Saturday 31 July 2021

ઈલેક્ટ્રીક ટ્રામ નો શોધક ---ગ્રાનવિલ વૂડસ

વિશ્વના વિજ્ઞાનીઓ
ઈલેક્ટ્રીક ટ્રામનો શોધક --ગ્રાનવિલ નૂડલ્સ
રેલવેનું સ્ટીમ એન્જિન ક્રાંતિકારી શોધ ગણાય છે .તેની શોધ થયા પછી વિજ્ઞાનીઓએ તેમાં ઘણા સુધારા કરી પેટ્રોલ અને ડીઝલ વડે ચાલતાં રેલ્વે એન્જિનો બનાવ્યા અને ત્યારબાદ વીજળી વડે ચાલતાં ઈલેક્ટ્રીક એન્જિનની શોધ થઈ. ઈલેક્ટ્રીક વડે ચાલતાં એન્જિન ઓવરહેડ વાયર માંથી વીજળી મેળવીને ચાલે છે રેલ્વે ટ્રેન ના આધુનિકરણ માં ગ્રાનહીલ વૂડસ નામના વિજ્ઞાની નો મહત્વનો ફાળો હતો.
    ગ્રાનવિલ ટી .વૂડસનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્ય ના કોલંબસ શહેરમાં ઈ.સ.1856 ના એપ્રિલની 23 તારીખે થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલો ગ્રાન્ડ વીલ દિવસે  લુહાર ની દુકાન માં કામ કરતો અને રાત્રી શાળામાં ભણવા જતો અભ્યાસ પુરો થયા પછી તે નેબ્રાસ્કા ની રેલવે માં ફાયરમેન ની નોકરી માં રહે રહ્યો નોકરી સાથે કોલેજનો અભ્યાસ ચાલુ રાખી તે એન્જિનિયર બન્યો.
    ઈ.સ.૧૮૭૮માં ગ્રાનવિલને બ્રિટિશ જહાજ માં મુખ્ય એન્જિનિયર તરીકે નિમણૂક મળી ગ્રાનવિલે રેલ્વે ટ્રેન નો અભ્યાસ કરીને જેમાં વીજળી ના ઉપયોગો શોધ્યા ટ્રેનના પાટા નો ઉપયોગ કરીને રેલ્વે સ્ટેશનનો ને ટેલિગ્રામ વડે જોડવામાં તેનો મુખ્ય ફાળો હતો.રેલવે લાઇન નજીક પસાર થતા વીજળીના તાર માંથી વીજળી મેળવીને ટ્રેન ચલાવવાની ટેકનોલોજી તેને વિકસાવી અને ઓવરહેડ વાયર ની ટેકનોલોજી શોધી. ગ્રાનવિલ  વિજ્ઞાન જગતના બીજો એડિસન કહેવાય છે .ઈ.સ.1910ના જાન્યુઆરી ની 30 તારીખે તેનું અવસાન થયું હતું.

Tuesday 27 July 2021

આશા કંડાર --એક સમયે જોધપુર ના રસ્તાઓ ઉપર સાવરણો મારતી હતી હવે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બનશે

આશા કંડાર --એક સમયે જોધપુર ના રસ્તાઓ પર સફાઇ કરતી મહિલા ની કહાની

આશા કંડાર
 સફળતા  કંઈ રાતોરાત નથી મળી જતી. તેના માટે લોહી પાણી એક કરવું પડે .મહેનત કરવી પડે .પરસેવો પાડવો પડે. જીવનમાં કંઈક કરી દેખાડવાનુ ઝનુન જ્યારે જિંદગીનો એકમાત્ર ગોલ બની જાય અને તમે તમારું સર્વસ્વ તેની પાછળ લગાવી દો ત્યારે સફળતાને શરણોમાં આવ્યા વિના છૂટકો નથી. આ વાત હમણાં રાજસ્થાન સહિત દેશભરના પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર એક યુવતીને ટાંકીને કહેવામાં આવી રહી છે .હમણાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન 2018નું પરિણામ જાહેર થયું. તેમાં અનેક યુવાનોને સફળતા મેળવી .જોકે એ બધામાં એક એવી મહિલા હતી જેને સફળતા અને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું એ મહિલા એટલે આશા કંડારા.
     આશા કંડારની સ્ટોરી દેશની એ લાખો મહિલાઓ માટે મિશાલ છે જે જીવનમાં કંઈક કરી બતાવવા માંગે છે ,ધાર્યા લક્ષને પામવા માંગે છે. સવાલ એ થાય છે કે આશાની જિંદગીમાં એવો તો કયો મોટો સંઘર્ષ સમાયેલો છે કે સૌ સૌ તેનાથી આટલા બધા પ્રભાવિત થયા છે ?તો જાણી લો કે ,આશા એક સમયે જોધપુર ના રસ્તાઓ પર સફાઇ કરતી સફાઈ કર્મચારી હતી. પણ હવે તે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બનીને લોકોની સેવા કરવા જઈ રહી છે. જી હા, એક સફાઈ કર્મચારી મહિલા ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બનવા જઈ રહી છે !જોકે તેને આ સફળતા કંઈ રાતોરાત નથી મળી ગઈ. તેના માટે આશાએ  ઘણો સંઘર્ષ કર્યો છે. 1997માં તેના લગ્ન થયા અને પછી બે બાળકો. પણ થોડા સમય પછી આશા અને તેના પતિ વચ્ચે અમુક બાબતોને લઈને પણ બનાવ થવા લાગ્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઇ કે આ શાના છૂટાછેડા થઈ ગયા. તેના માટે સમય ઘણો કપરો હતો કેમ કે એ પછી બંને બાળકોની જવાબદારી તેના પર આવી ગઈ હતી .પણ આશા હિંમત હારી નહીં અને તેણે એકલપંડે બંને બાળકોને ઉછેરવા ની સાથે પોતે પણ ભણવાનું ચાલુ રાખ્યું. આ રીતે તેણે વર્ષ 2016માં પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
   એ પછી તેણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાવાનું નક્કી કર્યુંં. તેના માટે તેણે ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે કોચિંગ ક્લાસ પણ કર્યા .દરમિયાન વર્ષ 2018 માં તેની સફાઈ કર્મચારીની ભરતી પરીક્ષા આપી અને ત્યારબાદ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની ની પરીક્ષા પણ આપી. આ પરીક્ષા આપ્યાના થોડા દિવસો પછી નિમણૂક સફાઇ કર્મચારીના પર થઈ ગઈ. અને તે જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કર્મચારી તરીકે કામ કરવા લાગી. તેને પાવટાના   મુખ્ય રસ્તા સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું .જેને તેણે કોઈ પણ પ્રકારની આનાકાની વિના સ્વીકારી લીધેલું. એક દિવસ આ જ રીતે સફાઈ કરી રહી હતી ત્યાં તેના ઘરેથી એક માણસ એક કવર લઈને તેને આપવા આવ્યો.આશાએ સાવરણો બગલમાં દબાવ્યો .કવર તોડી અંદરનો કાગળ બહાર કાઢ્યો અને વાંચવા માંડી. જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તેમ તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી. અને કેમ ન વહે ? પત્રમાં વાત જ કંઇક  એવી હતી ! તેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં તેની પસંદગી થઈ છે! આખો પત્ર વાંચ્યા પછી આશા ની ખુશી નો કોઈ ઠેકાણું ન રહ્યું. જોતજોતામાં આ વાત આખા જોધપુરમાં ફરી વળી .બીજા દિવસે દેશભરના મીડિયામાં તેની સફળતાની સ્ટોરી છપાઈ ત્યારે તેના પરિવારજનોની સાથે આખો દેશ ચોંકી ગયો હતો! આશાની સફળતાની  સ્ટોરી છપાઈ ત્યારે   સોશિયલ મીડિયામાં પણ લોકોએ ખૂબ શેર કરી. સેંકડો લોકોએ તેની સફળતાને બિરદાવી કોમેન્ટ્સ કરી લોકોને આશાના જીવનમાંથી પ્રેરણા લેવા આંગળી ચીંધી આશા કહે છે કે 'મ્યુનિસિપલ કોર્પોરેશન માં કામ કરતી વખતે તેને અહીં ઓફિસમાં બેસતા અધિકારીઓ ને જોઈને તેમના જેવા બનવાનું ઝનુન સવાર થઈ ગયું હતું. આ સફળતા મને કંઈ રાતોરાત નથી મળી ગઈ. તેના માટે મેં ઘણી મોટી કિંમત ચૂકવી છે. ઘણું બધું જતું કર્યું છે .અને ઘણું  વેઠ્યું પણ છે મેં  આ સપનાને પૂર્ણ કરવા માટે આકરી મહેનત અને લગનથી તૈયારીઓ કરી છે કરી હતી અને આખરે સફળતા મળી. હું નાની અમથી બાબતોમાં હાર માની લેતી મહિલાઓને કહેવા માગું છું કે, પોતાને ગમતું કોઈ મોટું સપનું જુઓ, અને તેને સાકાર કરવા માટે બનતા પ્રયત્ન કરી જુઓ તો સફળતા ચોક્કસ મળશે'



આભાર -----સંદેશ ની નારી પૂર્તિમાં થી
  તા.૨૭/૭/૨૦૨૧

Monday 26 July 2021

કારગિલ યુધ્ધ 26/7/


કારગિલ દિવસ
૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસ
અજાણી અને ચોંકાવનારી સત્ય કથાનો આરંભ 19 97 થાય છે. કે જ્યારે જનરલ વેદ પ્રકાશ મલિકે ભારતીય ખુશકી દળના સેનાપતિ તરીકે હોદ્દો સંભાળ્યો. લશ્કરની તમારા હાથમાં પીધા પછી નવનિયુક્ત સેનાપતિએ દેશના વડાપ્રધાન કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી સી સી એસ ને રૂબરૂ મળી તેમને રસ કરી સુરક્ષા અંગેનો રિપોર્ટ આપવાનો આપણે ત્યાં શિરસ્તો છે આ પ્રણાલી ની રુએ જનરલ મલિક તત્કાલીન વડાપ્રધાનને મળ્યા ્્્્ સી સી એસ ના કેટલાક ઉચ્ચાધિકારીઓ પણ ત્યાં હાજર હતાં. બંધ બારણે થયેલા વાર્તાલાપ દરમિયાન મલિક અને જ્યારે ભૂમિદળના ખબર-અંતર પૂછવા માં આવ્યા ત્યારે તેમનો જવાબ હતો"ખુશકી દળનો જુસ્સો લોખંડી છે, પણ દેહ છીણ થયો છે."
   જનરલ  મલિકનો જવાબ ટૂંકો પણ  ટુ -ધ-પોઈન્ટ હતો. થોડામાં ઘણું કહી દેનારો પણ ખરો. ઓક્ટોબર ૧૯૯૭ માં તેમણે ખુશ્કી સેનાપતિનું પદ સંભાળ્યું ત્યારે આપણા શસ્ત્રાગાર (દેહ)ની હાલત કંગાળ હતી ્્ બધા શસ્ત્રો જુનવાણી બન્યા હતા લશ્કર તેના આયુધો ને વયના માપદંડ અનુસાર જનરેશન-૧ જનરેશન -2 અને  જનરેશન-3 એમનો ખાલી ભાગમાં વર્ગીકૃત કરતું હોય છે. ત્રીસથી 20 વર્ષ પહેલા ખરીદાયેલા હથિયારો જનરેટર -૧ કહેવાય ત્યાર પછી વીસ થી દસ વર્ષના અને 10 કે ઓછા વર્ષના આ કાયદો અનુક્રમે બે તથા ત્રણ વર્ગમાં આવે.
  ઓક્ટોબર ૧૯૯૭ માં ખુશ્કી દળના શસ્ત્રાગાર માં બહુધા.  હથિયાર પ્રથમ પેઢીના હતા. વર્ષો થયે નવું શોપિંગ થયું નહોતું. અને થાય તેવા એંધાણ દેખાતા પણ ન હતા કારણ કે વર્ષ ૧૯૯૭માં 98માં ભારતીય થલ સેનાને ફાળવવામાં આવેલું ડિફેન્સ બજેટ ફક્ત રૂપિયા 16348 કરોડનું હતું માતબર જણાતી એ રકમ વાસ્તવમાં ઊંટના મોંમાં જીરું મૂકયા બરાબર હતું.
 દેશભરમાં સ્થપાયેલી લશ્કરી છાવણીઓ ની ખટારા અને જીપ જેવા વાહનો તથા શસ્ત્રોની સારસંભાળ નો, નવા બાંધકામોનો ,રાસન, પગાર, ભથ્થા વગેરેનો ખર્ચ બાદ કરતા માત્ર ૨૩૦ કરોડ  શેષ બચ્ચા હતા. આ મામૂલી રકમ વડે આંતરરાષ્ટ્રીય બજારમાં મહામૂલા શસ્રોના શોપિંગ માટે નીકળીએ તો હાંસીપાત્ર ઠરીએ.


મામલો ગંભીર હતો .પાકિસ્તાન સામે રખે ચકમક ઝરે અને નાનોશો તણખો  ભીષણ યુદ્ધ સળગાવે તો જુનવાણી તથા   મર્યાદિત શસ્ત્રો વડે  પ્રતિકાર કેમ કરવો? યુદ્ધ થતું નથી ,એટલે થવાનું પણ નહીં તેવો નઠારો  આશાવાદ  સંરક્ષણ બાબતે કોઈ દેશને પાલવે , ઊલટું યુદ્ધ માટે 24 ×7 તૈયાર રહેવું એ  વણલખ્યો નિયમને અનુસરવું જોઈએ. જનરલ વેદ પ્રકાશ  મલિક એ જ કોપીબુક રણનીતિને અનુલક્ષી શસ્ત્રાગાર ના  આધુનિકરણ નો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને આપતા રહ્યા ,છતાં કશું વળ્યું નહીં સાતેક વર્ષથી ભારતમાં વિદેશી રોકાણમાં સતત ઘટાડો થતો દેશની તિજોરીનુ તળિયું દેખાવા લાગ્યુ હતું. જ્યારે નાણાકીય ખાદ્ય ઊભી થઈ હતી. આવા સંજોગોમાં ખુશ્કુ દળને વધુ બજેટ ફાળવવું  પણ ક્યાંથી ?
  એકાદ વર્ષ આમ ને આમ નીકળી ગયું. ઓક્ટોબર 1998 માં જનરલ મલેક વડાપ્રધાન તથા કેબિનેટ કમિટી  સિક્યોરિટી CCS ને ફરી રૂબરૂ મળ્યા. ખુશ્કી દળની વર્તાતી નાણાંકીય ભીડ દૂર કરવા માટે  કુલ કુલ પચાસ હજાર જવાનોને ફરજિયાત છૂટા કરવા પડ્યા હોવાની હકીકત જણાવી .રાષ્ટ્રિય રાયફલલ્સ દળના પાસે પૂરતા પ્રમાણમાં રાઇડર્સ ન હોવાને કારણે ખુશ્કી દળે પોતાના  શસ્ત્રાગાર માંથી ખોટ ભરપાઇ કરવી પડી હોવાનો રિપોર્ટ આપ્યો.
   મે 13 ૧૯૯૮ના રોજ પોકરણ માં ભારતે કરેલા અણુ પરીક્ષણ પછી પાકિસ્તાન સાથે ઈદની સંભવિતતા અગાઉ કરતા વધી ગયા નો નિર્દેશ સુદ્ધાં કર્યો.
   અલબત્ત ,આખરે તો ન બનવા કાળ બનીને રહ્યું. મે 1999માં પાકિસ્તાનના લશ્કરી તેમજ ભાડૂતી સૈનિકો ગુપચુપ રીતે કારગીલ, દ્રાસ, બટાલીક, તોલોલિંગ, કાકસર, ખલુબાર,કૂકરથાંગ વગેરે જેવા ઉત્તુંગ પહાડી મોરચે ભારતની ખાલી પડેલી લશ્કરી ચોકીઓમાં અડો જમાવીને બેસી ગયા. આપણે ખરા અર્થમાં ઊંઘતા ઝડપાયા જોકે હવે શત્રુની નીંદર હરામ કરી દેવાનો વખત આવી ગયો હતો. પાકિસ્તાની ઘૂસપૈઠીયાઓને ખદેડી દેવા માટે મેં 3 1999 ના રોજ સરકારે આરપાર કી લડાઈ સત્તાવાર જાહેરાત કરી દીધી. શત્રુની સફાઈ ના મહાઅભિયાન નું નામ ઓપરેશન વિજય!
    કાશ્મીરમાં કારગીલ દ્રાસ,બટાલિક,તોલોલિગ,કાકસર, ખલુબાર  કૂકરથાંગ વગેરે નજીકથી પસાર થતી અંકુશરેખા પર યુધ્ધનું રણશિંગુ  તો ફૂંકી દેવાયું., પણ પ્રતિકાર માટે આપણી તૈયારી કેવીક હતી ? અગાઉ તેમ અનેક શસ્ત્રો જુનવાણી તો ખરા તદુપરાંત કારતૂસ ,રાયફલ્સ, તોપ ગોળા, જવાનો માટે બુલેટપ્રૂફ જેકેટ, ૧૫થી ૧૮ હજાર ફીટની ઊંચાઈએ કડકડતી ઠંડી સામે રક્ષણ આપતા ગરમ પોશાક વગેરેની પણ તીવ્ર તંગી હતી કારગિલના મોરચે લડવા મોકલાયેલા તેમજ મોકલવામાં આવનાર  જવાનો માટે રાયફલનો પૂરતો સ્ટોક ન હતો. આથી રાષ્ટ્રીય રાયફલ્સને અગાઉ અપાયેલા શસ્રો પાછા મંગાવી લેવાયા.
   ભારે તેમજ મધ્યમ મશીન ગનના  ઓપરેટર ને લક્ષ્યાંક ના અંતરનો કયાસ મેળવવા માટે લેસર range ફાઇન્ડર નામનું ઉપકરણ જોઈએ જે આપણી પાસે ત્યારે નહોતું. ચાલુ યુદ્ધે પઠારી છાવણી સાથે સંદેશા વ્યવહાર ચલાવવા માટે પૂરતા રેડિયો સેટ નહોતા અને હતા તે વળી જુનવાણી! ઊંચા પર્વતની પાછળના જરા  સપાટ પ્રદેશમાં શત્રુ અને તેની હોવિટઝર તોપ ચોક્કસ કયા સ્થળે ગોઠવી છે પીન પોઈન્ટ કરી દેવા માટે weapon- locating વેપન લોકેટીગ પ્રકારના ખાસ રડાર દરેક ખુશ્કીદળ માટે અનિવાર્ય ગણાય આપણી પાસે તે પણ નહોતું. બે વર્ષ અગાઉ તેની ખરીદી નો પ્રસ્તાવ મુકાયેલો નસીબજોગે મંજૂરી મળતા કામ આગળ ચાલ્યું. પરંતુ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ એ અણીના મોકે એમ કહીને ફાચર મારી કે વેપન લો કટીંગ વેડા અમે સ્વદેશી ધોરણે ઘર આંગણે બનાવી આપીશું. આ બાહેધરી પછી તો આયાતી રેડાર ની ખરીદી કરવાનો સવાલ ન રહ્યો પરંતુ ખેદ પૂર્વક નોંધવું પડે કે ડી.આર.ડી.ઓ એ પોતાનું વચન પાળ્યું નહીં એટલે વેપન locating રેડાર ના ભાવે યુદ્ધમાં આપણા સૈનિકો પાક તોપોનુ છુપુ ઠેકાણું પામી ન શક્યા.
   હવે એમાં મારકણી બોફર્સ હોવટઝરની , જે ૧૯૮૬મા ખરીદ કર્યા બાદ રણ ભૂમિમાં વરસી એ કરતા કટકી કૌભાંડના મુદ્દે સંસદમાં ક્યાંય વધારે ગરજી હતી કારગિલમાં ઓપરેશન વિજય હેઠળ માથાભારે બોફર્સ ને પોતાનો ફાયર બતાવવાનો મોકો મળ્યો તો ખરો પરંતુ એક રાજકીય અડચણ આડે આવીને ઉભી. બન્યું એવું કે  ૧૯૮૬માં ભારતીય લશ્કર માટે સ્વીડીશ બનાવટની કુલ ૪૧૦ બોફર્સ હોવટઝરની ખરીદવામાં આવી ત્યારે 64 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું બોફર્સ તોપ ત્યાર પછી વર્ષો સુધી લશ્કરીને બદલે રાજકીય રણભૂમિ ના કેન્દ્ર માં રહી. તોપની ઉત્પાદક કંપની બોફર્સ ને ગેરરીતિ થી આચરણના અનુસાર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી તથા તેની સાથે તમામ વ્યવહાર બંધ કરાયા.
   આ સ્થિતિ ઓપરેશન વિજય માટે હર્ડલ બનીએ બોફર્સ તોપ માટે આવશ્યક ગોળા તેમજ ખોટકાયેલી બોફર્સ ના સમારકામ માટે જરૂરી સ્પેરપાર્ટ શી રીતે મેળવવા તે જટિલ પ્રશ્ન બન્યો. આ જરૂરિયાત સ્વીડનની બોફર્સ કંપની સિવાય કોઈ અન્ય શસ્ત્ર ઉત્પાદન પૂરું ન કરી શકે. જે માટે તે પેઢી ને બ્લેક લિસ્ટ માંથી તત્પૂરતા થી બાકાત કરી દેવી રહી. આ પ્રસ્તાવ સાથે જનરલ વેદ પ્રકાશ મલિક ccs ને મળ્યા. બોફર્સ બ્રાન્ડના 155 મિલિમીટર વ્યાસ ના ગોળા ખરીદવા માટે લીલી ઝંડી મળી, પણ ખુદ બોફર્સ કંપનીને બ્લેકલિસ્ટ રાખવામાં આવીત્યારે ખુશ્કી દળે સીધે રસ્તે કી ટેઢી ચાલ જેવો ઉપાય અજમાવ્યો.દક્ષિણ આફ્રિકાની કંપની પાસે બોફર્સ ના ગોળા લીધા નંગ દીઠ રૃપિયા ૪૨ હજારની આકરી કિંમતે !
      આ બધા અને આવા તો બીજા ઘણા અનાવશ્યક પડકારો તેમ જેમ પાર કરતાં ઓપરેશન વિજય આગળ વધ્યું પરંતુ ભૂસપાટીથી ૧૫થી ૧૮ હજાર ફીટની ઊંચાઈએ ભારેખમ તોપો પહોંચતી કરવી પણ શું ઓછું કષ્ટદાયક કાર્ય હતું ? જવાનું માટે શારીરિક- માનસિક ટોર્ચર સમા એ  મિશન ઈમ્પોસિબલ ના અનેક પૈકી અમુક દાખલા---+++
    તોલોલિગના પહાડી મોરચે ૧૦૫ મિલીમીટર ની ફીલ્ડ ગન પહોચતી કરવાનું કામ આપણી એક સૈનિક ટુકડી ને સોંપવામાં આવેલુ. લગભગ ૩૦૦૦ કિલોગ્રામ ની આખે આખી તોપ તો મેનપાવર વડે એકાદ ઇંચ પણ ન કશી શકે. આથી તોપના પૂજા છુટા પાડી તેમને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં આવતા હતા.
   તોલોલિંગના મોરચે થયું એવું કે તોપ નો છેલ્લો અને મુખ્ય પૂરજો (નાળચું) તેના નિર્ધારિત મુકામ થી ફક્ત 400 મીટર છેટે રહ્યો  ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો .જોશીલો અને ઠંડોગાર પવન ફૂંકાવા માંડ્યો. વરસાદ તૂટી પડતાં તાપમાન શૂન્ય નીચે સરી ગયું સાંગોપાંગ પલળી ચૂકેલા જવાનોનું શરીર અસહ્ય ઠંડીમાં થીજવા જવા લાગ્યું. છતાં તેઓ પોતાના કર્તવ્ય માંથી ચલિત ના થયા. ઘૂંટણ ખૂંપી જાય એટલા બરફમાં વધુ આગળ વધવું આમેય ત્રાસદાયક હોય. જ્યારે અહીં તો એવા રસ્તે તોપ નું 400 કિલોગ્રામ વજનનું નાળચું તીવ્ર ખૂણો રચીને ઊભેલા પર્વતીય ઢોળવા પર ખેંચીને લઈ જવાનું હતું બધું મળીને 120 શેરદિલ ઓએ આ ભગીરથ કાર્યમાં સતત બે દિવસ રાત પરોવાયેલા રહ્યા, જે દરમિયાન અન્નનો દાણો તો ઠીક પીવાનું પાણી સુદ્ધા તેઓ પામી ન શક્યા. ગળા ની પ્યાસ તેમણે સફેદ હીમના મુઠ્ઠા આરોગીને  બુઝાવી.
   બીજા એક પહાડી મોરચે ૭૫/૨૪ pack howitzer પ્રકારની પહાડી તોપને ઉત્તુંગ ઊંચાઈએ પહોંચતી કરવામાં આપણા સો કર્મનિષ્ઠ જવાનોએ કડકડતી ઠંડીમાં બે દિવસ પસીનો રેડયો. હનીફ નામના યુદ્ધમોરચે લડી રહેલી ભારતીય ફૌજી ટુકડીને જ્યારે 120મિલિ મીટર વ્યાસ ની મોર્ટાર તોપોની તાકીદ જરૂરિયાત ઊભી થઈ ત્યારે પહાડી કીડી પર તેના વહન માટે જવાનોએ માનવ સાંકળ રચી. એક જવાન પોતાના ખભે 68 કિલો ગ્રામ ભજન નહીં મોર્ટાર ઊંચકીને છ કિલોમીટરનું અંતર કાપે ત્યાં ઊભેલા બીજા જવાનને ભારેખમ સંપેતરુ આપે એ જવાન વળી છ કિલોમીટર ચાલીને ત્રીજાને  ખો આપે. ઈદ ની તસ્વીર યુદ્ધની તવારીખમાં અગાઉ ક્યારેય કોઈ ભારે શસ્ત્રનો relay race પેઠે વહન થયું નહોતું.
 આ પ્રકારના માનો યા ન માનો જેવા બીજા તો ઘણા દાખલા આપણા સપૂતોએ હિમાલયની ઉત્તુંગ ઊંચાઈએ પ્રસ્થાપિત કર્યા કર્મ હી ધર્મ નું સૂત્ર તેમણે સાચા અર્થમાં સાર્થક કર્યું. જવાનો ના અથાગ પરિશ્રમ, અડગ મનોબળ અને અસીમ દેશ પ્રેમ નું પરિણામ કે ખુશ્કીદળના તોપખાનાએ કારગીલ , દ્રાસ,બટાલિક, તોલોલિગ , કાકસર વગેરે પહાડી કુલ ૩૦૦ જેટલી તોપો તથા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચસૅ તૈનાત કરી દીધા. ઓપરેશન વિજયના 74 દિવસીય આ સમયગાળામાં એ શાસ્ત્રોએ કુલ મળી 2,50000 ગોળા -રોકેટ શત્રુ તરફ દાગ્યા. આ તબક્કે તોલોલિગ, પોઇન્ટ 4875 અને ટાઈગર હીલના મોરચે એટલો ભીષણ સંગ્રામ ફિલ્મ ખેલાયો કે શત્રુ લક્ષ્યાંકોનો   વેધ કરવા માટે આપણી તોપો દર પાંચ મિનિટે 1200 કર્ણભેદી ,"ખોખારા" ખાવા લાગી.ક્ષમતા હદપાર નું કામ તોપો પાસે લેવામાં આવ્યું.એના પરિણામ રૂપે બેસુમાર ગરમી તથા ઘસારાને કારણે અમુકને તો ના જ ફાટી પડ્યા. ભારતીય શસ્ત્રાગાર માં હેવી મશીનગનની કારતૂસો નો જે વિપુલ ભંડાર હતો તેમાં નો 30 ટકા પુરવઠો કારગિલ યુદ્ધ દરમિયાન શત્રુની ખાતિરદારીમા વપરાઈ ગયો.
   આખરે july 26 1999ના રોજ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હાર મળી અરે ભારતને હારતોરા થયા.  વિજય નો જશ હિમપહાડો ઉપર પોતાનું લોહી રેડી દેનાર વીરો, મહાવીરો, પરમવીરો તથા વીરગતિ પામેલા શરફરોસોને જાય કે જેમણે જુનવાણી તેમ જ મર્યાદિત શસ્ત્રો વડે પણ યુદ્ધ ની બાજી ભારતની તરફેણમાં ફેરવી આપી. વિશ્વ યુદ્ધમાં અમેરિકી સેનાનું નેતૃત્વ કરનાર આખાબોલા સ્વભાવના જનરલ જ્યોર્જે પેટનનુ "યુદ્ધ શસ્ત્રો વડે ભલે ખેલાતું હોય પણ આખરે જીતાય છે તો શૂરવીરો વડે !'વિક્ય તેમણે સાચું ઠરાવ્યું.
   અલબત્ત, ઓપરેશન વિજયના બાવીસમાં સીમાચિન્હે એ ગુમનામ  પરાક્રમીઓને પણ યાદ રાખવા રહ્યા જેમણે રણભૂમિના બેકગ્રાઉન્ડમાં દિવસો સુધી પરિશ્રમ કરીને, અસહ્ય ટાઢ વેઠી ને ભૂખ-તરસ ભૂલીને તથા પસીનો પાડીને શસ્ત્ર-સરંજામ નો ફોટો ૧૫થી ૧૮ હજાર ફૂટ ઊંચે પહોંચતો કર્યો. ભારતની વિજય નિશ્ચિત કરવામાં તેમની ભૂમિકા બદલ દેશ તેમનો ઋણી રહેશે.છે છે અને રહેશે.
 જય હિન્દ ! જય હિન્દી કી સેના !
સાભાર----ગુજરાત સમાચાર રવિપૂર્તિ તારીખ 25-7- 2021 માંથી-આ આર્ટીકલ લેવામાં આવેલ છે. જેનું એક નજર આ તરફ હર્ષલ પુષ્કર્ણા લિખિત આર્ટિકલ છે.
ભારતની સેના ને મારા લાખ લાખ વંદન ,નમન
જય ભારત, જય હિન્દ🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳


 

Saturday 24 July 2021

વંદન ગુરુજી ! 🙏એડ્યુટર એપ દ્રઢપણે માને છે કે વિશ્વ અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં તમારું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે એડ્યુટર એપ સમગ્ર વિશ્વ તરફથી આપનો ખુબ ખુબ આભાર માને છે. *એડ્યુટર એપ આપના માર્ગદર્શન અને સહયોગ માટે હંમેશા ઋણી રહેશે.* 🙏🙏🙏

વંદન ગુરુજી ! 🙏

એડ્યુટર એપ દ્રઢપણે માને છે કે વિશ્વ અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં તમારું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે એડ્યુટર એપ સમગ્ર વિશ્વ તરફથી આપનો ખુબ ખુબ આભાર માને છે. 

