Wednesday 20 September 2023

https://youtu.be/roKBlcYVZZs શિક્ષક દિન વિશેષ


https://youtu.be/roKBlcYVZZs

કોણાર્ક સૂર્ય મંદિર


આઠમી અજાયબી

દિલ્હીમાં ભારત મંડપમાં યોજાયેલી G-20 સમિટની સફળતામાં કેટલીક બાબતો તરફ વિશ્વ આખાનું ધ્યાન ખેંચાયું. તેમાં ઓડિશાના સૂર્યમંદિરના કોણાર્ક ચક્રની વાહવાહી સૌનાં મોઢે સાંભળવા મળી. કારણ કે દેશના વડાપ્રધાને તમામ વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું ત્યારે આ અદ્ભુત ક્ષણનું સાક્ષી બન્યું કોણાર્ક ચક. શા માટે કોણાર્ક ચક્રની આખી દુનિયામાં ચર્ચા થઈ.....
એવું તે શું રહસ્ય છે આ ચક્રનું... 

તો સૌપ્રથમ એ જાણી લઈએ કે કોણાર્કના આ ચક્રમાં ફક્ત સંસ્કૃતિ જ નહીં, સાયન્સ પણ સમાયેલું છે. તેનું અનોખું સાયન્સ સૂરજ ક્યારે ઊગે છે, ક્યારે આથમે છે અને ક્યારે કર્યો સમય ચાલી રહ્યો છે તે પણ જણાવે છે. કોણાર્ક ચક્ર ભારતની પ્રાચીન સભ્યતા અને સ્થાપત્યનું સમયની ગતિ, પ્રગતિ અને નિરંતર પરિવર્તનનું શ્રેષ્ઠ પ્રતીક છે,

વૈજ્ઞાનિક મહત્ત્વ

કોણાર્ક એ સંસ્કૃત શબ્દ છે. ‘કોણ' એટલે 'ખૂણો અને ‘અરક’ એટલે સૂર્ય. આ બે શબ્દોના સંગમથી કોણાર્ક નામ રાખવામાં આવ્યું. દરરોજ સવારે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. મધ્યયુગના સ્થાપત્યનું આ સૂર્ય મંદિર મૂળ તો વિશાળ રથ રૂપે બનાવાયું છે, જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે. આ રથમાં 12 જોડી પૈડાં છે. એટલે કે કુલ મળીને 24 પૈડાં અને દરેક પૈડાં ઉપર શાનદાર કોતરણી કરવામાં આવી છે. આ પડાં જીવનચર્યા સાથે જોડાયેલી ઘણી બધી વૈજ્ઞાનિક બાબતો ઉર્જાગર કરે છે. જેમકે, ચક્રનાં પૈડાં દર્શાવે છે કે આખી દુનિયા કેવી રીતે સૂર્યની ઊર્જાથી ચાલે છે. સાત ઘોડા એટલે અઠવાડિયાના સાત દિવસ. 12 પૈડાં એટલે વર્ષના બાર મહિના. 24 પૈડાં એટલે દિવસના ચોવીસ કલાક. દરેક પૈડાનો વ્યાસ એટલે કે ડાયામીટર 9.9 ફીટ છે અને આ ચક્રમાં 8 પહોળા અને 8 નાના કાંટા છે.

સમયચકનાં દરેક પૈડાંની જુદી જ ગાથા

આ ચક્રની ડિઝાઈન એ રીતે બનાવાઈ છે કે સૂર્યનો પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે અને તેનો પડછાયો પડે


ગોળાકારમાં જે કોતરણીકામ થયું છે. તેમાં ફૂલ-પાંદડાંની ડિઝાઈન તેમજ પ્રાણીઓ અને પક્ષીઓને કોતરવામાં આવ્યાં છે

