Tuesday 22 June 2021

લીંબુ વિશે જાણવા જેવુ

નમસ્કાર મિત્રો્રો્રો્રો્રો્્્્રો્રો્રો્રો્રો્્્રો્રો્રો્રો્રો્્્્રો્ર
આપણા શરીરમાં ગરમીની ઋતુમાં આપણા શરીરમાંથી પરસેવા માં પાણીની સાથે કેટલાક ક્ષારો પણ બહાર નિકળી જાય છે. અને આપણે થાકનો અનુભવ કરીએ છીએ આવા સમયે આપણા શરીરને તરત ઊર્જા પ્રદાન કરતું પીણું એટલે આપણા સૌનું પ્રિય પીણું-લીંબુનું શરબત આ પીણુંતમે સૌ એ પીધું હશે આજે આપણે એક મુખ્ય સામગ્રી લીંબુ વિશે જાણકારી મેળવીશું.
     લીંબુ નું વૃક્ષ મોટાભાગે બગીચા કે વાડીમાં ઉગાડવામાં આવે છે પરંતુ ક્યારેક જંગલોમાં પણ ઉગી નીકળેલું જોવા મળે છે. લીંબુના વૃક્ષ 8થી 10 ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતા હોય છે. તેનાં પર્ણો અગ્રભાગે થી ગોળાકાર કિનારી ધરાવે છે તેનો ફૂલ સફેદ રંગના અને સુગંધિત હોય છે. લીંબુના કાચા ફળનો રંગ લીલો અને પાકા ફળ નો રંગ પીળો હોય છે. લીંબુના વૃક્ષ અને તેના બીજમાંથી કે કલમ કરીને ઉગાડવામાં આવે છે. વાવ્યા ત્રણ-ચાર વર્ષ પછી તેનો યોગ્ય વિકાસ થઈને તેમાં પણ આવવાની શરૂઆત થાય છે. 
    
વૈજ્ઞાનિક નામ --સાઇટ્રસ લેમન
સ્થાન---લીંબુ નું વૃક્ષ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં ઉગે છે જ્યાં હવામાન સૂકું હોય એને વરસાદનું પ્રમાણ મધ્યમ હોય ત્યાં લીંબુના વૃક્ષ ની ખેતી કરવામાં આવે છે .તેને ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકુળ હોય છે ભારત, મેક્સિકો, ચીન ,બ્રાઝિલ ,તુર્કી વગેરે જેવા દેશોમાં લીંબુના વૃક્ષ ની ખેતી થાય છે. ભારતમાં આપણા ગુજરાત રાજ્ય ઉપરાંત આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ લીંબુના વૃક્ષ ની મોટાપાયે ખેતી થાય છે.
હાજર પોષક તત્વો અને રસાયણો ---, લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે આ ઉપરાંત વિટામીન એ, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ , સાઈટ્રિક એસિડ અને થોડા પ્રમાણમાં કાર્બોદિત તથા પ્રોટીન પણ રહેલા છે. સેવન ની રીતો--લીંબુના વૃક્ષનું ફળ એટલે કે લીંબુ તેના રસને સૌથી વધુ ઉપયોગ ખોરાકમાં ખાદ્ય પદાર્થોને જાળવણીમાં અને પાણી માં વપરાય છે .આ ઉપરાંત તેનાં પર્ણો અને છાલનો પણ વિવિધ ઉપયોગ થાય છે. લીંબુ નું અથાણું કે મુરબ્બો પણ બનાવવામાં આવે છે. લીંબુ માંથી તેનું તેલ પણ મેળવવામાં આવે છે. ઉપયોગો---લીંબૂમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે તે પિત્ત, વાયુ અને કફ સંબંધી પીડા દૂર કરનાર બળ આપનાર ઔષધિ છે. વિશ્વભરની વિવિધ વાનગીઓમાં ખટાશ લાવવા માટે લીંબુનો રસ નાખવામાં આવે છે. લીંબુ માં ઘણા પોષક તત્વો રહેલા હોવાથી લીંબુનુ શરબત પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આવે છે. સવારે ખાલી પેટે લીંબુ અને ગરમ પાણી સાથે પીવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે .લીંબૂમાં રહેલું વિટામીન-સી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે .લીંબુના રસનું નિયમિત સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. ચહેરા પરના ડાઘ દૂર થાય છે .તથા કરચલીઓ માં પણ ઘટાડો થાય છે .લીંબુનું પાણી પીવાથી એસિડિટીમાંથી પણ છુટકારો મળે છે. લીંબુના રસ સાથે ગરમ કરેલું પાણી નાંખી તેમાં થોડું મીઠું નાખી પીવાથી શરદીમાં રાહત મળે છે .લીંબુનો રસ ઠંડો અને પાચક ગણાય છે .આથી અજીર્ણ કે પિત્ત થી થતી ઉલટી બંધ કરવા માટે તેનું સેવન કરી શકાય છે. લીંબુના રસને મધ સાથે લેવાથી ગળાનો સોજો તથા ગળા સંબંધિત અન્ય રોગોમાં રાહત મળે છે. લીંબુ કમળો ,કોલેરા ,કેન્સર, અસ્થમા જેવા રોગોમાં પણ ઘણો લાભદાયી છે. લીંબુના ફળોની છાલમાં પણ પોષક તત્વો રહેલા છે. જે બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન થીબચાવે છે. લીંબુની છાલ અને પણ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં પણ ઉપયોગ થાય છે લીંબુના રસનો ઉપયોગ ખોરાકની જાળવણી માં પ્રિઝવેટીવ તરીકે કરવામાં આવે છે માથામાં આવતી ખંજવાળ ખોળો કે વાળની અન્ય સમસ્યાઓ લીંબુનો રસ લગાવવાથી રાહત મળે છે
લીંબુ કહે હું ગોળ મારો રસ છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્તને મારું લાતો.
આવા અનેક લાજવાબ ઔષધીય ગુણોને કારણે આપણા રોજિંદા ખોરાકમાં તેનું અદકેરું સ્થાન છે પરંતુ આપણે તેનો ક્યારેય આડેધડ ઉપયોગ કરવો ન જોઈએ નહીં તો તેનાથી ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.



 

No comments:

Post a Comment