Tuesday 17 January 2023

રમતનું નામ---- ઈતે ઇતે પાણી

રમતનું નામ-- ઇતે ઈતે પાણીની રમત
ઈતે ઇતે પાણીની રમત ગામડામાં ખૂબ જ રમાય છે. 10 15 કે 20 ની સંખ્યામાં બાળકો આ રમત રમી શકે છે .15 વર્ષની ઉંમર સુધીના બાળકો રમી શકે છે. આ રમતમાં એક બાળક દાવ લેશે જે ગોળ વર્તુળમાં ઉભેલા બાળકોની વચ્ચે જઈ ઉભો રહેશે. અને બાકીના બધા જ બાળકો એકબીજાના હાથ પકડી ગોળાકારે  ઉભા રહેશે. પછી વચ્ચે ઉભેલ બાળક પોતાના બંને પગના અંગૂઠા આગળ હાથ લઈ જઈ બોલશે કે"ઇતે ઈતે પાણી"એટલે બાકીના છોકરા બોલશે કે "ગોળ ગોળ ધાણી."આ પછી દાવ આપનાર બાળક અનુક્રમે ઢીંચણ, કમર ,ખભા અને માથે હાથ મૂકી દરેક વખતે ઉપર પ્રમાણે બોલી બાકીનાઓ પાસે ઝીલાવસે. ત્યાર પછી દાવ આપનાર કોઈ પણ બાળક પાસે જઈ તેના હાથને અડકી બોલશે કે"આ દરવાજા ખોલુંગા"ત્યારબાદ બધા બાળકો બોલશે.... દંડો લઈને મારુગા"પછી બીજા કોઈની પાસે જઈને પણ તે જ પ્રમાણે કરશે. આખરે કોઈના હાથ જોર કરી છોડાવી કુંડાળાની બહાર નીકળી દોડશે. જે વખતે બાકીના બાળકો હાથ છોડી નાખી તેને પકડવા દોડશે જે તેને પકડી પડશે તે દાવ વાળો બનશે અને ફરીથી રમત શરૂ થશે.

No comments:

Post a Comment