Saturday 26 June 2021

બંધારણ મુજબ માન્ય ભારતીય ભાષાઓ

બંધારણ મુજબ માન્ય ભારતીય ભાષાઓ
    ભારતના બંધારણમાં ૨૨ ભારતીય ભાષાઓને માન્યતા આપવામાં આવી છે જે નીચે મુજબ છે.
અસમિયા ,ઓડિયા ,ઉર્દૂ, કન્નડ ,કાશ્મીરી, કોંકણી ,ગુજરાતી, ડોંગરી ,તમિલ, તેલુગુ ,નેપાળી, પંજાબી ,બાંગ્લા એટલે કે બંગાળી  બોડો ,મણિપુરી ,મરાઠી, મલયાલમ ,મૈથિલી સંથાલી ,સંસ્કૃત ,સિંધી અને હિન્દી આમ 22 ભાષાઓને પાર્ક ના બંધારણ એટલે સંવિધાનમાં માનનીય ભારતીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવેલી છે.
હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે તે ભારતના રાજ્યોની રાજભાષા છે. ભારતના લગભગ બધા લોકો હિન્દી ભાષા જાણે છે.
આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ને પણ આંતરરાજ્ય વ્યવહાર માટે સ્વીકારવામાં આવી છે.
માન્ય ભાષાઓમાંથી મોટાભાગની જે તે રાજ્યમાં રાજ્ય ભાષા તરીકે ઓળખાય છે. જ્યારે સિંધી ,સંથાલી, મૈથિલી, બોડો અને નેપાલી ભાષાઓને તેમના સમૃદ્ધ સાહિત્ય અથવા લોકજીવનના આધારે માન્યતા આપવામાં આવી છે.
સંસ્કૃત ભાષામાંથી ભારતની ઘણી ભાષાઓ ઉતરી આવેલી હોવાથી સંસ્કૃતને માન્યતા આપવામાં આવી છે.
નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અને અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વ રાજ્યમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે એટલે વ્યાવહારિક સરળતા માટે આ રાજ્યોએ અંગ્રેજી ભાષાને પોતાની રાજભાષા બનાવી છે.
ચાલો આપણે રાજ્ય અને તેની રાજભાષા એટલે કે માન્ય ભાષા વિશે શીખીએ.
અરુણાચલ પ્રદેશ---અંગ્રેજી
અસમ ---અસમિયા, બોડો
આંધ્ર પ્રદેશ--તેલુગુ, ઉર્દૂ
ઓરિસ્સા--ઓડિયા
ઉત્તર પ્રદેશ---હિન્દી અને ઉર્દુ
ઉત્તરાખંડ---હિન્દી
કર્ણાટક--કન્નડ
કેરલ--મલયાલમ
ગુજરાત---ગુજરાતી કચ્છી અને સિંધી
ગોવા--કોની અને મરાઠી
છત્તીસગઢ--હિન્દી
જમ્મુ અને કાશ્મીર---ઉર્દુ કાશ્મીરી, ડોંગરી
ઝારખંડ--હિન્દી અને સંથાલી
તમિલનાડુ--તમિલ
તેલંગાણા--તેલુગુ અને ઉર્દૂ
ત્રિપુરા-બાંગ્લા બંગાળી
નાગાલેન્ડ--અંગ્રેજી
પશ્ચિમ બંગાળ--બાંગ્લા એટલે કે બંગાળી નેપાળી
પંજાબ--પંજાબી
બિહાર--હિન્દી ,મૈથિલી
મણિપુર--મણીપુરી
મધ્ય પ્રદેશ--હિન્દી
મહારાષ્ટ્ર--મરાઠી
મિઝોરમ--અંગ્રેજી
મેઘાલય--અંગ્રેજી
રાજસ્થાન--હિન્દી ,મારવાડી
સિક્કિમ--લેપચા, નેપાળી
હરિયાણા--હિન્દી
હિમાચલ પ્રદેશ--હિન્દી


કેન્દ્ર શાસિત પ્રદેશો
દિલ્હી--રાષ્ટ્રીય રાજધાની નો પ્રદેશ હિન્દી પંજાબી અને ઉર્દુ ભાષા બોલાય છે.
અંદમાન અને નિકોબાર---હિન્દી તમિલ બાંગ્લા એટલે કે બંગાળી
ચંડીગઢ-- હિન્દી અને પંજાબી
દમણ અને દીવ--ગુજરાતી
દાદરાઅને નગર હવેલી--ગુજરાતી ,હિન્દી
પુદુચ્ચેરી---તમિલ ,તેલુગુ, મલયાલમ
લક્ષદ્વીપ---જેસરી.માહલ

No comments:

Post a Comment