Showing posts with label vtv news. Show all posts
Showing posts with label vtv news. Show all posts

Saturday, 5 August 2023

Big breaking - પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન ને ૩ વર્ષની સજા, ૧લાખનો દંડ, કરાઈ ધરપકડ

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા
પીટીઆઈએ દાવો કર્યો કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી
કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન (70 વર્ષ)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાનને 3 વર્ષની જેલની સજા ફટકારી છે.એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ ઇમરાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં છે. તે આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વાતાવરણ ગરમ થઈ શકે છે.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાન ખાનને આ સજા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવાની તક છે.

 File Photo

ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે કે પછી તેને કોર્ટમાંથી જ જામીન આપવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. સુનાવણી બાદ કોર્ટે ઈમરાન ખાનને પ્રોપર્ટી છુપાવવા અને સરકારી ગિફ્ટ વેચવા બદલ દોષી ઠેરવ્યા છે. જોકે ઈમરાન ખાનના વકીલોએ પહેલા જ ટ્રાયલ કોર્ટના જજ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ફરી એકવાર હંગામો વધવાની સંભાવના છે.તોશાખાના કેસમાં રાહત માંગતી અરજી અને પછી.....
આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત માંગતી ઈમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાંથી તેમના દ્વારા રાખવામાં આવેલી ભેટની વિગતો 'ઈરાદાપૂર્વક છુપાવી' હતી. કોર્ટમાં આરોપો સાબિત થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

શું કહ્યું હતું પીટીઆઈએ ?
કોર્ટના નિર્ણય બાદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ નિવેદન જાહેર કરીને કહ્યું- આ એકદમ શરમજનક અને ઘૃણાજનક છે. કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે, માત્ર એટલા માટે કે ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવવાની અને જેલમાં નાખવાની ઈચ્છા છે.

શું છે તોશાખાના કેસ?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે, તેમણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. વર્ષ 2018માં ઈમરાન ખાનને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી. ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી.


Saturday, 6 November 2021

HRA વધવાની શક્યતા

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર

હાઉસ રેન્ટ એલાઉન્સ લાગુ કરવાની માંગ

11.56 લાખથી વધુ કર્મચારીઓને થશે અસર

સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે.સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે.આ સાથે મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની સાથે અન્ય ભથ્થા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેનો લાભ તેમને જાન્યુઆરીથી મળશે.

બોર્ડને દરખાસ્ત મોકલીબોર્ડને દરખાસ્ત મોકલી
વાસ્તવમાં, આ વધારો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં કરવામાં આવશે, જેના કારણે પગારમાં બમ્પર વધારો થશે. નાણા મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) લાગુ કરવાની માંગ પર વિચાર-મંથન શરૂ કર્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.જાન્યુઆરી 2021 થી HRA મળશે

પ્રસ્તાવની મંજૂરી પછી, કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. આ કર્મચારીઓને HRA મળતાં જ તેમના પગારમાં જબરદસ્ત વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.

કર્મચારીઓને HRAમાં વધારો
વાસ્તવમાં, જો મોંઘવારી ભથ્થું 25% થી વધુ હોય તો HRA આપમેળે રિવાઇઝ થાય છે. DoPTના નોટિફિકેશન મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે વધારાના HRAમાં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને સામેલ કરવાનું શરૂ કર્યું છે.

શહેરની કેટેગરી પ્રમાણે HRA

તમામ કર્મચારીઓને વધેલા HRAનો લાભ મળવા લાગ્યો છે. તેથી શહેરની કેટેગરી પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકા એચઆરએ મળવાનું શરૂ થયું છે. આ વધારો પણ DAની સાથે 1 જુલાઈ 2021થી અમલમાં આવ્યો છે.
Vtv news by---