Tuesday 27 July 2021

આશા કંડાર --એક સમયે જોધપુર ના રસ્તાઓ પર સફાઇ કરતી મહિલા ની કહાની

આશા કંડાર
 સફળતા  કંઈ રાતોરાત નથી મળી જતી. તેના માટે લોહી પાણી એક કરવું પડે .મહેનત કરવી પડે .પરસેવો પાડવો પડે. જીવનમાં કંઈક કરી દેખાડવાનુ ઝનુન જ્યારે જિંદગીનો એકમાત્ર ગોલ બની જાય અને તમે તમારું સર્વસ્વ તેની પાછળ લગાવી દો ત્યારે સફળતાને શરણોમાં આવ્યા વિના છૂટકો નથી. આ વાત હમણાં રાજસ્થાન સહિત દેશભરના પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર એક યુવતીને ટાંકીને કહેવામાં આવી રહી છે .હમણાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન 2018નું પરિણામ જાહેર થયું. તેમાં અનેક યુવાનોને સફળતા મેળવી .જોકે એ બધામાં એક એવી મહિલા હતી જેને સફળતા અને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું એ મહિલા એટલે આશા કંડારા.
     આશા કંડારની સ્ટોરી દેશની એ લાખો મહિલાઓ માટે મિશાલ છે જે જીવનમાં કંઈક કરી બતાવવા માંગે છે ,ધાર્યા લક્ષને પામવા માંગે છે. સવાલ એ થાય છે કે આશાની જિંદગીમાં એવો તો કયો મોટો સંઘર્ષ સમાયેલો છે કે સૌ સૌ તેનાથી આટલા બધા પ્રભાવિત થયા છે ?તો જાણી લો કે ,આશા એક સમયે જોધપુર ના રસ્તાઓ પર સફાઇ કરતી સફાઈ કર્મચારી હતી. પણ હવે તે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બનીને લોકોની સેવા કરવા જઈ રહી છે. જી હા, એક સફાઈ કર્મચારી મહિલા ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બનવા જઈ રહી છે !જોકે તેને આ સફળતા કંઈ રાતોરાત નથી મળી ગઈ. તેના માટે આશાએ  ઘણો સંઘર્ષ કર્યો છે. 1997માં તેના લગ્ન થયા અને પછી બે બાળકો. પણ થોડા સમય પછી આશા અને તેના પતિ વચ્ચે અમુક બાબતોને લઈને પણ બનાવ થવા લાગ્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઇ કે આ શાના છૂટાછેડા થઈ ગયા. તેના માટે સમય ઘણો કપરો હતો કેમ કે એ પછી બંને બાળકોની જવાબદારી તેના પર આવી ગઈ હતી .પણ આશા હિંમત હારી નહીં અને તેણે એકલપંડે બંને બાળકોને ઉછેરવા ની સાથે પોતે પણ ભણવાનું ચાલુ રાખ્યું. આ રીતે તેણે વર્ષ 2016માં પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
   એ પછી તેણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાવાનું નક્કી કર્યુંં. તેના માટે તેણે ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે કોચિંગ ક્લાસ પણ કર્યા .દરમિયાન વર્ષ 2018 માં તેની સફાઈ કર્મચારીની ભરતી પરીક્ષા આપી અને ત્યારબાદ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની ની પરીક્ષા પણ આપી. આ પરીક્ષા આપ્યાના થોડા દિવસો પછી નિમણૂક સફાઇ કર્મચારીના પર થઈ ગઈ. અને તે જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કર્મચારી તરીકે કામ કરવા લાગી. તેને પાવટાના   મુખ્ય રસ્તા સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું .જેને તેણે કોઈ પણ પ્રકારની આનાકાની વિના સ્વીકારી લીધેલું. એક દિવસ આ જ રીતે સફાઈ કરી રહી હતી ત્યાં તેના ઘરેથી એક માણસ એક કવર લઈને તેને આપવા આવ્યો.આશાએ સાવરણો બગલમાં દબાવ્યો .કવર તોડી અંદરનો કાગળ બહાર કાઢ્યો અને વાંચવા માંડી. જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તેમ તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી. અને કેમ ન વહે ? પત્રમાં વાત જ કંઇક  એવી હતી ! તેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં તેની પસંદગી થઈ છે! આખો પત્ર વાંચ્યા પછી આશા ની ખુશી નો કોઈ ઠેકાણું ન રહ્યું. જોતજોતામાં આ વાત આખા જોધપુરમાં ફરી વળી .બીજા દિવસે દેશભરના મીડિયામાં તેની સફળતાની સ્ટોરી છપાઈ ત્યારે તેના પરિવારજનોની સાથે આખો દેશ ચોંકી ગયો હતો! આશાની સફળતાની  સ્ટોરી છપાઈ ત્યારે   સોશિયલ મીડિયામાં પણ લોકોએ ખૂબ શેર કરી. સેંકડો લોકોએ તેની સફળતાને બિરદાવી કોમેન્ટ્સ કરી લોકોને આશાના જીવનમાંથી પ્રેરણા લેવા આંગળી ચીંધી આશા કહે છે કે 'મ્યુનિસિપલ કોર્પોરેશન માં કામ કરતી વખતે તેને અહીં ઓફિસમાં બેસતા અધિકારીઓ ને જોઈને તેમના જેવા બનવાનું ઝનુન સવાર થઈ ગયું હતું. આ સફળતા મને કંઈ રાતોરાત નથી મળી ગઈ. તેના માટે મેં ઘણી મોટી કિંમત ચૂકવી છે. ઘણું બધું જતું કર્યું છે .અને ઘણું  વેઠ્યું પણ છે મેં  આ સપનાને પૂર્ણ કરવા માટે આકરી મહેનત અને લગનથી તૈયારીઓ કરી છે કરી હતી અને આખરે સફળતા મળી. હું નાની અમથી બાબતોમાં હાર માની લેતી મહિલાઓને કહેવા માગું છું કે, પોતાને ગમતું કોઈ મોટું સપનું જુઓ, અને તેને સાકાર કરવા માટે બનતા પ્રયત્ન કરી જુઓ તો સફળતા ચોક્કસ મળશે'



આભાર -----સંદેશ ની નારી પૂર્તિમાં થી
  તા.૨૭/૭/૨૦૨૧

No comments:

Post a Comment