Sunday 3 December 2023

જાણો સ્વાસ્થ્ય માટે કયુ મીઠું વધારે ફાયદકારક છે

Best Salt For health: મીઠા વગર જમવાનો સ્વાદ અધૂરો હોય છે. મીઠા વગર રસોઇનો સ્વાદ બરાબર આવતો નથી. જમવામાં મીઠું વધારે કે ઓછુ પડે તો પણ ખાવાની મજા આવતી નથી. આમ વાત કરવામાં આવે તો પરફેક્ટ સ્વાદ માટે મીઠાનું પ્રમાણ રસોઇ બરાબર હોય એ ખૂબ જરૂરી છે. આમ તમે રસોઇમાં કયુ મીઠું વાપરો છો એ પણ બહુ મહત્વનું છે. તમે આ વિશે ધ્યાન આપતા નથી તો અનેક હેલ્થને લગતી બીમારીઓ થઇ શકે છે.તમને જણાવી દઇએ કે મીઠું એક કે બે નહીં, પરંતુ 10 પ્રકારે હોય છે જેનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. તો જાણો સ્વાસ્થ્ય માટે કયુ મીઠું વધારે ફાયદાકારક હોય છે.

જાણો સ્વાસ્થ્ય માટે કયુ મીઠું વધારે ફાયદકારક છે


હેલ્થ એક્સપર્ટનું માનીએ તો તમારે એકનું એક મીઠું ખાવું જોઇએ નહીં, આ માટે તમારે બદલવું જોઇએ. પિંક હિમાલયન સોલ્ટ હેલ્થ માટે સારામાં સારું માનવામાં આવે છે. કાળુ મીઠું ખાવાથી પેટ અને પાચનની સમસ્યા થતી નથી. આ સિવાય ટેબલ સોલ્ટ ખાવાથી શરીરમાં આયોડિનની ઉણપ પૂરી શકાય છે. આમ, તમે અલગ-અલગ પ્રકારે મીઠું ખાતા રહો. આમ કરવાથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહેશે. પરંતુ એક વાત યાદ રાખો કે તમે જે પણ મીઠું ખાઓ એ સિમીત માત્રામાં ખાઓ.

જાણો મીઠાના પ્રકાર વિશે

ટેબલ સોલ્ટ


મોટાભાગના લોકોના ઘરમાં આ મીઠાનો ઉપયોગ થતો હોય છે. આ કોમન સોલ્ટ છે જે જમીનમાંથી મળતા લવણીય તત્વો મળીને તૈયાર કરવામાં આવે છે. આ મીઠું સાફ કરીને આયોડિન મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

સિંધવ મીઠું


સામાન્ય રીતે વ્રત અને ઉપવાસમાં આ મીઠાનો ઉપયોગ થાય છે. આ મીઠાને શુદ્ધ માનવામાં આવે છે. આ મીઠાને હિમાલય તેમજ પિંક સોલ્ટ પણ કહેવામાં આવે છે.

કોશેર સોલ્ટ


આ મીઠાનો ઉપયોગ સામાન્ય રીતે નોનવેજ પર ઉપરથી નાખવા માટે થાય છે. આ મીઠું મોટુ હોય છે.

સમુદ્રી મીઠું


બીજા મીઠાની તુલનામાં આ મીઠું ચોખ્ખુ અને દાણાદાર હોય છે. આ મીઠામાં ઝિંક, પોટેશિયમ અને આયરનની માત્રા સારામાં સારી હોય છે.

સેલ્ટિક સોલ્ટ


ફ્રેન્ચમાં આ મીઠાને સેલ ગ્રીસ મીઠું પણ કહેવામાં આવે છે. ફિશ અને મીટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

ફ્લિઉર દે સેલ


સીફૂડ, ચોકલેટ, કેરેમલ અને નોનવેજ બનાવવા માટે આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

કાળુ મીઠું


હિમાલયી વિસ્તારવામાં કાળુ મીઠું વધારે થાય છે. કાળુ મીઠું પાચન માટે સારામાં સારું હોય છે. અનેક પ્રકારની આર્યુવેદિક દવાઓમાં કાળા મીઠાનો ઉપયોગ થાય છે.

ફ્લેક સોલ્ટ


આ મીઠામાં ખનીજની માત્રા સારામાં સારી હોય છે. આ મીઠામાં પાતળુ લેયર તૈયાર થાય છે જેમાંથી સફેદ રંગનું મીઠું તૈયાર કરવામાં આવે છે.

