Tuesday 17 January 2023

રમતનું નામ -- રૂમાલની રમત

આ રમતને" રૂમાલની રમત" અથવા "રૂમાલ રૂમાલ"ની રમત કહે છે. આ રમત પંદર વર્ષ સુધીના બાળકો રમી શકે. ભાઈઓ તથા બહેનો સાથે જ રમી શકે એવી આ રમત છે. આ રમતમાં ગુણ આપવાના હોય આ રમત 'ટીમ પીરિટ 'ગણાય છે. શેરીમાં પોળમાં કે શાળામાં પણ આ રમત લોકપ્રિય બની છે.
   આ રમત રમતા પહેલા બાળકોની ગણતરી કરી સરખી બે ટુકડી પાડવી. જેમાં ભાઈ- બહેનો સરખે ભાગે રાખવા. દરેક ટુકડીના સભ્યને ૧...૨...૩... એમ નંબર આપવા. ટુકડી ના નામ પણ પાડી શકાય. મેદાનમાં વચ્ચે કુંડાળું બનાવી તેમાં રૂમાલ મૂકવો. બંને ટુકડીને કુંડાળા થી સરખે અંતરે એકબીજા સાથે ઉભી રાખવી.
     રમાડનાર પ્રતિનિધિ હવે કોઈ એક નંબર બોલશે દાખલા તરીકે ૪. હવે બંને ટુકડી માંથી ચાર ચાર નંબરની વ્યક્તિ રૂમાલ પાસે આવશે. રૂમાલની સામ સામે ઊભી રહેશે. અને ઝડપથી રૂમાલ ઝડપીને પોતાની લાઈનમાં જતી રહેશે. જે ટુકડીની વ્યક્તિને રૂમાલ મળશે તેને ગુણ મળશે. પછી અન્ય નંબર બોલશે અને રમત આગળ રમાશે. બધા બાળકોને વારો આવે તે રીતે પ્રતિનિધિએ આ રમત રમાડવી.

No comments:

Post a Comment