Thursday 11 November 2021

આજનો દિન વિશેષ જાણવા જેવું 12-11-2021 ગાંધીજી નું રેડિયો પર સંબોધન

આજનો દિન વિશેષ 12 નવેમ્બર
કુરુક્ષેત્રમાં આવેલા ૨.૫૦ લાખ શરણાર્થીઓ ને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીએ 12 નવેમ્બર ૧૯૪૭ના રોજ રેડિયો પર સંબોધન કર્યું હતું.
દેશને આઝાદી તો મળી પરંતુ તેની સાથે વિભાજનનો દુઃખ પણ સહન કરવું પડ્યું હતું ગાંધીજીને ભાગલા પછીની સ્થિતિ ખૂબ દુઃખ હતું તેને વાચા આપવા માટે ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમવાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યું હતું લાખો લોકો સરહદ પારથી શરણાર્થી બનીને આવી રહ્યા હતા ત્યારે ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨.૫૦ લાખ લોકોને સંબોધન માટે ગાંધીજીએ પણ લોક માધ્યમ રેડિયોનો ઉપયોગ કર્યો હતો તેમના માટે તેઓ ખુદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું પહેલું અને છેલ્લું સંબોધન હતું.
ગાંધીજીએ મેરે દુઃખી ભાઈઓ ઓર બહેનો મુજે પતા નહિ થા કે સિવાય આપ કે મુજે કોઈ સુનતા ભી હૈ યા નહીં. એમ કહીને શરૂઆત કરી હતી 20 મિનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશું બોલવાનું છે .જ્યારે હું ગોળમેજી પરિષદ માટે ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે ત્યાર પછી મને આ બીજો અનુભવ છે .હું તો એક અજનબી પુરુષ છું.હું કોઈપણ પ્રકારનો રસ લઈ રહ્યો નથી. જીવનભર મારો પ્રયાસ દુઃખને સ્વીકારી લેવાનો રહ્યો છે. જ્યારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલુ જ છે તે જાણીને ખુબ દુઃખ થયું છે .હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તીવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શિબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો .ગાંધીજીના રેડિયો પ્રસારણ ને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો. ગાંધીજીએ તેમના રેડીયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપીતોને ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડીયો અવાજે ભાગલાના ઊંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યું હતું.
આમ તો મહાત્મા ગાંધી કુરુક્ષેત્રમાં શરણાર્થીઓની છાવણીમાં પીડિતોને રૂબરૂ મળવા જવાના હતા પરંતુ આ કાર્યક્રમ કોઈ પણ કારણોસર બંધ રહ્યો હતો આથી બ્રોડકાસ્ટિંગ હાઉસમાંથી જ શરણાર્થીઓને સંબોધન કર્યું હતું.
ગુજરાત સમાચાર તારીખ 12 નવેમ્બર 2021

1 comment: