Wednesday 10 November 2021

શીખ ધર્મના પ્રથમ ગુરુનાનક દેવજી

શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનકદેવજી 
કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ચૌદસો ૧૪૬૯માં રાવી નદીના કિનારે સ્થિત તલવંડી નામના ગામમાં લાલા કલ્યાણરાય (મહેતા કાલુજી )નામના એક ખેડૂતના ઘરે ગુરુ નાનકનો જન્મ થયો. તેમની માતાનું નામ તૃપ્તાદેવી હતું .તલવંડી ને નાનકજી ના નામ પર નનકાના સાહબ કહેવામાં આવે છે. જે હાલમાં પાકિસ્તાનમાં છે.
    16 વર્ષની વયે તેમના વિવાહ થયા હતા. તેમને શ્રીચંદ અને લક્ષ્મીચંદ નામના બે પુત્રો પણ થયા .ઇ.સ.1507માં તેઓ પોતાના પરિવારનો ભાર પોતાના સસરા પર છોડીને યાત્રા કરવા નીકળી પડ્યા. ઈ.સ. 1521 સુધી તેમણે ભારત, અફઘાનિસ્તાન ,, અફઘાનિસ્તાન,ફારસ અને આરબનાં મોટાભાગના સ્થળોનું ભ્રમણ કર્યું .એવું કહેવાય છે કે તેમણે ચારેય દિશાઓમાં ભ્રમણ કર્યું. લગભગ આખા વિશ્વમાં ભ્રમણ દરમ્યાન ગુરુ નાનકની સાથે રોમાંચક ઘટનાઓ ઘટતી રહી. 1539માં તેમણે દેહત્યાગ કર્યો.
  ગુરુ નાનક ના સિદ્ધાંત
એવું કહેવામાં આવે છે કે નાનક દેવજી પાસેથી જ હિન્દુસ્તાનને પહેલીવાર હિન્દુસ્તાન નામ મળ્યું. આશરે 1526માં જ્યારે  બાબર દ્વારા દેશ પર હુમલો કર્યા પછી ગુરુનાનક દેવજી એ કેટલાક શબ્દો કહ્યા હતા તે શબ્દોમાં પહેલીવાર હિન્દુસ્તાન શબ્દનુ ઉચ્ચારણ થયુ હતું. એ શબ્દો આ પ્રમાણે હતા.
ખોરાસાન ખસમાના કિઆ હિન્દુસ્તાન ડરાઈયા
નાનકજીના વ્યક્તિત્વમાં બધા જ ગુણ હતા. ગુરુનાનકે રૂઢિઓ અને કુસંસ્કારો ના વિરોધમાં હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. સંત સાહિત્યમાં નાનકજી ચળકતા તારલા સમાન છે. કવિહૃદય ગુરુ નાનકજીની ભાષામાં ફારસી, મુલતાની, પંજાબી , સિંધી,ખડી બોલી ,અરબી ,સંસ્કૃત અને વ્રજભાષા ભાષાના શબ્દો સમાઈ ગયા હતા.
૧૦ સિદ્ધાંતો
ઈશ્વર એક છે .                     હંમેશા એક જ ઈશ્વરની ઉપાસના કરો.                                   જગતના બધી જગ્યાએ છે અને પ્રાણીમાત્ર માં હાજર છે.
સર્વ શક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી.
ઈમાનદારીથી મહેનત કરીને પેટનો ખાડો પૂરવો જોઈએ.
ખરાબ કાર્ય કરવા અંગે વિચારવું ન જોઈએ અને કોઈને હેરાન પરેશાન ન કરવા જઈએ.
હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ ઈશ્વર પાસે હંમેશા ક્ષમા માગવી જોઈએ.
મહેનત અને પ્રામાણિકતા થી કમાણી કરીને તેમાંથી જરૂરિયાત મંદોને પણ કંઈક આપવું જોઈએ.
બધી સ્ત્રી અને પુરુષ સમાન છે.
ભોજન શરીરને જીવતું રાખવા માટે જરૂરી છે, પરંતુ લોભ -લાલચ તથા સંગ્રહવૃતિ ખરાબ વસ્તુ છે.
એક રસપ્રદ ઘટના
ગુરુનાનક દેવજી એકવાર તે ગામમાં પહોંચ્યા ત્યાં તેમના માટે બે ઘરેથી ભોજન માટેનું નિમંત્રણ આવ્યું. જેમાંથી એક નિમંત્રણ ગામના ધનાઢ્ય મુખીનું હતું અને બીજું એક નિર્ધન વ્યક્તિનું હતું. ગુરુજી ગરીબ વ્યક્તિનું નિમંત્રણ સ્વીકાર્યું તેથી મુખી તેને પોતાનું અપમાન સમજયા. તેથી તેણે વિરોધ કર્યો .ત્યારે ગુરૂનાનકે મુખીની રોટલીને નીચોવી ત્યારે તેમાંથી લોહીના ટપકાં પડ્યાં અને ગરીબની રોટલી નીચોવીતો તેમાંથી નિર્મળ દૂધની ધારા વહેવા લાગી. ગુરુજીએ કહ્યું ,મુખીની કમાણી અનીતી ,અધર્મ ,અત્યાચાર શોષણથી મેળવેલી છે .જ્યારે ગરીબ વ્યક્તિના ભોજનમાં ઈમાનદારી અને મહેનતની કમાણી કરી છે .તેમાં અનીતિ, અન્યાય, શોષણ કે મલિનતા નથી.
આભાર
સંદેશ સમાચાર તારીખ 11નવેમબર 2021

No comments:

Post a Comment