Tuesday 20 July 2021

આપણા દેશની મહાન નારીઓ---સાવિત્રી


આપણા દેશની મહાન નારીઓ---સાવિત્રી
અલ્પ આયુષ્ય હોવા છતાં સત્યવાન ગુણ હોવાને લીધે સાવિત્રી તેને વરી અને પોતાના અથાક તપોબળથી જ જાણે તેણે તેને યમપાશમાથી છોડાવ્યો. ભારત દેશે દુન્યવી સુખો અને ભોગો કરતાં સદગુણોનો અને તેને પ્રગટ કરનારા  તપનો મહિમા ગાયો છે. એવી આત્મશ્રદ્ધા પૂર્વકની તપસ્વીની કથા એટલે સાવિત્રી ની કથા.
     ઘણા પ્રાચીન સમયની વાત છે .એ વખતે દેશમાં અશ્વપતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને પુરુષ સદાચારી હતો. આ રાજા સર્વ રીતે સુખી હતો, પણ એક વાતે દુઃખી હતો.તેને એકે સંતાન નહોતું.આથી તે અંતરથી દુઃખી દુઃખી રહેતો હતો.
     સંતાન મેળવવા માટે તેણે અનેક પ્રકારના વ્રતો કર્યાં. કોઈ  ઋષિ ના કહેવાથી તેણે સાવિત્રીનું વ્રત કર્યું દેવી પ્રસન્ન થયા તેના પ્રસારથી તેને એક પુત્રી થઈ તેથી રાજાએ તેનું નામ સાવિત્રી  પાડ્યું.
   સાવિત્રી નાનપણથી જ ઘણી રૂપવાન અને ચતુર હતી .જેમ જેમ  તે મોટી થતી ગઈ તેમ તેનાં રૂપ ગુણ ખીલવા લાગ્યા. પિતાની માફક એને પણ ઈશ્વર ઘણો ભાવ. તે હંમેશા  ઈશ્વર ભક્તિ અને સત્કાર્યો કરેે આ રીતે તે  યૌવનના ઉમરે આવીને ઊભી રહી. રાજા એ તેનું લગ્ન કરવાનું વિચાર્યું. આ માટે એને પોતાની ઇચ્છા મુજબનો વર ખોળી કાઢવા રાજાએ દેશાટન કરવા મોકલી.
   સાવિત્રીએ તો જાતજાતના શહેરોને ભાતભાતના રાજાઓ જોયા. ફરતા-ફરતા તે એક તપોવનમાં આવી પહોંચી. ત્યાં એક ધુમત્સેન નામે રાજા તપ કરે. તે સાલ્વ દેશનો રાજા હતો.,  પરંતુ ઘડપણ  આવતા તે અંધ થયો હતો. તેથી તેને રાજ્ય ભ્રષ્ટ કરવામાં આવ્યો. આથી જંગલમાં રહી તપ કરતો હતો. તેની  રાણી અને પુત્ર પણ સાથે વનમાં રહેતા હતાં.
  પુત્રનું નામ હતું સત્યવાન. તે ગુણમાં પૂર્ણ હતો. સાવિત્રી એ જ્યારથી તેને જોયો ત્યારથી તે તેને વરી ચૂકી હતી. સત્યવાન નો વૃતાંત નિવેદન કરતી વેળા મુનિ નારદ ત્યાં હાજર હતા. નારદ પ્રસંગે આટલું સાવિત્રી, તે પસંદ કરેલા પતિ સર્વ રીતે યોગ્ય છે, પણ દુર્ભાગ્યે લગ્ન બાદ એક જ વર્ષમાં તેનું મૃત્યુ થશે.'
    નારદના વચન સાંભળી રાજાએ સાવિત્રી ને કોઈ બીજો વર પસંદ કરવા કહ્યું. પણ સામે સાવિત્રીનો તો અડગ નિર્ધાર હતો. તે કેમ ફરે ? હું એકવાર મારા મનથી વરી ચૂકી છું. હવે અન્ય કોઈનો વિચાર કરવો પાપ છે. સત્યવાન જ મારો સ્વામી.'
     સાવિત્રીનો દઢ નિર્ધાર જોઈ રાજા મૌન રહ્યો. તેણે ભાગ્ય પર વિશ્વાસ રાખી પોતાની વહાલી પુત્રી નું લગ્ન સત્યવાન સાથે કર્યું .લગ્ન થયું ને સાવિત્રી સર્વ રાજભોગ છોડી પતિ સાથે વનવાસી બની. તેણે પતિ અને સાસુ સસરા ની સેવા ચાકરી બજાવવા માંડી આથી ત્રણેયના હેત તેણે મેળવ્યા.