*એડ્યુટર એપ આપના માર્ગદર્શન અને સહયોગ માટે હંમેશા ઋણી રહેશે.* 🙏🙏🙏

Friday 23 July 2021

ગુરુ પૂર્ણિમા આષાઢ પૂર્ણિમા મહત્વ

અષાઢી પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા ગુરુ મહિમા
આજે આષાઢ  પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનુ પર્વ છે. ભારતમાં જેટલું જ્ઞાનનું મહત્વ છે તેટલું જ જ્ઞાન ના દાતા ગુરુનું પણ મહત્વ છે. આથી ગુરુભક્તિ અને ગુરુ મહિમાનું ગૌરવ કરવા આજનું‌ 'ગુરુ પૂર્ણિમાનું' પર્વ યોજાયું છે.
  આજના પર્વે પોતાના ધર્મ ગુરુ- વિદ્યા ગુરૂનું પૂજન કરી ,તેમને પ્રેમપૂર્વક ભોજન- ગુરુદક્ષિણા આપી ગુરુનો મહિમા કરવાનો દિવસ છે. જૈન ભાઈ-બહેનો ગુરુપૂર્ણિમાના એક દિવસ પહેલા એટલે કે 14થી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરે છે. અઠ્ઠાઈ વ્રત કરે છે .સંયમ પાળે છે. લીલોતરી ત્યાગે  છે. આજથી ચાર માસ સુધી યાત્રા કરતા નથી .ગુજરાતમાં આષાઢી પૂનમે કેટલી સ્ત્રીઓ શાસ્ત્રોક્ત વિધિથી વ્રત કરે છે. ગુજરાત- મહારાષ્ટ્રમાં આ વ્રત ઉજવાય છે. ગામડાઓમાંથી  આજથી ગામને ચોરે પૂજન કરી તેમની પાસે કથા પારાયણ કરાવે છે જે ત્યાર માસ ચાલે છે.
   ભારતીય પરંપરામાં આધ્યાત્મની સાધના માટે, સત્ય જ્ઞાન મેળવવા માટે તથા પરમાત્માનો સાક્ષાત્કાર મેળવવા માટે બ્રહ્મનિષ્ઠ -સત્યનિષઠ ગુરુ ની પ્રાપ્તિ માટે ખૂબ આગ્રહ કર્યો છે, વૈદિક સમયમાં આજથી સપ્તર્ષિ ગુરુઓને અધ્યૅ આપી યજ્ઞનું અનુષ્ઠાન થતું પુરાણ સમયમાં ચોમાસામાં ચાર માસ વેદ શાસ્ત્રોનું અધ્યયન કરતા પહેલા ગુરુનું પૂજન થતું આજે સૌ આદિ ગુરુ શંકરાચાર્ય નું પૂજન કરે છે.
    ભારતીય જનજીવનના આદિ ગુરુ શંકરાચાર્યે ચીલાચાલુ કર્મકાંડ સામે બળવો જગાવી ઉપનિષદના જ્ઞાનમાર્ગને ચેતનવંતો બનાવ્યો. ખરા હૃદયથી સમાજની સેવા કરે, પ્રાણીમાત્રના કલ્યાણમાં લાગે, એવા સેવાભાવી સંન્યાસીઓ તૈયાર કર્યા ઘણા વધી પડેલા દેવ -દેવીઓની સંખ્યા ઘટાડી પાંચ દેવો શિવ- વિષ્ણુ- સૂર્ય-અંબા- ગણેશ -પંચાયતન દેશની  સ્થાપના કરી . ભારતની ચારે દિશા ઉત્તરમાં બદ્રિકાશ્રમ, દક્ષિણ શૃંગેરી, પૂર્વમાં જગન્નાથપુરી , પશ્ચિમ માં દ્રારિકામા   શાંકરપીઠ- મઠની સ્થાપના કરી.હિન્દુ ધર્મનુ મજબૂત સંગઠન તૈયાર કર્યું. તેમનું પૂજન કરે છે. આજે સૌ તેમનું પૂજન કરે છે.
   
  ગુરુ મહિમા
અજ્ઞાન  તીમીરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા
 અક્ષુ રુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરૂવે પણ:||
    અજ્ઞાન રૂપીઅંધકારમાં જ્ઞાનસળીથી જેમણે અમારા ચક્ષુ ઉઘાડ્યાં તેવા ગુરૂને વંદન કરીએ.
(બૃહત સ્રોત રત્નાકર)
પ્રેમલ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન પંથ ઉજાળ.
(આશ્રમ ભજનાવલી)
આભાર ગુજરાત સમાચાર તારીખ 23 જુલાઈ 2021

આપણા વિજ્ઞાનીઓ જયકૃષ્ણ ઇન્દ્રજી

બાલ ગંગાધર તિલક

લોકમાન્ય તિલક વિશે જાણવા જેવું

આજે ૨૩ મી જુલાઇ લોકમાન્ય બાલ ગંગાધર તિલક જયંતિ
ભારતના સ્વાતંત્ર સંગ્રામના  ધુરંધર રાજપુરુષ લોકમાન્ય બાલ ગંગાધર તિલક
રાષ્ટ્રીય -ધાર્મિક આ તહેવારો ,સામાજિક  ઉત્સવો, તેણે સૌને ભેગા મળીને જીવતા -ઉજવતા કર્યા.એ લોકોને ખૂબ ચાહતા.એમની લોકચાહના થી ગાંધીજી પ્રભાવિત થયા, એ જમાનામાં રાનડે ,ગોખલે , તિલક બોલતા અને આખો દેશ સાંભળતો.
    23-7-1856 માં મહારાષ્ટ્રના ચીખલી ગામમાં તેમનો જન્મ થયો તેમના માતા પિતા અત્યંત ધાર્મિક વૃતિના અને નીતિપરાયણ  હતા. નાનપણથી જ તેઓ સ્વભાવે નિડર અને મક્કમ મન વાળા હતા. ભણવામાં અભ્યાસી તેજસ્વી હતા. બાળપણમાં વ્યાયામ કરી શરીરને મજબૂત બનાવેલું. તેઓ ગણિતના વિષય સાથે બી.એ એલએલ.બી થયા.
  "  સ્વરાજ્ય''ના વિષયને તેમણે પ્રજાના જન્મસિદ્ધ હક્ક તરીકે સ્થાપ્યો. જેને ગાંધીજીએ આંધીની જેમ દેશભરમાં ફેલાવ્યો. તેમના' કેસરી' અને 'મરાઠા 'અખબારોએ ક્રાંતિ કરી .
  દેશદાઝ ,સેવાવૃતિ, એકનિષ્ઠ આચરણ તેમના ગુણ વિચાર હતા. તેમની લોકપ્રિયતા થી ગાંધીજી અંજાયેલા.
  તારીખ. 1-8- 1920માં તેમનું અવસાન થયું.
  તિલક વાણી
(૧)   એકબીજાથી વહેમાઈ ને અલગ રહેવાનું છોડી દઈને, ઓછામાં ઓછું જે બાબતમાં એક દિશા નક્કી કરી તે તરફ પ્રયાણ કરવું કે આજની પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય છે.(મરાઠા કેસરી)
(૨) વિનય ની કિંમત શૂન્ય છે. પણ એ બીજા આંકડા ની કિંમત વધારી દે છે. નમે તે સૌને ગમે. (એડમન્ડ બર્ક)
    ગુજરાત સમાચાર માંથી સાભાર

Thursday 22 July 2021

આપણા દેશના વિજ્ઞાનીઓ --જય કૃષ્ણ ઇન્દ્રજી

આપણા દેશના વિજ્ઞાનીઓ--જયકૃષ્ણ ઇન્દ્રજી
આપણો ભારત દેશ મહાન છેે. તે શક્તિ અને સિદ્ધિઓથી ઉભરાતો છે .એ ગુણીયલ છે. સત્ય અને અહિંસા એના પાયાના ગુણો છે .આ દેશે કદી બીજા દેશ પર આક્રમણ કર્યું નથી .કદી ધર્મઝનૂન દાખવ્યુ નથી.જે આવ્યા તેને સમાવ્યા છે. સંતો ,મહાત્માઓ ,સિદ્ધો, વીરો ,વીરાંગનાઓ દેશ સેવકો અને વિજ્ઞાનીઓએ આ દેશને મહાન બનાવ્યો છે .આવો આવા એક વનસ્પતિ શાસ્ત્રી આપણા દેશમાં ને વળી ગુજરાતમાં થઈ ગયા .તેમણે વનસ્પતિઓનો ઊંડાણથી અભ્યાસ કરી ગુણદોષો બતાવ્યા છે એમનું નામ છે જયકૃષ્ણ ઇન્દ્રજી.
   એમનો જન્મ કચ્છમાં આવેલા લખપત ગામ માં ૧૮૪૯માં થયો હતો .એમના પિતાનું નામ ઇન્દ્રજી હતું તેઓ જાતે બ્રાહ્મણ હતા પિતા વૈષ્ણવ ધર્મ પાળતા હતા તેઓ મુખી હતા આથી આ બહુ ઓછી હતી.
   જય કૃષ્ણ અને ચાર ભાઈ હતા. મોટાનું નામ રામકૃષ્ણ હતું તેઓ સારા પુરાણી હતા .એમને આખું ભાગવત મોઢે હતું.
   બીજા નંબરના ભાઈનું નામ પરમાનંદ હતું તેઓ એક સારા જ્યોતિષ હતા તેમને વ્યાકરણનું જ્ઞાન સારું હતું.
   ત્રીજા નંબરના ભાઈનું નામ ભાણજીભાઈ હતું તેઓ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સારું જાણતા હતા.
  ચોથા નંબરના ભાઈ તે આપણા વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી.
   પાંચમા નંબરના ભાઈ નું નામ વાલજીભાઈ હતું તેઓ સારા ભજનિક હતા.
આમ પાંચે ભાઈઓ જુદી જુદી શાખાઓ નું જ્ઞાન ધરાવતા હતા.
   જયકૃષ્ણે પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધું. એ જમાનામાં ગામડા ગામમાં ગામઠી શાળાઓ ચાલતી. માવજીભાઈ પંડ્યા એ શાળાના શિક્ષક હતા . વિધાર્થી દીઠ વાડકો દાણા લઈ શાળા ચલાવતા હતા.
  નાનપણમાં જયકૃષ્ણની જીભ થોથરાતી હતી. આમ છતાં તેઓ ભાષા અને ગણિત માં પહેલો નંબર લાવતા હતા. તેમના બંને મોટા ભાઇ બહારગામ રહેતા હતા. આથી ઘરના કામકાજમાં તેઓ પિતાને મદદ કરતા હતા પિતા વટલોઈ ફેરવતા હતા.
  જય કૃષ્ણને નાનપણથી જ કસરતનો ભારે શોખ હતો.આથી એમનું શરીર કસાયેલું હતું.
   આ વખતે કચ્છમા નાથા સીદી કસરત બાજ હતા. જય કૃષ્ણએ એમની પાસેથી કસરત ની તાલીમ લીધી એમના હાથ ના સ્નાયુ ફૂલે ત્યારે પથ્થર જેવા બની જતા. તરણ વિદ્યામાં તેઓ પરત પારંગત હતા. ૨૫ -૩૦ માઈલ  ચાલવુ એમને મન રમત વાત હતી. તેઓ ચા કે  કોફી પીતા ન હતા. 
તેઓ  દસ વરસના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. આથી એમના મોટાભાઈ માંડવી ગામમાં આવીને વસ્યા.
  માંડવી ગામમાં તેઓ ભિક્ષા માગવા જતા નવરાશની પળોમાં અંગ્રેજી શીખતા આ ઉપરાંત એમણે રસોઈનું સારું જ્ઞાન હતું.
  એક વખત જય કૃષ્ણ રસોઈયા તરીકે સિંધમાં ગયા. ત્યાં થોડા વર્ષ રહી પાછા કચ્છમાં આવી ગયા.

   આ વખતે પરમાનંદ ભાઈ મુંબઈ રહેતા હતા તેમણે જય કૃષ્ણ ભાઈ ને મુંબઈ તેડાવી લીધા. તેઓ મુંબઈની બહેરામજી પારસીની અંગ્રેજી શાળામાં ભણવા માટે દાખલ થયા આ પછી વધારે અભ્યાસ કરવા જી. ટી .હાઇસ્કુલ માં દાખલ થયા. તેઓને મુંબઈમાં સંગીત શીખવાની તક પણ મળી ગઈ.
   ઉત્સાહી અને ઉમંગી ને કશું અઘરું નથી. જે મહેનત કરે છે તે પામે છે .ચાલનારને મુકામ મળી જાય છે. આ જ રીતે જયકૃષ્ણ મુંબઈમાં વ્રજ ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને ફારસી ભાષા શીખ્યા.
  નવરા બેસી રહેવાનું એમના સ્વભાવમાં નહોતું આથી તેમણે એક બેંકમાં હૂંડી ની દલાલીનો ધંધો કર્યો.
  પાછળથી આ કામ છોડી દીધું .મોટાભાઈ સાથે તેઓ મથુરા ગયા. ત્યાં પુસ્તકોની દુકાન ખોલી મોટાભાઈએ જય કૃષ્ણને દુકાન પર બેસાડ્યા. આથી એમને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી સાથે ઓળખાણ થઇ. આથી કુદરતી રીતે જયકૃષ્ણ ભાઈ ને વનસ્પતિશાસ્ત્રનો શોખ જાગ્યો.
  પોતાના શોખને પુરો કરવા તેઓ ભગવાનલાલ સાથે પ્રવાસ  કરવા લાગ્યા.
  ‌ તેમણે અનેક વનસ્પતિ ના નામ જુદી ભાષામાં ભણી લીધા. અમે તેમને ઓળખવા પણ લાગ્યા ્્
કચ્છ ઉપરાંત તેઓ બરડાનાં ડુંગરમાં રખડ્યા અહી તેમણે ઢગલાબંધ લઈ વનસ્પતિ જોવા મળી. તેમના ગુણદોષ જોયા. ઉપયોગ જાણી લીધો.
  આ પછી જય કૃષ્ણ ભાઇએ વનસ્પતિશાસ્ત્રના પારંગત ડોક્ટર સખારામ અર્જુન પાસેથી વધુ જ્ઞાન મેળવ્યું.
એવામાં  ડોક્ટર સખારામ ગુજરી ગયા. જયકૃષ્ણ નિરાશ ના થયા. એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. જ્યાં લગની છે, ધીરજ છે અને શ્રદ્ધા છે ત્યાં વિજય છે. સફળતા છે અને સિદ્ધિ છે.
   ગામ ધગસ જોઈને વનસ્પતિશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડોક્ટર મેકડોનાલ્ડ તેમની મદદથી આવ્યા એમણે જ કૃષ્ણને  વર્ષો સુધી માર્ગદર્શન અને સહકાર આપ્યા.
  આ અરસામાં કચ્છના રાજકુમાર માધુભાએ એક સુંદર રાજમહેલ બનાવ્યો. પરંતુ દુઃખની વાત એ હતી કે ઉનાળાના દિવસોમાં ત્યાં કચ્છ ની રેતી વંટોળિયો બની ઉડી આવતી હતી. થોડીવાર જો મહેલ ની બારી ઉઘાડી રાખવામાં આવે તો મહેલમાં રેતીનો ના નો ઢગ થઇ જાય. વળી આ રેતી એવી નકામી જમીન હતી કે તેમાં કોઇ પ્રકારની વનસ્પતિ ઊગી ન શકે.
 રેતી ને રોકવા માટે રાજકુમારે મોટા મોટા ઇજનેરોને બોલાવ્યા. અંગ્રેજ  ઈજનેરોને પણ બોલાવ્યા.
    રેતી ઊડતી બંધ થાય એ અંગે એમની પાસે યોજનાઓ માંગી તેઓએ લાખો રૂપિયાની યોજનાઓ આપી એ સઘળી યોજના ઓ નાકામયાબ થઈ.
   આ અરસામાં જય કૃષ્ણ ભાઈ રાજકુમારને મળ્યા. પોતાની સાદામાં સાદી યોજના એમણે મહારાજ ને બતાવી.
 આ યોજનામાં કોઈ ખર્ચ થવાનું નહોતું આથી મહારાજ ખુશ થયા એમની યોજના વિના વિલંબે અમલમાં મૂકી.
      જે દિશામાંથી વાવંટોળ આવતા હતા તે દિશામાં ખરસાડી થોરની મોટી મોટી વાડો ઉભી કરી દીધી. અમૂક જગ્યાએ રણની વનસ્પતિ વાવી. આથી પવન સાથે ઘસડાઇને આવતી રેતી થોરમા ગળાની જતી. હેરાન કરતી રેતી બંધ થઇ ગઇ. મહારાજા ખૂશ થયા.
   આ પછી જયકૃષ્ણ ઇન્દ્રજી એ પોરબંદર રાજ્ય ની નોકરી સ્વીકારી તેઓ જંગલ ખાતાના ઉપરી અધિકારી તરીકે નિમાયા હવે તેમણે પુનઃ બરડા ના ડુંગર ઉપર ઉગતી વનસ્પતિ નું વિધિવત સંશોધન કરવા માંડ્યું. આ નોકરી દરમિયાન તેઓ જંગલમાં અને વગડા માં ખૂબ ફર્યા જુદી જુદી જાતની વનસ્પતિ એમણે જોઈ ત્યાં વસતા લોકોનો પરિચય થયો. જંગલમાંથી આવતી વનસ્પતિ ના નમુના એમણે તારવ્યા તેના ગુણદોષ તપાસ્યા એ વખતે રાષ્ટ્રીય મહાસભાના આશ્રયે બરડાના ડુંગર ની વનસ્પતિ નું એક પ્રદર્શન ભરાયું. પ્રદર્શનમાં તેમણે વનસ્પતિના અનેક નમૂનાઓ મોકલ્યા આથી એમને ઈનામમાં 9 ચાંદ મળ્યા.
   તેમણે ઘોડા કુનના મુળિયાની શોધ કરી. જે અનેક રોગો માટે ખાસ ઉપયોગી હતી.

