Friday 23 July 2021

ગુરુ પૂર્ણિમા આષાઢ પૂર્ણિમા મહત્વ

અષાઢી પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા ગુરુ મહિમા
આજે આષાઢ  પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનુ પર્વ છે. ભારતમાં જેટલું જ્ઞાનનું મહત્વ છે તેટલું જ જ્ઞાન ના દાતા ગુરુનું પણ મહત્વ છે. આથી ગુરુભક્તિ અને ગુરુ મહિમાનું ગૌરવ કરવા આજનું‌ 'ગુરુ પૂર્ણિમાનું' પર્વ યોજાયું છે.
  આજના પર્વે પોતાના ધર્મ ગુરુ- વિદ્યા ગુરૂનું પૂજન કરી ,તેમને પ્રેમપૂર્વક ભોજન- ગુરુદક્ષિણા આપી ગુરુનો મહિમા કરવાનો દિવસ છે. જૈન ભાઈ-બહેનો ગુરુપૂર્ણિમાના એક દિવસ પહેલા એટલે કે 14થી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરે છે. અઠ્ઠાઈ વ્રત કરે છે .સંયમ પાળે છે. લીલોતરી ત્યાગે  છે. આજથી ચાર માસ સુધી યાત્રા કરતા નથી .ગુજરાતમાં આષાઢી પૂનમે કેટલી સ્ત્રીઓ શાસ્ત્રોક્ત વિધિથી વ્રત કરે છે. ગુજરાત- મહારાષ્ટ્રમાં આ વ્રત ઉજવાય છે. ગામડાઓમાંથી  આજથી ગામને ચોરે પૂજન કરી તેમની પાસે કથા પારાયણ કરાવે છે જે ત્યાર માસ ચાલે છે.
   ભારતીય પરંપરામાં આધ્યાત્મની સાધના માટે, સત્ય જ્ઞાન મેળવવા માટે તથા પરમાત્માનો સાક્ષાત્કાર મેળવવા માટે બ્રહ્મનિષ્ઠ -સત્યનિષઠ ગુરુ ની પ્રાપ્તિ માટે ખૂબ આગ્રહ કર્યો છે, વૈદિક સમયમાં આજથી સપ્તર્ષિ ગુરુઓને અધ્યૅ આપી યજ્ઞનું અનુષ્ઠાન થતું પુરાણ સમયમાં ચોમાસામાં ચાર માસ વેદ શાસ્ત્રોનું અધ્યયન કરતા પહેલા ગુરુનું પૂજન થતું આજે સૌ આદિ ગુરુ શંકરાચાર્ય નું પૂજન કરે છે.
    ભારતીય જનજીવનના આદિ ગુરુ શંકરાચાર્યે ચીલાચાલુ કર્મકાંડ સામે બળવો જગાવી ઉપનિષદના જ્ઞાનમાર્ગને ચેતનવંતો બનાવ્યો. ખરા હૃદયથી સમાજની સેવા કરે, પ્રાણીમાત્રના કલ્યાણમાં લાગે, એવા સેવાભાવી સંન્યાસીઓ તૈયાર કર્યા ઘણા વધી પડેલા દેવ -દેવીઓની સંખ્યા ઘટાડી પાંચ દેવો શિવ- વિષ્ણુ- સૂર્ય-અંબા- ગણેશ -પંચાયતન દેશની  સ્થાપના કરી . ભારતની ચારે દિશા ઉત્તરમાં બદ્રિકાશ્રમ, દક્ષિણ શૃંગેરી, પૂર્વમાં જગન્નાથપુરી , પશ્ચિમ માં દ્રારિકામા   શાંકરપીઠ- મઠની સ્થાપના કરી.હિન્દુ ધર્મનુ મજબૂત સંગઠન તૈયાર કર્યું. તેમનું પૂજન કરે છે. આજે સૌ તેમનું પૂજન કરે છે.
   
  ગુરુ મહિમા
અજ્ઞાન  તીમીરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા
 અક્ષુ રુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરૂવે પણ:||
    અજ્ઞાન રૂપીઅંધકારમાં જ્ઞાનસળીથી જેમણે અમારા ચક્ષુ ઉઘાડ્યાં તેવા ગુરૂને વંદન કરીએ.
(બૃહત સ્રોત રત્નાકર)
પ્રેમલ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન પંથ ઉજાળ.
(આશ્રમ ભજનાવલી)
આભાર ગુજરાત સમાચાર તારીખ 23 જુલાઈ 2021

No comments:

Post a Comment