Sunday 4 July 2021

મહાત્મા જ્યોતિરાવ ફુલે

મહાત્મા જ્યોતિરાવ ફૂલે 11 એપ્રિલ 1827 p થી ૨૮ નવેમ્બર 1890 ના સમયગાળામાં ભારતમાં એક મહાન મનીષી જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે એ વિશ્વની પ્રથમ કન્યા શાળા ના સ્થાપક ,મહિલા ઉદ્ધારક, વિધવાના તારણહાર ,દેવદાસીઓ ના મુક્તિદતા, અસ્પૃશ્યોના હિતૈષી, પછાતો ના નેતા ભારતીય સર્વપ્રથમ સંગઠનના પાયોનીયર ,આચરણ યુક્ત સાચા સમાજ સુધારક, યથાર્થવાદી સર્જક ,વેધક વક્તા ,મૂલ્યનિષ્ઠ માર્ગદર્શક, અસ્પૃશ્યતાના કટ્ટર આલોચક ,અનાથાલય ના દ્રષ્ટાં, રાત્રી શાળા શરૂ કરનાર ,કિસાનોના હિમાયતી, કામદારના માર્ગદર્શક, શિક્ષણ ના સારથિ તરીકે જે ઐતિહાસિક, અવિસ્મરણીય, અદ્વિતીય મહાન કાર્ય કરી છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે માત્ર ભારતમાં જ નહીં વિશ્વસ્તરે એમના મહાન પ્રદાનની નોંધ લેવાઈ એવું જીવન જ્યોતિ રાવ
   જીવી ગયા છે.
  સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મોટા ભાગે જ્યોતિરાવ ના જીવન મિશનને પ્રકાશમાં લાવવાનું કોઈને શ્રેયજાય તો તે છે  બામસેફ સંગઠનને રાજ્ય સરકાર નાકેન્દ્ર સરકારમાં સરકારી નોકરી કરતા કરતા બામસેફના સમર્પિત કાર્યકર્તાઓને જ્યોતિરાવ ના જીવનને ભારતના ગામડે ગામડે પહોંચાડયું છે બામસેફના સ્થાપક માના એક ડી.કે. ખાપર ડે દ્વારા હિન્દીમાં "આધુનિક ભારત કી સામાજિક _સાસ્કૃતિક ક્રાંતિ કે પ્રણેતા " મહાત્મા જ્યોતિરાવ ફુલે નામનું પુસ્તક 1990માં પ્રકાશિત કરવામાં આવ્યું. ત્યારબાદ શોભના બહેન સોમૈયા દ્વારા ગુજરાતીમાં "સામાજિક ક્રાંતિના પ્રણેતા", મહાત્મા જ્યોતિરાવ ફુલે 1997માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું આજે મહાત્મા જ્યોતિરાવ ફૂલે નું નામ હવે અજાણ નથી, આ કાર્ય અંગે બહુ ઓછા ની જાણકારી છે.
  વૈશ્વિક સ્તરે  1848માં અમેરિકાના વેલ્સિયન  ચર્ચમાં સ્ત્રી સમાનતા સ્ત્રી શિક્ષણ સંબંધી પ્રથમ ઐતિહાસિક બેઠક યોજાઇ હતી જ્યારે જ્યોતિરાવ ફુલે 1848માં પહેલી જાન્યુઆરીએ પુનામાં વિશ્વની પ્રથમ કન્યા શાળા સ્થાપી દીધી હતી ચાર વર્ષમાં તો એમણે અન્ય 18 કન્યાશાળાઓ શરૂ કરાવી દીધી હતી સ્ત્રી શિક્ષણ સંદર્ભે વિશ્વમાં કોઈનું સર્વ પ્રથમ જાહેર સન્માન થયું હોય તો તે કદાચ જ્યોતિરાવ નું છે. 16 નવેમ્બર 1852ના રોજ પુનાના વિશ્રામ બાગમાં વાડામાં મેજર કેન્ડીની અધ્યક્ષતામાં મહિલાના મુક્તિદાતા તરીકે એમનું જાહેર સન્માન થયેલું. જયોતિરાવ ની સમગ્ર સેવાની કદર 1લી મે 1888 તેઓને જનતા દ્વારા જાહેરમાં "મહાત્મા"ની પદવી આપવામાં આવી હતી. આ સંદર્ભે પણ સંભવત: જ્યોતિરાવ ફુલે વિશ્વની પ્રથમ વિભૂતિ છે.
   મહાત્મા જ્યોતિરાવ ફુલે એ 1848માં 21 વર્ષની વયે સ્રી શિક્ષણનો ભારતમાં પાયો નાખ્યો ત્યારે ગાંધીજી ,વિવેકાનંદ ,ઘોંડો કેશવ કર્વે , ગોપાલ ગણેશ આગરકર, રમાબાઇ જન્મ્યા પણ નહોતા.
    મહાદેવજી અને વિષ્ણુ શાસ્ત્રી ચિપલુણકર 1848 માં અનુક્રમે.  ૬ વર્ષ અને 16 વર્ષના હતા સમાજ સુધારક તરીકે જ્યોતિરાવ એવા પ્રથમ સુધારક છે જેમણે પોતાની અર્ધાગના સાવિત્રીબાઈ ને સામાજિક ક્રાંતિના આંદોલનમાં સક્રિયતા પૂર્વક સમાવિષ્ટ કરી અન્ય કામ કર્યું છે.
  જ્યોતિરાવ ફુલે ની સુધારક તરીકે એ પણ વિશેષતા છે કે કથની અને કરણીમાં એકરૂપતા છે તત્કાલીન સમયે જ્યારે પુરુષો સામાન્ય કારણસર બીજા લગ્ન કરી લેતા હતા ત્યારે તેઓને વારસ ન હોવા છતાં પણ બીજા લગ્નનો ઇન્કાર કર્યો હતો સસરા અર્ધાંગિની સાવિત્રીબાઈ ની સંમતિ હોવા છતાં પણ એમણે પુત્ર ન હોવાના કારણસર બીજા લગ્ન કર્યા ન હતા જો એમણે ઈચ્છ્યું હોત તો તું વિધવા સાથે લગ્ન કરી શક્યા હોત પણ એમણે સુધારક તરીકેની ઉમદા ઉદાહરણ પ્રસ્તુત કરવા એમ ન કર્યું અત્રે ઉલ્લેખનીય છે કે મહાદેવ ગોવિંદ રાનડે વિધવા વિવાહ ના કટર સમર્થક હતા એમની પત્નીનું અવસાન થતાં તેમણે લગ્ન કરવા જ ન જોઈએ અથવા વિધવા સાથે પૂનઃ કરવા જોઈએ પરંતુ રાનડે એ 32 વર્ષની વયે પુત્રી સમન્વય ધરાવતી નવ વર્ષની કુવારી બાળા રમા સાથે વિવાહ કર્યા હતા.
   વિધવાના તારણહાર તરીકે તેમણે ૧૯મી સદીમાં અનન્ય પ્રદાન કર્યું છે મારા લગ્નની કુપ્રથા ને કારણે અનેક બાળાઓ બાળવયે એ યુવા વયે વિધવા બની તેમની સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો વિધુર બાળકો માટે પુનઃ લગ્નની છુટ હતી જ્યારે બાળકો માટે પુનઃ લગ્નની મનાઈ ફરમાવવામાં આવી હતી કેટલી વાર વિધવાઓ લંપટ પુરુષો ના હવસની શિકાર બનતી. માતા બનતી ત્યારે તેને "કુલટા"ગણવામાં આવતી. આ સમસ્યાના ઉપાય માટે જ્યોતિરાવ ૧૮૬૩માં વિધવાઓના બાળકોને ઉછેરવા અને વિધવાઓને અપમાનથી બચાવવા "બાળહત્યા પ્રતિબંધક ગૃહ"___અનાથાલય ની સ્થાપના કરી તત્કાલીન સમયે વિધવાના વાળ કાપવાની કુપ્રથા હતી એ પ્રથાને બંધ કરાવવા નાઈ ભાઈઓને સમજાવી વિધવાઓના બાળ કપાવવાની કુરીતી બંધ કરાવી. એમને કોઈ પુત્ર ન હોવાથી વિધવા બાળને દત્તક લઇ તેમણે ભણાવી-ગણાવી ડોક્ટર બનાવ્યો હતો.
  જ્યોતિરાવ ફુલે એ 28 વર્ષની વયે દિવસ આખો પરિશ્રમ કરી રાષ્ટ્રને સમૃદ્ધ કરતા કામદારો, ખેડૂતો ,શ્રમિકો માટે રાત્રિ શાળાની સ્થાપના કરી. મિલ કામદારોને પોતાના અધિકારો આપવા જ્યોતિરાવે કામદાર આંદોલનનો પાયો નાખ્યો હતો કામદારો આંદોલનના ફળસ્વરૂપ જ્યોતિરાવ ના અનુયાયી મેઘાણી લોખંડે ના અથાક પ્રયાસથી ૧૮૯૦માં કામદારોના કામના કલાકો અને સુરક્ષા સલામતી ના ઉપાયોની સુવિધા ઉપલબ્ધ થઇ હતી કામદારોની સમસ્યાઓને વાચા આપવા એમણે "દીનબંધુ" નામનું સામયિક શરૂ કર્યુ હતું.
   24 સપ્ટેમ્બર 1873 ના રોજ જ્યોતિરાવ એ "સત્યશોધક સમાજ"નામના સંગઠનની રચના કરી હતી. તે ભારતનું સર્વ પ્રથમ સંગઠન હતું. આ સંગઠનના સ્પષ્ટ આદર્શો, ઉદ્દેશ્યો, કાર્યપ્રણાલી અને ડ્રેસ કોડ હતા સંગઠનના કાર્યકર્તાઓ ધોતી, પાઘડી ,ખેસ પહેરી ઢોલ વગાડી લોકોને એકત્ર કરતા અને એમણે દુર્દશા,
અધોગતિ, અજ્ઞાન વિશે જાણકારી આપી સાચા અર્થમાં જાગૃતિનું મહાન કાર્ય કરતા હતા.
  જ્યોતિ રાવે સમાજલક્ષી સાહિત્ય સર્જન પણ કર્યુ છે. 'ગુલામગીરી' ,'તૃતીય રત્ને''છત્રપતિ શિવાજી રાજા ભોસલે કા નેવાડા ,"બ્રાહ્મણો ની ચાલાકી'', 'કિસાનો કા કોડા ','સત્સાર:૧-૨','ચેતવણી ,'અછુતો કી કેફિયતે ', સાર્વજનિક સત્ય ધર્મ', અખંડાદિ કાવ્ય રચના ', વગેરે એમનું સાહિત્ય સર્જન છે."ગુલામગીરી ગ્રંથ'તે જ્યોતિરાવ ની ઐતિહાસિક સાંસ્કૃતિક દ્રષ્ટિએ કિર્તીદા કૃતિ છે. તાજેતરમાં જ્યારે અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે તેઓને "ગુલામગીરી" ગ્રંથ ભેટમાં આપવામાં આવ્યો હતો. હકીકતમાં આ ગ્રંથ સામાજિક ક્રાંતિના Menifesto --ઘોષણા સમાન દસ્તાવેજ છે. પ્રતીક ભારતીયે આ ગ્રંથ વાંચવો જ રહ્યો.
   જ્યોતિ રાવે 1882 હંટર એજ્યુકેશન કમિશનને આવેદનપત્ર પાઠવી અસ્પૃશ્યો ,ગ્રામીણ ખેડૂતો, તુને શિક્ષણમાં પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી હતી. આ રજૂઆત નો રાજા રામમોહનરાયે વિરોધ કર્યો હતો. એમણે અછૂતો માટે પાણીનો કૂવો ખુલ્લો મુકાવ્યો હતો. દારૂની દુકાને લાયસન્સ ન આપવા રજૂઆત કરી હતી દેવદાસી પ્રજા પર પ્રહારો કર્યા હતા ૧૯મી સદીમાં ભાગ્યે જ કોઇ સમસ્યા હશે જેના વિશે જ્યોતિષ ઉપાય સંદર્ભે પ્રયાસ ન કર્યા હોય.
  ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ   યથાર્થ જ કહ્યું હતું કે, જેમ જેમ ખેડૂતો અને શ્રમિકોનની પ્રગતિ થશે  તેમ તેમ ઈતિહાસમાં મહાત્મા ફૂલે નું વ્યક્તિત્વ વધારે પ્રસ્તુત થશે ભારતના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહના મતે મહાત્મા ફુલે ભારતની મૂળભૂત ક્રાંતિના પ્રથમ મહાપુરુષ છે ગાંધીજીએ જ્યોતિરાવ જેને સાચા મહાત્મા કહયા છે. ડોક્ટર બી. આર. આંબેડકરે તેઓને ત્રીજા માર્ગદર્શક માને છે.  પ્રત્યેક યુવાનોએ મહાત્મા જ્યોતિરાવ ફુલેના જીવન મિશન જાણવું જરૂરી છે, કારણ કારણ એમણે વીસમી સદીમાં અનેક અધૂરાશો ,અંતરાયો,આડશો , પડકારો વચ્ચે અનેક પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો છે.

No comments:

Post a Comment