બ્લેક હવાઇયન સોલ્ટ


આ મીઠામાં એક્ટીવેટેડ ચારકોલ હોવાને કારણે મીઠાનો કલર કાળા રંગનો હોય છે.

સ્મોક્ડ સોલ્ટ


આ મીઠાને લાકડીના ધુમડાથી સ્મોકી બનાવવામાં આવે છે. આ મીઠાને લગભગ 15 દિવસ સુધી આગના ધુમાડામાં રાખવામાં આવે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

આ એક એવા કિલ્લાની વાર્તા છે જેને અકબર પણ નષ્ટ કરી શક્યો ન હતો. આ કિલ્લાની દિવાલને ભારતની મહાન દિવાલ કહેવામાં આવે છે. આ દીવાલ અને કિલ્લાની મુલાકાત લેવા દેશ-વિદેશમાં. આ કિલ્લાની દિવાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પછી સૌથી મોટી છે.

ઓફબીટ ન્યૂઝ 

આ એક એવા કિલ્લાની વાર્તા છે જેને અકબર પણ નષ્ટ કરી શક્યો ન હતો. આ કિલ્લાની દિવાલને ભારતની મહાન દિવાલ કહેવામાં આવે છે. આ દીવાલ અને કિલ્લાની મુલાકાત લેવા દેશ-વિદેશમાં. આ કિલ્લાની દિવાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પછી સૌથી મોટી છે.

જો તમે હજી સુધી આ કિલ્લો અને તેની દિવાલો જોઈ નથી, તો તમે તરત જ અહીં પ્રવાસ કરી શકો છો.આ કિલ્લો હવે ખંડેર હાલતમાં છે અને તેનો ઈતિહાસ કહી રહ્યો છે. ચાલો જાણીએ આ કિલ્લા અને તેની સૌથી મોટી દિવાલ વિશે.

આ કિલ્લો અને તેની લાંબી દિવાલ રાજસ્થાનમાં છે. કિલ્લાનું નામ કુંભલગઢ કિલ્લો છે. આ કિલ્લો 15મી સદીનો છે. આ કિલ્લાની દિવાલ 36 કિમી લાંબી છે. આ કિલ્લો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે. તે 15મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજો સૌથી મોટો કિલ્લો છે. આ કિલ્લો અરાવલી પર્વતમાળાઓ પર સ્થિત છે અને સમુદ્ર સપાટીથી 1,100 મીટરની ઉંચાઈ પર છે. આ કિલ્લાની દિવાલ 15 ફૂટ પહોળી છે.

મહારાણા પ્રતાપનો જન્મ આ કિલ્લામાં થયો હતો

આ કિલ્લો મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે. આ કિલ્લામાં સાત દરવાજા છે. કિલ્લાના સંકુલમાં ઘણા હિન્દુ અને જૈન મંદિરો છે. કહેવાય છે કે અકબર પણ આ કિલ્લાને નષ્ટ કરી શક્યો ન હતો. તમે આ કિલ્લાની અંદર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જોઈ શકો છો. આ માટે તમારે ટિકિટ લેવી પડશે. રાત્રિના ગાઢ અંધકારને દૂર કરવા માટે આ કિલ્લાને પ્રકાશિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો, ત્યારે ઘણી સમસ્યાઓ હતી, ત્યારબાદ એક સંતે પોતાનો બલિદાન આપ્યો અને કિલ્લાનું નિર્માણ કાર્ય આગળ વધ્યું. આ કિલ્લાની ખાસિયતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને બનાવવામાં લગભગ 15 વર્ષનો સમય લાગ્યો હતો. આ કિલ્લાની દિવાલને ભારતની મહાન દિવાલ કહેવામાં આવે છે. આ કિલ્લાની આસપાસ 13 પર્વત શિખરો છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. જો તમે અહીં ન ગયા હોવ તો એક વાર આ કિલ્લો જરૂર જોવો.

