળીયામાંથી ગોધાણી બેચરભાઈ ઇશ્વરભાઇ, ટંકારામાંથી પંડ્યા સુષ્માબેન કરશનભાઈ, હળવદમાંથી પટેલ વિમલભાઈ હિમંતલાલ, ટંકારામાંથી વાટકીયા પ્રવીણચંદ્ર બાબુલાલ અને મોરબીમાંથી તન્ના અમીતકુમાર રમેશચંદ્રની કૃતિને પાસ કરીને વિજેતા જાહેર કરીને જૂની ભૂલ સુધારીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Thursday 19 January 2023

રમતનું નામ -- લીંબુ ચમચી

રમતનું નામ-લીંબુ ચમચી ની રમત
21 મી સદીમાં પણ આ રમત શાળાઓમાં ખૂબ જ પ્રિય છે. બાળકોને આ રમત ગમે છે.
આ રમતમાં બેઠી છે કે તેથી વધુ બાળકો જોડાય શકે તેવી આ રમત છે. રમનાર દીઠ એક ચમચી કે ચમચો તથા એક લીંબુ હોય છે.
આ રમતમાં એક સીધી રેખા ઉપર ચાર ચાર ફૂટના અંતરે રમનારને ઉભા રાખવા સરળતા માટે ચાર ચાર ફૂટ પહોળા પટ્ટા પાડવા મોમાં ચમચાનો હાથો રાખી ચમચા પર લીંબુ મૂકી રાખવું. સૌએ હદરેખા તરફ દોડવું, ચાલવું, લીંબુ ચમચા ને હાથ લાડવો નહીં તેમાં લીંબુ નીચે પડી જવું જોઈએ નહીં. એ જ સ્થિતિમાં જે હદરેખા ને પ્રથમ ઓળંગી જાય તે જીત્યો  ગણાય. નાના બાળકોને રમત રમવાની ખૂબ મજા આવે છે મોટી ઉંમરના લોકો પણ રમત રમી શકે છે.

Wednesday 18 January 2023

રમતનું નામ ---- સાંકળ સાત તાળીની રમત

રમતનું નામ --સાંકળ સાતતાળી ની રમત
આ રમતમાં 25 થી વધુ બાળકો રમી શકે છે. સાદી સાત તાળીની રમતની જેમ આ રમત રમવાની છે. આ રમતમાં બાળકો બરાબર રમતા જાય તે પછી દોડનારાઓને પકડનારાઓએ એકબીજાના પકડેલા હાથ તોડાવીને નાસવાની છૂટ આપવાથી રમત બરાબર જામશે.
  સાદી સાત તાળી પ્રમાણે એક જણ દાવ આપનાર બીજાઓને પકડવા દોડશે. તે હવે દાવ આપનાર સાથે જોડાઈ જશે અને તેનો હાથ પકડી લેશે .હવે એ બે જણ એકબીજાનો હાથ પકડી બીજાને પકડવા દોડશે .આ પ્રમાણે જે પકડાશે તે બધા એકબીજાનો હાથ પકડી બીજાઓને પકડવા દોડશે. આમ દાવ  અપનાર એટલે કે પકડનારાઓની ટુકડીના બંને છેડા પરના છોકરાઓ કે જેમને એક એક હાથ છૂટો હશે તે જ કોઈને પોતાના છૂટા હાથથી અડકી શકશે. બીજા પકડનારા તો દોડનારાઓને ફક્ત ઘેરી શકશે દોડનાર પકડનારાઓના હાથની નીચે થઈને નીકળી જઈ શકશે. આ પ્રમાણે છેલ્લા પકડાયેલા છોકરાને માંથી દાવ રહી ફરી રમત ચાલુ થશે.

