Friday 2 July 2021

અખો ભગત વિશે જાણવા જેવુ

અખો ભગત
 જ્ઞાનનો અધિકાર માત્ર મનુષ્ય જ છે. આ ધરતી પર અનેક  જીવો છે. જ્ઞાન સાથે લેવાદેવા છે માત્ર મનુષ્યને.
   અને આ જ મુક્તિના દાતા છે. જે જ્ઞાની છે ને તે પ્રમાણે આચરણ કરે છે. આથી તે મુક્તિનો અધિકારી બને છે. ઇન્દ્રિયો પર જ્યાં સુધી મનનો અધિકાર છે ત્યાં સુધી અને જ્ઞાન મળતું નથી. તપ કરવાથી મન વશ થાય છે. ઘર કરી બેઠેલા અવગૂણો એક પછી એક અંતરમાંથી વિદાય લે છે. ખાલી પડેલી જગ્યા ભરવા સદગુણો દોડી આવે છે. સદગુણો માનવીના સાચા સાથીદાર બની અને જ્ઞાનનો વિરાટ સાગર બનાવે છે. મનુષ્ય પોતાની શક્તિ અનુસાર જ્ઞાનને પચાવે છે.આ આ પચાવેલું  જ્ઞાન જ  મનુષ્યને અનેક પ્રકારનો યશ આપે છે .અને એક પ્રકારની સિદ્ધિ આપે છે. પરમાત્માનો અનુભવ કરાવે છે.

    આપણો દેશ મહાન છે. પુણ્યશાળી છે. આથી જ દેવો અહીં ઋષિ-મુનિઓ સંત -સાધુ અને ભક્ત શિરોમણી સ્વરૂપે અવતાર લે છે . મુસીબતમાં આવી પડેલા લોકોને મદદરૂપ બને છે. એમને સાચો માર્ગ બતાવે છે. આ જ રીતે નિજ અવતાર કાર્ય પૂરું કરી તેઓ સ્વધામ જાય છે.
   આ એક જ્ઞાની કવિ એ આપણા ગુજરાતના જન્મી લોકોને સાચા સુખનો માર્ગ બતાવ્યો. એમના બતાવેલા માર્ગે ચાલી આજે પણ લોકો સુખ-શાંતિથી ભોગવે છે.એ જ્ઞાની કવિ નું નામ છે અખો.
   જ્ઞાની કવિ અખો ભગત તરીકે ઓળખાય છે. એમનું જીવન જાણવાથી આપણને અલૌકિક સુખનો અનુભવ થશે.
    જન્મ અને કુટુંબ 
    ૧૭મા સૈકામાં આપણા ગુજરાતમાં ત્રણ મોટા કર્યો થઈ ગયા અખો, પ્રેમાનંદ અમે શામળ. દાસ ની ચોપાઈઓ ,નરસિંહ-મીરાના ભજનો, પ્રેમાનંદના આખ્યાનો, દયારામ ની ગરબીઓ, ભોજા ભગતના ચાબખાઓ, તેમજ અખાના છપ્પા ઓએ લોકહૃદયમાં સ્થાન લીધું હતું કારણ કે તે લોકભોગ્ય શૈલીમાં છે અને અનુભવની વાણીમાં છે કુટુંબમાં ,સમાજમાં હાલતા ચાલતા તેણે જોયું અને માણ્યું અને કદીક અંતર લગી પહોંચી જાય તેવું સંવેદન અનુભવ્યું.તે રવાની પેઠે એના અંતરમાં ઘૂમીને બહાર આવ્યું.
   ગુજરાતની પ્રજાને જ છપ્પા ની લહાણ કરનાર અખાનો જન્મ સંવત 1656 અર્થાત ઇસવીસન 1600 માં થયો હતો . તેના જન્મનું સ્થળ છે અમદાવાદ ની પાસે આવેલું જેતલપુર ગામ.
  એમના પિતાનું નામ રહિયા દાસ. જાતે સોની. જેતલપુર ગામમાં સોનીનો ધંધો કરે એમને ત્રણ પુત્રો, મોટા પુત્રનુંનામ ગંગારામ નાના પુત્રનું નામ  ધમાસી,.  વચેટ પુત્ર નું  અખેરામ  હતું.
 પિતા નિયમિત વહેલા જાગે. નિત્ય કર્મથી પરવારી દુકાને જાય. નાનકડું ગામ, નાનકડી દુકાન .કુટુંબનું ભરણપોષણ થાય એટલી આવક દુકાન માથે આવે નહીં.
એક દિવસની વાત છે જેતલપુરમાં કણબી કુટુંબમાં એક કન્યા ની જાન આવી. તે જાન હતી અમદાવાદની કોઈ જાનરડીની સોનાની કંઠી તૂટી ગઇ.
તે સ્ત્રી કંઠી લઈને આવી રહ્યા રહીયાદાસ પાસે. એમણે તૂટેલી કંઠી સાંધી આપી. ધોઈને ઉજળી પણ કરી આપી.
 કંઠી જોઈને એનો પિતા ખુશ થયો એના મનમાં વસેલો પ્રભુ જાગ્યો તે વ્યક્તિને થયું "આવો કુશળ સોની ગામડા ગામ માં શું કમાય ? તે અમદાવાદમાં પોતાનો ધંધો શરૂ કરે તો બે પાંદડે સુખી થાય.
  તે રહિયા દાસ પાસે આવ્યો . અમદાવાદ આવવાની વાત મૂકી. એ ભલા માણસે સાથ સહકાર આપવાની વાત પણ કરી.
  શીરો ઘટક કરતો મોંમાથી પેટમાં ઊતરી જાય. તેમ આ વાત રહિયા દાસ ને આ વાત ગળે ઉતરી ગઈ.
   સારો દિવસ ,સારું નક્ષત્ર અને સારું ચોઘડિયું જોઈ તેમણે જેતલપુર ને સા રામરામ કર્યા અને અમદાવાદનેવહાલ કર્યું. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં કુવા વાળા ખાંચામાં એક મકાન લીધું રહિયા દાસ અને તેમના કુટુંબને ત્યાં વસવાટ કર્યો.  બજારમાં ઘરની સાવ નજીક જ એમને દુકાન મળી ગઈ.
સોની નો ધંધો. ધમધોકાર ચાલવા માંડ્યો. રહિયા દાસને એક પળની નવરાશ ના મળે ત્રણેય દીકરાઓને આ ધંધામાં તૈયાર કરવાની ઈચ્છા થઈ તેમનો મોટો દીકરો કાયમ બીમાર રહ્યા કરે નાના દીકરાને રસ નહીં એ ભલો અને એના દોસ્તો ભલા .પિતાની નજર અખેરામ પર ‌‌‌‌‌ઠરી  તે પૂરો મહેનતુ નીકળ્યો થોડા જ વર્ષોમાં તે સોની ના ધંધામાં પારંગત થઈ ગયો.
    કિલ્લોલ કરતું કુટુંબ વેરાન બને છે ત્યારે
 ધરતી પર સંસારના મંડાણ મંડાણા ત્યારથી જીવનમાં ચડાવ-ઉતાર આવ્યા જ કરે છે કોઈ વખત તે ગજબ નો ભાગ ભજવે છે તેવા બનાવો માનવીને સંસાર પરથી ઉતારી નાખે છે અને વૈરાગ્યની દોરી જાય છે આખા ના જીવનમાં પણ આવું જ બને છે.
   અખેરામ વીસ વરસનો થયો એના લગ્ન લેવાયા સોની પરિવારની રૂપાળી કન્યા સાથે તેણે પાણિગ્રહણ કર્યું એમનો સંસાર ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો.
  લગ્નના પાંચ વર્ષ વિત્યા ત્યાં તેના પર કુદરતની વાંકી દ્રષ્ટિ થઈ. કાળની વીજળી ત્રાટકી.નાનીએવી માંદગીમાં અખેરામ ની પત્ની નું અવસાન  થયું. અખેરામથી આ  આઘાત સહન ન થયો. આઘાતની કળ વળે તે પહેલા તેમની માતા પરલોક સિધાવી ગયા આ આઘાત પણ જાણે ઓછો હોય તેમ માતાના મૃત્યુ પછી છ સાત મહિને પિતા પણ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા.
 ઘરમાં પોતાનું કહી શકાય એવું કોણ હતું? તે દુકાને જાય કે દુકાનેથી ઘરે આવે તો પણ એને ચેન પડતું ન હતું એના માથે દુખનાં ઝાડ ઉગવુ બાકી હતું. અખે રામ ના મિત્રો એના દુઃખને કળી ગયા.
  તેમણે અખેરામ ને  સમજાવી ફરી પરણાવ્યો. અખેરામના એક કન્યા સાથે લગ્ન થયા. કન્યા હતી ગુલાબ ના ગોટા જેવી રૂપાળી. ચંદ્રમાની ચાંદની જેવો હતો એનો વાન. ગોળ મટોળ, રૂપાળું એનું મોં. કન્યા એના જીવનમાં આવી કન્યા એના જીવનમાં આવવાથી એના જીવનમાં ફરી પાછો સુખનો સૂરજ ઊગ્યો ગુજરાતો દિપક વધુ ચમકારા મારે એમ એમાં બીજી વાર ના  લગ્નમાં બન્યુંં.
વિધિના કેવા વિચિત્ર લેખ ?અવની આ પત્ની પહેલી સુવાવડ દરમિયાન જ અવસાન પામી.
ક્રમશ:::: સંસ્કૃતિ બિંદુ પુસ્તક માં થી
પોપટલાલ મંડલી

No comments:

Post a Comment