Saturday 5 June 2021

પ્રાણીઓમાં ઉપયોગી અંગ મનુષ્યમાં જીભ એવો અવયવ છે કે જેમાં કોઈ નથી હાડકું નથી વળી તે એક જ અવયવ એવો છે કે જેનો એક જ છેડો શરીર સાથે જોડાયેલો હોય માણસ માટે જીભ ભાષાના ઉચ્ચારણમાં ઉપયોગી થતો અવયવ છે જીવ મોમા ખોરાકને આમતેમ હલાવીને ચાવવામાં જ મદદ કરે છે જીભ ન હોય તો આપણે ખાઈ શકીએ નહીં વિવિધ સ્વાદ ઓળખવામાં પણ જીભ ઉપયોગી થાય છે જીભ સતત ઉપયોગમાં આવતો અવયવ છે એટલે તેને નાની ઇજા થાય તો આપમેળે સારું થઈ જવાની શક્તિ છે માણસ માટે જીભ ઉપયોગી અવયવ છે દરેક સસ્તન પ્રાણીઓમાં જીભ હોય છે કાચીંડા અને દેડકા જીભ લંબાવીને હવામાં ઉડતા જીવડા નો શિકાર કરે છે કીડીખાઉ ની જીભ બે ફૂટ લાંબી હોય છે તે જીભ કીડીના દરમાં ખોસીને કીડીઓ ખાઈ શકે છે .લક્કડખોદની જીભની પણ લાંબી હોય છે તે ઝાડની બખોલમાં જીભ ખોસી જીવડા નો શિકાર કરે છે સૌથી મોટા જીવ બ્લુ વ્હેલની જીભ લગભગ 10 હજાર કિલોગ્રામ વજનની હોય છે ચામાચીડિયા જીભ વડે પાણી પીવે છે હમિંગ બર્ડ જીભ વડે ફૂલોનો રસ ચૂસે છે ઊંટ જિરાફ વગેરેની લાંબી જીભ તેનો ચહેરો અને આંખો સાફ કરવાના ઉપયોગમાં આવે છે બિલાડી દૂધ પીતી વખતે શૂન્યાવકાશ પેદા કરી વધુમાં વધુ દૂધ ખેંચે છે .પોલર બેર ,જિરાફ ચીનના શાસ્પી જેવા પ્રાણીઓની જીભ કાળી હોય છે નેકટરબેટ નામના ચામાચીડિયા ની જીવ પ્રાણી જગતમાં સૌથી લાંબી હોય છે તેની જીભ તેના શરીર પર દોઢ ગણી લાંબી હોય છે આ ચામાચીડિયા ત્રણથી સાડા ત્રણ ઈંચ લાંબા હોય છે પણ તેની જીભ પાંચ ઇંચ જેટલી લાંબી હોય છે

No comments:

Post a Comment