Tuesday 31 May 2022

https://docs.google.com/document/d/1lG2QNDKIwCoBwk_YB9YBW9uvS_Q7V1w-D6RvR0FyTsI/edit?usp=drivesdk

🔰 શિવ મંદિર - કેરા 🔰✔️ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના કેરા (પૌરાણિક કપિલકોટ)માં ૧૦મી સદીનું અતિ પૌરાણિક શિવ મંદિર આવેલું છે, કહેવાય છે કે આ જગ્યા એ બળવાન શાશક લાખા ફૂલાણીની રાજધાની હતી અને તેમણે અહી કિલ્લો અને શિવ મંદિર બંધાવ્યું હતું. ✔️આ મંદિરની ગણના કચ્છ જીલ્લાના સૌથી મોટા અને સુંદર મંદિરોમાં થાય છે, આ મંદિરના શિલ્પો અને કોતરણી એ જ સમયે બંધાયેલા ખજુરાહોના મંદિર સાથે કરી શકાય. ✔️ઈ.સ. ૧૮૧૯ માં આવેલ વિનાશક ભૂકંપમાં આ મંદિરનો મોટાભાગનું સ્થાપત્ય ધરાશાયી થયું હતું.

https://drive.google.com/file/d/140TmTWVCN7YDgmhQYryOubsfOaqncN7U/view?usp=drivesdk

🏔🏔 ફૉંગપુઈ પર્વત 🏔🏔 ▪️ફૉંગપુઈ, જેને બ્લુ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે તે મિઝોરમમાં સૌથી ઊંચુ પર્વત શિખર છે▪️તે મ્યાનમાર સરહદની નજીક મિઝોરમના દક્ષિણપૂર્વ વિસ્તારમાં, લૉંગટલાઈ જિલ્લામાં સ્થિત છે.▪️ઉચ્ચતમ બિંદુ : ફુનપી ક્લાંગ 7077 ફૂટ▪️ફૉંગપુઈ એ લુશાઈ હિલ્સનું સૌથી ઊંચું શિખર છે▪️પહાડી બકરાઓનું કુદરતી ઘર.▪️1992 થી પર્વતનો સમાવેશ મિઝોરમમાં ▪️મિઝોરમના માત્ર બે રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી એક, ફાવંગપુઈ રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત વિસ્તારમાં આવેલ છે.▪️આ વિસ્તાર મેટેડ વાંસ અને અન્ય આકર્ષક વનસ્પતિઓથી ઘેરાયેલો છે. આ પ્રદેશમાં જોવા મળતી કેટલીક દુર્લભ પ્રજાતિઓ સહિત પતંગિયાઓની જાતો છે.

*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍**📚Part - 1📚*~~~~~~~~~~~~*★ગુજરાત' નામકરણનો ટૂંકો ઈતિહાસ :-*➖પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને 'આનર્ત' તરીકે ઓળખવામાં આવતો.➖સ્ટ્રેબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે 'સેરોસ્ટ્સ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.જ્યારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેત્તાઓએ સૌરાષ્ટ્ર માટે 'સુરાષ્ટ્રીન' શબ્દનો પ્રયોગ કર્યો હતો.➖ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઇ.સ.640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ 'સુલકા' શબ્દ દ્વારા કર્યો હતો.➖વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન 'લાટ' શબ્દ પ્રયોજાતો હતો.ટોલેમીના ગ્રંથમાં 'લાટિકા' અર્થાત લાટનો ઉલ્લેખ જોવા મળે છે. ટોલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ 'મૉફિસ' તરીકે કર્યો છે.➖આરબ યાત્રાળુ અલબરૂનીએ 'ગુર્જર' શબ્દની સાથે અરબી ભાષાનો 'અત' પ્રત્યય જોડીને તેને 'ગુજરાત' એવું નામ આપ્યું.➖'ગુજરાત' નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ.1233માં લખાયેલા 'આબુરાસ'માં મળે છે.15મી સદીમાં રચાયેલા 'કાન્હડદે પ્રબંધ'માં પણ 'ગુજરાત' એવું નામ આપ્યું.*★સ્થાન :-*➖ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલું છે.*★અક્ષાશ-*➖ 20.6° ઉત્તર અક્ષાશથી 24.07° ઉત્તર અક્ષાશ*★કર્કવૃત્ત*➖કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગના 6 જીલ્લાઓમાંથી પસાર થાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ક્રમમાં નીચે મુજબ છે.*ક્ચ્છ - પાટણ - મહેસાણા - ગાંધીનગર - સાબરકાંઠા - અરવલ્લી*➖કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.➖મહી નદી કર્ક રેખાને બે વાર ઓળંગતી એકમાત્ર નદી છે.*★કટિબંધ :-*➖કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજ્યનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.*★રેખાંશ :-*➖68.7° પૂર્વ રેખાંશથી 74.28° પૂર્વ રેખાંશ*★ક્ષેત્રફળ :-*➖1,96,024 ચોરસ કિ.મી. (75,686 ચોરસ માઈલ)➖વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે તથા છઠ્ઠો ક્રમ ધરાવે છે.1.રાજસ્થાન 2.મધ્યપ્રદેશ 3.મહારાષ્ટ્ર4.ઉત્તરપ્રદેશ 5.જમ્મુ કાશ્મીર 6.ગુજરાત*★ઉત્તર-દક્ષિણ લંબાઈ :-*➖590 કિ.મી.*★પૂર્વ-પશ્ચિમ પહોળાઈ :-*➖500 કિ.મી.*★વસતી :-*➖2011ની વસતી ગણતરી મુજબ દેશની કુલ વસતીના 5%(4.99%) જેટલી થાય છે.*★ગુજરાતના રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા:-**Short Trick :- કમ અદાબ*1.કચ્છ 2.બનાસકાંઠા 3.અરવલ્લી 4.મહીસાગર 5.દાહોદ*★ગુજરાતના મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા:-*1.દાહોદ 2.છોટા ઉદેપુર*★ગુજરાતના મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા :-**Short Trick :- તાન છોડાવે નર્મદા*1.તાપી 2.નવસારી 3.છોટા ઉદેપુર 4.ડાંગ 5.વલસાડ 6.નર્મદા*★દરિયાઈ સીમા :-*➖ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જેની લંબાઈ 1600 કિમી. છે. (990 માઈલ)➖ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે.➖ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો :- *કચ્છ*➖વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :1.કચ્છ 2.મોરબી 3.જામનગર 4.દેવભૂમિ દ્વારકા 5.પોરબંદર 6.જૂનાગઢ 7.ગીર સોમનાથ 8.અમરેલી 9.ભાવનગર 10.અમદાવાદ 11.આણંદ 12.ભરૂચ 13.સુરત 14.નવસારી 15.વલસાડ*★અખાત :-*➖ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે. જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે.1.કચ્છનો અખાત 2.ખંભાતનો અખાત*★હવાઈ મથકો :-*➖સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.➖વડોદરાના સિવિલ એરોડ્રામ (હરણી) એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્દઘાટન 22 ઓક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.➖1 મે, 1960માં ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.➖1964માં ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો.➖1966માં વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો.➖2 ઓક્ટોબર,1997ના રોજ 5 નવા જિલ્લા રચવામાં આવ્યા. 1.આણંદ 2.દાહોદ 3.નર્મદા 4.નવસારી 5.પોરબંદર➖2000માં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો.➖2 ઓકટોબર, 2007ના રોજ તાપી જિલ્લો બનાવવામાં આવ્યો.➖15 ઓગસ્ટ, 2013ના રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી.1.અરવલ્લી 2.બોટાદ 3.છોટા ઉદેપુર 4.દેવભૂમિ દ્વારકા 5.મહીસાગર 6.મોરબી 7.ગીર સોમનાથ➖આમ, ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે.➖વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો:- કચ્છ➖વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ➖આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા :- 12➖રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- દાહોદ➖મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- છોટા ઉદેપુર➖સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા :- ખેડા, રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)➖એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો :- વલસાડ

🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵*👉🏻 કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા:*🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭*🌹કચ્છ જિલ્લો🌹*👉🏻 કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.👉🏻૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.👉🏻 એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.👉🏻પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. .👉🏻અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચિન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.....➖ મુખ્ય મથક:પશ્ચિમ-કચ્છ ભુજ, અને પૂર્વ-કચ્છ, ગાંધીધામ➖ પ્રમુખ, જિલ્લા પંચાયત:ત્રીકમભાઈ બિજલભાઈ છાંગાવસ્તી➖ ગીચતા:૨૦,૯૨,૩૭૧ (૨૦૧૧)➖ લિંગ પ્રમાણ:૧.૦૫➖ વિસ્તાર:૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)➖ વાહન કોડ:GJ-12          🌍 ભૂગોળ🌍👉🏻 કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન,👉🏻  પશ્ચિમ દિશામાં: અરબી સમુદ્ર👉🏻 દક્ષિણમાં:કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે.👉🏻કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. 👉🏻 જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર: ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. 👉🏻ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે.👉🏻 તાલુકા - ૧૦👉🏻 શહેરો - ૧૦👉🏻 ગામડા - ૯૫૦✍ કચ્છમાં આવેલા તાલુકાઓ➖અબડાસા➖નખત્રાણા➖ભચાઉ➖અંજાર➖ગાંધીધામ➖માંડવી➖મુન્દ્રા➖રાપર➖લખપત➖ભુજ👉🏻 વિધાનસભા બેઠકો અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.👉🏻 ભાષાકચ્છીગુજરાતીઉપરાંત બહારથી વસવાટ કરેલ ની ભાષાઓ ➖ સિંધી,➖ હિન્દી,➖ અંગ્રેજી,➖મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.📖 ઇતિહાસ📖કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩ મળી આવેલા,અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, ભારતનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલીક સ્થિતિની નજરે હાલ તે એશીયાના શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેણે અલ્લાહ બંધનું ર્સજન કરતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતા અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી.➖ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું⛰🏔🏔⛰🏔⛰🏔⛰      ઇતિહાસિક સ્થળો➖ માતાનો મઢ આશાપુરા માતાજીનું મંદિર➖ કોટેશ્વર રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર➖ નારાયણ સરોવરપૌરાણિક મહત્વ ધરાવતું સરોવર➖ હાજીપીર હાજીપીરની દરગાહ➖ જેસલ-તોરલ સમાધિઅંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ➖ છતરડીભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)➖ લાખા ફૂલાણીની છતરડીકેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી➖ સૂર્યમંદિરકોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય➖ પુંઅરો ગઢનખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ➖ લખપતનો કિલ્લોશિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ➖ કંથકોટનો કિલ્લોશિલ્પ સ્થાપત્ય➖ તેરાનો કિલ્લોશિલ્પ સ્થાપત્ય➖ મણીયારો ગણશિલ્પ સ્થાપત્ય➖ ધોળાવીરાહડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ➖ કંથકોટપુરાતત્વ➖ આયનામહેલસંગ્રહાલય, રાજમહેલ-ભુજ➖ પ્રાગ મહેલરાજમહેલ-ભુજ➖ વિજયવિલાસ પૅલેસરાજમહેલ-માંડવી➖ ધ્રંગમેકરણ દાદા નું મંદિર➖રવેચીમાનું મંદિરરવ તીર્થધામ➖પીંગલેશ્વર મહાદેવપર્યટન સ્થળ, દરિયાકાંઠો➖ બિલેશ્વર મહાદેવપર્યટન, ધાર્મિક સ્થળ➖ કાળો ડુંગરધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર➖ ધીણોધરધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય➖ ઝારાનો ડુંગરઐતિહાસિક ડુંગર➖ મોટું રણસફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર➖ નાનું રણરણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન➖ ભદ્રેસરજૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ🌹મીઠા ઉદ્યોગ 🌹👉🏻 જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે👉🏻 જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે➖ મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે👉🏻 ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે.➖ જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. 👉🏻 જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે.➖ જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે🌹 બંદરો  🌹👉🏻ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે.👉🏻 જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.👉🏻 જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે. 👉🏻 કચ્છ જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે.👉🏻 આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે.👉🏻 માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી  બાંધવાનું કામ શરુ થયુ છે.👉🏻 આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

Monday 30 May 2022

⛰⛰ વિંધ્ય પર્વતમાળા ⛰⛰▪️વિંધ્ય પર્વતમાળા (વિંધ્યાચલ) એ પશ્ચિમ-મધ્ય ભારતમાં પર્વતમાળાઓ અને ઉચ્ચપ્રદેશોની એક જટિલ, અવિચ્છેદિત સાંકળ છે.▪️ઉચ્ચ શિખર : સદ્દભાવના શિખર & દમોહ જિલ્લામાં કાલુમાર શિખર (2,467 ફૂટ)▪️રાજ્યો : મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર▪️ભારતીય પૌરાણિક કથાઓ અને ઈતિહાસમાં વિંધ્યનું ઘણું મહત્વ છે.કેટલાક પ્રાચીન ગ્રંથોમાં વિંધ્યનો ઉલ્લેખ આર્યાવર્તની દક્ષિણ સીમા તરીકે કરવામાં આવ્યો છે, જે પ્રાચીન ભારત-આર્યન લોકોનો પ્રદેશ છે.▪️આજે ભારત-આર્યન ભાષાઓ વિંધ્યની દક્ષિણે બોલાતી હોવા છતાં, શ્રેણીને ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેની પરંપરાગત સીમા તરીકે ગણવામાં આવે છે.▪️ગંગા-યમુના પ્રણાલીની કેટલીક ઉપનદીઓ વિંધ્યમાંથી નીકળે છે.આમાં ચંબલ, બેતવા, ધસન, કેન, તમસા, કાલી સિંધ અને પાર્વતીનો સમાવેશ થાય છે.

🔥🔥 ૩૧ પ્રશ્નો મેળા વિશે:- 🔥🔥🔷 ૧] કુંભમેળો ➖ નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.🔷 ૨] પુષ્કર નો મેળો ➖ રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે🔷૩] તરણેતર નો મેળો ➖ ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે.🔷૪] ભવનાથનો મેળો ➖ મહાશિવરાત્રીના રોજગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.🔷૫] વૌઠાનો મેળો ➖ કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.🔷 ૬] માધ મેળો ➖ અલાહાબાદ માં જાન્યુઆરી ફેબ્રુઆરી મા ભરાય છે.🔷 ૭] જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલપ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ ભરાય છે.🔷 ૮] સોનપુર નો પશુમેળો➖ ભારતનો સૌથી મોટોપશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-ગડક્ના સંગમ પર યોજાયછે.🔷 ૯] જાનકીમેળો ➖ મુજફફરપુર જિલ્લાના સીતામઢીખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.🔷 ૧૦] ગાયચારણ નો મેળો ➖મથુરામાં કારતકમહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.🔷૧૧] રામદેવજીનો મેળો ➖ રાજસ્થાનના પોખરન માં ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.🔷 ૧૨] બાબા ગરીબનાથ નો મેળો➖ મધ્યપ્રદેશ ના શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.🔷૧૩] કૈલાસ મેળો➖આગ્રામાં શ્રાવણનાબીજાસોમવારે યોજાય છે.🔷૧૪] મહામૃત્યુંજયનો મેળો ➖ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.🔷 ૧૫] ગંગાસર મેળો ➖ પશ્વિમ બંગાળમાંમકરસંકાતિના દિવસે યોજાય છે. 🔷 ૧૬] અન્નકૂટનો મેળો ➖ શ્રીનાથદ્રારામાં કારતક સુદ એકમના રોજ યોજાય છે.🔷 ૧૭] જાગેશ્વરી દેવીનો મેળો ➖ મધ્યપ્રદેશનાચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.🔷 ૧૮]વૈશાલીનો મેળો ➖ બિહારના વૈશાલીમાં ચૈત્ર સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.🔷 ૧૯] સિરજકુંડનો શિલ્પ મેળો➖ ફ્રેબુઆરી મહિનામાં યોજાય છે.🔷 ૨૦]મહાવીરહીનો મેળો ➖ રાજસ્થાનના હિંડોન માં ચૈત્ર મહિનામાં યોજાય છે.🔷 ૨૧] ગણેશચતુર્થીનો મેળો ➖ રાજસ્થાનના સવાઇમાધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ યોજાય છે.🔷 ૨૨] રથ મેળો ➖ ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્રમહિનામાં ભરાય છે.🔷 ૨૩] કુલુનો મેળો ➖ હિમાચલ પ્રદેશના કુલુમાંદશેરાના દિવસે મેળો ભરાય છે.🔷 ૨૪] રેણુકાજીનો મેળો ➖ હિમાચલપ્રદેશનારેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.🔷 ૨૫] જગન્નાથ પુરીની રથયાત્રા ➖અષાઢ સુદબીજના દિવસે પુરીમાં યોજાય છે.🔷 ૨૬] શામળાજીનો મેળો ➖ ગુજરાતના સાબરકાંઠાજિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫સુધી મેળો ભરાય છે.🔷 ૨૭]અંબાજી નો મેળો ➖ ગુજરાત ના બનાસકાંઠા માઅંબાજીમાં ભાદરવા સુદ ➖ પૂનમે યોજાય છે.🔷 ૨૮] વિશ્વ પુસ્તક મેળો ➖ દિલ્હીમાં ફ્રેબ્રુઆરી મહિનામાં યોજાય છે.🔷 ૨૯]ઝંડા મેળો ➖ દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે ભરાય છે.🔷 ૩૦] દદરીનો મેળો. ➖ બલિયામાં કારતક પૂર્ણિમાએ ભરાય છે.🔷 ૩૧] ચોસઠ જોગણી નો મેળો ➖ વારાણસીમાં ચૈત્ર સુદ એકમના દિવસે ભરાય છે.

