Sunday 4 July 2021

સૈનિક સૈનિક રમીએ કવિતા ધોરણ--૪

ચાલ બચુડા,
 લઇ લે સોટી સૈનિક સૈનિક રમીએ,
માથે મજાની પહેરી ટોપી ગલીએ-ગલીએ ભમીએ.
હું પપ્પાનો કોટ લૈ આવું, તું લૈ આવને સીટી,
હું  બાનાં ચશ્મા લૈ આવું, કાગળિયામાં વીંટી.
બનીઠનીને બેસી જઈએ, અફસર સા'બને નમીએ,
  ચાલ બચુડા, લઇ લે સોટી સૈનિક સૈનિક રમીએ.
કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો,
દેશભક્તિ નું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો.
આઝાદીની રક્ષા કરીને ભારતમાતા ને ગમીએ,
 ચાલ  બચુડા , લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ.

No comments:

Post a Comment