Tuesday 6 July 2021

સંત એકનાથ વિશે જાણવા જેવું

સંત એકનાથ
સંત સદાય સરળ
સંત સદાય સત્ય બોલે. એ બોલે તે સત્ય ઠરીને રહે. સંત દરેક જીવમાં આત્મા પરમાત્માને જુએ એમનામાં સમતા અને ક્ષમતા એ બે ગુણો પૂર્વે થયેલા હોય તે બુરુ બોલનારનુ યા બુરું કરનારનું પણ ભલું ઇચ્છે છે. તેઓ માન-અપમાન સુખ- દુખ ,હર્ષ -શોક ,લાભ-અલાભ , જય- પરાજય જેવા દ્વદ્વોને સમાન માનનારા હોય.
  સંતો સાગર જેવા. ધરતી ની ખારાશ વહિ આવવા છતાં સાગર તો આપે છે મીઠી વાદળી સંતો તરુવર જેવા. તરુવર સૂરજનો  પ્રખર તાપ સહીને આપે છે શીળી મીઠી છાંય. સંતો સરિતા જેવા પાણી મળે કે દોડીને ઘર ઘર આપે.
  આવા પરમાર્થી સંતો થી ભારતભૂમિ શોભાયમાન છે. યુગે યુગે આપણા દેશમાં સંતો જન્મ્યા છે એમણે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરી છે ની જ ધર્મની હાનીની થતી અટકાવી છે. ભાંગી પડેલા સમાજને બેઠો કર્યો છે ભૂલા પડેલા લોકોને માર્ગે ચઢાવ્યા છે એમનું વર્તન અનુકરણીય હોય છે સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય એવા આદરણીય સંત તેઓ હોય છે.
   આવા એક સંત દક્ષિણ ભારતમાં થઇ ગયા. નામ એમનું એકનાથ. એમનું જીવન રોમ રોમ પ્રસન્નતા આપનારું છે નિરાશ બની બેઠેલા માં  જોમ અને  ગુસ્સો ભરી દેનારું છે . માનવ જીવનને ઉન્નત કરનારુ છે. આપદાઓ માં માર્ગદર્શન આપનાર છે તેમણે સમાજને ઘણું બધું આપ્યું છે ચાલો એમનું આ જીવન વાંચી કંઈક મેળવી જાતને કૃતાર્થ કરીએ.
        જન્મ અને બાળપણ
એકનાથ નો જન્મ મહારાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ નગર પૈઠણ માં થયો હતો. આ ઐતિહાસિક નગરી શક રાજા સાલી વાહનની રાજધાની હતી .રાજા પોતે વિદ્વાન હતો વિદ્યાનો ઉપાસક હતો આ નગરી વિદ્વાનોનું ધામ બની ચૂકી હતી. પૈઠણના વિદ્વાનોએ આપેલો ચુકાદો આખરી ગણાતો આથી આ નગરીને દક્ષિણ નું કાશી કહે છે.
  એકનાથ સંવત ૧૫૯૦માં જન્મ્યા હતા. એમના પિતાનું નામ સૂર્યનારાયણ હતું માતાનું નામ રુકમણી હતું તેમના દાદા ભાનુ દાસ જાણીતા ભક્ત હતા. એકનાથના જન્મ પછી એવું બન્યું કે એમના મા-બાપ મરણ પામ્યા આથી લોકો એકનાથને અપશુકનિયાળ ગણવા લાગ્યા.
   એવામાં તેઓ છ વર્ષના થયા એમને યજ્ઞો પવિત સંસ્કાર આપવામાં આવ્યા જનોઈની વિધિ પત્યા બાદ એમને ગુરુને ત્યાં ભણવા મૂકવામાં આવ્યા. એકનાથ ગુરુને ત્યાં સંસ્કૃત નું અધ્યયન કરતા હતા રામાયણ ,મહાભારત, ભાગવત અને પુરાણોની કથા સાંભળતા હતા. ભણવામાં હોશિયાર હતા એમને એક વખત વાંચેલું કાયમ યાદ રહી જતું .એટલે ગુરુજી ને બહુ પરિશ્રમ ઉઠાવો પડતો નહીં તેઓ ઘણી વખત ગુરુને એવા પ્રશ્નો પૂછતાં તેમના ગુરુ મૂંઝાઈ જતા.
   કરતા તેમની ઉંમર 12 વર્ષની થઈ. એમને લાગ્યું કે,"ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ગુરુ વગરનો માનવી નુગરો કહેવાય. સમાજમાં તેનું સ્થાન ન હોય આથી તેઓ રાત-દિવસ ગુરુની ઝંખના કરવા લાગ્યા .
