Tuesday 22 June 2021

જળબિલાડી વિશે જાણવા જેવુ

નમસ્કાર મિત્રો
આજે આપણે જળ બિલાડી વિશે શીખીશું
બિલાડીની બહેન જેવી લાગતી જળબીલાડી તમે જોઇ છે જળ બિલાડી જમીન પર અને પાણીમાં એમ બન્ને સ્થળ પર રહે છે સામાન્ય રીતે નદી કિનારે જોવા મળે છે જળ બિલાડી ને સંસ્કૃત માં જળ માર્જર કહે છે ગામડાના લોકો તેને ઉબ્ર બિલાવ, જળ માનુસી કે પાણીનું બિલાડું કહે છે અગાઉના સમયમાં તે ગુજરાતની નર્મદા નહિ તાપી સાબરમતી બનાસ પુણા જેવી નાની મોટી નદીઓના કિનારે જોવા મળતી મુખ્યત્વે રાત્રી દરમિયાન નદીઓની નીકળીને પાણીમાં ખોરાકની શોધમાં જાય છે અને શાંત સુરક્ષિત વિસ્તાર માં દિવસે મોડા સુધી મોઢું બહાર રાખીને તરતા તરતા ડૂબકી મારીને તે ઊંડે સુધી ખોરાક શોધે છે.  શ્વાસ લેવા માટે થોડી થોડી વારે પાણીની સપાટી ની બહાર આવે છે. માછલી તેનો મુખ્ય ખોરાક છે .ઉપરાંત જલિય કરચલા ,દેડકા,જળ  અને પક્ષીઓનો શિકાર કરે છે. પાંદડા અને વનસ્પતિના મૃદુ ભાગ  પણ ખાય છે. પોતાની જાતિના અન્ય સભ્યોને સચેત કરવા માટે સીટી જેવો અવાજ કરે છે .તે ખૂબ જ ચંચળ અને સક્રિય હોવાથી ઘડીભર પણ શાંતિથી બેસવાનું પસંદ કરતી નથી. આરામ કરવો હોય ત્યારે પાણી વચ્ચેના ખડકો પર કે કિનારે આવીને બેસે છે .તેના ટૂંકા પગમાં રહેલા ટૂંકા નહોરવાળા આંગળા એકબીજાથી જોડાયેલા હોય છે .તેની મદદથી તે સારી રીતે તરી શકે છે .તેના મોઢા ની આસપાસ મોટા કાળા  છૂટાંછવાયાં વાળની મુછો હોય  છે . કાન એકદમ ટૂંકા હોય ગાલ, ગળું, છાતી અને પેટના ભાગે આવેલા વાળ સફેદ હોય છે. તેની જાડી મુલાયમ ચામડીને કારણે તેનો મોટા પ્રમાણમાં શિકાર થાય છે.
     નદીઓ પર બનેલા ડેમને કારણે નદી ઝરણા ઘણા ભાગમાં વહેતા બંધ થયા છે મોટાભાગની નદીઓ પણ પ્રદુષિત થયેલી છે. અને માનવીય હસ્તક્ષેપ તથા માછીમારી નું પ્રમાણ વધવાને કારણે જળ બિલાડી હવે ખૂબ જ ઓછી સંખ્યામાં બચી હોવાનું જણાય છે તેની ઉપરથી જોવા મળી જાય તો સદનસીબ ગણાય.... આભાર

No comments:

Post a Comment