Tuesday 16 November 2021

શાંતિ દેવી --

 રાયગઢ ની રાષ્ટ્રીય પુરસ્કર્તા,ગાંધીવાદી શાંતિ દેવી
રશિયાના ઝૂમાં તાજા જન્મેલા એક ચિમ્પાન્ઝીને એની માતાએ તરછોડી દીધું હતું. એ પછી એના ભવિષ્યની ચિંતા કરીને ઝૂની એક કર્મચારી માસુમ બચ્ચા ને પોતાના ઘરે લઇ જઇ ત્યાં તેની સાથે પહેલેથી જ એક બૂલમેસ્ટિફ  જાતની કૂતરી પોતાનાં ચાર બચ્ચાં સાથે રહેતી હતી.
આ કૂતરીએ અનાથ બનેલા નાનકડા ચિમ્પાન્ઝીને પોતાનું બાળક સમજીને સ્વીકારી લીધું  કૂતરીએ ચિમ્પાન્જી ને ભરપૂર પ્રેમ અને હૂંફ આપ્યા. અને પોતાના બચ્ચાની જેમ જ ચિમ્પાન્જીના બચ્ચાની સંભાળ લીધી. કૂતરીના બચ્ચાઓએ પણ ચિમ્પાન્જી સાથે દોસ્તી કરી લીધી. તેઓ સાથે મળીને મસ્તીથી રહ્યા એટલું નહીં ચિમ્પાન્જી પોતાને કૂતરીનું બચ્ચું જ માની તેમની જેમ જ ખાતું પીતું. પ્રાણીઓની આવી પરોપકાર વૃતિ ના કિસ્સા વારંવાર આપણી સામે આવતા હોય છે જે આપણને, આપણી સુષુપ્ત માનવતા અને હળવી ઠેસ આપી જગાડે છે .અને સત્કર્મ કાર્ય કરવા પ્રેરે છે.સાહિર લુધિયાનવીનુ લખેલુ ગીત 'તેરી હૈ જમી, તેરા આસમાન તુ બડા મહેરબાન, તું બક્ષીસ કર...'આવતાની સાથે જ માસૂમ ચહેરા સાથેના હજારો નાના ભૂલકા મનની આંખ સામે ટોળે વળે  અને ઈશ્વર તરફના કૃતજ્ઞભાવથી  નતમસ્તક થઈ જવાય કે એ જગત પિતાએ સીન્ધુતાઈ સપકાલ,પ્રકાશ કૌર કે કમલી સૌરેન જેવા નેકદિલ માનવો પણ ધરતી પર મોકલ્યા છે. જે આ બાળકો માટે દેવદૂતો સમાન છે આ મહામાનવો એ અને એક અનાથ બાળકોના જીવતરમાં શીળી છાંયડી પાથરી, તેમનું જીવન ઘડતર કરી, તેઓને સમાજમાં એક સ્વીકાર્ય નાગરિક તરીકે પુનઃ સ્થાપિત કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે.અમિતાભ સંચાલિત કેબીસીદના' કર્મવીર સ્પેશિયલ એપિસોડ'માં ઉત્તર પ્રદેશમાં જન્મેલા અમલા રુઇયા રાજસ્થાનના 518 થી વધુ ગામોની કિસ્મત બદલી ચૂકયા છે. 1999, 2000 અને 2003ના દુષ્કાળે અમલા ના અસ્તિત્વને હચમચાવી દીધું હતું એક છાપામાં દુષ્કાળ ના સમાચાર વાંચ્યા બાદ અમલાદેવી રાજસ્થાન પહોંચ્યા હતા. એ પછી પાણીની સમસ્યા હલ કરવા તેમણે 'આકાર ચેરીટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરી. અમલાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી અસંખ્ય ચેકડેમો બનાવ્યા અને બે લાખથી વધુ લોકોની પાણીની સમસ્યાનું તેમણે નિવારણ લાવી દીધું. પછીથી અમલાદેવી ને જળ દેવીના નામથી ઓળખવામાં આવે છે. આજે આવા જ એક મહામાનવ સામાજિક કાર્યકર્તા અને ઓડિશાના ગાંધીવાદી નેતા શાંતિ દેવીનું નામ હૈયે ચડે છે. જેને 2021 ના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન તેમને સમાજ સેવાના કાર્યમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ અર્પણ કરાઇ છે તેમના સામાજિક કાર્ય માત્ર રાયગઢ જિલ્લાનું નથી પરંતુ ઓડીશા રાજ્યની બહાર પણ ખ્યાત છે. પદ્મશ્રી પુરસ્કાર મળ્યા પછી શાંતિથી કહ્યું કે સ્વાભાવિક છે કે પદ્મશ્રી જેવો પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર મળે તેનો ગર્વ અને આનંદ થાય પરંતુ એ મળતાં હુ વધુ પડતી ઉત્સાહિત નથી. મને આ પુરસ્કાર માટે પસંદ કરીને રાષ્ટ્ર એ ખરેખર અનાથ બાળકોને આ પુરસ્કાર આપ્યો છે. આ પુરસ્કાર મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેના  આદર્શોનું સન્માન છે. લોકોએ તેના આદર્શો પર ચાલવું જોઈએ તેમનો માર્ગ સમાજને ઉન્નત કરશે ૧૯૩૪માં જન્મેલા શાંતિ દેવી એ ૧૯૫૧માં લગ્ન પછી બાલાસોર જેવું વિકસિત શહેર છોડી દીધું અને પોતાના પતિના કામ પૂરા કરવા રાયગડ જેવા પછાત વિસ્તારમાં આવી ગયા જે ખૂબ વિસ્તારમાં હતું શાંતિથી મૂળ તો ભૂદાન આંદોલન અને સત્યાગ્રહ આંદોલન સાથે જોડાયેલા હતા. પછીથી અનાથ બાળકો માટે 'મા' બની ગયા. તેમણે 131 અનાથ બાળકોને માત્ર આશરે નથી આપ્યું પરંતુ એક માતા જેવો પ્રેમ, સંભાળને નિસ્બત આપ્યા છે.
ભૂદાન આંદોલનના અગ્રણી સ્વર્ગીય ડોક્ટર રતનદાસ શાંતિ દેવી ના પતિ હતા કોરાપુટ જિલ્લામાં એક સામાજિક સેવા કરનાર દંપતી રૂપે તેઓ બંને પ્રસિદ્ધ હતા. પતિના મૃત્યુ પછી પણ શાંતિ દેવી નિરાશ થઈ ભાંગી ન પડ્યાં. તેમણે સામાજિક સેવા અને અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને પુરસ્કારોથી સન્માનિત શાંતિ દેવી માટે અને ગરીબ બાળકોના મોત પર જોવા મળતી ખુશી સૌથી મહત્વની છે જે તેને અત્યંત સંતોષ આપે છે. સંસ્કૃતમાં સરસ કહ્યું છે કે "પરોપકાર શૂન્યસ્ય ધિક મનુષ્ય સ્ય જીવિતમ ,જીવન્તુ પશવથ યેષા ચર્માપ્યુપકરિષ્યતિ.'અનાથ અને અસહાય બાળકો માટે તેમણે રાયગઢ ના ગૂનુપુરમાં અનાથાલય ની ખોલ્યું છે. ઉત્તમ લાલન પાલન અને શિક્ષણ ઉપરાંત તે બાળકોને નૈતિક શિક્ષણ પણ આપે છે. જેથી મોટા થઈને એ બાળકો સમાજમાં સન્માન પૂર્વક જીવે. કેટલી અનાથ બાળકો ના લગ્ન કરાવી પરિવાર ની આત્મીયતા ,સલામતી અને સુખ આપે છે. નૈતિક શિક્ષણ તેમના પાયાના ઉછેરમાં હોવાથી તે બાળકો વિભિન્ન ક્ષેત્રોમાં અને પ્રસિદ્ધ સંસ્થાઓમાં મહત્વના કામો કરી રહ્યા છે. થીંક ગ્રેટ બી ગ્રેઈટ ના લેખિકા લૈલા ગીફ્ટી કહે છે કે "the heavenly father is the father to the fatherless."એટલે જ કદાચ શાંતિ દેવી જેવા મહાન પાત્રોને ઈશ્વર પોતાના પ્રતિનિધિ રૂપે અનાથ બાળકો પાસે મોકલી દેતો હશે. જે સર્વ ભૂત હિતે રતા: ની જેમ પ્રાણી માત્રનુ હિત કરવામાં તત્પર હોય છે.
સંત વિનોબા ભાવેથી શાંતિ દેવી ઘણા અંશે પ્રભાવિત હતા. નાનપણથી તેનામાં સમાજના અત્યાચાર અને અન્યાય સામે વિરોધ કરવાની તાકાત અને હિંમત હતા. પછીના જીવનમાં પણ તેઓ ગાંધીવાદી દર્શનથી વિચારોથી પ્રભાવિત રહ્યા અને ગાંધી આશ્રમ સાથે જોડાઈ ગયા. ૧૯૫૧માં કોરાપુટ જિલ્લામાં ભયંકર દુષ્કાળના સમયમાં પીડિત લોકોની મદદ માટે રાહત સામગ્રી લઈને શાંતાદેવી ત્યાં ગયેલા. આ દરમિયાન તેઓ વિનોબા ભાવે મળ્યા અને તેમના જીવનમાં નવો મહત્વનો વળાંક આવ્યો અને આદિવાસી વિસ્તાર જ એમની કર્મભૂમિ બની ગયો. ૧૯૫૨માં કોરાપુટ જિલ્લામાં જમીન આંદોલનમાં તેઓ જોડાયા. જમીનદારો દ્વારા દાદાગીરીથી સિંધવી લીધેલી આદિવાસીઓની જમીન છોડાવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કર્યો પછી તે બોલનગીર, કાલાહન્ડી અને સંબલપુર જિલ્લાના ભૂદાન આંદોલનમાં સામેલ થઈ ગયા. તેમણે ગોપાલન વાડી સ્થિત આશ્રમમાં ભૂદાન કાર્યકર્તાઓને પ્રશિક્ષિત પણ કર્યા. એ દરમિયાન તેમણે લગભગ ૪૦ જેટલા આદિવાસી લોકોને રાજ્યપાલ ની મદદથી કારાવાસમાં થી મુક્ત કરાવવાનું કામ કર્યું જે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. ૧૯૬૪ના આદિવાસી લોકોની સહાય માટે તેમણે રાયગઢના ગોબર પલ્લીમાં એક 'સેવા સમાજ'ની સ્થાપના કરી.જ્યાં જ્યાં ગરીબ અને અનાથ બાળકોને આશ્રય આપી તેઓ સાર સંભાળ લે છે આશ્રમમાં કુષ્ઠ રોગીઓની સેવા પણ કરાતી હતી કોરાપુટ માં સમાજસેવા કરવા માટે અને ગાંધી વિચારોનો વિસ્તાર કરવાના કારણે તેમણે કોરાપુટીયા પણ કહેવામાં આવે છે.
શાંતિ દેવી એ છેલ્લા સાત દાયકાથી પછાત ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની જાતને સામાજિક સેવાના વિવિધ કામોમાં સમર્પિત કરી છે.  આ બધા જ કામોમાં તેમને પતિનો પૂરો સહયોગ સાંપડ્યો શાંતિ દેવી માને છે કે આજે છોકરીઓને સશક્ત અને સાહસી બનાવવાની જરૂર છે તેમને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા શીખવું જ રહ્યું છોકરીઓ છે હવે સ્વતંત્ર થઈને પોતે શિક્ષિત થવું જોઈએ અને પરિવારને પણ શિક્ષિત કરવો જોઈએ. ૧૯૬૧માં શાંતિ દેવી ઉતકલ નવજીવન મંડળના સચિવ બન્યા. તેઓ ઓડીસા પુનર્વાસ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા છે. અને ગાંધીવાદી સંગઠનો સાથે જોડાયેલા છે તેઓ શરૂઆતથી જ 'અગ્રગામી ગવર્નિંગ બોડી'ના ઉપાધ્યક્ષ પણ છે. શાંતિ દેવી ખાસ કરીને માઓવાદી પ્રભાવિત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન આપનાર તરીકે વધુ જાણીતા છે. આ ગાંધીવાદી સમાજસેવિકા 1994માં જમનાલાલ બજાજ એવોર્ડ જીતી ચૂક્યા છે. શાંતિ જાળવી રાખવાના તેમના પ્રયાસો બદલ તેમણે રાધા નાથ  રથ શાંતિ પુરસ્કાર પણ મળ્યો છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો મળેલા છે.
આ સંસારમાં એવું કંઈ પણ નથી જે માણસ ના મૃત્યુ પછી તેની સાથે તે લઈ જઈ શકે કે તેની સાથે રહે. એટલે સાથે આવશે તો એ માણસના કલ્યાણકારી સારા કર્મો જ છે તેનાથી જ સૌને પ્રેમથી યાદ રાખે છે જેની સુગંધ માણસના મૃત્યુ પછી પણ હંમેશા અકબંધ રહે છે આવા કામો નિસ્વાર્થ હોવા જોઈએ એવા લોકો ખૂબ જ હોય છે જેઓ પોતાનું સમગ્ર જીવન બીજાની સેવા માટે સમર્પિત કરી દે છે પણ મારા તેને કહેવાય જે નિરપેક્ષ હોય તેમાં કોઈ ભેદભાવ ન હોય ગાંધીજીએ સ્પષ્ટ કહેલું કે પરમાર તો સત્ય સ્વરૂપ હેતુલક્ષી સમાજલક્ષી તથા માનવતા લક્ષી કોઇપણ જાતના ભેદભાવ વિના નો હોય તો જ તેનું ઉચ્ચતર પરિણામ પ્રાપ્ત થાય છે. મીનપિયાસી એ તેના એક કાવ્ય લખ્યું છે તે..
પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ-દુઃખ પૂછ્યું તું?
દર્દ ભરી દુનિયા માં જઈને કોઈનું આસું લૂછયુ તું?
ગેં ગેં ફે ફે કરતા કહેશો કે
હે -હે-શું શું?
શાંતિ દેવી જેવી હસ્તીને જ્યારે ઈશ્વર આવું પૂછશે ત્યારે જરા પણ  અચકાયા  વિના આખી કાયનાત બોલી ઊઠશે  કે હા, શાંતિ દેવી એ અગણિત લોકો ના આંસુ લુછયા હતા.  શાંતિ દેવી એક વૃક્ષ જેવું મહાન વ્યક્તિત્વ છે. વૃક્ષ પોતે તડકો વેઠીને બીજાને છાંયો આપે છે...'
આભાર ગુજરાત સમાચાર પૂર્તિ તારીખ 16- 11- 2021 મંગળવાર

No comments:

Post a Comment