 એક મધરાતનો  સમય છે. એકનાથ એક શિવાલયમાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં એમના મનમાં એક ઝબકારો થયો. તું દેવગઢમાં જા ત્યાં જનાર્દન પંત નામે સમર્થ સંતપુરુષ રહે છે. એ તારા ગુરુ થવાની યોગ્ય છે."
   લીસી સપાટી પર લખોટી સડસડાટ સરકે છે. તેમ તેઓ જરા પણ વિલંબ કર્યા વિના દેવગઢ પહોંચી ગયા ત્યાં પૂજ્યભાવ થી જનાર્દન સંતના ચરણમાં ઝૂકી પડયો (સંવત ૧૬૦૨)
 જનાર્દન પંત બ્રાહ્મણ હતા. એ પ્રદેશના બાદશાહના વિશ્વાસુ માણસ હતા.
દેવગઢ ના હાકેમ  નિમવામાં આવ્યા હતા. તેઓ એક મુસલમાન બાદશાહની નોકરી કરતા હોવા છતાં ઈશ્વર ભક્ત અને સાધુ પુરુષ હતા.
    ગુરુ અને ભક્તિ
     કમળ જ માં રહેવા છતાં લોપાતું નથી. કેમ તેઓ રાજકારણ અને સંસારમાં જોડાયેલાં હોવા છતાં અલિપ્ત રહી ભગવાન દત્તાત્રેયની પૂરા ભાવથી ભક્તિ કરતા હતા.
  એમના જ પ્રયત્નથી દેવગઢ ની બધી કચેરીઓમાં ગુરુ દત્તના વાર ગુરુવારે રજા રાખવામાં આવતી હતી. તેઓ જનાર્દન સ્વામીના નામે પંથકમાં પ્રખ્યાત હતા.
  સારા ગુરુ એકનાથને મળ્યા એ પ્રભુની એમના પર કૃપાનું પરિણામ હતું. એકનાથે પોતાના ગુરુ જનાર્દન સ્વામીની છ વર્ષ લગી એકનિષ્ઠા થી સેવા કરી. સવારથી રાત્રીના સૂવાના સમય સુધી એવો ગુરુની સેવા કરતા સેવામાં કશી ખામી રહી ન જાય તે માટે તેઓ આયોજન કરતા.
   વિચાર કરી તે વસ્તુ હાજર રાખતા. એમના માટે પાણી ભરતા પૂજા સામગ્રી તૈયાર રાખતા. ગુરુ સેવા માં બેઠા હોય ત્યારે બહાર બેસી રહી ચોકી કરતા. ગુરુ જમતા હોય ત્યારે પાસે બેસી પવન નાખતા.
   એમણે  ગુરુને જ સાક્ષાત પરબ્રહ્મ માન્યા હતા.
  આ દશાનું વર્ણન કરતા એકનાથ કહે છે "ગુરુ એ જ મારા માટે માતા પિતા હતા. મારા ઇષ્ટદેવ હતા તન ,મન ,વચન અને પ્રાણથી ગુરુનું જ ધ્યાન કરવુંં એનું નામ ગુરુભક્તિ ગુરુ સેવામાં મન લાગે એટલે પોતાનું મને ભૂલાઈ જાય.
ઘણી વખત એવી સ્થિતિ થતી કે મનને લાગેલી તરસ જળ ને ભૂલી જતી ને ભૂખ અને ભૂલી જતી આવી સ્થિતિ ધ્યાનની પરાકાષ્ઠા સર્જતી હતી. એકનાથ ની કેવી ગુરુભક્તિ હતી તેનો એક પ્રસંગ જાણવા જેવો છે'.
   એક દિવસની વાત છે જનાર્દન સ્વામીભક્તિ માં બેઠા હતા એકનાથ બહાર તેમની રક્ષા કરતા બેઠા હતા એ વખતે દેવગઢ પર કોઈ શત્રુ ચઢી આવ્યો., એકનાથે ગુરુને ધ્યાનમાંથી જગાડ્યા નહીં. પોતે ગુરુ નો પોશાક પહેરી ગુરુના અશ્વ પર સવાર થઈ યુદ્વે ચડ્યા. ચાર કલાક સુધી યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં વીજયી બની એકનાથ પાછા આવ્યા જાણે કશું બન્યું નથી રીતે એમણે સાંજ ઉતારી નાખી ગુરુ ની સેવા માં દ્વારપાળ ના કામે લાગી ગયા. આવી એમની ગુરુભક્તિ હતી.
ક્રમશઃ ‌‌
‌‌.------+++++++++______

No comments:

Post a Comment