🔰અપભ્રંશ સ્કૂલ ઓફ આર્ટ 🔰👉આ શાળા તેના મૂળ ગુજરાત અને રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં જોવા મળે છે. 👉તે 11મી થી 15મી સદી દરમિયાન પશ્ચિમ ભારતમાં ચિત્રકામની મુખ્ય શાળા હતી. 👉આ ચિત્રોની સૌથી સામાન્ય થીમ જૈન હતી અને પછીના સમયગાળામાં વૈષ્ણવ શાળાએ તેમને પણ અનુરૂપ કર્યા. 👉ચિત્રોમાં દર્શાવવામાં આવેલી માનવ આકૃતિઓની વિશેષતાઓમાં માછલીના આકારની મણકાવાળી આંખો છે; પોઈન્ટેડ નાક અને ડબલ ચિન. 👉ચિત્રોમાં પ્રાણી અને પક્ષીની મૂર્તિઓને રમકડાં તરીકે દર્શાવવામાં આવી છે. 👉સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ કલ્પસૂત્ર અને 15મી સદીની કલાકાચાર્ય કથા છે.

👉મોટા ભાગના ભીંતચિત્રો કાં તો કુદરતી ગુફાઓમાં છે અથવા તો ખડકમાંથી કાપેલા ચેમ્બરમાં છે. 👉ચિત્રો એક થીમને અનુસરે છે, જેમાં સૌથી સામાન્ય હિંદુ, બૌદ્ધ અને જૈન છે. 👉મ્યુરલ પેઈન્ટિંગ્સ તેમના સંપૂર્ણ કદને કારણે અનન્ય છે. 👉તેઓ કાગળ પર સમાવી શકાતા નથી અને મોટા બાંધકામોની દિવાલો પર, સામાન્ય રીતે ગુફાઓ અને મંદિરની દિવાલો પર ચલાવવાની જરૂર છે. 👉પ્રાચીન કાળમાં, આનો ઉપયોગ ત્રણ મુખ્ય ધર્મો દ્વારા કરવામાં આવતો હતો: બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિંદુ ધર્મ.👉 કેટલાક શ્રેષ્ઠ ઉદાહરણો અજંતા-ઇલોરા ગુફાઓમાં ભીંતચિત્રો છે.

કચ્છના રણમાં સ્થિત મનમોહક #ગાંગટા_બેટ...અફાટ રણમાંથી પસાર થતા #GangtaBet જવાના રસ્તાની ચોતરફ પાણી સુકાઈને મીઠામાં પરિવર્તન થયા બાદ સર્જાતું સફેદ રણનું મનમોહક દ્રશ્ય કરાવે છે વિદેશના બરફ આચ્છાદિત પ્રદેશોની અનુભૂતિ કરાવે છે.

🏞 પાક અને તેના જન્મદાતા દેશ 🏞🥬 ચીન ➖ ચા, જવ અને સોયાબીન🥬 ભારત ➖ મગ, જુવાર, અડદ અને શેરડી 🥬 બ્રાઝિલ ➖ રબર અને કોફી 🥬 મેક્સિકો ➖ ટામેટા 🥬 મધ્ય અમેરિકા➖ મકાઈ 🥬 દક્ષિણ અમેરિકા➖ તમાકુ 🥬 આફ્રિકા➖ બાજરી 🥬 પેરુ➖ બટાટા 🥬 ભારત અને ઈન્ડોનેશિયા ➖ ધાન્ય પાક

🏆📌ગુજરાતમાં ક્ષત્રપ સમયના પ્રદેશના નામ🔥 🏆આકર - પૂર્વ માળવા🏆અવંતિ - પશ્ચિમ માળવા🏆અનૂપ - માહિષ્મતી આસપાસનો નર્મદાકાંઠો🏆નીવૃત્ - નિમાડ🏆આનર્ત - ઉત્તર ગુજરાત🏆સુરાષ્ટ્ર - સૌરાષ્ટ્ર🏆શ્વભ્ર - સાબરકાંઠો🏆મરુ - મારવાડ🏆સિન્ધુ - સિંધ🏆સૌવીર - નગરઠઠ્ઠા અને થર-પારકરનો પ્રદેશ🏆કુકુર - પૂર્વ રાજસ્થાન🏆અપરાન્ત - કોંકણ અથવા દક્ષિણ પંજાબ🏆નિષાદ - ડાંગ, વાંસદા, ધરમપુર, વાગડને સમાવતો ભીલ - પ્રદેશ