મોટા કાંટા વચ્ચેનો પાતળો કાંટો દોઢ કલાકનો સમય બતાવે છે. એટલે કે 90 મિનિટ

એટલે ચોક્કસ સમય જાણી શકાય. 24 પૈડાંમાંથી બે પૈડાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો આખા દિવસનો સમય દર્શાવે છે. એ સમજવા માટે જો આંગળીને પૈડાંની ધરી વચ્ચે રાખીને જોશો તો આંગળીઓનો પડછાયો તમને સાચો સમય બતાવશે. વચ્ચે સૌથી ટોચ ઉપરનો જાડો મોટો કાંટો રાતનો 12 વાગ્યાનો સમય દર્શાવે છે. ચકનાં 12 પૈડાં 12 મહિના ઉપરાંત 12 રાશિ પણ જણાવે છે. ચક્રનાં દરેક પૈડાંમાં હિંદુ પૌરાણિક કથાઓનાં દશ્યો, દેવી-દેવતાઓનાં, પ્રાણીઓ તેમજ માણસોનાં ચિત્રો અંકિત કરાયાં છે. આ ચક્રને જીવન, મૃત્યુ અને પુનર્જન્મના ચક્રનું પ્રતીક પણ કહેવાય છે.

સૂર્ય ચક્રનો ઉપયોગ કરન્સીમાં ઓડિશાની ઉચ્ચ સાંસ્કૃતિક પરંપરાઓને ધ્યાનમાં

ત્રિમૂર્તિમાં સૂર્ય અહીં મંદિરમાં સૂર્ય

ભગવાનની બાળપણની, તરુણાવસ્થાની તેમજ વૃદ્ધાવસ્થાની એમ ત્રણ અલગ અલગ મૂર્તિઓ પણ છે. તેને ઉદિત, મધ્યમ અને અસ્થ્ય સૂર્ય પણ કહેવાય છે.

ચક્રમાં 8 મોટા અને 8 નાના કાંટા છે. મોટા કાંટા વચ્ચે બનેલા ગોળાકારમાં સીઓની અલગ અલગ મુદ્રાઓ અંકિત કરવામાં આવી છે.

30 મોતી જેવાં સર્કલ જે ત્રણ કલાકનો સમય બતાવે છે. એટલે કે 180 મિનિટ

રાખીને એક સમયે ભારત સરકારે કોણાર્કના ચક્રની કલાકૃતિ 10ની જૂની અને 20ની નોટો પર છાપી હતી. 5 જાન્યુઆરી, 2018ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 રૂપિયાની નોટની સામેની તરફ મહાત્મા ગાંધી અને પાછળની તરફ કોણાર્ક ચક્રનું ચિત્ર દર્શાવવાની ઘોષણા કરી હતી. ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ આ ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક નજર ઈતિહાસ પર....

ઇતિહાસકારોના કહેવા મુજબ, તેરમી સદીમાં અડધાન શાસક મોહમ્મદ ગૌરીના શાસન વખતે મુસ્લિમ શાસકોએ ભારતનાં ઘણાં રાજ્યો જીતી લીધાં હતાં. હિંદુ સામ્રાજ્યનો અંત નજીક આવવા લાગ્યો ત્યારે ઓડિશા પણ એમાંથી બાકાત નહોતું રહ્યું. એ સમયે ગંગા રાજવંશના રાજા નરસિંહદેવ પ્રથમે મુસ્લિમ શાસકો સામે લડવાની હિંમત બતાવી. તેમણે કૂટનીતિથી મુસ્લિમ શાસકો પર હુમલો કર્યો અને તેમની જીત થઈ. નરસિંહદેવ સૂર્ય ભગવાનના મહાન ઉપાસક હતા. વિજયપતાકા લહેરાવ્યા બાદ તેમણે સૂર્ય ભગવાનને સમર્પિત કોણાર્ક સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું.

વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ

સૂર્ય મંદિરને તેનાં સુંદર આર્ટવર્ક અને અજોડ આર્કિટેક્ચર માટે 1984માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવામાં આવ્યું. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં સિંહો દ્વારા હાર્થીઓના વિનાશનું દશ્ય દર્શાવાયું છે, જેમાં સિંહને પમંડ અને હાથીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. *

Tuesday 19 September 2023

700 કરોડની માલકીન છે. પરંતું 24 વર્ષથી એક પણ સાડી નથી ખરીદી.આજે જ્યારે દુનિયા શો-ઓફ તરફ આગળ વધી રહી છે ત્યારે એક ભારતીય મહિલા એવી છે જેણે 30 વર્ષમાં એક પણ નવી સાડી નથી ખરીદી.



Business News: આજે જ્યારે દુનિયા શો-ઓફ તરફ આગળ વધી રહી છે ત્યારે એક ભારતીય મહિલા એવી છે જેણે 30 વર્ષમાં એક પણ નવી સાડી નથી ખરીદી. 300 કરોડની માલિક આ મહિલાનું સાડી ન ખરીદવા પાછળ પણ એક રસપ્રદ કારણ છે. શું તમે કહી શકો કે અમે કોની વાત કરી રહ્યા છીએ? અમે વાત કરી રહ્યા છીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિની. સુધા મૂર્તિ છેલ્લા કેટલાક સમયથી પોતાની સાદગીના કારણે ચર્ચામાં છે.


 
હવે તેના વિશે વધુ એક વાત સામે આવી છે અને તેની પાછળનું કારણ જાણ્યા બાદ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં, સુધા મૂર્તિએ છેલ્લા 30 વર્ષથી કોઈ સાડી ખરીદી નથી. સુધા મૂર્તિ એક શિક્ષણશાસ્ત્રી, લેખક અને પરોપકારી છે. તેમને 2006માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. 2023 માં, તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

 

300 કરોડની આવક

સુધા મૂર્તિની વાર્ષિક આવક આશરે રૂ. 300 કરોડ છે અને તેમની કુલ સંપત્તિ રૂ. 700 કરોડ હોવાનો અંદાજ છે. જો કે, અન્ય અમીર લોકોની જેમ, તે તેના વૈભવી જીવન માટે નહીં પરંતુ તેની સાદગી માટે જાણીતી છે. આ સાદગીનું ઉદાહરણ એ છે કે તેણે 30 વર્ષથી નવી સાડી ખરીદી નથી. તેની પાછળનું કારણ તેમના દ્વારા માનતો સનાતન ધર્મ છે. તેણે પોતાના ધર્મની આસ્થા માટે આ કર્યું છે.

કારણ શું છે

આ પાછળનું કારણ જણાવતાં સુધા મૂર્તિએ કહ્યું, "હું કાશીમાં પવિત્ર સ્નાન કરવા ગઈ હતી, જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે તમારે એક વસ્તુ છોડી દેવી પડશે જે તમને ગમે છે. મેં ત્યાં ખાસ કરીને સાડીઓની ખરીદી કરવાનું છોડી દીધું. હવે હું માત્ર જરૂરી વસ્તુઓ જ ખરીદું છું." તે કહે છે કે તેના પતિ નારાયણ મૂર્તિ પણ એટલી જ સરળ વર્તણૂકના છે. જોકે, મૂર્તિ દંપતી પુસ્તકો પાછળ સારી એવી રકમ ખર્ચે છે. બંને પાસે લગભગ 20,000 પુસ્તકોનો સંગ્રહ છે.

Thursday 7 September 2023

3000 મીટરસ્ટિપલચેઝમાં પારુલ ચૌધરીએ ઇતિહાસ રચી નેશનલ રેકોર્ડ તોડી નાખ્યો 28 વર્ષની પારુલ ચૌધરી નાનપણથી સ્ટિપલચેઝની ટ્રેનિંગ લઈ રહી હતી એવું નથી. તે છેલ્લાં આઠ-નવ વર્ષથી જ સ્ટિપલચેઝમાં જોડાઈ હતી પણ કંઈક કરી બતાવવાના ઝનૂને તેને અહીં સુધી પહોંચાડી છે



યુવતીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે આગળ વધી રહી છે. એમાં કોઈ બે મત નથી. એક સમય એવો હતો જ્યારે આર્થિક રીતે સધ્ધર હોય એવા પરિવારનાં સંતાનો જ સ્પોર્ટ્સમાં ભાગ લઇ શકતાં હતાં, કારણ કે સ્પોર્ટ્સ ખર્ચાળ છે. કોઇ પણ ગેઇમમાં મહારથ હાંસલ કરવા કોચિગ ક્લાસમાં જવું પડે, જરૂર લાગે ત્યાં પર્સનલ કૉચ હાયર કરવા પડે. આ બધું સામાન્ય પરિવારનાં માતાપિતાનાં ખિસ્સાને ન પરવડે એ સ્વાભાવિક છે. પરંતુ સમયની સાથે આ સિનારિયો બદલાયો છે. હવે સામાન્ય પરિવારનાં માતાપિતા પણ દીકરીઓને સ્પોર્ટ્સમાં શોખ હોય તો તેને આગળ વધવામાં પ્રોત્સાહન પૂરું પાડે છે. તો બીજી બાજુ દીકરીઓ પણ જરાક અમથી તક મળી નથી કે તેને ઝડપીને આકાશને આંબવા મચી પડે છે. એ દીકરીઓમાં પારુલ ચૌધરીને સામેલ કરવામાં આવે તો જરાય ખોટું નથી. પારુલ ચૌધરીએ તાજેતરમાં નેશનલ રેકોર્ડ બ્રેક કર્યો છે અને દેશની નંબરવન ખેલાડી બની ગઈ છે.
હંગેરીમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પૂર્ણ થઈ એમાં અનેક ભારતીય ખેલાડીઓનું પૂર્ણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટિપલચેઝમાં નેશનલ રેકોર્ડ તોડી નાંખ્યો અને વિશ્વમાં 11મું સ્થાન મેળવ્યું. પારુલ પોતાના આ રેકોર્ડની સાથે 2014માં પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઇ ગઇ છે. 3000મીટર સ્ટિપલચેઝ પારુંલે 9 મિનિટ ને 15,31 સેકન્ડમાં પૂર્ણ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પહેલાં આ રેકોર્ડ લલિતા બબ્બરના નામે હતો.

પારુલ મેરઠના દૌરાલાની વતની છે. તેના પિતા કૃષ્ણપાલ સિંહ ખેડૂત છે. તેની માતા રાજેશ દેવી ગૃહિણી છે. તેઓ ચાર ભાઈ-બહેન છે, એમાં પારુલનો નંબર ત્રીજો છે. માતાપિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને બાળકોનો ઉછેર કર્યો. સંતાનો જીવનમાં પ્રગતિ કરે એવું એ ઇચ્છતાં હતાં. પારુલના પિતા દીકરીના આ શાનદાર એચિવમેન્ટથી ઘણાં ખુશ છે. તેમણે કહ્યું કે પારુલે નાનપણથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે ચાલીને ગામની બહાર જતી અને બસમાં બેસીને મેરઠનાં કૈલાશ પ્રકાશ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવા જતી હતી. તેને પહેલેથી સ્પોર્ટ્સમાં રસ હતો. પારુલે જે સંઘર્ષ કર્યો એનું જ આ પરિણામ છે કે તે દેશની નંબરવન
ખેલાડી બની ગઇ છે. ગયા વર્ષે તેણે લોસ એન્જલસમાં 3000 મીટર દોડમાં
નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપલબ્ધિ પારુલે સાઉન્ડ રનિંગ સનસેટ ટુર વન દરમિયાન મેળવી હતી અને મહિલાઓની 3000 મીટર સ્પર્ધામાં નવ મિનિટથી પણ ઓછો સમય લેનાર દેશની પહેલી એથ્લેટિક બની હતી. આપણને સ્ટિપલચેઝ ગેઇમ વિશે જાણવાની ઇચ્છા થાય, કારણ કે આ ગેઇમ એટલી પ્રચલિત નથી. સ્ટિપલચેઝ એક ટ્રેક રેસ છે. જેમાં ખેલાડીએ 28 જેટલા અવરોધો એમાં સાત પાણીથી ભરેલા ખાડાઓને પાર કરવાના હોય છે. આમ આ સામાન્ય રમત કરતાં એકદમ અલગ પ્રકારની રમત છે, એમાં આવતાં અવરોધોને પાર કરતી વખતે તમે પડી ન જાવ અથવા તમને ઇજા ન થાય એનું ખાસધ્યાન રાખવાનું હોય છે. સ્ટિપલચેઝમાં જીતવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને આવનારા અવરોધો પર ફોકસ કરીને તેને પાર કરવા પડે છે એ પણ અમુક સમયની અંદર. જે ખેલાડી જેટલો ઓછો સમય લે છે એ ખેલાડી એટલો આગળ વધે છે. 28 વર્ષની પારુલ ચૌધરી નાનપણથી સ્ટિપલચેઝની ટ્રેનિંગ લઇ રહી
હતી એવું નથી. તે છેલ્લાં આઠનવ વર્ષથી જ સ્ટિપલચેઝમાં જોડાઇ હતી
પણ કંઈક કરી બતાવવાના ઝનૂને તેને અહીં સુધી પહોંચાડી છે. તેની પાસે આખો રૂમ
ભરાય એટલા મેડલ છે. પારુલની નાની બહેન પણ સ્પોર્ટ્સમાં છે. પારુલ કહે છે કે,
અમારો ઉછેર ગામડામાં થયો છે, અહીં દીકરીઓને પોતાની ઓળખ બનાવવા માટે
બહુ મહેનત કરવી પડે છે. અમને અમારાં માતાપિતાનો સપોર્ટ મળ્યો એટલે અમે અહીં
સુધી પહોંચી શક્યાં. બાકી આ લેવલે પહોંચવા માટે અનેક તકલીફોનો સામનો
કરવો પડ્યો છે, ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે, મારા પરિવારે 
પણ મારી સાથે મુશ્કેલી વેઠી છે, મને આગળ વધારવા માટે એ લોકોએ
અથાગ પ્રયત્નો કર્યાં છે, પેટે પાટા બાંધીને પણ મને અહી પહોંચાડી છે એમ
કહું તો ચાલે, સમસ્યા તો ઘણી હતી પરંતુ મેં મનોમન નક્કી કર્યું હતું કે જે
પણ થાય આ પારથી પેલે પાર જઇને જ જંપવું. અહીં સુધી પહોંચ્યાનો
આનંદ છે પરંતુ હજુ આગળ વધીને દેશનું અને માતાપિતાનું નામ રોશન
કરવું છે. હજી દેશ અને મારા માતા-પિતા માટે હું હજી વધારે પ્રગતી
કરીને તેમનું નામ રોશન કરી શકું એવી મારી ઇચ્છા છે. પારુલને
જ્યારે પૂછવામાં આવ્યું કે તું દેશની બીજી સ્ત્રીઓને શું કહેવા માંગે છે તો તેણે જણાવ્યું હતું કે જે છોકરીઓ કંઇ કરવાની ઇચ્છા રાખે છે તેમણે પરિસ્થિતિ સામે કદી હાર ન માનવી જોઇએ. તેમણે કઠોર પરિશ્રમ કરીને પણ આગળ વધવું જોઇએ. હું મારી આસપાસ ઘણી એવી છોકરીઓ જોવું છું જેમને એવું શીખવવામાં આવે છે કે સ્ત્રીનો જન્મ માત્ર લગ્ન કરવા અને બાળકો કરવા જ થયો છે. મને આ યુગમાં પણ આવું જોવું કે સાંભળુ ત્યારે નવાઇ લાગે છે, મારા માતા-પિતા ઓછું ભણેલાં છે તેમ છતાં તેમણે મને આઝાદી આપી છે, મને આગળ વધવા માટે પૂરતી સ્પેસ આપી છે. મારા માટે પ્રગતીનાં દ્વાર ખોલવામાં તેમણે પણ બહુ મહત્વનો ફાળો આપ્યો છે તો મારી જેમ જ દરેક છોકરીને પણ આવો જ સાથ અને સહકાર મળે અને તેમનો જન્મ માત્ર લગ્ન માટે જ નથી થયો એવું તેમને શીખવવામાં આવે જેથી તેઓ આગળ વધી શકે.




#આલ્બર્ટ આઈન્સ્ટાઈન#એલ્સા #_miliva #પ્રેરક પ્રસંગ #

-આલ્બર્ટ આઈન્સ્ટાઈન બોલ્યા
ડીયર 
ક્રોધથી લાલચોળ આઈન્સ્ટાઈ નનો ચહેરો નિહાળી ભોંઠો પડેલો વૈજ્ઞાનિક રવાના થઈ ગયો. સમય વીતતો ગયો. આઇન્સ્ટાઇનના થિયરી ઑફરિલેટિવિટીના સિદ્ધાંતની શોધ બદલ ઇ.સ. ૧૯૨૧માં તેમને નોબલ પ્રાઇઝ એનાયત થયું. સાથે મોટી રકમ પણ આપવામાં આવી.

આટલી મોટી રકમ ઉપહાર તરીકે આવતા આઇન્સ્ટાઇનને પોતાની જૂની પત્ની મિલેવા યાદ આવી ગઈ. તેનાથી જ થયેલાં પોતાના બે સંતાનો પૂર્વ પત્ની મિલેવાની જ વત્સલ છાયામાં ઉછરી રહ્યા હતા. આઇન્સ્ટાઇનને સંવેદના પ્રગટ થઈ.

પોતાની હાલની પત્ની એલ્સાને બોલાવીને આઇન્સ્ટાઇને પૂછ્યું : ડિયર એલ્સા, મારે એક વાતમાં તારી સંમતિ જોઈએ છે. એલ્સા બોલી ઊઠીઃ “પ્રિય આલ્બર્ટ તમારી ખુશીમાં જ મારી ખુશી છે. મેં તો મારું અસ્તિત્વ
તમારામાં જ ઓગળી નાખ્યું છે.
તમારે મારી સંમતિ લેવાની હોય જ
નહીં. શું વાત છે કહો. તમારી મનમાં
જે વાત હોય તેનો તાત્કાલિક અમલ
કરો.’
ચહેરા પર મધુર સ્મિત આણતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલ્યાઃ જો એલ્સા નોબેલ પ્રાઇઝની જે માતબર રકમ આપણને મળી છે તેમાંથી અડધો ભાગ મિલેવાને આપીએ તો કેમ? એ બિચારી રાજી થશે. એને થશે કે આપણને તેની તથા બન્ને બાળકોની કેટલી બધી ચિંતા છે ! મને પણ મારા મનમાં જે રંજ છે કે મેં અજાણતા તેને કોઈ અન્યાય તો નથી કર્યોને ! એ રંજ પણ ! મારા મનમાંથી દૂર થઈ જશે.’




એલ્સાને પતિ આલ્બર્ટ આઇન્સ્ટાઇ નની વાત સ્પર્શી ગઈ. તે ખૂબ પ્રસન્નતાથી બોલીઃ “ઘણી ખુશીથી તમને નોબેલ “ પ્રાઇઝ સાથે મળેલી મોટી રકમમાંથી અડધી રકમ મિલેવાને મોકલી આપો. આપણી પર ભગવાનના
ખૂબ આશીર્વાદ વરસી રહેશે.' આલ્બર્ટ આઇન્સ્ટાઇન ખુશ થઈ ગયા અને નોબેલ પ્રાઇઝમાં તેમને “મળેલી માતબર રકમમાંથી અડધી – રકમ પૂર્વ પત્ની મિલેવાને મોકલી આપી.

(માહિતી સૌજન્યઃ સંત ‘પુનિત’ પુસ્તક: મહામાનવોનો મેળો) (ક્રમશઃ) દેવેન્દ્ર પટેલ