Tuesday 1 June 2021

વાર્તા --શું ગધેડામાં ભગવાન છે ?સંત એકનાથની વાર્તા પ્રેરક પ્રસંગ

 

            ગધેડામાં શું ભગવાન છે  ?

કાશીથી એકનાથ એમના સાથી મિત્રો સહીત ગંગાજળ લઈને રામેશ્વરમ જી રહ્યા છે .વચ્ચેના વેરાનપ્રદેશ્મમાં એક ગધેડો ભૂખ્યો તરસ્યો પડ્યો હતો .એકનાથની મિત્ર મંડળી જઈ રહી છે .એ તરફ ગધેડો તરસને કારણે તડપી રહ્યો છે વેરાનપ્રદેશમાં ગધેડા માટે પાણી મળવાની સંભાવના નથી .પાણી તો યાત્રીઓ પાસે છે ,પણ ભગવાનના આ ભક્તો રામેશ્વરમ ભગવાનને ગંગાજળ ચઢાવવા જઈ રહ્યા છે .ગામે ગામ લોકો એમનું સ્વાગત કરતા રહ્યા છે .આ ભક્તો મહાન તીર્થયાત્રીઓ છે .

  એક તરફ ગધેડો પાણી વિના તરફડી રહ્યો છે .

  એનો ચિત્કાર સંભળાય છે .એકનાથ પણ આ મંડળીમાં છે .એમણે કાશીથી ભરીને લાવેલું ગંગાજળ આ તરસ્યા ગધેડાને પીવડાવી દીધું .ભક્તમંડળના સાથીઓ એકનાથ ઉપર વરસી પડ્યા .”આ પવિત્ર ગંગાજળ તો ભગવાન રામેશ્વરમને અર્ધ્ય આપવાને લાવ્યા હતા .!”

    એકનાથે જણાવ્યું ,’’રામેશ્વરમના ભગવાન તો ખબર નથી કે તરસ્યા હશે કે કેમ ?અને જો હશે તો ત્યાંથી પાણી ભરીને લઇ લેશું .પરંતુ ભગવાનના જ અંશ જેવો ગધેડો મરણશરણ થઇ રહ્યો છે .’’ ભક્તમંડળીઓના સાથીઓએ રોષે ભરાઈને એકનાથને અલગ કરી દીધા .’’હટો ....તમે તો સાવ નાસ્તિક છો ...ભગવાન રામેશ્વરમ્ ને ધરાવવા માટે કષ્ટ વેઠીને આનેલું ગંગાજળ આ ગધેડાને પીવડાવી દીધું .! ગધેડામાં  શું ભગવાન છે ?

  ચારે તરફ વિસ્તરેલ જીવનમાં  સર્વત્ર ભગવાનની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે ,પરંતુ લોકોને એ દેખાતા નથી .એમ પથ્થરની મૂર્તિ બજારમાંથી ખરીદી લાવ્યા ,જેમાં ભગવાન દેખાય છે !જયારે જગતના સર્વ પદાર્થોમાં ભગવાન દેખાઈ જશે .ભગવાન છે કે કેમ એ માનવાની જરૂર નથી .એની સર્વત્ર ઉપસ્થિતિને નિહાળવાની જરૂર છે .

સાભાર –પ્રસંગપર્વ પુસ્તક

સંપાદક –દક્ષેશ ઠાકર


સંકલન ---રામજીભાઈ રોટાતર

No comments:

Post a Comment