🏔🏔 જવાદી ટેકરીઓ 🏔 🏔▪️જાવધી હિલ્સ (જવાધી, જવાધુ હિલ્સ પણ) એ દક્ષિણપૂર્વ ભારતમાં તમિલનાડુ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વેલ્લોર અને તિરુવન્નામલાઈ જિલ્લાના ભાગોમાં ફેલાયેલા પૂર્વી ઘાટનો વિસ્તાર છે.▪️ભારતના બ્રિટિશ વસાહતીકરણ દરમિયાન, જવાદી હિલ્સ ક્યારેક-ક્યારેક સરકારી ગેઝેટિયર્સ અને મેન્યુઅલ, એથનોગ્રાફી અને પ્રવાસીઓના વર્ણનમાં દેખાયા હતા. હેનરી લે ફાનુ, 1883માં જવાધી ટેકરીઓની સુંદરતાની પ્રશંસા કરી.▪️ ભારતીય ખગોળશાસ્ત્રી વૈનુ બાપ્પુએ 1967માં કામગીરી શરૂ કરનાર કાવલુર ઓબ્ઝર્વેટરી (VBO)ના સ્થળ તરીકે જવાદી પહાડોની પસંદગી કરી હતી.

🏔🏔 મિશ્મી હિલ્સ 🏔🏔▪️મિશ્મી ટેકરીઓ ઉત્તરપૂર્વીય અરુણાચલ પ્રદેશમાં ભારતના ઉત્તરપૂર્વીય છેડે આવેલી છે▪️આ ડુંગરાળ વિસ્તાર તીવ્ર ઢોળાવ ધરાવતો લેન્ડફોર્મ, પેટા-ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ અને વધુ વરસાદ દ્વારા વર્ગીકૃત થયેલ છે.▪️ત્યાં લગભગ 6000 છોડની પ્રજાતિઓ, 100 સસ્તન પ્રજાતિઓ અને લગભગ 700 પક્ષીઓની પ્રજાતિઓ છે. પતંગિયા અને અન્ય જંતુઓ પણ મોટી સંખ્યામાં છે.

🏔🏔નર્મદા નદીનું મૂળ સ્થાન (અમરકંટક)🏔🏔 અમરકંટક એ સ્થળ છે જ્યાંથી નર્મદા નદી નીકળે છે. તે મૈકલ પર્વતમાળાઓમાંથી નીકળે છે.▪️અમરકંટક મધ્યપ્રદેશના શાહડોલ જિલ્લામાં આવેલું છે. નદી મુખ્યત્વે મધ્ય એમપીમાં વહે છે▪️ નદી પૂર્વ દિશામાંથી પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં વહે છે. તે 'ભરોંચ' નામના બિંદુએ સમુદ્રમાં ભળી જાય છે.▪️ ભારતના પ્રાચીન ગ્રંથોમાં નર્મદાનો ઉલ્લેખ ભારતની સાત સૌથી પવિત્ર નદીઓમાંની એક તરીકે જોવા મળે છે. નદીને દેવી તરીકે ગણવામાં આવે છે અને ભારતમાં તેની પૂજા કરવામાં આવે છે. નદીના કિનારે અસંખ્ય તીર્થો છે, તેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે મહેશ્વર અને ઓમકારેશ્વર મંદિર.▪️ ગોંડ, ભીલ, સંથાલો, કુરકુસ જેવી આદિવાસી વસ્તી સહિત ભારતની મોટી વસ્તી તેના પાણી પર ખૂબ નિર્ભર છે.▪️આ નદી પર નર્મદા વેલી પ્રોજેક્ટ આવેલ છે