રમતનું નામ -- પક્ષી ઊડેની રમત

રમતનું નામ--- પક્ષી ઉડેની રમત
આ રમત નાના કે મોટા સમૂહમાં રમી શકાય છે. રમાડનાર પ્રતિનિધિએ બાળકોના મોટા સમો સામે થોડી ઊંચી બેઠક પર બેસવું. પોતાના બંને હાથના આંગળાના ટેરવા ગોઠણ પર અડીને રહે તેમ ઉભડક મુકવા. બાળકોને પણ તે જ રીતે ગોઠણ પર હાથના આંગળા રાખવા કહેવું. રમનારા બાળકોને સુચના આપવી કે હું ઉડી શકે તેવા પક્ષીનું નામ બોલું ત્યારે તમારે મારી સાથે બંને હાથ ઉંચા કરી ફરરર.... એ મોટેથી બોલવું. પછી પાછા હાથ હતા તેમ ગોઠવી દેવા જ્યારે હું ન ઉડી  શકે તેનું નામ લઉં ત્યારે તમારે હાથ ઊંચા કરવા નહીં તથા ફરરર... એમ બોલવું નહીં.
   રમાડ નાર પ્રતિનિધિએ," ચકલી ઉડે" એમ બોલીને તુરત પોતાના બંને હાથ પાંખો માફક ઉંચા કરી ફરરર એમ બોલવું. એ મુજબ બાળકો પણ કરશે. આમ પોપટ ઉડે... કાગડો ઉડે... કાબર ઉડે ....વગેરે એક પછી એક પંખીનું નામ બોલી હાથ ઊંચા કરી ફરરર ...બોલવું. બાળકો પણ એમ કરશે. શરૂઆતમાં ઊડી  શકે તેવા પંખીના નામ બોલવા. બાળકોમાં 'ફરરર ફરરર...'થઈ જશે. આમ બાળકો તાનમાં હોય ત્યારે વચ્ચે"ગધેડું ઊડે... બળદ ઊડે... એમ બોલવું અને પોતાના હાથ ઊંચા કરવા. આ વખતે કોઇ કોઇ બાળક તાનમાં આવી જાય જઈ પોતાના બે હાથ ઊંચા કરી ફરરર.... બોલી જશે. આ વખતે સોને હસવાની મજા પડશે. આ રમત આમ ચાલું રાખવી અને વચ્ચે વચ્ચે નહિ ઊડી શકે તેવા પ્રાણીઓ કે પદાર્થોનાં નામ લઈ સૌને ભૂલાવામાં નાંખવા. બાળકોને મજા પડે ત્યાં સુધી આ રમત રમાડવી. સૌને મજા પડશે.

આજનો દિન વિશેષ ૧૮/૧/૨૩

Tuesday 17 January 2023

રમતનું નામ ---માર દડીની રમત

આ રમત રમવી આસાન છે. બધાને આ રમત રમવી ગમે છે .આ રમત બાળકોને પ્રિય છે. ગ્રામ્ય અને શહેર વિસ્તારના બાળકો રમી શકે તેવી આ રમત છે .25 થી 30 બાળકો રમત રમી શકે છે .આ રમતમાં વોલીબોલ કે ફૂટબોલ જેવો મોટો દડો લેવો રમનાર બે ટુકડીમાં વેચાઈ જશે.
 આ રમતમાં એક ટુકડી વર્તુળ બનાવી ઉભી રહેશે , જેઓ પોતાની પાસે બોલ રાખશે .બીજી ટુકડી વર્તુળની અંદર આવી જશે .હવે વર્તુળ કરીને ઊભેલા બાળકો વચ્ચેના બાળકોને બોલ મારશે .અને અંદર એ દડાથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરશે. જેને બોલ વાગશે કે અડકશે અથવા દોડતા દોડતા બોલને અડી જવાશે તે રમતમાંથી બાદ થશે, આઉટ થશે .અંદરના બધા સભ્યો બાદ થતા જેવો અંદર હતા તેઓ બહાર વર્તુળ બનાવી ઊભા રહેશે  અને વર્તુળ બનાવેલા સભ્યો હવે અંદર રમવા જશે .બધા જ બાળકો એકસાથે  રમતમાં જોડાતા હોવાથી રમત રમવાની ખૂબ મજા પડે છે.

રમતનું નામ --- દોરડા ખેંચની રમત

દોરડા ખેંચની રમતને ઘણી જગ્યાએ"" રસ્સી ખેંચની" રમત પણ કહે છે.
  આ રમતમાં રમનારા બાળકો બે ટુકડીમાં વહેંચાઈ જાય છે અથવા એક હરોળ બનાવી દરેકને એક ,દો ,એક, દો બોલવા કહેવું. એક બોલે તેને એક ટુકડી ,બે બોલે તે બીજી  ટુકડીમાં ગોઠવાઈ જશે.
  એક જાડું દોરડું લઈ તેને બરાબર વચ્ચે એક રૂમાલ બાંધી દો અને 10 ફૂટ ના અંતરે બે રેખાઓ દોરો. સમુદ્રમંથનમાં જેમ સામસામે ખેંચા ખેંચ થતી હતી તેમ બે ટુકડીઓમાં સામસામે ઊભા રહી પોતાના તરફ દોરડું ખેંચવાનું છે. બાંધેલો રૂમાલ બરાબર વચ્ચે છે. હવે ટુકડીના બધા સભ્યો એકબીજાની પાછળ ઉભા રહી રસી પકડશે અને રમત શરૂ થતા તે પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરશે. 10 ફૂટના અંતરે દોરેલી રેખા છે પસાર કરશે અને સામેની ટુકડીને પોતાના તરફ લઈ આવશે તે ટુકડી વિજેતા કે જીતેલી ગણાશે.
 નદીવાળા પટમાં કે રેતાળ જગ્યાએ આ રમત સારી રીતે રમી શકાય છે.