   જય કૃષ્ણ ભાઇએ પોરબંદર રાજ્યની 15 વર્ષ નોકરી કરી.ઈ... 1904 ની ડિસેમ્બરની પહેલી તારીખે નોકરી છોડી નિવૃત્ત થયા.
   હવે એમને વનસ્પતિશાસ્ત્રનુ ખૂબ જ્ઞાન થયું હતું. તેમની પાસે અનુભવ હતા આથી તેમણે "વનસ્પતિશાસ્ત્ર" નામનું પુસ્તક લખવા માંડ્યું. ત્રણ વર્ષ સુધી તેમણે આ પુસ્તક લખ્યું અને પૂરું કર્યું ઈ.સ.૧૯૧૦ માને પુસ્તક છપાવી ને બહાર પડ્યું.
   વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત એમણે "વનવિદ્યા" "બજારના ઓસડીયા ''કચ્છ ની જડીબુટ્ટી' વગેરે પુસ્તકો લખ્યા.
 ૭૬ વર્ષની ઉંમરે તેઓ માંદા પડ્યા એવામાં તેમની પુત્રી સુંદરબેન સુવાવડમાં ગુજરી ગયા. આથી તેમને આઘાત લાગ્યો અને 83 વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ ઈ.સ.૧૯૩૨ માં મરણ પામ્યા
     ધન્ય છે આવા વીર વનસ્પતિશાસ્ત્રી ને!


સાભાર---સબળા શિક્ષણ પુસ્તક માં થી
૨૦૨૧__જૂન

   
  

Wednesday 21 July 2021

સંત એકનાથ વિશે જાણવા જેવું ભાગ --૨


 સંત એકનાથ
(ગતાંક નું ચાલુ)
ગુરુ પ્રસન્ન થયા
જનાર્દન સ્વામીએ એકનાથ ને હિસાબ રાખવાનું કામ સોંપ્યું હતું. એકનાથ અર્જુનની જેમ એક લક્ષ્ય રાખી હિસાબ નું કામ કરતા હતા.
   એક દિવસ હિસાબમાં એક પાઈની  ભૂલ આવી. તેમણે ભૂલ પકડવા અથાક પ્રયત્નો કર્યા પરંતુ ભૂલ પકડાઈ નહીં. એમ કરતાં અડધી રાત થઈ. પણ એકનાથ એ ભૂલ પકડ્યા વગર નહીં ઊઠવાનો મન સાથે ઠરાવ કર્યો હતો. મહાપ્રયત્ને ભૂલ પકડાઈ .એકનાથને એટલો બધો હર્ષ થયો કે એમણે હર્ષનાં ને હર્ષમા હવામાં તાળી પાડી દીધી.
   આ વખતે જનાર્દન સ્વામી જાગી ગયા. એકનાથને નિત્ય ની જગ્યાએ ન જોતાં તેઓ ખોળતા ખોળતા અહીં આવી પહોંચ્યા. એમણે જોયું તો એકનાથ અતિપ્રસન્ન છે. પાસે હિસાબ નો ચોપડો પડ્યો છે. જનાર્દન સ્વામી વાતને એ પામી ગયા. છતાં એમણે પૂછ્યું ::'એકનાથ તું આટલો બધો પ્રસન્ન કેમ છે ? એવી કઈ વસ્તુ તને હાથ લાગી ગઈ છે કે તારું રોમેરોમ પ્રસન્નતાથી નાચી રહ્યું છે?
   એકનાથે જવાબ આપ્યો :"ગુરુદેવ, હિસાબમાં પાણીની ભૂલ આવતી હતી. કલાકોના કલાકો મથ્યો ત્યારે તે મને છેક અડધી રાત્રે હાથ આવી ગુરુદેવ એનો મને આનંદ છે. !
   લોઢું બરાબરનું લાલચોળ થયું હતું . જનાર્દન સ્વામીએ બરાબર નો લાગ બરાબરનો  જોઈ એકનાથના જીવનમાં ઘા માર્યો. કહ્યું; ઓ હો એક પાઈ ની ભૂલ પકડતાં તને આટલો આનંદ થાય છે તો હે એકનાથ, આ સંસારની ભૂલ પકડાશે ત્યારે તને કેવો આનંદ થશે? તું જો આટલી જ  ચીવટથી ભગવાનના ચિંતનમાં લાગી જાય તો એના દર્શન કેમ ન થાય?
    આ સાંભળી એકનાથ ગુરુના ચરણમાં ઢળી પડ્યા. ગુરુએ એમને પ્રભુને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવી દીધો હતો.

ભાગવત લખ્યું
 
જ્યાં તપ છે, જ્ઞાન છે, ભક્તિ છે ,સાધના છે ત્યાં વિજય છે, સિદ્ધિ છે ,નામના છે ,આનંદ છે.
   જનાર્દન સ્વામી એક સરોવરની નજીક આવેલા એક રમણીય સ્થળ એકાંતમાં દર ગુરૂવારે શ્રી દત્તનું  ધ્યાન ધરવા બેસતા. આંખો દિવસ એમનો ત્યાં પસાર થતો. કોઈ કોઈ વાર એકનાથને પણ શ્રી દત્ત ના સાક્ષાત દર્શન કરાવેલાં.
  એક જગ્યાએ એકનાથ કહે છે કે, મેં જનાર્દનનું શરણ લીધું .એમણે મારા પર પ્રેમ  આણ્યો. મેં બ્રહ્મસ્વરૂપ શ્રી દત્ત ભગવાને નજરોનજર જોયા.'
   નિર્મળ ચિત્ત હોય ,અંતરાત્મામાં કોઇપણ જાતનો વિકાર ન હોય. એને ભગવાનના દર્શન કેમ ન થાય?
  આ પછી પણ એકનાથને શ્રી દત્તના દર્શન થતાં.
   એકનાથના હૃદયમાં પ્રભુ પ્રિત્યર્થ લાગણીઓ ઉભરાવા લાગી હતી. સત્ય ,દયા , તપ,પવિત્રતા જેવા મનનીય ગુણોનો વિકાસ થાય એવા પવિત્ર હેતુને બર લાવવા તેમણે ભાગવતની રચના કરવા માંડી. ભગવાન શ્રી દત્તે તેમને ભરપૂર પ્રેરણા આપી. આ ભાગવત'એકનાથ ભાગવત' તરીકે સારા હિંદમાં જાણીતું થયું.
   દત્ત ના દર્શન પછી એકનાથ લાંબા કાળ લગી એકાંતમાં શ્રી કૃષ્ણની ઉપાસના લાગી રહ્યા. ત્યાં તેમણે શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કર્યા.
  એક દિવસની વાત છે .એકનાથ ધ્યાનમાં બેઠા હતા. એવામાં એક નાગ ફૂંફાડા મારતો બહાર નીકળ્યો. તે તેમની સામે ધસ્યો. પણ એકનાથ નું ધ્યાન છૂટ્યું નહીં. તેમની નજીક આવતા જ નાગ સ્થિર થઈ ગયો. જાણે એને કોઈએ મંત્ર વશ કર્યો હોય તે એકનાથ ના મસ્તક પર ચડી છત્ર ધરી ઊભો.
   એવું કહેવાય છે કે આ સર્પ તે દરરોજ તેમની પાસે આવતો મેં માથા પર છત્ર કરી ડોલવા લાગતો.
  એક દિવસ એક ખેડૂત દૂધનો કટોરો લઈ એકનાથ પાસે આવ્યો. તેણે જોયું તો તેમના માથા પર સાપ છત્ર કરી ડોલતો હતો. આવો દેખાવ જોઈ ખેડૂત ગભરાઈ ગયો. તેણે જોરથી બૂમ પાડી. એકનાથ ની સમાધી તૂટી. સાપ ચાલવા લાગ્યો. એકનાથ દૂધનો કટોરો તેની સામે ધર્યો.
  તીર્થાટને ઊપડ્યા
સાધુ સંતોને તીર્થાટન કરવું ફરજિયાત હોય છે. એ સૌથી મોટું શિક્ષણ છે. પગે ચાલીને સમસ્ત દેશનો પ્રવાસ કરવામાં જે જ્ઞાન, અનુભવ અને તાલીમ મળે છે, એવી તાલીમ બીજી કોઈ રીતે મળતી નથી.
   નાસિક-ત્યંબક સુધી જનાર્દન સ્વામી પોતે એકનાથની  સાથે ગયા. રસ્તામાં એમને એક ભગવદ ભક્ત બ્રાહ્મણ નો પરિચય થયો. બ્રાહ્મણે ચતુ:શ્લોકી ભાગવત નું સુંદર વિવરણ કર્યું. એ સાંભળી જનાર્દન સ્વામીની પ્રેરણાથી એકનાથે કાવ્યમાં ચતુ: શ્લોકી લખી. એક નાથની એ સૌથી પહેલી કાવ્ય રચના છે. આ ચતુઃશ્લોકી ભાગવત મૂળ શ્રી ભાગવત માં છે.તેમાં ભગવાને બ્રહ્મા ને ચાર શ્લોકમાં બધું જ્ઞાન આપી દીધું છે. એકનાથે એ પર ભાષ્ય લખ્યું છે.
   નાસિક થી જનાર્દન સ્વામી પાછા ફર્યા. એકનાથજી આગળ ચાલ્યા. બે અઢી વર્ષ તેમણે યાત્રામાં વિતાવ્યા  બારે જ્યોતિર્લીંગના દર્શન કર્યા.
   ગોકુળ, મથુરા, પ્રયાગ, કાશી, ગયા ,પુરી, હરદ્વાર, બદ્રિકાશ્રમ ,દ્વારિકા ,ગિરનાર ,ડાકોર વગેરે તીર્થ સ્થાનોની યાત્રા કરી તેઓ પાછા પોતાની જન્મભૂમિ પૈઠણ આવ્યા.અહી તેમણે એક મંદિરમાં મુકામ કર્યો.
   હવે એકનાથ 25 વર્ષના થયા હતા .તેઓ ઘરેથી એકાએક ચાલ્યા ગયા તેથી તેમના વૃદ્ધ દાદા અને દાદી ખુબ દુખી થયાં હતાં. તેમણે તેમની ખૂબ જ શોધ કરી હતી, પણ કઈ પત્તો લાગ્યો નહતો .ભાનુ દાસના વંશના એકનાથ ના જવાથી ઘરે કોઈ રહ્યું નહોતું .બંને વૃદ્ધ પૌત્રના વિયોગે મહા દુઃખમાં દિવસો પસાર કરતા હતા.
   એ અરસામાં એકનાથને ભણાવનાર પંડિતજી પણ બહારગામ જતા રહ્યા હતા. આથી કેટલાક ને એવી શંકા થઈ હતી કે એ પંડિત એકનાથને ફોસલાવી ગમે તે બહાને ક્યાં લઈ ગયો છે. દસ અગિયાર વર્ષે પંડિત પાછા ગામમાં આવ્યા .આ વખતે ગામ લોકોએ  એમને પકડ્યા કહ્યું: લાવ, એકનાથને  હાજર  કર . તું જ એમને ફોસલાવી લઈ ગયો છું.'
 પંડિત  વિચારો કશું જાણતો નહોતો. તેણે ઘણો બચાવ કર્યો .પણ તેનું કોઈએ કહ્યું માન્યું નહીં. તેણે એક નાથ ની શોધ કરવાનો નિશ્ચય કર્યો.
  બ્રાહ્મણ ની જાત! અનુભવથી તેની કલ્પના કરી કે એ કોઈ સાધુ પુરુષ ને શરણે ગયો હોવો જોઈએ.
   તે શોધતો શોધતો પંડિત જનાર્દન પંતને ત્યાં પહોંચ્યો. એકનાથ પંડિતજીનો શિષ્ય થયો છે એટલે જાણ્યા પછી એ પણ તને મળ્યો. બધી વાત કરી. દાદા દાદી દુર્દશાનુ વર્ણન કર્યું.
  જવાબમાં જનાર્દને કહ્યું કે, એકનાથ તીર્થયાત્રા કરવા ગયો છે. એટલે હું વિના વિલંબે મોકલીશ.
  પંડિતે જનાર્દને કહ્યું:' એ ભલે, પણ એકનાથ પરણીને સુખી થાય એવી આજ્ઞા આપ મને લખી આપો. મને વિશ્વાસ છે કે ગુરુની આજ્ઞા એ કદી પાછા નહીં ઠેલે.
  જનાર્દન સ્વામીએ એ પ્રમાણે કાગળ લખી આપ્યો .પંડિત લઈને પાછો પૈઠણ આવ્યો.
   એકનાથ તીર્થયાત્રા કરી પૈઠણ પણ પાછા આવ્યા. તે પહેલા એમની કીર્તિ પૈઠણમાં પહોંચી ગઈ હતી. સૌ એ તેજસ્વી ભક્ત ના દર્શન કરવા અધીરા બન્યા.
  એવામાં એકનાથ ત્યાં આવી પહોંચ્યા. એમનામાં ખૂબ ફેરફાર થઈ ગયો હતો કોઈ એમને ઓળખી શક્યા નહીં. પેલા પંડિતજીએ એમને તરત ઓળખી લીધા. એમણે વૃદ્ધ દાદા અને એકનાથ નો સુખદ મેળાપ કરાવી દીધો.
   દાદાએ પોતાના અંતરની એકમાત્ર ઈચ્છા ને લાગણી એકનાથ પાસે રજૂ કરી કહ્યું, બેટા ,તું ઘરબારી થઈ અહીં ગામમાં જ રહે. તું તારી રીતે પ્રભુની ભક્તિ કરજે.'
   આ સાંભળી એકનાથ વિચારમાં પડી ગયા. દાદાજીની બે વાત તેમના ગળે ઊતરી નહીં. તેઓ કરવા તૈયાર ન થયા ત્યારે પેલા પંડિતે ગુરુનો આજ્ઞા પત્ર રજૂ કર્યો. થાકી હારી અને ગુરુની આજ્ઞા શિરે ચડાવી.
  જ્યાં એક નાથની દાદા-દાદી સાથે મુલાકાત થઈ તે જ સ્થળે એકનાથને માટે એક ઝૂંપડી બાંધવામાં આવી પાછળથી ત્યા પાકુ મકાન બનાવ્યું એ આજે એ સ્થળે અને હયાત છે.
  ક્રમશ........