🏔🏔 કાર્ડમમ ટેકરીઓ 🏔🏔●એલચીની ટેકરીઓ અથવા યેલા માલા એ દક્ષિણ ભારતની પર્વતમાળા છે અને દક્ષિણ પશ્ચિમ ઘાટનો એક ભાગ છે જે ઇડુક્કી જિલ્લા , કેરળ , ભારતમાં સ્થિત છે ●નામ ઇલાયચીના મસાલા પરથી આવ્યું છે જે મોટાભાગની ટેકરીઓની ઠંડી ઊંચાઇ પર ઉગાડવામાં આવે છે, જે મરી અને કોફીને પણ ટેકો આપે છે . ●એલચીની ટેકરીઓ સહિત પશ્ચિમ ઘાટ અને પેરિયાર સબ-ક્લસ્ટર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે ●નદીઓ : પશ્ચિમમાં વહેતી પેરિયાર , મુલ્લાયર અને પમ્બા નદીઓ●ડેમ : ઇડુક્કી ડેમ અને મુલ્લાપેરિયાર ડેમ●તાપમાન : શિયાળામાં સરેરાશ દૈનિક તાપમાન 15 °C અને ઉનાળામાં 31 °C (એપ્રિલ-મે) ●વરસાદ :2000 mm થી 3000 mm●બાયોમ સંરક્ષણ :પેરિયાર વન્યજીવ અભયારણ્ય શ્રીવિલ્લીપુત્તુર વન્યજીવ અભયારણ્યમેઘમલાઈ રિઝર્વ ફોરેસ્ટ

🏔🏔 ડફલા ટેકરીઓ 🏔🏔▪️સ્થાન : ડફલા (અથવા ડાફલા) પહાડીઓ એ પશ્ચિમ અરુણાચલ અને આસામની સરહદ પર આવેલ પર્વતીય દેશનો એક વિસ્તાર છે ▪️તે ડફલા નામની સ્વતંત્ર આદિજાતિનું નિવાસસ્થાન છે.▪️ તે તેઝપુર અને ઉત્તર લખીમપુર પેટાવિભાગોની ઉત્તરે આવેલું છે અને પશ્ચિમમાં અકા હિલ્સ અને પૂર્વમાં અબોર રેન્જથી ઘેરાયેલું છે.

🔘 ધરુપદ 🔘આ એક ગીત પ્રકાર છે.ધ્રુપદ એટલે ધ્રુવ + પદ.💬 જે ગાયકીનું પદ ધ્રુવ તારા જેવું અચળ અનેતેજસ્વી છે તેને ધ્રુવપદ અર્થાત ધ્રુપદ કહે છે.💬 આશરે પાંચસો વર્ષ પહેલાં ગ્વાલિયરના રાજામાનસિંહ તોમરે ધ્રુપદ ગાયનનો ખૂબ પ્રચાર કર્યોહતો.💬 ધરુપદને ગાનારાઓને "ધ્રુપદિયા" કહેવામાં આવે છે💬 ધરુપદ માટે આ વાક્ય યાદ રાખવા જેવું છે.'TheMan who has the strength of fivebuffaloes,Let that man sing dhrupad'અર્થાત જે માણસમાં પાંચ બળદ / આખલા જેવુંબળ હોય તે જ ધ્રુપદ ગાવામાં સમર્થ ગણાય.💬 હિન્દુસ્તાનનું આ મર્દાની અને જોરદાર ગાયનમનાય છે.💬 ધરુપદ ગાનારાઓને 'કલાવંત'ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.💬 મસ્લિમ યુગ ધ્રુપદ ગાયનનો 'સુવર્ણ યુગ' તરીકેઓળખાય છે.💬 ધરુપદમાં ઈશ્વર સ્તૃતિના શાંત, રસમય, વ્રજ અનેહિન્દી ભાષામાં ગીતો હોય છે.💬 ઉદાહરણ તરીકે રાગ યમન નો ધ્રુપદ - 'ઓમ હરશિવશંકર 'ખ્યાલની અપેક્ષાએ ધ્રુવપદ વધારેવિસ્તૃત હોય છે.💬 પહેલાં ધ્રુપદમાં ચાર (૪) ભાગ હતાં(૧) સ્થાયી(૨) અંતરા(૩) સંચારી(૪) આભોગ💬 પરંતુ હાલના સમયમાં માત્ર (૧) સ્થાયી અને (૨)અંતરા એમ બે ભાગમાં પ્રચારમાં છે.💬ધરુપદ ગાયકીમાં શરૂઆતમાં 'નોમ - તોમ ' નાઆલપચારીથી કરવામાં આવે છે.ત્યારબાદતેમાં વિવિધ લયકારીઓ જેવી કે દુગુન,તિગુનચૌગુન, આડી, બિઆડી, કુઆડી વગેરે બતાવવામાંઆવે છે.💬 ધરુપદ ગાયકી 'મૃદંગ અને પખવાજ 'ના વાદ્યનાવાધન સાથે ગાવામાં આવે છે.💬 ધરુપદ ગાયકી ચૌતાલ ,સુલફાગ, તેવરા, ઝપા, બ્રહ્મ, રૂદ્ર વગેરે ખુલ્લા બાજના તાલોમાં ગાવામાં આવેછે.💬 ધ્રુપદ ગાયકીમાં વીર, કરૂણ અને શાંત રસ જોવા___મળે છે.💬 ધરુપદની મુખ્ય ૪(ચાર) બાનીઓ / શૈલીઓ છે.(૧) ખંડહારબાની(૨) નોહારબાની(૩) ડાગુરબાની(૪) ગોબરહારબાની➡️ધરુપદના પ્રાચીન ગાયકો ⬅️(૧) સ્વામી હરિદાસ(૨) તાનસેન(૩) ગોપાલ નાયક(૪) બૈજુ - બાવરા➡️ધરુપદનાં અર્વાચીન ગાયકો⬅️(૧) ડાગરબંધુ(૨) ગુડેચાબંધુ(૩) બહેરામખાં(૪)ગજાનન ઠાકુર (ભોજક)