રમતનું નામ ---- નદી પર્વત

આ રમત લોકપ્રિય છે 15 બાળકો રમી શકે તેવી રાહત છે બાળકની અવલોકન કરવાની શક્તિનો વિકાસ થાય છે સમૂહ ભાવના કેળવાય છે.
   રમનાર બધા જ બાળકો પોતપોતાની રીતે ઉભા હશે એમાં એક જણ દાવ આપશે દાવ આપનાર રમનારને પૂછશે.... નદી કે પર્વત.... રમનાર કોઈ એક વસ્તુ પસંદ કરશે દાખલા તરીકે પર્વત... હવે દાવ આપનાર નદી... અર્થાત ઉપરની જગ્યા કે પથ્થર ઉપર ઉભો રહેશે. જો રમનાર પથ્થર જેવી કે ભાગી જગ્યાએ પહોંચશે તો દાવ આપનાર તેને પકડવા મથશે. રમનાર જ્યારે એવી કોઈ જગ્યાએ જશે ત્યારે બોલશે: "''"અમે તમારા પર્વત પર """અમે તમારા પર્વત પર...."
     આ સમયે દાવ આપનાર તેઓમાંથી કોઈને પકડવા પ્રયત્ન કરશે. જે પકડાશે તે દાવ આપનાર બનશે. અને રમત આગળ ચાલશે આમ બધા બાળકોના દાવ આવે એ રીતે રમત રમવી.
   

રમતનું નામ -- રૂમાલની રમત

આ રમતને" રૂમાલની રમત" અથવા "રૂમાલ રૂમાલ"ની રમત કહે છે. આ રમત પંદર વર્ષ સુધીના બાળકો રમી શકે. ભાઈઓ તથા બહેનો સાથે જ રમી શકે એવી આ રમત છે. આ રમતમાં ગુણ આપવાના હોય આ રમત 'ટીમ પીરિટ 'ગણાય છે. શેરીમાં પોળમાં કે શાળામાં પણ આ રમત લોકપ્રિય બની છે.
   આ રમત રમતા પહેલા બાળકોની ગણતરી કરી સરખી બે ટુકડી પાડવી. જેમાં ભાઈ- બહેનો સરખે ભાગે રાખવા. દરેક ટુકડીના સભ્યને ૧...૨...૩... એમ નંબર આપવા. ટુકડી ના નામ પણ પાડી શકાય. મેદાનમાં વચ્ચે કુંડાળું બનાવી તેમાં રૂમાલ મૂકવો. બંને ટુકડીને કુંડાળા થી સરખે અંતરે એકબીજા સાથે ઉભી રાખવી.
     રમાડનાર પ્રતિનિધિ હવે કોઈ એક નંબર બોલશે દાખલા તરીકે ૪. હવે બંને ટુકડી માંથી ચાર ચાર નંબરની વ્યક્તિ રૂમાલ પાસે આવશે. રૂમાલની સામ સામે ઊભી રહેશે. અને ઝડપથી રૂમાલ ઝડપીને પોતાની લાઈનમાં જતી રહેશે. જે ટુકડીની વ્યક્તિને રૂમાલ મળશે તેને ગુણ મળશે. પછી અન્ય નંબર બોલશે અને રમત આગળ રમાશે. બધા બાળકોને વારો આવે તે રીતે પ્રતિનિધિએ આ રમત રમાડવી.

રમતનું નામ---- ઈતે ઇતે પાણી

રમતનું નામ-- ઇતે ઈતે પાણીની રમત
ઈતે ઇતે પાણીની રમત ગામડામાં ખૂબ જ રમાય છે. 10 15 કે 20 ની સંખ્યામાં બાળકો આ રમત રમી શકે છે .15 વર્ષની ઉંમર સુધીના બાળકો રમી શકે છે. આ રમતમાં એક બાળક દાવ લેશે જે ગોળ વર્તુળમાં ઉભેલા બાળકોની વચ્ચે જઈ ઉભો રહેશે. અને બાકીના બધા જ બાળકો એકબીજાના હાથ પકડી ગોળાકારે  ઉભા રહેશે. પછી વચ્ચે ઉભેલ બાળક પોતાના બંને પગના અંગૂઠા આગળ હાથ લઈ જઈ બોલશે કે"ઇતે ઈતે પાણી"એટલે બાકીના છોકરા બોલશે કે "ગોળ ગોળ ધાણી."આ પછી દાવ આપનાર બાળક અનુક્રમે ઢીંચણ, કમર ,ખભા અને માથે હાથ મૂકી દરેક વખતે ઉપર પ્રમાણે બોલી બાકીનાઓ પાસે ઝીલાવસે. ત્યાર પછી દાવ આપનાર કોઈ પણ બાળક પાસે જઈ તેના હાથને અડકી બોલશે કે"આ દરવાજા ખોલુંગા"ત્યારબાદ બધા બાળકો બોલશે.... દંડો લઈને મારુગા"પછી બીજા કોઈની પાસે જઈને પણ તે જ પ્રમાણે કરશે. આખરે કોઈના હાથ જોર કરી છોડાવી કુંડાળાની બહાર નીકળી દોડશે. જે વખતે બાકીના બાળકો હાથ છોડી નાખી તેને પકડવા દોડશે જે તેને પકડી પડશે તે દાવ વાળો બનશે અને ફરીથી રમત શરૂ થશે.