    એવામાં એક વર્ષ પૂરું થવા આવ્યું .ઋષિએ આપેલા અવધિ મુજબ હવે સત્યવાનના મૃત્યુના આડે ચાર દિવસ જ બાકી રહ્યા હતા .સાવિત્રી એ વિશે સજાગ જ હતી. પતિને કેમ બચાવવા તે વિશે સંચિત હતી. તેણે કુળદેવીને પ્રસન્ન કરવા વ્રત આરંભ્યું. તેણે પૂરા ત્રણ દિવસ ઉપવાસ કર્યા ને પ્રભુનું અખંડ સ્મરણ કર્યું.
   ચોથા દિવસનું પ્રભાત ખીલ્યું સત્યવાન પોતાના નિયમ મુજબ કુહાડો કાંધે ચડાવી લાકડા કાપવા અને ફળફૂલ વીણી  લાવવા વનમાં જવા નીકળ્યો .સાવિત્રીએ સમયસૂચકતા વાપરી. તે પણ સાસુ-સસરાની આજ્ઞા લઇ વન જોવાને બહાને સત્યવ્રત સાથે નીકળી.
   ફળફૂલ વિણતાં પતિ પત્ની ને બપોર થયા. સત્યવાને લાકડા કાપીને તેનો ભારો બાંધ્યો.ઘર પાછા ફરવાની તૈયારી કરવા માંડી.પણ આજે માથું ફાટી જાય એવો સૂરજનો તાપ હતો. સત્યવાન નું માથું ભમવા માંડ્યું સાવિત્રી સત્યવાન નું માથું ખોળામાં લીધું ને પછી પોતાના તપોબળથી જોયું તો એ દિવ્ય છતાં પુરુષ  દેહ સત્યવાન પાસે ઊભો હતો .એનું કારમુ સ્વરૂપ જોઈને સાવિત્રીને કંપારી છૂટી.
    તેને નારદ મુનિના વચનો યાદ આવ્યાં .
  સાવિત્રીએ એ દેવ પુરુષને નમસ્કાર કર્યા. પૂછ્યું: 'હે મહાપુરુષ આપ કોણ છો ? અહી શા હેતુથી આપ પધાર્યા છો ?'
     'હું યમરાજ છું.'
    'આ તમારા હાથમાં શું છે દેવ ?
    'મારા હાથમાં યમપાશ છે. સત્યવાન નું આયુષ્ય આજે પૂરું થાય છે. તેના પ્રાણ યમલોકમાં લઈ જવા માટે  આવ્યો છું. આમ કહી તેણે સત્યવાનના પ્રાણ બાંધી ચાલવા માંડ્યું.
    અને સાવિત્રીનું વ્રત કસોટીએ ચડ્યું. ભૂખી તરસી શોક  પામતી યમરાજની પાછળ પાછળ ચાલવા માંડી. પોતાના પતિના પ્રાણ યમરાજ સાથે આગળ ને  સાવિત્રી પાછળ. આમને આમ ગાઉનના ગાઉ કાપી નાખ્યા.
   યમદેવ ને પોતાના પગલાંની પાછળ પાછળ સાવિત્રીનાં પગલા સંભળાયાં. યમરાજ પાછા વળી ને બોલ્યા,'અરે તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે. માટે હવે પાછી વળ.'
   સાવિત્રીએ કહ્યું,'જ્યાં પતિ ત્યાં સતી. દેવ ! એ ધર્મ મારાથી કેમ છો ચુકાય ? મનેય સાથે લઈ જાઓ.'
  આ સાંભળી રાજા પ્રસન્ન થયા. તેમણે સત્યવાનના જીવન કે આયુષ્ય સિવાય કશુક માંગી લેવા તેને કહ્યું. પણ સાવિત્રી ને સત્યવાન થી અધિક શું હોય ? તેણે  સત્યવાનને સજીવન કરવા હઠ લીધી. સાવિત્રીની દ્દઢ  નિષ્ઠા જોઇ યમરાજ સત્યવાનનો પ્રાણ પોતાના પાશમાંથી મુક્ત કર્યો ને દીર્ઘાયુષ્ય બક્ષ્યું . એટલું જ નહીં યમરાજે એને વરદાનો પણ બક્ષ્યા. વૃદ્ધ અને અંધ સાસુ-સસરાને બળ અને આંખ બક્ષ્યા. ગયેલું રાજ્ય બક્ષીને યમરાજ અંતર્ધાન થયા.
  અજોડ નારીરત્ન સાવિત્રીના અવિચળ તપની આ ગાથા છે .એટલે જ આપણને આજે પણ ગાવી સાંભળવી ગમે છે.


સાભાર ---નારી શક્તિ અને સમાજ પુસ્તક માં થી.     ------



No comments:

Post a Comment