Sunday 29 May 2022

line

#Macmohan_line #line▪️MACMOHAN LINE* MacMohan Line marks the border between India and China. * The line is named after Sir Henry McMahon, the then foreign secretary of the British-run Government of India and the chief negotiator of the convention at Simla.* It extends for 550 miles (890 km) from Bhutan in the west to 160 miles (260 km) east of the great bend of the Brahmaputra River in the east, largely along the crest of the Himalayas. China rejects the Simla Accord, contending that the Tibetan government was not sovereign and therefore did not have the power to conclude treaties.* It is the effective boundary between China and India, although its legal status is disputed by the Chinese government.

બીબી કા મકબરા: 👉બીબી કા મકબરા ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં સ્થિત એક મકબરો છે. 👉તે 1660 માં મુગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા તેની પ્રથમ પત્ની દિલરસ બાનુ બેગમની યાદમાં બનાવવામાં આવી હતી.👉 તે ઔરંગઝેબની 'વૈવાહિક વફાદારી'નું પ્રતીક માનવામાં આવે છે. 👉તાજમહેલ સાથે અદ્ભુત સામ્યતા હોવાને કારણે આ માળખું, 'ડેક્કનનો તાજ' તરીકે ઓળખાય છે.

✍ ગુજરાતના વિવિધ નૃત્ય:- 🎎પઢાર લોકો નું મંજીરા નૃત્ય:- 🎎 📌 ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય.🎎 ભરવાડોના ડોકા અને હુડા રાસ:-🎎📌 સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ્ નૃત્ય કરે છે.🎎 ઠાગા નૃત્ય:- 🎎📌 ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય.🎎 વણઝારાનું હોળી નૃત્ય:- 🎎📌 ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.🎎 મરચી નૃત્ય:- 🎎📌 લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.🎎 સીદીઓનું ધમાલ નૃત્ય:- 🎎📌 મૂળ આફીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.

ગુજરાત માં થયેલ પ્રથમ શરૂઆત

✍ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો:-

*ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨

*અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩

*કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯

*કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨

*કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭

*ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯

*રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯

*કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪

*કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭

*કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨

*યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧

*ગુજરાતી શાળા _૧૮૨૬

*ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦

*છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨

*પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩

*સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭

*ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫

*પુસ્તકાલય-સુરત -૧૯૬૩

*પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩

*નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬

*ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨

*કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯

 એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત
 યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯

 આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮

*મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭

*ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮

*ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭

*રિફાયનરી-કોયલી -૧૯૬૭

*શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩

*સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪

*નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪

*મોગલ શાસન – ૧૫૭૩

* મુસલમાની શાસન – ૧૩૦૪

* છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪

* અંગ્રેજ વેપાર – ૧૬૧૩

* અંગ્રેજી શાસન – ૧૮૧૮

* ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨

* પુસ્તકાલય – સુરત ૧૮૨૪

* ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬

* છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩

* નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪

* ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮

* છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨

* અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬

* કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯

* ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯

* નાટક – લક્ષ્મી ૧૮૫૧

* કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩

* ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪

* સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪

* રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫

* ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭

* કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦

* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮

* કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯

* ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩

* મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪

* રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨

* સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪

* ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭

* કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨

* દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫

* સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫

* ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦

* સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨

* વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫

* શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭

* રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧

* લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭

* ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨

* કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭

* મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧

* કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭

* યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯

* ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫

* ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯

* ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦

* સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦

* ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦

* સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧

* ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨

* પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩

* વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪

* તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫

* ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭

* ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭

* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮

* કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨

* મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪

* દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫

* સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪

* મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪

* ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