Thursday 22 July 2021

આપણા દેશના વિજ્ઞાનીઓ --જય કૃષ્ણ ઇન્દ્રજી

આપણા દેશના વિજ્ઞાનીઓ--જયકૃષ્ણ ઇન્દ્રજી
આપણો ભારત દેશ મહાન છેે. તે શક્તિ અને સિદ્ધિઓથી ઉભરાતો છે .એ ગુણીયલ છે. સત્ય અને અહિંસા એના પાયાના ગુણો છે .આ દેશે કદી બીજા દેશ પર આક્રમણ કર્યું નથી .કદી ધર્મઝનૂન દાખવ્યુ નથી.જે આવ્યા તેને સમાવ્યા છે. સંતો ,મહાત્માઓ ,સિદ્ધો, વીરો ,વીરાંગનાઓ દેશ સેવકો અને વિજ્ઞાનીઓએ આ દેશને મહાન બનાવ્યો છે .આવો આવા એક વનસ્પતિ શાસ્ત્રી આપણા દેશમાં ને વળી ગુજરાતમાં થઈ ગયા .તેમણે વનસ્પતિઓનો ઊંડાણથી અભ્યાસ કરી ગુણદોષો બતાવ્યા છે એમનું નામ છે જયકૃષ્ણ ઇન્દ્રજી.
   એમનો જન્મ કચ્છમાં આવેલા લખપત ગામ માં ૧૮૪૯માં થયો હતો .એમના પિતાનું નામ ઇન્દ્રજી હતું તેઓ જાતે બ્રાહ્મણ હતા પિતા વૈષ્ણવ ધર્મ પાળતા હતા તેઓ મુખી હતા આથી આ બહુ ઓછી હતી.
   જય કૃષ્ણ અને ચાર ભાઈ હતા. મોટાનું નામ રામકૃષ્ણ હતું તેઓ સારા પુરાણી હતા .એમને આખું ભાગવત મોઢે હતું.
   બીજા નંબરના ભાઈનું નામ પરમાનંદ હતું તેઓ એક સારા જ્યોતિષ હતા તેમને વ્યાકરણનું જ્ઞાન સારું હતું.
   ત્રીજા નંબરના ભાઈનું નામ ભાણજીભાઈ હતું તેઓ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સારું જાણતા હતા.
  ચોથા નંબરના ભાઈ તે આપણા વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી.
   પાંચમા નંબરના ભાઈ નું નામ વાલજીભાઈ હતું તેઓ સારા ભજનિક હતા.
આમ પાંચે ભાઈઓ જુદી જુદી શાખાઓ નું જ્ઞાન ધરાવતા હતા.
   જયકૃષ્ણે પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધું. એ જમાનામાં ગામડા ગામમાં ગામઠી શાળાઓ ચાલતી. માવજીભાઈ પંડ્યા એ શાળાના શિક્ષક હતા . વિધાર્થી દીઠ વાડકો દાણા લઈ શાળા ચલાવતા હતા.
  નાનપણમાં જયકૃષ્ણની જીભ થોથરાતી હતી. આમ છતાં તેઓ ભાષા અને ગણિત માં પહેલો નંબર લાવતા હતા. તેમના બંને મોટા ભાઇ બહારગામ રહેતા હતા. આથી ઘરના કામકાજમાં તેઓ પિતાને મદદ કરતા હતા પિતા વટલોઈ ફેરવતા હતા.
  જય કૃષ્ણને નાનપણથી જ કસરતનો ભારે શોખ હતો.આથી એમનું શરીર કસાયેલું હતું.
   આ વખતે કચ્છમા નાથા સીદી કસરત બાજ હતા. જય કૃષ્ણએ એમની પાસેથી કસરત ની તાલીમ લીધી એમના હાથ ના સ્નાયુ ફૂલે ત્યારે પથ્થર જેવા બની જતા. તરણ વિદ્યામાં તેઓ પરત પારંગત હતા. ૨૫ -૩૦ માઈલ  ચાલવુ એમને મન રમત વાત હતી. તેઓ ચા કે  કોફી પીતા ન હતા. 
તેઓ  દસ વરસના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. આથી એમના મોટાભાઈ માંડવી ગામમાં આવીને વસ્યા.
  માંડવી ગામમાં તેઓ ભિક્ષા માગવા જતા નવરાશની પળોમાં અંગ્રેજી શીખતા આ ઉપરાંત એમણે રસોઈનું સારું જ્ઞાન હતું.
  એક વખત જય કૃષ્ણ રસોઈયા તરીકે સિંધમાં ગયા. ત્યાં થોડા વર્ષ રહી પાછા કચ્છમાં આવી ગયા.

   આ વખતે પરમાનંદ ભાઈ મુંબઈ રહેતા હતા તેમણે જય કૃષ્ણ ભાઈ ને મુંબઈ તેડાવી લીધા. તેઓ મુંબઈની બહેરામજી પારસીની અંગ્રેજી શાળામાં ભણવા માટે દાખલ થયા આ પછી વધારે અભ્યાસ કરવા જી. ટી .હાઇસ્કુલ માં દાખલ થયા. તેઓને મુંબઈમાં સંગીત શીખવાની તક પણ મળી ગઈ.
   ઉત્સાહી અને ઉમંગી ને કશું અઘરું નથી. જે મહેનત કરે છે તે પામે છે .ચાલનારને મુકામ મળી જાય છે. આ જ રીતે જયકૃષ્ણ મુંબઈમાં વ્રજ ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને ફારસી ભાષા શીખ્યા.
  નવરા બેસી રહેવાનું એમના સ્વભાવમાં નહોતું આથી તેમણે એક બેંકમાં હૂંડી ની દલાલીનો ધંધો કર્યો.
  પાછળથી આ કામ છોડી દીધું .મોટાભાઈ સાથે તેઓ મથુરા ગયા. ત્યાં પુસ્તકોની દુકાન ખોલી મોટાભાઈએ જય કૃષ્ણને દુકાન પર બેસાડ્યા. આથી એમને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી સાથે ઓળખાણ થઇ. આથી કુદરતી રીતે જયકૃષ્ણ ભાઈ ને વનસ્પતિશાસ્ત્રનો શોખ જાગ્યો.
  પોતાના શોખને પુરો કરવા તેઓ ભગવાનલાલ સાથે પ્રવાસ  કરવા લાગ્યા.
  ‌ તેમણે અનેક વનસ્પતિ ના નામ જુદી ભાષામાં ભણી લીધા. અમે તેમને ઓળખવા પણ લાગ્યા ્્
કચ્છ ઉપરાંત તેઓ બરડાનાં ડુંગરમાં રખડ્યા અહી તેમણે ઢગલાબંધ લઈ વનસ્પતિ જોવા મળી. તેમના ગુણદોષ જોયા. ઉપયોગ જાણી લીધો.
  આ પછી જય કૃષ્ણ ભાઇએ વનસ્પતિશાસ્ત્રના પારંગત ડોક્ટર સખારામ અર્જુન પાસેથી વધુ જ્ઞાન મેળવ્યું.
એવામાં  ડોક્ટર સખારામ ગુજરી ગયા. જયકૃષ્ણ નિરાશ ના થયા. એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. જ્યાં લગની છે, ધીરજ છે અને શ્રદ્ધા છે ત્યાં વિજય છે. સફળતા છે અને સિદ્ધિ છે.
   ગામ ધગસ જોઈને વનસ્પતિશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડોક્ટર મેકડોનાલ્ડ તેમની મદદથી આવ્યા એમણે જ કૃષ્ણને  વર્ષો સુધી માર્ગદર્શન અને સહકાર આપ્યા.
  આ અરસામાં કચ્છના રાજકુમાર માધુભાએ એક સુંદર રાજમહેલ બનાવ્યો. પરંતુ દુઃખની વાત એ હતી કે ઉનાળાના દિવસોમાં ત્યાં કચ્છ ની રેતી વંટોળિયો બની ઉડી આવતી હતી. થોડીવાર જો મહેલ ની બારી ઉઘાડી રાખવામાં આવે તો મહેલમાં રેતીનો ના નો ઢગ થઇ જાય. વળી આ રેતી એવી નકામી જમીન હતી કે તેમાં કોઇ પ્રકારની વનસ્પતિ ઊગી ન શકે.
 રેતી ને રોકવા માટે રાજકુમારે મોટા મોટા ઇજનેરોને બોલાવ્યા. અંગ્રેજ  ઈજનેરોને પણ બોલાવ્યા.
    રેતી ઊડતી બંધ થાય એ અંગે એમની પાસે યોજનાઓ માંગી તેઓએ લાખો રૂપિયાની યોજનાઓ આપી એ સઘળી યોજના ઓ નાકામયાબ થઈ.
   આ અરસામાં જય કૃષ્ણ ભાઈ રાજકુમારને મળ્યા. પોતાની સાદામાં સાદી યોજના એમણે મહારાજ ને બતાવી.
 આ યોજનામાં કોઈ ખર્ચ થવાનું નહોતું આથી મહારાજ ખુશ થયા એમની યોજના વિના વિલંબે અમલમાં મૂકી.
      જે દિશામાંથી વાવંટોળ આવતા હતા તે દિશામાં ખરસાડી થોરની મોટી મોટી વાડો ઉભી કરી દીધી. અમૂક જગ્યાએ રણની વનસ્પતિ વાવી. આથી પવન સાથે ઘસડાઇને આવતી રેતી થોરમા ગળાની જતી. હેરાન કરતી રેતી બંધ થઇ ગઇ. મહારાજા ખૂશ થયા.
   આ પછી જયકૃષ્ણ ઇન્દ્રજી એ પોરબંદર રાજ્ય ની નોકરી સ્વીકારી તેઓ જંગલ ખાતાના ઉપરી અધિકારી તરીકે નિમાયા હવે તેમણે પુનઃ બરડા ના ડુંગર ઉપર ઉગતી વનસ્પતિ નું વિધિવત સંશોધન કરવા માંડ્યું. આ નોકરી દરમિયાન તેઓ જંગલમાં અને વગડા માં ખૂબ ફર્યા જુદી જુદી જાતની વનસ્પતિ એમણે જોઈ ત્યાં વસતા લોકોનો પરિચય થયો. જંગલમાંથી આવતી વનસ્પતિ ના નમુના એમણે તારવ્યા તેના ગુણદોષ તપાસ્યા એ વખતે રાષ્ટ્રીય મહાસભાના આશ્રયે બરડાના ડુંગર ની વનસ્પતિ નું એક પ્રદર્શન ભરાયું. પ્રદર્શનમાં તેમણે વનસ્પતિના અનેક નમૂનાઓ મોકલ્યા આથી એમને ઈનામમાં 9 ચાંદ મળ્યા.
   તેમણે ઘોડા કુનના મુળિયાની શોધ કરી. જે અનેક રોગો માટે ખાસ ઉપયોગી હતી.

