Tuesday 24 January 2023

મોરબી જિલ્લામાં બદલવામાં આવ્યું. ઇનોવેશન નું પરિણામ

મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી: ઈનોવેશન ફેરનું પરિણામ બદલાયું.
મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લા તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પાંચ કૃતિમાં ટંકારા તાલુકાની જ પસંદગી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાના શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી અને આગામી વર્ષે બીજા તાલુકામાથી કોઈ ભાગ લેશે નહીં તેવું નક્કી કરવામાં આવી રહ્યું હતું તેવામાં મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી છે અને હાલમાં પાંચેય તાલુકામાંથી એક એક કૃતિને પસંદ કરીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં શિક્ષકો દ્વારા કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે અને દરેક તાલુકામાંથી શિક્ષકો દ્વારા જે ક્રુતિ રાખવામા આવે તેનું નિરીક્ષણ કરીને ફાઇન વિજેતાના નામ જાહેર કરવામાં આવે છે જો કે, આ વખતના ઈનોવેશન ફેરમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પ્રથમ પાંચેય કૃતિઓ એક જ તાલુકામાંથી પસંદ કરવામાં આવી હતી. જેથી બીજા તાલુકાનાં શિક્ષકોની સાથે અન્યાય કરવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. જેથી કરીને તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી. જેથી કરીને પહેલા પરિણામમાં જે પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવા માટે વિજેતા જાહેર કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને હાલમાં માળીયામાંથી ગોધાણી બેચરભાઈ ઇશ્વરભાઇ, ટંકારામાંથી પંડ્યા સુષ્માબેન કરશનભાઈ, હળવદમાંથી પટેલ વિમલભાઈ હિમંતલાલ, ટંકારામાંથી વાટકીયા પ્રવીણચંદ્ર બાબુલાલ અને મોરબીમાંથી તન્ના અમીતકુમાર રમેશચંદ્રની કૃતિને પાસ કરીને વિજેતા જાહેર કરીને જૂની ભૂલ સુધારીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment