Sunday 6 June 2021

જંગલ બુક આજે આપણે એક પ્રાણી વિશે જાણીશું જેનું નામ છે ઓકાપી . ઓકાપી સસ્તન પ્રાણી છે તે સામાન્ય રીતે મધ્ય આફ્રિકાના લોકતાંત્રિક ગણરાજ્ય કોંગો ના ઈટૂરી વરસાદી જંગલોમાં જોવા મળે છે. તેના શરીર નો પાછળનો ભાગ અને તેના પગનો ઉપરનો ભાગ જીબ્રા જેવો ચટ્ટાપટાવાળો હોય છે તેને ગરદન અને મોંનો ભાગ જિરાફ અને મળતો આવે છે ઓકાપી ને જિરાફ નું સંબંધી પ્રાણી માનવામાં આવે છે ઓકાપી ૧.૯ થી ૨.૫ મીટર લાંબા અને ખભાથી ૧.૫ થી 2.0 ઊંચા હોય છે તેમની પુંછડી ૩૦થી ૪૦ સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે આમ તેના શરીરના પ્રમાણમાં તેમની પુંછડી ટુંકી હોય છે તેઓ વજનમાં ૨૦૦થી ૨૫૦ કિલોગ્રામ જેટલા હોય છે.ઓકાપી ની ચામડી ઘેરા બદામી તેમજ લાલ રંગની હોય છે તેમના પગ નો નીચેનો ભાગ સફેદ રંગના હોય છે અને ચામડી મખમલ જેવી સુંવાળી હોય છે.ઓકાપી અને જીરા વચ્ચે એક વાતે સામ્યતા છે બંને ની જીભ લાંબી અને લચીલી હોય છે તેની લંબાઈ 20 મીટર જેટલી હોય છે okapi પોતાની જીવતીકા અને આંખો પણ સાફ કરી શકે છે એની જીભ નો રંગ કાળો અથવા લીલો હોય છે ખૂબ જ ઓછા પ્રાણીઓ હોય છે જેમની જીવ આંખ અને કાન સુધી પહોંચી શકે છે તેના કાન લાંબા હોય છે જે તેમને ચિત્તા જેવા શીકારી આસપાસ હોવાની જાણ કરે છે અને તેમને એલર્ટ કરે છે તેમનું શરીર ખભાથી પીઠસુધી ઢોળાવવાળુ છે નર આકોપી ના માથે ચામડી થી ઢંકાયેલા નાના શિંગડા હોય છે ઓસીકોન્સ કહે છે. આ શિંગડું એક થી પાંચ વર્ષની વચ્ચે વિકસે છે તે ખોરાકમાં ઝાડ પરના પાંદડાં ફળ વાળી વનસ્પતિ ઘાસ અને ફૂગ ખાય છે.ઓકાપીને સામાજિક પ્રાણી કહી શકાય નહીં કારણ કે તે શાંત વાતાવરણ અને ખુલ્લામાં એકલા રહેવાનું વધારે પસંદ કરે છે તેઓ સામાન્ય રીતે એકલામાં અથવા જોડી માં રહે છે તે આ જ કારણે તેમનો શિકાર થાય છે અને તેમની સંખ્યા ઘટતી જાય છે.ઓકાપી પોતાના રસ્તે જતાં વચ્ચે વચ્ચે મૃત્રત્યાગ કરે છે. જેના કારણે અન્ય ઓકાપી ને સુંઘી ને તેનો રસ્તો મેળવી લે છે તેના પગમાંથી એક દ્રવ્ય નીકળે છે જેને તે પોતાના વિસ્તારની આજુબાજુ લગાવે છે અને પોતાના વિસ્તારની રક્ષા કરે છે તે એ વિસ્તારમાં અન્ય કોઈ પ્રાણીને પ્રવેશવા દેતો નથી જો કે માદા ઓકાપીને તેમાં પ્રવેશવા દે છે . વરસાદી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોવાથી તેમની ચામડી તેલયુક્ત અને લીસી હોય છે જે પાણી અને તેના શરીર પર ટકવા દેતી નથી.

No comments:

Post a Comment