   જય કૃષ્ણ ભાઇએ પોરબંદર રાજ્યની 15 વર્ષ નોકરી કરી.ઈ... 1904 ની ડિસેમ્બરની પહેલી તારીખે નોકરી છોડી નિવૃત્ત થયા.
   હવે એમને વનસ્પતિશાસ્ત્રનુ ખૂબ જ્ઞાન થયું હતું. તેમની પાસે અનુભવ હતા આથી તેમણે "વનસ્પતિશાસ્ત્ર" નામનું પુસ્તક લખવા માંડ્યું. ત્રણ વર્ષ સુધી તેમણે આ પુસ્તક લખ્યું અને પૂરું કર્યું ઈ.સ.૧૯૧૦ માને પુસ્તક છપાવી ને બહાર પડ્યું.
   વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત એમણે "વનવિદ્યા" "બજારના ઓસડીયા ''કચ્છ ની જડીબુટ્ટી' વગેરે પુસ્તકો લખ્યા.
 ૭૬ વર્ષની ઉંમરે તેઓ માંદા પડ્યા એવામાં તેમની પુત્રી સુંદરબેન સુવાવડમાં ગુજરી ગયા. આથી તેમને આઘાત લાગ્યો અને 83 વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ ઈ.સ.૧૯૩૨ માં મરણ પામ્યા
     ધન્ય છે આવા વીર વનસ્પતિશાસ્ત્રી ને!


સાભાર---સબળા શિક્ષણ પુસ્તક માં થી
૨૦૨૧__જૂન

   
  

No comments:

Post a Comment