Tuesday 20 July 2021

આપણા દેશની મહાન નારીઓ---સાવિત્રી


આપણા દેશની મહાન નારીઓ---સાવિત્રી
અલ્પ આયુષ્ય હોવા છતાં સત્યવાન ગુણ હોવાને લીધે સાવિત્રી તેને વરી અને પોતાના અથાક તપોબળથી જ જાણે તેણે તેને યમપાશમાથી છોડાવ્યો. ભારત દેશે દુન્યવી સુખો અને ભોગો કરતાં સદગુણોનો અને તેને પ્રગટ કરનારા  તપનો મહિમા ગાયો છે. એવી આત્મશ્રદ્ધા પૂર્વકની તપસ્વીની કથા એટલે સાવિત્રી ની કથા.
     ઘણા પ્રાચીન સમયની વાત છે .એ વખતે દેશમાં અશ્વપતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને પુરુષ સદાચારી હતો. આ રાજા સર્વ રીતે સુખી હતો, પણ એક વાતે દુઃખી હતો.તેને એકે સંતાન નહોતું.આથી તે અંતરથી દુઃખી દુઃખી રહેતો હતો.
     સંતાન મેળવવા માટે તેણે અનેક પ્રકારના વ્રતો કર્યાં. કોઈ  ઋષિ ના કહેવાથી તેણે સાવિત્રીનું વ્રત કર્યું દેવી પ્રસન્ન થયા તેના પ્રસારથી તેને એક પુત્રી થઈ તેથી રાજાએ તેનું નામ સાવિત્રી  પાડ્યું.
   સાવિત્રી નાનપણથી જ ઘણી રૂપવાન અને ચતુર હતી .જેમ જેમ  તે મોટી થતી ગઈ તેમ તેનાં રૂપ ગુણ ખીલવા લાગ્યા. પિતાની માફક એને પણ ઈશ્વર ઘણો ભાવ. તે હંમેશા  ઈશ્વર ભક્તિ અને સત્કાર્યો કરેે આ રીતે તે  યૌવનના ઉમરે આવીને ઊભી રહી. રાજા એ તેનું લગ્ન કરવાનું વિચાર્યું. આ માટે એને પોતાની ઇચ્છા મુજબનો વર ખોળી કાઢવા રાજાએ દેશાટન કરવા મોકલી.
   સાવિત્રીએ તો જાતજાતના શહેરોને ભાતભાતના રાજાઓ જોયા. ફરતા-ફરતા તે એક તપોવનમાં આવી પહોંચી. ત્યાં એક ધુમત્સેન નામે રાજા તપ કરે. તે સાલ્વ દેશનો રાજા હતો.,  પરંતુ ઘડપણ  આવતા તે અંધ થયો હતો. તેથી તેને રાજ્ય ભ્રષ્ટ કરવામાં આવ્યો. આથી જંગલમાં રહી તપ કરતો હતો. તેની  રાણી અને પુત્ર પણ સાથે વનમાં રહેતા હતાં.
  પુત્રનું નામ હતું સત્યવાન. તે ગુણમાં પૂર્ણ હતો. સાવિત્રી એ જ્યારથી તેને જોયો ત્યારથી તે તેને વરી ચૂકી હતી. સત્યવાન નો વૃતાંત નિવેદન કરતી વેળા મુનિ નારદ ત્યાં હાજર હતા. નારદ પ્રસંગે આટલું સાવિત્રી, તે પસંદ કરેલા પતિ સર્વ રીતે યોગ્ય છે, પણ દુર્ભાગ્યે લગ્ન બાદ એક જ વર્ષમાં તેનું મૃત્યુ થશે.'
    નારદના વચન સાંભળી રાજાએ સાવિત્રી ને કોઈ બીજો વર પસંદ કરવા કહ્યું. પણ સામે સાવિત્રીનો તો અડગ નિર્ધાર હતો. તે કેમ ફરે ? હું એકવાર મારા મનથી વરી ચૂકી છું. હવે અન્ય કોઈનો વિચાર કરવો પાપ છે. સત્યવાન જ મારો સ્વામી.'
     સાવિત્રીનો દઢ નિર્ધાર જોઈ રાજા મૌન રહ્યો. તેણે ભાગ્ય પર વિશ્વાસ રાખી પોતાની વહાલી પુત્રી નું લગ્ન સત્યવાન સાથે કર્યું .લગ્ન થયું ને સાવિત્રી સર્વ રાજભોગ છોડી પતિ સાથે વનવાસી બની. તેણે પતિ અને સાસુ સસરા ની સેવા ચાકરી બજાવવા માંડી આથી ત્રણેયના હેત તેણે મેળવ્યા.
    એવામાં એક વર્ષ પૂરું થવા આવ્યું .ઋષિએ આપેલા અવધિ મુજબ હવે સત્યવાનના મૃત્યુના આડે ચાર દિવસ જ બાકી રહ્યા હતા .સાવિત્રી એ વિશે સજાગ જ હતી. પતિને કેમ બચાવવા તે વિશે સંચિત હતી. તેણે કુળદેવીને પ્રસન્ન કરવા વ્રત આરંભ્યું. તેણે પૂરા ત્રણ દિવસ ઉપવાસ કર્યા ને પ્રભુનું અખંડ સ્મરણ કર્યું.
   ચોથા દિવસનું પ્રભાત ખીલ્યું સત્યવાન પોતાના નિયમ મુજબ કુહાડો કાંધે ચડાવી લાકડા કાપવા અને ફળફૂલ વીણી  લાવવા વનમાં જવા નીકળ્યો .સાવિત્રીએ સમયસૂચકતા વાપરી. તે પણ સાસુ-સસરાની આજ્ઞા લઇ વન જોવાને બહાને સત્યવ્રત સાથે નીકળી.
   ફળફૂલ વિણતાં પતિ પત્ની ને બપોર થયા. સત્યવાને લાકડા કાપીને તેનો ભારો બાંધ્યો.ઘર પાછા ફરવાની તૈયારી કરવા માંડી.પણ આજે માથું ફાટી જાય એવો સૂરજનો તાપ હતો. સત્યવાન નું માથું ભમવા માંડ્યું સાવિત્રી સત્યવાન નું માથું ખોળામાં લીધું ને પછી પોતાના તપોબળથી જોયું તો એ દિવ્ય છતાં પુરુષ  દેહ સત્યવાન પાસે ઊભો હતો .એનું કારમુ સ્વરૂપ જોઈને સાવિત્રીને કંપારી છૂટી.
    તેને નારદ મુનિના વચનો યાદ આવ્યાં .
  સાવિત્રીએ એ દેવ પુરુષને નમસ્કાર કર્યા. પૂછ્યું: 'હે મહાપુરુષ આપ કોણ છો ? અહી શા હેતુથી આપ પધાર્યા છો ?'
     'હું યમરાજ છું.'
    'આ તમારા હાથમાં શું છે દેવ ?
    'મારા હાથમાં યમપાશ છે. સત્યવાન નું આયુષ્ય આજે પૂરું થાય છે. તેના પ્રાણ યમલોકમાં લઈ જવા માટે  આવ્યો છું. આમ કહી તેણે સત્યવાનના પ્રાણ બાંધી ચાલવા માંડ્યું.
    અને સાવિત્રીનું વ્રત કસોટીએ ચડ્યું. ભૂખી તરસી શોક  પામતી યમરાજની પાછળ પાછળ ચાલવા માંડી. પોતાના પતિના પ્રાણ યમરાજ સાથે આગળ ને  સાવિત્રી પાછળ. આમને આમ ગાઉનના ગાઉ કાપી નાખ્યા.
   યમદેવ ને પોતાના પગલાંની પાછળ પાછળ સાવિત્રીનાં પગલા સંભળાયાં. યમરાજ પાછા વળી ને બોલ્યા,'અરે તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે. માટે હવે પાછી વળ.'
   સાવિત્રીએ કહ્યું,'જ્યાં પતિ ત્યાં સતી. દેવ ! એ ધર્મ મારાથી કેમ છો ચુકાય ? મનેય સાથે લઈ જાઓ.'
  આ સાંભળી રાજા પ્રસન્ન થયા. તેમણે સત્યવાનના જીવન કે આયુષ્ય સિવાય કશુક માંગી લેવા તેને કહ્યું. પણ સાવિત્રી ને સત્યવાન થી અધિક શું હોય ? તેણે  સત્યવાનને સજીવન કરવા હઠ લીધી. સાવિત્રીની દ્દઢ  નિષ્ઠા જોઇ યમરાજ સત્યવાનનો પ્રાણ પોતાના પાશમાંથી મુક્ત કર્યો ને દીર્ઘાયુષ્ય બક્ષ્યું . એટલું જ નહીં યમરાજે એને વરદાનો પણ બક્ષ્યા. વૃદ્ધ અને અંધ સાસુ-સસરાને બળ અને આંખ બક્ષ્યા. ગયેલું રાજ્ય બક્ષીને યમરાજ અંતર્ધાન થયા.
  અજોડ નારીરત્ન સાવિત્રીના અવિચળ તપની આ ગાથા છે .એટલે જ આપણને આજે પણ ગાવી સાંભળવી ગમે છે.


સાભાર ---નારી શક્તિ અને સમાજ પુસ્તક માં થી.     ------



Sunday 18 July 2021

જુમો ભિસ્તી ગધ બોધકથા ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ,--૮ ધૂમકેતુ




જુમો ભિસ્તી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી "ધૂમકેતુ"
જન્મ ---12-12-1892
મૃત્યુ--- 11 -3-1965
ધૂમકેતુ જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર માં થયો હતો ટૂંકીવાર્તા અને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર 'ધૂમકેતુ'નું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ પ્રદાન છે.
   એ દૃષ્ટિએ તણખા મંડળ માં ની વાર્તાઓ નું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે ટૂંકીવાર્તા ઉપરાંત નવલકથાઓ ,પ્રવાસ વર્ણન, આત્મકથા જેવા સાહિત્યસ્વરૂપો તેમણે ખેડયા છે.
    આ વાર્તા માં માનવી અને પશુ વચ્ચે ના નિસ્વાર્થ પ્રેમ નું, ની ભાવના નું હૃદયં ગમ નિરૂપણ થયેલું છે. જુમો પોતાના પાડા ને સાચવીને રાખે છે તેરે લાડ કરે છે અને બચાવવા વલખા મારે છે અરે એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે. તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે .
   આણંદપુર ના એક ખૂણામાં ઝૂંપડાં જેવો માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાં-જતાં નું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી, ચારેતરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાના ,પાટીયાના, અને ગૂણીયાના એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. ફાટેલી તૂટેલી સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હુકો ગગડાવતો બેઠો હોય. જુમાએસોના રૂપા ના વાસણ થી માંડીને દીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકાછાંયડા જોઈ લીધા હતા. જમ્યો ત્યારે શ્રીમંત મા-બાપને ત્યાં હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો .હજી એની સાંભળ્યું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. તે વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા. વેણૂ નામ વિચિત્ર હતું
પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતાં તેમાંથી કોઇક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે  પાડાને આવું કુમળું-વેણુ જેવું-નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો. ભિખારી બની ગયો. વળી ચડ્યો ,પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂપડામાં એનો બધો સામાન સચવાઈ રહે તો. એક માનવીનો બંધાતો, વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઇ બેસી રહેતા, અને ત્રીજા ઝૂંપડા માં ઘાસ ભરાતું. મિત્રો આવ્યા, ગયા, અને ટળ્યા. માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.
     આજ હવે વેણૂની પીઠ ઉપર મોટીમોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુ ની ઘંટડી ધીમે વાગતી હોય જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ અને નોકર બંને પાછા વળતા. જુમા ને એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ-જેની વેણુ પાછળ દેખાતો આવતો હોય.બસ, આ હંમેશા ની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ગરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો. તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા હતા!
   છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈને પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.
   એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળે જુમા નો વિચાર હતો કે  પાડો થોડું ઘણું ચરે તો સારું.પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના  લક્ષણ નહીં! એટલી જુમો  ખવડાવવાનું કરે તો પણ પાડો રણકી ને સામે ઉભો રહે અન 'ના, નહીં ખાઉ'એમ સ્પષ્ટ સંભળાવી દે.!
   અંતે જુમો થાક્યો:"ચાલ ત્યારે, ઘેર જઈને ખાજે. તને પણ લાડ કરવાની ટેવ પડી છે!"
  વિજય થયો હોય તેમ પાડો આનંદમાં  રણક્યો. પોતાના પૂછડા ને બરડા પર પછાડ્યું ને જુમા ની સામે જોઈ કાન "રણક ' કરતોક તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો.
   "જો! જો! હવે પાછો વાળું કે? દોડવાનું છે?"જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી., પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડી રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતાં ,પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઈને નીચે બેસી ગયો. અને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો‌. તે શ્વાસભેર દોડયો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમતેમ મચડયો, પણ બધું વ્યર્થ!
   આછું અંધારું ને પાછો ઉજાસ હતો. થોડી દુર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો:"ગાડી આવશે તો?'
   તે એકદમ રસ્તા તરફ દોડયો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા.તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અમે ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડા જોડે તેમ જુમો દોડ્યો.
" એભાઈસાબ! મારો  વે... મારો પાડો. અબઘડી કપાઈ જશે.જુઓ,પણે જુઓ--પેલા પાટા માં સપડાયો છે‌.!"
  બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કંઈક કાળું તરફડતું લાગ્યું.
   "શું છે ?
"મારો વેણુ---પાડો!"
"ઓહો!... જા,જા, ફાટકવાળા પાસે  દોડ...."
"તમે માબાપ ,ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે!"
  "અમે? તું દોડ , દોડ, ફાટક વાળા ને કહે !"કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા! જુમો ફાટકવાળા તરફ દોડ્યો, ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતુ લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમા એ ચારે તરફ એક નિરાશ દષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ જ છૈયુ સરખુયે જણાયું નહી ઝપાટાબંધ સિગ્નલ ના થાંભલા તરફ દોડ્યો .સાંકળ ખેંચી .ઘંટી ના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું.
   "એ કોણ?"
"એ ચાલો! ભાઈ બહેન! સિગ્નલ ફેરવો; મારું જનાવર કચરાઇ જશેે"!
 "ઘેર કોઈ ભાઈ માણસ નથી."બસ, આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી.
    " દોડો! દોડો !.... મારું જનાવર કપાય છે.!"
  જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કસ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી! જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.
   "યા પરવરદિગાર!" તેણે મોટે થી બુમ પાડી.
   એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે  ખંજવાળ્યા કર્યું.
  "દોસ્ત! ભાઈ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ હોં !"તેમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડયો.
   દરપળે ટ્રેન ના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડાં સંભળાયાં. જુમો વેણુ ને ભેટી પડ્યો. પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુ એ માથું ઊંચક્યું, અને પોતાના શેઠ ને બચાવવા એક ઝપાટે માથું મારીને એને પાટાથી દૂર ફેંકી દીધો.
  વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનુ કેડિયું ભીંજાઈ ગયું. તેને કળવળી ને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા છૂટાછવાયા ભાગ સિવાય એના પ્યારા મિત્ર વેણુ નું કાંઈ પણ નામ નિશાન  રહ્યું ન હતું!
   હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ થઈને આવતો દેખાય છે, અને એના એક માનીતા પથ્થર પર ફુલ મૂકીને' વેણુ ! વેણુ ! વેણુ...!'એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે.,

ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ---૮
પ્રથમ સત્ર 
માંથી સાભાર---

Friday 16 July 2021

શબ્દ વાવેતર એક પરિવાર

ધૃતિ સોની 
જીવન જ એક અભિનય 
ખુબ સરસ 9.5 

મનોજ પંડ્યા સનમ 
વાહ ! સરસ 
થાય કે જીવું છું.
ખુબ સરસ પણ મનોજભાઈ વિરામચિન્હો ક્યાં? 
9.5 

કેતન કુમાર કાંતિલાલ બગથરિયા 
અભિનય ખુબ સરસ 
જાકમજોત કે ઝાકમ ઝોળ ?
નાટ્યભૂમી કે નાટ્ય ભૂમિ ?
વિરામચિહ્નો ખોવાણા 

નવીન પટેલ 
રંગમંચનો અભિનય 
ખુબ સરસ 
પ્રસ્તાવના ખોવાણી 
પ્રત્યયો છુટા રંગમંચ માં અનુસ્વાર પણ ભૂલાયો. વ્યવહાર ની પ્રત્યય છૂટો જીવન માં, અભિનય ના, જીવન નું આ બધે પ્રત્યય ભેગા આવે. 
તમારી રચના પદ્ય કરતાં ગદ્ય વધુ લાગે છે. 
8.5 

સમીર મોરે
સરસ અભિનય આયુષ્ય નો 
પ્રસ્તાવના ખોવાણી 
પ્રત્યય છૂટો આયુષ્ય નો
8.5

દિનેશભાઈ વી.નાયક 
અભિનય સરસ 
ભજી લે કે ભજવી લે 

જાગૃતિ રાઠોડ 
જિંદગી એક અભિનય 
ખુબ સરસ ભૂલ રહિત રચનાને મળે છે. 
9.5

હરસુખભાઈ સુખાનંદી 
સરસ પિરામિડ 

ક્રિષ્ણા સુતરીયા 
અભિનેત્રી હું સંસારની 
સરસ 9.5 

હેમલતા દિવેચા 
માનવ શ્રેષ્ઠ કલાકાર 
ખુબ સરસ 
પત્રોનું કે પાત્રને ?
9.5

પટેલ પદ્માક્ષી 
સરસ જીવન રંગ 

કિશોરભાઈ ભટ્ટી 
સરસ સાચો અભિનય કર્યો છે. 
ખુબ સરસ 
9.5 

જીતેન્દ્ર પરમાર 
અભિનયમાં જીવ્યો 
સરસ રચના ખુબ સરસ 
10

સતિષ પનારા 
જિંદગીનો અભિનય 
સરસ રચના 
પ્રશ્નાર્થ ચિન્હ ચૂક્યાં 
રંગમંચ નો પ્રત્યય છૂટો 

દિનેશ પઢારીયા 
ચાલોને એક સારો અભિનય ભજવી લઈએ જીવનમાં
સરસ દિકરા દિકરી કે દીકરા દીકરી
9

સોનલ યાત્રી 
જીવનના નવા ખેલ 
સરસ રચના ખુબ સરસ  
9.5

સતિષ સખિયા 
અભિનય 
ખુબ સરસ રચના 
10 

કોકિલા રાજગોર 
સરસ અભિનય કરું 
ખુબ સરસ 9.5 

વિનાયકરાવ મોરે 
જીવન એક અભિનય 
સરસ વાસ્તવિક 
9.5 

મીનાક્ષી ત્રિવેદી 
આજનો માનવ 
સરસ રચના 
પ્રપંચ થી પ્રત્યય છૂટો 

પુનિત ડાભી 
ઈશ્વર હોય 
સરસ રચના 
પ્રસ્તાવના ખોવાણી 

લક્ષ્મણભાઈ તરપદા 
જીવન એક નાટક 
વાહ ખૂબ જ સરસ 
10

પારૂલ નાયક
અભિનય કરવો પડે છે 
સરસ રચના 
પાંપણો ની પ્રત્યય છૂટો 
9.5 

મહેતા કેતના
વાહ સરસ કેતનાબેન 
9.5 

પંકજ પરેરા 
માટીનું રમકડું 
વાહ ખુબ સરસ 
9.5 

અજય પટેલ 
સરસ અભિનય 
9.5 

ભાવના ભટ્ટ 
સરસ રચના 

મનીષા મહેતા ધરા 
ખુબ સરસ પડદો પડે તે પહેલા 
10 

જિજ્ઞાસા જોષી 
સરસ 
જીવન ગયું અભિનયમાં 
9.5

ધરતી શર્મા 
સરસ

રાગીની શુક્લ 
ખુબ સરસ સ્ત્રી કરે અભિનય 
વાહ ખુબ 
સરસ તમને મળે છે 10 

પરથીભાઇ ચૌધરી 
સરસ અભિનય કરવા આવ્યો છું 
દુખીયાનો કે દુખિયાનો 
9.5
 
વર્ષા ઠક્કર 
સરસ અવતાર ફરી નહી મળે
ખુબ સરસ 
9.5

કૌશલ્યા એસ મહિડા 
મુક્તક સરસ 8.5 

વિરેન્દ્ર ડોલાસિયા 
જીવલો ખુબ સરસ વાત 9.5 

પટેલ આશા 
સરસ માનવજીવન એક-અભિનય 
સરસ રચના 
9.5 

શીતલ પચ્ચીગર
સરસ 

વિભૂતિ પાઠક 
ઈશ્વરકાકા એક જમુરા 
ખુબ સરસ 
9.5

દર્શના ભાવિન મોરબિયા 
સરસ બનાવટી મ્હોરું
વાહ ખુબ સરસ 10 

અર્પણા પરેશભાઈ રાયજાદા 
શીર્ષક ખોવાણું 
સરસ 9.5 

ભારતસિંહ ઠાકોર 
સરસ 
હું અને અભિનય 
સરસ જીવનભર ના પ્રત્યય છૂટો 
પદ્ય કરતાં વધુ લાગ્યું. ગડિક કે ઘડીક ? 
9

રામજીભાઈ રોટાતર 
માનવ ખુબ સરસ 
9.5 

ભાવના મિસ્ત્રી 
સરસ અભિનય કર્યો છે. 
વાહ ખૂબ જ સરસ 
10 

ડોક્ટર કનૈયાલાલ એમ. બ્રહ્મભટ્ટ  
આવડી ગયો અભિનય
ખુબ સરસ સમય પ્રમાણે પાર કે યાર? 
ઝાઝૂં કે ઝાઝું ?
 પાકાં અનુસ્વારની જરૂર નથી 
 9.5 
 
વીણાબેન હસમુખ અમીન 
અભિનય દર્પણ 
ખુબ સરસ 9.5 

દિનેશ પ્રજાપતિ 
જીવન એક રંગભૂમિ 
ખુબ સરસ 9.5 

મેહુલ ત્રિવેદી 
ખુબ સરસ 10 

ચીમનભાઈ ચિન્નમ 
સરસ મુક્તક  
સરસ 9.5 

જયશ્રી દેસાઈ
ખુબ સરસ 
9.5*પ્રથમ નંબર 10* 

જીતેન્દ્ર પરમાર 
લક્ષ્મણભાઈ તરપદા 
સતિષ સખિયા
મનીષા મહેતા 
રાગીની શુક્લ 
ભાવના મિસ્ત્રી 
દર્શના ભાવીન મોરબિયા 
મેહુલ ત્રિવેદી

  *બીજો નંબર 9.5* 
  
ધૃતિ સોની 
મનોજ પંડ્યા 
જાગૃતિ રાઠોડ 
ક્રિષ્ણા સુતરીયા 
હેમલતા દિવેચા 
સોનલ યાત્રી 
કિશોરભાઈ ભટ્ટી 
કોકિલા રાજગોર 
વિનાયકરાવ મોરે 
પારુલ નાયક 
મહેતા કેતના 
પંકજ પરેરા અજય 
અજય પટેલ 
જિજ્ઞાસા જોશી 
વિપુલ રોન્ઝા 
પરથીભાઈ ચૌધરી 
ડૉ.વિરેન્દ્ર ડોલાસિયા 
પટેલ આશા 
વિભૂતિ પાઠક 
અર્પણા પરેશભાઈ રાયઝાદા 
ડોક્ટર કનૈયાલાલ બ્રહ્મભટ્ટ 
વીણાબેન હસમુખ અમીન
ચીમનભાઈ ચિન્નમ
વર્ષા ઠક્કર 
રામજીભાઈ રોટાતર 
દિનેશ પ્રજાપતિ 
જયશ્રી દેસાઈ

 *ત્રીજો નંબર* *9* 
 
કેતન કુમાર કાંતિલાલ બગથરીયા 
દિનેશભાઈ વી.નાયક 
હરસુખભાઈ સુખાનંદી 
પટેલ પદ્માક્ષી
સતિશ પનારા 
દિનેશ પઢારીયા 
મીનાક્ષી ત્રિવેદી 
પુનિત ડાભી 
ભાવના ભટ્ટ 
ધરતી શર્મા
શીતલ પચ્ચીગર
ભારતસિંહ ઠાકોર 

 *ચોથો નંબર* *8.5* 

નવીન પટેલ 
ડોક્ટર સમીર મોરે 
કૌશલ્ય એસ.મહિડા


*પ્રથમ નંબર 10* 

જીતેન્દ્ર પરમાર 
લક્ષ્મણભાઈ તરપદા 
સતિષ સખિયા
મનીષા મહેતા 
રાગીની શુક્લ 
ભાવના મિસ્ત્રી 
દર્શના ભાવીન મોરબિયા 
મેહુલ ત્રિવેદી

  *બીજો નંબર  9.5* 
  
ધૃતિ સોની 
મનોજ પંડ્યા 
જાગૃતિ રાઠોડ 
ક્રિષ્ણા સુતરીયા 
હેમલતા દિવેચા 
સોનલ યાત્રી 
કિશોરભાઈ ભટ્ટી 
કોકિલા રાજગોર 
વિનાયકરાવ મોરે 
પારુલ નાયક 
મહેતા કેતના 
પંકજ પરેરા અજય 
અજય પટેલ 
જિજ્ઞાસા જોશી 
વિપુલ રોન્ઝા 
પરથીભાઈ ચૌધરી 
ડૉ.વિરેન્દ્ર ડોલાસિયા 
પટેલ આશા 
વિભૂતિ પાઠક 
અર્પણા પરેશભાઈ રાયઝાદા 
ડોક્ટર કનૈયાલાલ બ્રહ્મભટ્ટ 
વીણાબેન હસમુખ અમીન
ચીમનભાઈ ચિન્નમ
વર્ષા ઠક્કર 
રામજીભાઈ રોટાતર 
દિનેશ પ્રજાપતિ 
જયશ્રી દેસાઈ

 *ત્રીજો નંબર*  *9* 
 
કેતન કુમાર કાંતિલાલ બગથરીયા 
દિનેશભાઈ વી.નાયક 
હરસુખભાઈ સુખાનંદી 
પટેલ પદ્માક્ષી
સતિશ પનારા 
દિનેશ પઢારીયા 
મીનાક્ષી ત્રિવેદી 
પુનિત ડાભી 
ભાવના ભટ્ટ 
ધરતી શર્મા
શીતલ પચ્ચીગર
ભારતસિંહ ઠાકોર 

 *ચોથો નંબર* *8.5* 

નવીન પટેલ 
ડોક્ટર સમીર મોરે 
કૌશલ્ય એસ.મહિડા

Tuesday 13 July 2021

ધોરણ આઠ પ્રથમ સત્ર ગુજરાતી કવિતા ધૂળિયે મારગ-મકરંદ દવે


મકરંદ દવે જન્મ 13 -11 -1922
              મૃત્યુ 31- 1- 2005
લેખકનો પરિચય
    મકરંદ વજેશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલ ના વતની હતા વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધના ને અનુલક્ષી કવિતા રચનાર તેઓ મરમી કવિ હતા તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે તેમણે 1979 નો "રણજિતરામ સુવર્ણચંદ્રક" મળ્યો હતો.
  જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચે ના પ્રેમ લાગણી છે ધન માટે વલખાં માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં આજના માનવીને સન્માનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો છે બે માર્ગો છે એક ધૂળીયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસા વાળો માર્ગ કવિ અહીં ધૂળિયે મારગ ચાલ વા નો આહવાન કરે છે.
    કોણે કીધું ગરીબ છીએ ?કોણે કીધું રાંક?
  કાં ભૂલી જા મને ભોળા ! આપણા જુદા આંક.
   થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
  એમાં તો શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
 ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
  આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ,
  ધૂળિયે મારગ કૈંક મળે જો ,આપણા જેવો સાથ,
 સુખ દુખો નહીં વારતા કે'તા બાથમાં ભીડી બાથ.
 ખુલ્લાં ખેતર અડખે પડખે, માથે નીલું આભ,
 વચ્ચે નાનું ગામડું બેઠું ,ક્યાં  આવો છે લાભ ?
 સોનાની તો સાંકડી ગલી ,હેતુ ગણતું હેત;
 દોઢિયા માટે દોડતાં એમાં જીવતા જો ને, પ્રેત!
 માનવી ભાળી અમથું- અમથું આપણું ફોરે વ્હાલ;
  નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!
      (    ગુલાલ  અને ગુંજાર માંથી)

આકાશમાંથી પડતી વીજળી ના પ્રકાર કેટલા ?કઈ રીતે બને જીવલેણ? ભારતમાં દર વર્ષે ચોમાસામાં આકાશી વીજળી જીવલેણ બને છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યોમાં એક જ દિવસમાં 60 થી વધારે મોત થયા છે કયા વર્ષે પણ જુનની 24 અને 25 તારીખ દરમિયાન ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડી તેનાથી 113 લોકોના મૃત્યુ થયા હતા. ભારતમાં વધુ મોત થવાનું મુખ્ય કારણ આગોતરી ચેતવણી નો અભાવ છે.વળી લોકો ગર્જનાભર્યા વાતાવરણ વચ્ચે પણ ખેતરમાં કે ખુલ્લામાં કામ કરતા હોય છે માટે તેમના પર વીજળી ની વિશેષ અસર થવાની સંભાવના રહે છે એક સરખી લાગતી વીજળીના મુખ્ય ચાર પ્રકાર છે.(01.ગ્રાઉન્ડ કરન્ટ) પ્રકાર (1)વીજળી સીધી વ્યક્તિ પર ન પડે પણ કોઈ બહોત દ્વારા પણ વ્યક્તિ પર ન પડે પરંતુ જમીન માર્ગે પ્રવાસ કરી શરીરમાં ઉપર ચડે એટલે ગ્રાઉન્ડ કરંટ. વીજળી વૃક્ષ કે કોઈ ઊંચા સ્થળ પર પડી જમીનમાં ઊતરી જમીનમાં જાડો પ્રવાસ કરે અરે એ દરમિયાન સંપર્ક માં આવેલા સજીવને વીજળી ની અસર થાય છે. ઘણી વખત કોઈ ચણીયારમાં રહેલા સંખ્યાબંધ પશુ એકસાથે વીજળીથી મૃત્યુ પામવાનો કિસ્સો નોંધાય એમાં ગ્રાઉન્ડ કરંટ કારણભૂત હોવાનો. વીજળીથી જતાં કુલ મોત પૈકી 50 થી 55% મોત આ પ્રકારથી થાય છે ગ્રાઉન્ડ કરંટ એ સૌથી ઘાતક છે. એટલે જ વીજળી સાથે કામ લેતા કર્મચારીઓ પગમાં પણ વીજ અવાહક જૂતા પહેરી રાખતા હોય છે. ખુલ્લા પગે ખેતરમાં કામ કરતી વખતે ગ્રાઉન્ડ કરંટ ત્રાટકે તો બધુ મુશ્કેલ છે.(0.2 સાઇડ ફ્લેશ પ્રકાર----2)સાઈડ ફ્લેશ કે સ્પલેશ એટલે કોઈ મોટી ચીજ પર ત્રાટકીને બાજુમાંથી પસાર થનાર વ્યક્તિ પર ત્રાટકે. કોઈ વ્યક્તિ વરસાદ કે વાવાઝોડા થી બચવા માટે કોઈ વ્યક્તિ તે આશ્રય નીચે ઉભી રહે ત્યારે આ પ્રકારની વીજળી નો ભોગ બનતી હોય છે. ગ્રાઉન્ડ સ્ટ્રાઇક પછીનો આ બીજો ઘાતક પ્રકાર છે . વીજળી થી થતા કુલ મોત સાઈડ ફ્લેશ નો ફાળો ૩૦થી ૩૫ ટકા હોય છે.03. ડાયરેક્ટ સ્ટ્રાઇક (પ્રકાર--૩)ખુલ્લા મેદાનમાં કોઈ વ્યક્તિ પણ વીજળી નો શેરડો ખાબકે અને મૃત્યુ થાય એ ડાયરેક્ટ સ્ટ્રાઇક. એવી વ્યાપક માન્યતા છે કે ડાયરેક્ટ સ્ટ્રાઇકથી વધુ મોત થતાં હોય છે. પરંતુ સૌથી ઓછા મત આ પ્રકારની વીજળીથી થાય છે એ વખતે વીજળી કોઈ અવરોધ વગર સીધી શરીર પર પડી સમગ્ર ચામડી પર ફરી વળે છે. આ દુર્લભ પ્રકાર છે તેનાથી મોત પણ પાંચ ટકાથી વધારે થતા નથી.પ્રકાર--૪(ક્ન્ડકશન)આકાશમાંથી પડતી વીજળી ને ધાતુ સિદ્ધિ આ કરતી નથી. પરંતુ ક્યાંક વીજળી પડે ત્યાંથી ધાતુ નો તાર, ફેન્સીંગ વગેરે પસાર થતું હોય તો એ આકાશી વીજળી માટે હાઈવે બને છે. કોઈ વ્યક્તિ દૂર એ તાર ને અડકી ને ઉભી હોય તો એ ક્ન્ડકશનનો ભોગ બને. કોઈ વ્યક્તિ ઘરની અંદર હોય છતાં વીજળી નો ભોગ બને તો તેની પાછળ ક્ન્ડકશન સ્ટ્રાઇક જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત ટેલિફોન લાઇન, પાણીની પાઇપ દ્વારા કે ઘરના વાયર દ્વારા છેક અંદર સુધી વીજળી પહોંચ્યાના કિસ્સા નોંધાતા રહે છે.મૃત્યુ સંખ્યા ૨૦૧૮-૧૯૨૮૦૦મૃત્યુ સંખ્યા ૨૦૧૯-૨૦૧૭૭૧જાનહાનિ માં ઘટાડોગુજરાત સમાચાર૧૩/૭/૨૦૨૧

આકાશમાંથી પડતી વીજળી ના પ્રકાર કેટલા ?
કઈ રીતે બને જીવલેણ? 


ભારતમાં દર વર્ષે ચોમાસામાં આકાશી વીજળી જીવલેણ બને છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યોમાં એક જ દિવસમાં 60 થી વધારે મોત થયા છે કયા વર્ષે પણ જુનની 24 અને 25 તારીખ દરમિયાન ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડી તેનાથી 113 લોકોના મૃત્યુ થયા હતા. ભારતમાં વધુ મોત થવાનું મુખ્ય કારણ આગોતરી ચેતવણી નો અભાવ છે.
વળી લોકો ગર્જનાભર્યા વાતાવરણ વચ્ચે પણ ખેતરમાં કે ખુલ્લામાં કામ કરતા હોય છે માટે તેમના પર વીજળી ની વિશેષ અસર થવાની સંભાવના રહે છે એક સરખી લાગતી વીજળીના મુખ્ય ચાર પ્રકાર છે.
(01.ગ્રાઉન્ડ કરન્ટ) પ્રકાર (1)
વીજળી સીધી વ્યક્તિ પર ન પડે પણ કોઈ બહોત દ્વારા પણ વ્યક્તિ પર ન પડે પરંતુ જમીન માર્ગે પ્રવાસ કરી શરીરમાં ઉપર ચડે એટલે ગ્રાઉન્ડ કરંટ. વીજળી વૃક્ષ કે કોઈ ઊંચા સ્થળ પર પડી જમીનમાં ઊતરી જમીનમાં જાડો પ્રવાસ કરે અરે એ દરમિયાન સંપર્ક માં આવેલા સજીવને વીજળી ની અસર થાય છે. ઘણી વખત કોઈ ચણીયારમાં રહેલા સંખ્યાબંધ પશુ એકસાથે વીજળીથી મૃત્યુ પામવાનો કિસ્સો નોંધાય એમાં ગ્રાઉન્ડ કરંટ કારણભૂત હોવાનો. વીજળીથી જતાં કુલ મોત પૈકી 50 થી 55% મોત આ પ્રકારથી થાય છે ગ્રાઉન્ડ કરંટ એ સૌથી ઘાતક છે. એટલે જ વીજળી સાથે કામ લેતા કર્મચારીઓ પગમાં પણ વીજ અવાહક જૂતા પહેરી રાખતા હોય છે. ખુલ્લા પગે ખેતરમાં કામ કરતી વખતે ગ્રાઉન્ડ કરંટ ત્રાટકે તો બધુ મુશ્કેલ છે.
(0.2 સાઇડ ફ્લેશ પ્રકાર----2)
સાઈડ ફ્લેશ કે સ્પલેશ એટલે કોઈ મોટી ચીજ પર ત્રાટકીને બાજુમાંથી પસાર થનાર વ્યક્તિ પર ત્રાટકે. કોઈ વ્યક્તિ વરસાદ કે વાવાઝોડા થી બચવા માટે કોઈ વ્યક્તિ તે આશ્રય નીચે ઉભી રહે ત્યારે આ પ્રકારની વીજળી નો ભોગ બનતી હોય છે. ગ્રાઉન્ડ સ્ટ્રાઇક પછીનો આ બીજો ઘાતક પ્રકાર છે . વીજળી થી થતા કુલ મોત સાઈડ ફ્લેશ નો ફાળો ૩૦થી ૩૫ ટકા હોય છે.
03. ડાયરેક્ટ સ્ટ્રાઇક (પ્રકાર--૩)
ખુલ્લા મેદાનમાં કોઈ વ્યક્તિ પણ વીજળી નો શેરડો ખાબકે અને મૃત્યુ થાય એ ડાયરેક્ટ સ્ટ્રાઇક. એવી વ્યાપક માન્યતા છે કે ડાયરેક્ટ સ્ટ્રાઇકથી વધુ મોત થતાં હોય છે. પરંતુ સૌથી ઓછા મત આ પ્રકારની વીજળીથી થાય છે એ વખતે વીજળી કોઈ અવરોધ વગર સીધી શરીર પર પડી સમગ્ર ચામડી પર ફરી વળે છે.
 આ દુર્લભ પ્રકાર છે તેનાથી મોત પણ પાંચ ટકાથી વધારે થતા નથી.

પ્રકાર--૪(ક્ન્ડકશન)
આકાશમાંથી પડતી વીજળી ને ધાતુ સિદ્ધિ આ કરતી નથી. પરંતુ ક્યાંક વીજળી પડે ત્યાંથી ધાતુ નો તાર, ફેન્સીંગ વગેરે પસાર થતું હોય તો એ આકાશી વીજળી માટે હાઈવે બને છે. કોઈ વ્યક્તિ દૂર એ તાર ને અડકી ને ઉભી હોય તો એ ક્ન્ડકશનનો ભોગ બને. કોઈ વ્યક્તિ ઘરની અંદર હોય છતાં વીજળી નો ભોગ બને તો તેની પાછળ ક્ન્ડકશન સ્ટ્રાઇક જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત ટેલિફોન લાઇન, પાણીની પાઇપ દ્વારા કે ઘરના વાયર દ્વારા છેક અંદર સુધી વીજળી પહોંચ્યાના કિસ્સા નોંધાતા રહે છે.

મૃત્યુ સંખ્યા ૨૦૧૮-૧૯
૨૮૦૦
મૃત્યુ સંખ્યા ૨૦૧૯-૨૦
૧૭૭૧
જાનહાનિ માં ઘટાડો
ગુજરાત સમાચાર
૧૩/૭/૨૦૨૧


Monday 12 July 2021

દિલિપકુમાર અને મધીબાલા વિશે જાણવા જેવું

*આપણા ભુલાએલા શબ્દો, યાદ કરવા છે.* *જેમ કે ....*✓ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો )✓મોઢવું ( ગોઠવેલા છાણાં નો ઢગલો )✓શિપર ( સપાટ પથ્થર )✓પાણો ( પથ્થર )✓ઢીકો ( ફેંટ મારવી )✓ઝન્તર ( વાજિંત્ર )✓વાહર ( પવન )✓ભોઠું પડવું ( શરમાવું )✓હટાણું ( ખરીદી કરવા જવું )✓વતરણું ( સ્લેટ ની પેન )✓નિહાળીયા ( વિદ્યાર્થી )✓બોઘરૂં ( દૂધ છાશ નું વાસણ )✓રાડા ( ડુંડા કાપ્યા પછી નું થડ )✓નિરણ ( પાલતુ પશુ ને ખાવા માટે )✓ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે )✓ખોળ ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો )✓ખાહડા ( પગરખાં )✓બુસ્કોટ ( શર્ટ )✓પાટલુન ( પેન્ટ )✓ભીસ્કુટ ( બિસ્કીટ )✓ફારશયો ( કોમેડિયન )✓ફારસ ( કોમિક )✓વન્ડી ( દીવાલ )✓ઠામડાં ( વાસણ )✓લેવકળો ( માગ માગ કરનાર )✓ભેરુ ( દોસ્ત )✓ગાંગરવુ ( બુમાબુમ કરવી )✓કાંઠાળો ( હાઈટ વાળો )✓ડણક ( સિંહ ની ત્રાડ)✓બકાલુ (શાક ભાજી )✓વણોતર ( નોકર)✓ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા )✓રાંઢવુ ( દોરડું )✓દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા )✓પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )✓અડબાવ (ખોટું ઉગેલું ઘાસ )✓દકતર ( સ્કૂલ બેગ )✓પેરણ ( પહેરવેશ ખમીસ )✓ગોખલો ( દીવાલ માં કંઈક મુકવા નો ખાડો )✓બાક્સ ( માચિસ )✓નિહણી ( નિસરણી )✓ઢાંઢા ( બળદ )✓કોહ ( સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન )✓વેંત ( તેવડ, ત્રેવડ )✓હડી કાઢ ( દોડાદોડ )✓કળી ( ઝીણા ગાઠીયા ) ✓મેં પાણી ( વરસાદ )✓વટક વાળવું ( બદલો લેવો )✓વરહ (વર્ષ )✓બે ખેતર વા ( દુરી નું એક માપ )✓વાડો ( ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ )✓૧ ગાવ ( અંતર )✓બાંડિયું ( અડધી બાંયનું ખમીસ )✓ મોર થા ( આગળ થા )✓જિકવું ( ફટકારવું )✓માંડવી ( શીંગ )✓અડાળી ( રકાબી )✓સિસણ્યું ( કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું )✓દા આવવો ( દાવ આપવો -લેવો )✓વાંહે ( પાછળ )✓ઢીસ્કો ( ઠીંગણા )✓બૂતાન ( બટન )✓બટન ( સ્વીચ )✓રેઢિયાર ( રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું )✓શિરામણ (સવારનો નાસ્તો )✓બપોરો ( બપોરનું ભોજન )✓રોંઢો ( સાંજનો નાસ્તો )✓વાળું ( રાત્રિનું ભોજન )✓માંગણ ( માંગવા વાળા )✓હાથ વાટકો ( ગમે ત્યારે કામમાં આવે એવું )માંચો ( ખાટલો ) ✓વળગણી ( કપડાં સૂકવવાની દોરી )

*આપણા ભુલાએલા શબ્દો, યાદ કરવા છે.* 
*જેમ કે ....*

✓ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો )
✓મોઢવું ( ગોઠવેલા છાણાં નો ઢગલો )
✓શિપર ( સપાટ પથ્થર )
✓પાણો ( પથ્થર )
✓ઢીકો ( ફેંટ મારવી )
✓ઝન્તર ( વાજિંત્ર )
✓વાહર ( પવન )
✓ભોઠું પડવું ( શરમાવું )
✓હટાણું ( ખરીદી કરવા જવું )
✓વતરણું ( સ્લેટ ની પેન )
✓નિહાળીયા ( વિદ્યાર્થી )
✓બોઘરૂં ( દૂધ છાશ નું વાસણ )
✓રાડા ( ડુંડા કાપ્યા પછી નું થડ )
✓નિરણ ( પાલતુ પશુ ને ખાવા માટે )
✓ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે )
✓ખોળ ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો )
✓ખાહડા ( પગરખાં )
✓બુસ્કોટ ( શર્ટ )
✓પાટલુન ( પેન્ટ )
✓ભીસ્કુટ ( બિસ્કીટ )
✓ફારશયો ( કોમેડિયન )
✓ફારસ ( કોમિક )
✓વન્ડી  ( દીવાલ )
✓ઠામડાં ( વાસણ )
✓લેવકળો ( માગ માગ કરનાર )
✓ભેરુ ( દોસ્ત )
✓ગાંગરવુ ( બુમાબુમ કરવી )
✓કાંઠાળો ( હાઈટ વાળો )
✓ડણક ( સિંહ ની ત્રાડ)
✓બકાલુ (શાક ભાજી )
✓વણોતર ( નોકર)
✓ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા )
✓રાંઢવુ ( દોરડું )
✓દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા )
✓પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
✓અડબાવ (ખોટું ઉગેલું ઘાસ )
✓દકતર ( સ્કૂલ બેગ )
✓પેરણ ( પહેરવેશ ખમીસ )
✓ગોખલો ( દીવાલ માં કંઈક મુકવા નો ખાડો )
✓બાક્સ ( માચિસ )
✓નિહણી ( નિસરણી )
✓ઢાંઢા ( બળદ )
✓કોહ ( સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન )
✓વેંત ( તેવડ, ત્રેવડ )
✓હડી કાઢ ( દોડાદોડ )
✓કળી ( ઝીણા ગાઠીયા ) 
✓મેં પાણી ( વરસાદ )
✓વટક વાળવું ( બદલો લેવો )
✓વરહ (વર્ષ )
✓બે ખેતર વા ( દુરી નું એક માપ )
✓વાડો ( ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ )
✓૧ ગાવ ( અંતર )
✓બાંડિયું ( અડધી બાંયનું ખમીસ )
✓ મોર થા ( આગળ થા )
✓જિકવું ( ફટકારવું )
✓માંડવી ( શીંગ )
✓અડાળી ( રકાબી )
✓સિસણ્યું ( કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું )
✓દા આવવો ( દાવ આપવો -લેવો )
✓વાંહે ( પાછળ )
✓ઢીસ્કો ( ઠીંગણા )
✓બૂતાન ( બટન )
✓બટન ( સ્વીચ )
✓રેઢિયાર ( રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું )
✓શિરામણ (સવારનો નાસ્તો )
✓બપોરો ( બપોરનું ભોજન )
✓રોંઢો ( સાંજનો નાસ્તો )
✓વાળું ( રાત્રિનું ભોજન )
✓માંગણ ( માંગવા વાળા )
✓હાથ વાટકો ( ગમે ત્યારે કામમાં આવે એવું )
માંચો ( ખાટલો ) 
✓વળગણી ( કપડાં સૂકવવાની દોરી )

Thursday 8 July 2021

નળરાજા અને દમયંતીની વાર્તા


આપણા દેશની
મહાન નારીઓ----દમયંતી
વિદર્ભ દેશ ના રાજા ભીમકને  દમયંતી નામે સુંદર કુંવરી હતી. તે ઉંમરલાયક થતાં જ તેને પરણાવવા રાજાએ સ્વયંવર રચ્યો દમયંતી હંસ પાસેથી વરરાજાના નળ રાજા ના વખાણ સાંભળ્યા હતા આથી તેણે  સ્વયંવરમાં નળ રાજાને પસંદ કરી લગ્ન કર્યા.
   કલી નળની પાછળ પડી ગયો હતો. તે નળ- દમયંતી ને કોઈપણ પ્રકારે દુઃખ દેવા માંગતો હતો. સામે નળ પુણ્યશાળી હતો. આથી કલીને લાગ મળતો ન હતો.
  એક દિવસ નળ શૌચક્રિયા પછી પગ ધોતો હતો. પગની પાની કોરી રહી ગઈ. કલી તે જગ્યાએથી નળના શરીરમાં પેઠો.નળ ના વિચારો સદંતર બદલાઈ ગયા.
   એક દિવસ નળ પોતાના ભાઈ પુષ્કર સાથે જુગાર રમવા બેઠો અને કલિના કપટથી નળ હાર્યો. રાજપાટ છોડી તે વનમાં જવા નીકળ્યો દમયંતી ને સમજાવી પણ તેણે સંતાનોને મોસાળ મોકલી દીધા ને પોતે નળની સાથે વનમાં ગઈ.
   નળ અને દમયંતી પાસે ફક્ત એક વસ્ત્ર હતું મનમાં તેમને સાત દિવસ સુધી કંઈ ખાવા મળી નહીં માછલા શોધવા પાણીમાં પેઠો. તેના હાથ 3 માછલા આવ્યા .હાશ !ઘણા દિવસે પેટની ક્ષુધા શાંત થશે. આવું ધારી તેણે ત્રણ માછલા દમયંતીને આપ્યા દમયંતી ને વરદાન હતું .તેના હાથમાંથી અમૃત જરતું હતું .પેલા ત્રણ માછલા સજીવન થઈ પાણી માં જતા રહ્યા.
    એક પણ માછલું રાણી પાસેથી ન મળતા નળ દમયંતી પર ગુસ્સે ભરાયો તેણે દમયંતીને ઘણા કઠોર વચન કહ્યાં: હે સ્ત્રી! લગ્ન પહેલા અને મને બે વાનાં ન કરવાના કહ્યાં હતા. એક તો જુગાર ના રમવું બીજું, સ્ત્રીનો કદી વિશ્વાસ ન કરવો. તે ખરું પડ્યું જુગાર થી અને તારા થી આ દુઃખ આવી પડ્યું'.
     નળ અને દમયંતી વચ્ચે વિખવાદ વધતો જતો હતો પ્રેમ કે મનમેળ જેવું કશું બે વચ્ચે હતું નહી. દમયંતી ને વનમાં છોડીને નળ જવા લાગ્યો. દમયંતી તેની પાછળ દોડી એવામાં પેટની ભૂખ વધતી જતી હતી એવા વળે રૂપાળું પંખી જોયું .નળે પોતાનું વસ્ત્ર પેલા પંખી ઉપર નાખ્યું. પણ હાય રે નસીબ! પેલું પંખી નળરાજા નું એકનું એક કપડું લઈને ઊડી ગયું. દમયંતી એ પોતાની પાસેનું વસ્ત્ર અડધું ફાડીને નળને શરીર ઢાંકવા આપ્યું. નળને વહેમ હતો કે દમયંતી પોતાને મૂકીને માછલા ખાઈ ગઈ હતી. આથી રાત્રે તે દમયંતીથી છૂટો પડ્યો. એ વખતે નળને જે દુઃખ થયું તે  અવર્ણનીય હતું.
    સવાર પડી. દમયંતી વનમાં એકલી હતી. તેણે ખૂબ મોટેથી'હે નળ રાજા! રાજા! એવી ઘણી બૂમો પાડી. પણ તેની બૂમો સાંભળનાર નળ ત્યાં ન હતું.
    નળ આગળ ત્યાં અગ્નિમાં કર્કોટક એક સાપ બળતો હતો.  એની બૂમો સાંભળી .નળે એને બહાર કાઢ્યો. સાપે નળને બચકું ભર્યું નળ નું સ્વરૂપ બદલાઈ ગયું. તેનો વાન કોલસાથી એ કાળો બિહામણો બની ગયો. આથી તેણે બદલાયેલા સ્વરૂપને અનુકૂળ એવું  બાહુક નામ ધારણ કર્યું. તે આગળ ચાલી ,અયોધ્યાના રાજા ઋતુ પણ ને ત્યાં રહ્યો. એક અજગર દમયંતીને પકડી ગળવા લાગ્યો. એ પારધીએ અજગરને મારી દમયંતી છોડાવી. તે હવે  દમયંતીને પરણવા તૈયાર થયો. જોકે સતી દમયંતીના તેના શ્રાપથી એ બળીને મરી ગયો.
   આ રીતે તે રખડતી ભટકતી આખરે એ પોતાની માસીના ઘરે આવી ત્યાંથી દાસી તરીકે રહેવા લાગી .એક વખત માસી ની કુંવરી સુનંદા નહાતી હતી. ત્યારે તેણે હાર ટોડલે ભરાવ્યો હતો. આહાર ટોડલે થી કલી થઈ ગયો.હારની શોધા શોધ થઈ. આખરે દમયંતીને માથે ચોરીનું આળ આવ્યું. રાજ દરબારમાં એને બોલાવવામાં આવી એણે કહ્યું 'હાર મેં લીધો નથી. દેવતા તેના સાક્ષી છે જેણે મારો હાર લીધો હોય તે અત્રે ફાટી પડજો. ને ખોવાયેલો હાર અબજો. સતીના આ શ્રાપથી ત્યાં કલી 'સતી સતી' કરતો પડ્યો.  ને ખોવાયેલો હાર જડેયો.
  આ સમયે દમયંતી ના પિતા ભીમકે સૂર્યદેવના બ્રાહ્મણને દમયંતીની તપાસ કરવા મોકલ્યો. એ અહી રાજ દરબારમાં આવ્યો .તેણે દમયંતીને દાસી તરીકે કામ કરતી જોઈ. બંને એકબીજાને ઓળખી ગયા એમ કરતાં રાજા રાણી અને સુનંદાએ દમયંતી ને ઓળખી બધા પસ્તાવા  લાગ્યા. એ ત્રણે જણાએ  દમયંતીની માફી માગી. સામે દમયંતીએ કહ્યું એમાં અમારા ભાગ્ય તેમાં તમારું શું વાંક મને તમારે ત્યાં રહેવા મળ્યું એનું મને ઘણું સારું પરિણામ મળ્યું.
   નળ દમયંતી ને નળ વિના બિલકુલ ગમતું ન હતું તેણે સુદેવને બોલાવી તપાસ કરવા મોકલ્યો. જ્યાં સુધી નળની ભાળ ન મળે ત્યાં સુધી તું ટહેલતો રહેજે. એવું કહી સૂદેવને રવાના કર્યો.
  આ કથા એવું કહે છે કે નળ અયોધ્યા થી વિદર્ભ આવે છે. કલી એના શરીરમાંથી નીકળી જાય છે નળને મૂળ રૂપ પાછું મળે છે. દમયંતી અને નળ નો મેળાપ થાય છે. આ બાજુ નળનો ભાઈ પુષ્કર પસ્તાતો હતો. તેણે પોતાના ભાઈને રાજ પાછું આપી દીધું .એ વનમાં જવા નીકળ્યો.
   નળે દમયંતી ને સાથે રાખી અનેક વર્ષો સુધી શાંતિથી રાજ્ય કર્યું. આ પ્રસંગ પર એક કવિએ કાવ્ય રચ્યું છે તે જોઈએ.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી,
સુણી ને પ્રસંશા હંસ થી નળરાયને મનથી વરી.

સુખમાં કદી છકી ન જવું , દુઃખમાં ન હિંમત હારવી,
સુખ-દુઃખ સદા ટકતા નથી ,એ નીતિ ઊર ઉતારવી.
 
નળ જળ નયને ભરેને કરે વિવિધ વિલાપ,
વ્યાકુળ અંગ પોતા તણું અવની પછાડે આપ. 
નહીં મળે ફરી કોકિલા સ્વરી, શે ઉપન્યો વિખવાદ.
 વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત
ભય ધરશે ને ફાટી મરશે એકલડી રે જાત!








વાર્તા ---ઊડતું દોરડું

ઉડતું દોરડું
ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં કાલુ અને લાલુ નામના બે લંગોટીયા મિત્રો રહેતા હતા. બંનેના ખેતર પાસે પાસે હતા .તેઓ હળી-મળીને ખેતી કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા.
  કાલુ ખૂબ જ મહેનતુ. કામની સૂઝવાળો અને પ્રામાણિક હતો. જ્યારે લાલુ આળસુ, લોભી, અને મનનો મેલો હતો. રાજ પાક એટલે કાળુ પોતે પોતાને ખાવા જેટલું રાખી બાકીનું અનાજ સસ્તા વહેંચી દેતો .ગરીબ લોકો તેનો ખૂબ જ આભાર માનતા. જ્યારે લાલુ ભાવ ખાવાના મોહમાં અનાજ સંઘરી રાખતો. તેનુ અનાજ સડી કે બગડી જતું હતું. એની બિન કાળજી ને લીધે ચોરાઈ પણ જતું.
       કાલે તેને આ બાબતમાં ઘણી વાર ટકોર કરી તેની પત્નીને પણ આ વાત સમજાવી પણ તેનામાં કોઈ ફેર પડ્યો નહીં લાલુનો  લોભતો દિવસે દિવસે વધવા લાગ્યો.
       એક વખત એવું બન્યું કે સળંગ બે વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં .લાલુ તો તેની પાસે સંઘરેલું અનાજ ખાવા  લાગ્યો. કાલુ પાસે અનાજ ખૂટવા લાગ્યું તેણે લાલુ પાસે ઉછીનું અનાજ માગ્યું. લાલુ એ  અનાજ આપવાની સાફ ના પાડી દીધી.
      કાલુને ઘણું ખોટું લાગ્યું. તે સખત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો એક દિવસ એવું બન્યું કે કાલુ ને એક ચમત્કારિક સાધુ નો ભેટો થઈ ગયો. કાલુએ મહારાજ ની સુંદર આગતા-સ્વાગતા કરી. મહારાજે ભક્તિની વાતો કરી.
    કાલુની સ્થિતિ જોઈને મહારાજ ને દયા આવી. એમણે જતી વખતે થોડા બી આપતા કહ્યું ,"લે આ બી , ખેતરમાં વાવ જે, તેમાં ખૂબ જ પાણી રેડજે. અને દિવસ-રાત તેની સંભાળ રાખજે. પછી છોડ ઊગશે ,મોટા થશે અને તેને ફળ બેસશે. મટકું માર્યા સિવાય ફળ સામે તાકીને બોલજે." પ્રભુ મને મદદ કર."પ્રભુ મને મદદ કર"આમ સાત દિવસ તું  કરીશ  એટલે સાતમા દિવસે આકાશમાંથી એક ઉડતું દોરડું તારી આગળ ઉતરી આવશે તેને છેડે એક પોટલી બાંધેલી હશે તેના ઉપર તું બેસી જજે.
    આ દોરડું તેને ઊંચે ઊંચે લઈ જશે. એક ટાપુ પર જઈને આ દોરડું અટકી જશે ટાપુ પર  સોના મહોરો, ચાંદી ઝવેરાત વગેરેના ઠગ પડ્યા હશે. એમાંથી લેવાય એટલું ધન તુ લઇ લેજે. પરંતુ યાદ રાખજે કે સૂર્ય ઉગતા પહેલા તારે ત્યાંથી નીકળી જવું પડશે. તું એમ નહીં કરે તો બળીને ખાક થઈ જઈશ. સૂર્ય ત્યાં ખૂબ જ ગરમ હોય છે. કોઈ પણજીવ તડકામાં બળી જાય છે. વળી તને વાતાવરણમાં શબ્દો સાંભળવા મળશે. તેનો ધ્યાન થી અમલ કરજે."
    મહારાજની
 વાત સાંભળી કાલુ આનંદમાં આવી ગયો  . તેણે ખેતરમાં જઈને બી વાવ્યા .દૂર દૂરથી પાણી ભરી લાવી  તેમાં રેડ્યું. થોડા દિવસમાં છોડ ઊગી નીકળ્યા .કાલુ ધ્યાન રાખવા લાગ્યો. જોતજોતામાં છોડ મોટા થઈ ગયા .ફળ બેઠા. કાલુ મહારાજ ની સૂચના પ્રમાણે તાકી ને ખરા મનથી "પ્રભુ મને મદદ કર'" પ્રભુ મને મદદ કર' બોલવા લાગ્યો. સાત દિવસ પુરા થયા.
    આકાશમાંથી એક દોરડુંડું સડસડાટ કરતુ નીચે ઉતરી આવ્યું. દોરડાની નીચે લાકડાની એક પાટલી બાંધેલી હતી. થોડી જ વારમાં અવાજ આવ્યો'ગભરાઈશ નહી તારી મહેનત અને ભક્તિ જોઈને આ દોરડું આકાશમાંથી આવ્યું છે. તારે શું કરવાનું છે એ સૂચના તો મહારાજ તરફથી મળી હશે. સૂર્ય  ઉગતા પહેલાં તારે કામ પતાવીને નીકળી જવાનું છે .ચાલ જલ્દી બેસી જા.'
   "આપ કોણ છો? ક્યાંથી બોલો છો? કાલુ એ બીતા બીતા પૂછ્યું.
   'પાછો તું ગભરાયો.! તારે જરાપણ ગભરાવાની જરૂર નથી. તને પૂરું રક્ષણ મળશે. ટાપુ પરથી  આ દોરડું જ તને તારા ખેતરમાં મૂકી જશે. ઝટ બેસી જા. પણ ખ્યાલ રાખજે કે સોનું અને ઝવેરાત લેવામાં લોભ ના કરીશ.'
    કાલુ હિંમત કરીને દોરડાને છેડે બાંધેલી પાટલી પર બેસી ગયો. દોરડુ સડસડાટ કરતું ખૂબ જ ઝડપથી ઊંચે ચડવા લાગ્યું દોરડું ટાપુ પર જઈને અટકી ગયું. ફરી પાછો અવાજ આવ્યો. તું પેલા ટાપુ પર આવી પહોંચ્યો છે સામે જો...'
   કાલુએ સામે જોયું. તેની આંખો અંજાઈ ગઈ સોનુ, ચાંદી અને ઝવેરાત ઝળહળી રહ્યા હતા. તે પગલે આગળ વધ્યો. લેવાય એટલું સોનુ ચાંદી અને ઝવેરાત લઈને પછેડી માં બાંધી લીધા. એવામાં અવાજ આવ્યો,"ધરાઈ ગયો ને! હવે કાંઈ લેવું છે? નીચે જવાનો સમય થવા આવ્યો છે સૂર્ય ઉગવાની તૈયારી માં છે.'
    "ના, બસ, હવે મારે કાંઈ વધારે લેવું નથી કાલુ અને નમ્રતાથી જવાબ આપ્યો.
    દોરડું તેની પાસે આવી ગયુ. તે પાટલી પર બેસી ગયો . સડસડાટ કરતો થોડી જ વારમાં પોતાના ખેતરમાં આવી ગયો.
   તેની પત્ની ચિંતા કરતી બેઠી હતી. બાળકો પણ ઘરમાં અનાજ નહીં હોવાથી ભૂખ્યા સૂઈ ગયા હતા. તેણે ધીમે રહીને બારણું ખખડાવ્યુંં. તેની પત્નીએ બારણું ખોલ્યું.તે રડવા લાગી.
    કાલુ એ પછેડી માં બાંધેલા સોનું ચાંદી અને ઝવેરાત બતાવ્યા. તે ખડખડાટ હસી પડ્યો. તેની પત્ની તો જોઈને નવાઈ પામી ગઈ .તેના આનંદનો પાર ન રહ્યો બાળકો પણ રાજી રાજી થઈ ગયા.
   કાલુએ તેની પત્નીને માંડીને વાત કરી. સોનું ચાંદી અને ઝવેરાત થી કાલુ ના ઘર ની રોનક બદલાઈ ગઈ. તેણે ઘરને સુંદર બનાવ્યું કિંમતી સાધનો વસાવ્યા સોના, ચાંદીના દાગીના ઘડાવ્યા. ગરીબોને દાન કર્યું સુખી સુખી થઈ ગયો.
  લાલુ અને તેની પત્ની કાલુની એકાએક બદલાયેલી સ્થિતિ જોઈને અચંબામાં માં પડી ગયા. તેઓ કાનૂની અદેખાઈ કરવા લાગ્યા. કાલુ ચોરી કરે છે એવી વાત બધે ફેલાવા લાગ્યા.
  આમ હોવા છતાં કાલના દિલમાં લાલુ પ્રત્યે પ્રેમ અને લાગણી હતા પોતાનો મિત્ર પણ સુખી થાય એવી તેની ઈચ્છા હતી . તેણે લાલુને પોતાની પાસે બોલાવ્યો .પોતે કેવી રીતે પૈસાદાર થયો તેની માંડીને વાત કરી. પેલા છોડના બી પણ આપ્યા અને કહ્યું કે 'તું પણ આવી તારા ખેતરમાં વાવજેે.'પણ એટલો ખ્યાલ રાખજે કે વધુ પડતાં સોનું ચાંદી અને ઝવેરાતના મોહમાં પડતો નહીં. જો તેમ કરવા જઈશ તો તું બળીને ખાક થઈ જઈશ.
   લાલુ તો રાજી થઈને ઘેર ગયો પત્નીની વાત કરી કાલુ આપેલા બી ખેતરમાં વાવ્યા. ખૂબ પાણી રેડ્યું. છોડુ ઊગ્યા. ફળ બેઠા. લાલુ ભક્તિભાવથી બોલવા લાગ્યો" પ્રભુ મને મદદ કર 'પ્રભુ મને મદદ કર' તેણે સાત દિવસ સુધી આ પ્રમાણે કર્યા કર્યું.તેની આગળ પણ દોરડું ઉતરી આવ્યું. લાલુ ધન લેવાની ઉતાવળમાં છલાંગ મારીને પાટલી પર બેસી ગયો થોડું ખૂબ જ ઝડપથી ઊંચે ચડવા લાગ્યું લાલુને તો સોનું ચાંદી અને ઝવેરાત લેવાની ચટપટી જાગી હતી. ટાપુ પર આવીને અટકી ગયું
  લાલુ નીચે ઊતર્યો તેને સામે નજર નાખી ચારે બાજુ સોના-ચાંદી અને ઝવેરાતનો ઝળહળાટ હતો. તે સોનું લેવા લાગ્યો.  ચાંદી સસ્તી હોવાથી તે ચાંદીને જરા પણ  અડ્યો નહીંં. મનગમતું ઝવેરાત વીણવા લાગ્યો. વીણી વીણીને પછેડીમાં ઢગલો કરવા લાગ્યો. તે ભાન ભૂલીને ભેગું કરવામાં પડ્યો. એ સમયનું ભાન ભૂલી ગયો ધીરે-ધીરે સમય વધવા લાગ્યો . તેનો લોભ પણ વધવા લાગ્યો.
  એવામાં અવાજ આવ્યો "અહીં થી નીકળી જવાનો સમય થઈ ગયો છે. ચાલ ઝટ દોરડા પર બેસી જા. સૂર્ય ઉગવાની હવે થોડી જ વાર છે.
   પણ લાલુ તો લોભી. સોનું ચાંદી અને ઝવેરાત જોઈને એ ગાંડો બની ગયો. તેણે પેલા અવાજની પરવા કરી નહીં. તે વધારે અને વધારે ભેગું કરવા લાગ્યો.
  ફરી પાછો અવાજ આવ્યો, દોરડું તૈયાર છે. જટ બેસી જા. જે લીધું તેમાં સંતોષ માન. નહી તો હતો ન હતો થઈ જઈશ.'
   આ વખતે પણ લાલુએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. તેનો લોભ વધતો ગયો. હદ આવી ગઈ.
   દોરડું ચાલ્યું ગયું. ધીરે ધીરે વાદળ ચીરીને સૂર્ય બહાર આવવા લાગ્યો.લાલુની નજર સુરજ સામે ગઈ .તે ગભરાઈ ને આમ થી તેમ ભાગવા લાગ્યો. દોરડું શોધવા ફાંફાં મારવાં લાગ્યો. પણ હવે દોરડું ક્યાંથી હોય?
   તેને મોત નજીક લાગ્યું . એ પસ્તાવા લાગ્યો સૂર્ય ની કાળઝાળ ગરમી પડવા લાગી તે અંગે બળવા લાગ્યો  ચીપો પાડવા લાગ્યો. પણ તેની ચીસો સાંભળે કોણ? તે સોનું અને ઝવેરાત ના ઢગલા આગળ જ બળીને ઢળી પડ્યો.