Monday 5 July 2021

શીર્ષાસન વિશે જાણવા જેવું

શીર્ષાસન=શીર્ષાસન  ==શીર્ષ+આસન
નામ--શીર્ષ એટલે માથું. આ આસનમાં શરીરને મસ્તક ના આધારે વિપરીત અવસ્થામાં તોળી રાખવામાં આવે છે. તેથી આસનનું નામ શીર્ષાસન રાખવામાં આવ્યું છે.
રીત---આસન પર ઢીચણ વાળીને બેસો બંને હાથના અંકોડા ભીડાવી હાથને ત્રિકોણાકારે ગોઠવો. બંને હાથની હથેળી વચ્ચે તાળવાનો ભાગ જમીન પર રહે તે રીતે માથું ગોઠવો. (આકૃતિ એક માં બતાવ્યા મુજબ ઉપર પ્રમાણે)
બંને ઘૂંટણ ને  ધીરે ધીરે મસ્તકની તરફ લાવો. બંને પગને ઉપરની તરફ આગળ લાવવાથી બંને પગના આંગળા જમીનની ઉપર ઉઠશે સમગ્ર શરીર માથું અને હાથના ત્રિકોણ પર તોળાયેલુ રહેશે બંને પગ ની પેની ઓ નિતંબ સાથે લાગશે (આકૃતિ બે મુજબ) આ અવસ્થા શીર્ષાસનને પ્રથમ અને મહત્વની અવસ્થા છે સાધક કે થોડા સમય સુધી નિયમિત પ્રથમ અવસ્થાઓનો અભ્યાસ કરવો.
પ્રથમ અવસ્થા સારી રીતે સિદ્ધ થયા બાદ ઘૂંટણને આકાશ તરફ સીધા કરો. કમરથી શરીર સીધું થશે બંને પગ ઘૂંટણ થી વળેલા રહેશે. બંને પગના તળિયા જમીન પર રહેશે (આકૃતિ 3 મુજબ મુજબ)
  આ અવસ્થા શીર્ષાસન ની દ્વિતીય અવસ્થા છે.
 હવે ધીરે ધીરે બંને પગને આકાશ ની દિશામાં સીધા કરો . શરીરને એક સીધી રેખામાં રાખો આંખ બંધ કરો (આકૃતિ ૪ મુજબ) આ અવસ્થા શીર્ષાસનની પૂર્ણ અવસ્થા છે.
આસનની પૂર્ણ સ્થિતિમાં સામાન્ય શ્વાસોશ્વાસ ચાલુ રાખવા નિશ્ચિત સમયના અંતે વિપરિતક્રમે આસન છોડવું.
શીર્ષાસનમાં રહીને પદ્માસન બાંધવામાં આવે તો ઉધ્વૅપદ્માસન બને છે.(. આકૃતિ પાંચ મુજબ)

શીર્ષાસનમાં રહીીીીનનેે
શીર્ષાસનમાં રહીને બંને પગને બાજુમાં ખોલવામાં આવે તો દ્વી-શિખાસન બને છે. (આકૃતિ છ મુજબ)
સૂચન--આસન બાંધતી વખતે કે છોડતી વખતે કૂદવું નહીં. આસનનો અભ્યાસ યોગ શિક્ષકના માર્ગદર્શન નીચે કરવો હિતાવહ છે .શીર્ષાસન માટેનું આસન પ્રમાણમાં નરમ અને જાડું રાખવું જેથી મગજને રક્તવાહિનીઓના કોષોને નુકસાન ન થાય. આસનની પૂર્ણ સ્થિતિમાં શરીરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. જ્યાં સુધી પ્રથમ અવસ્થા સારી રીતે હસ્તગત ના થાય ત્યાં સુધી આગળ અવસ્થામાં પ્રવેશ ન કરવો શીર્ષાસનના અંતે સવાસન કરવું.
સાવચેતી--_
જેમને લોહીના ઊંચા દબાણની કે રદય રોગ ની તકલીફ હોય તેમણે આ આસન ન કરવું .જેમની કેશવાહિનીઓ નબળી હોય તેમણે આ આસન ન કરવું .જેમને કાનમાં રસી થતાં હોય તેમણે આ આસન ન કરવું .સગર્ભા સ્ત્રીઓએ આ આસનનો  અભ્યાસ ન કરવો. દસ વર્ષથી નાના બાળકો એ આસન ન કરવું.
સમય---
શીર્ષાસન નો અભ્યાસ શરૂઆતમાં 30 સેકન્ડ સુધી જ કરવો અભ્યાસ વધતાં આસન બાર મિનિટ સુધી કરી શકાય.
લાભ----
શીર્ષાસન  આસન ગુરુત્વાકર્ષણ બળ ના નિયમ વિરુદ્ધનું હોવાથી રુધિરાભિસરણ તંત્ર કાર્યક્ષમ બને છે આ સંધિ મગજને પૂરતું લોહી મળે છે તેથી જ્ઞાનતંત્ર સ્વસ્થ રહે છે શરીરની સમતુલન શક્તિ વધે છે હૃદયનું સ્વાસ્થ્ય જળવાય છે અને તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે શીર્ષાસન થી પીનિયલ, પિચ્યુટરી , થાઇરોઇડ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ પર પ્રભાવ પડે છે તેથી સમગ્ર શરીરનું સ્વાસ્થ્ય જળવાય છે શીર્ષાસન થી  પાચનતંત્ર કાર્યક્ષમ બને છે. લીવર અને સ્પલીનનું શિથિલપણૂ દૂર થાય છે. યૌગિક પ્રાણ વિજ્ઞાન પ્રમાણે નાભીમાં સૂર્ય અને મસ્તકમાં ચંદ્ર હોય છે શીર્ષાસન કરવાથી ચંદ્રમાં ઝરતું અમૃત સૂર્ય દ્વારા ગ્રહણ કરી જવાના બદલે આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગી બને છે નિયમિત અભ્યાસથી ચિત્તમાં ઉત્પન્ન થતી વૃત્તિ ઓ શાંત બનવા લાગે છે. મનની શક્તિ વધે છે.
એકાગ્રતામાં તીવ્ર વધારો થાય છે.

No comments:

Post a Comment