કિલ્લા વિશે 10 વસ્તુઓ

આ કિલ્લાની દિવાલને ભારતની મહાન દિવાલ કહેવામાં આવે છે.
આ કિલ્લાની દિવાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પછી સૌથી મોટી છે.
કુંભલગઢ કિલ્લો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે.
આ કિલ્લો 15મી સદીનો છે. આ કિલ્લાની દિવાલ 36 કિમી લાંબી છે.
કુંભલગઢ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજો સૌથી મોટો કિલ્લો છે.
આ કિલ્લો અરાવલી પર્વતમાળાઓ પર સ્થિત છે અને સમુદ્ર સપાટીથી 1,100 મીટરની ઉંચાઈ પર છે.
આ કિલ્લાની દીવાલ 15 ફૂટ પહોળી છે અને તેને બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા.
આ કિલ્લો મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે.
આ કિલ્લામાં સાત દરવાજા છે. કિલ્લાના સંકુલમાં ઘણા હિન્દુ અને જૈન મંદિરો છે.
અકબર પણ આ કિલ્લાનો નાશ ન કરી શક્યો. તમે આ કિલ્લાની અંદર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જોઈ શકો છો.

Friday 1 December 2023

તમે ઘણી વખત ઘરે જ શેવિંગ કરતા હશો. દર વખતે સેવિંગ કરતા તમે એક ખાસ વાત નોટિસ કરી હશે કે કોઈપણ જગ્યાએથી કોઈપણ કંપનીની બ્લેડ વાપરો પરંતુ તે એક જ ડિઝાઈનની આવે છે.

તમે ઘણી વખત ઘરે જ શેવિંગ કરતા હશો. દર વખતે સેવિંગ કરતા તમે એક ખાસ વાત નોટિસ કરી હશે કે કોઈપણ જગ્યાએથી કોઈપણ કંપનીની બ્લેડ વાપરો પરંતુ તે એક જ ડિઝાઈનની આવે છે.
તમે કોઈપણ કંપનીની શેવિંગ બ્લેડ ખરીદી લો પરંતુ જ્યારે પેકેટ ખોલો ત્યારે તમને સમાન ડિઝાઇન દેખાશે. આવુ થવા પાછળ એક ખાસ કારણ છે.

દુનિયાભરમાં ઘણી બ્લેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે પરંતુ તમામ બ્લેડની ડિઝાઇન સમાન છે.સૌથી મહત્વની વાત એ છે કે આ ડિઝાઈન આજથી નહીં પરંતુ 1901થી ઉપયોગમાં લેવાઈ રહી છે.

જણાવી દઈએ કે, 1901માં પહેલીવાર એક કંપનીએ બ્લેડ ડિઝાઇન કરી હતી, તે સમયે તેનો આકાર આજના બ્લેડની ડિઝાઇન જેવો જ હતો.

જે કંપનીએ સૌપ્રથમ બ્લેડ બનાવી અને તેનું ઉત્પાદન કર્યું તે અન્ય કોઈ નહીં પણ જીલેટ કંપની હતી અને તેના સ્થાપક કિંગ કેપ જીલેટ હતા. જો કે, આજે જિલેટે શેવિંગ રેઝરની ડિઝાઇનમાં ઘણા ફેરફાર થયા છે.

શરૂઆતમાં જીલેટ કંપનીએ બ્લેડની પેટન્ટ મેળવી હતી. જો કે, પેટન્ટની મુદત પૂરી થયા પછી, બીજી ઘણી કંપનીઓએ બ્લેડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું પરંતુ તમામ કંપનીઓએ જિલેટ કંપનીએ બનાવેલા આકારની જ બ્લેડ બનાવી.

એક જ ડિઝાઈનની બ્લેડ બનાવવા પાછળ અન્ય કંપનીઓની મજબૂરી એ હતી કે ઘણા વર્ષોથી માત્ર જિલેટ કંપની જ રેઝર બનાવતી હતી અને તેના દ્વારા બનાવેલા બ્લેડની સાઈઝ રેઝરમાં ફિટ થતી હતી. તેથી આ તમામ કંપનીઓએ એક જ ડિઝાઈનની બ્લેડ બનાવવાનું શરૂ કર્યુ.

આજે બ્લેડનો ઉપયોગ રેઝર કરતાં અસ્તરામાં વધુ થાય છે. જ્યારથી જિલેટે તેના અદ્યતન રેઝર્સને બજારમાં લોન્ચ કર્યા ત્યારથી પરંપરાગત રેઝરનો ઉપયોગ ઘટ્યો છે. આજે માર્કેટમાં તમને 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્માર્ટ રેઝર મળે છે.

By Desk Oneindia 

source: oneindia.com

BLO મિટિંગ