Monday 28 August 2023

ચંદ્રની સપાટીપરના તાપમાનની સ્થિતિ અંગેઇસરોએ ગ્રાફથી જાણકારી આપીચંદ્રની સપાટી ઉપર ૫૦ ડિગ્રી સે. તાપમાન:ચંદ્રયાનેમાહિતીઆપીઊંડાઇએ ગયા બાદ ચંદ્રની સપાટી પરના તાપમાનમાં ઝડપથી ઘટાડો થતો જોવામળ્યો નવી દિલ્હીચંદ્રયાન૩ અંગે ઇસરો દ્વારા એક નવું અપડેટ જારી કરાયું છે, જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના તાપમાન વિશે માહિતી આપવામાં આવી છે. ચંદ્રની નજીકના તથા સપાટી પરના તાપમાનની સ્થિતિ અંગે એક ગાફ દ્વારા જણાવાયું છે, આ તાપમાન જુદીજુદી ઊંડાઇ પર રેકોર્ડ કરવામાં આવ્યું છે. ચંદ્રની સપાટીનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે ઊંડાઇએ ગયા બાદ ચંદ્રની સપાટીના તાપમાનમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળે છે. ઇસરોના જણાવ્યાનુસાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની આ પહેલી પ્રોફાઇલ છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે હજુ વધારે વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવશે.ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાર પેલોડ પૈકીનું ChiSTE પેલોડ ચંદ્રના દલિલ ધ્રુવની આસપાસ ચંદ્ર પરની માટીનું તાપમાન માપી રહ્યું છે. તેનાથી ચંદ્રની સપાટી પરના તાપમાનને સમજી શકરો, CuST. પેલોડ તાપમાન માપવાનું એક ચૈત્ર છે. તે ૧૦ સે.મી. ઊંડે સુધી પહોંચીને ત્યાંનું તાપમાન જાણી શકે છે. પેલોડમાં જુદાજુદા ૧૦ ટેમ્પ્રેચર સેન્સર લાગેલા છે, ઇસરોએ જે ગ્રાફ શેર કર્યો છે તે જુદીજુદી ઊંડાઇએ ચંદ્રની સપાટી કે નજીકની સપાટીના તાપમાન વચ્ચેનો તફાવત દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરાયેલો આ પહેલો અભ્યાસ છે. આ સાથે ભારત આ અભ્યાસ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.||ચંદ્રના દક્ષિણધ્રુવમાટેની આવીપહેલી પ્રોફાઇલChaSTE પેલોડ તરફથી સાંપડેલો ગાફ ઇસરોએ શૅર કર્યો છે, જે મુજબ ચંદ્રની સપાટીનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે ઊંડાઇએ ગયા બાદ ચંદ્રની સપાટીના તાપમાનમાં ઝડપથી ઘટાડો જોવા મળે છે. ગ્રાફ પરના આંકડા મુજબ ૮૦ મિલીમીટર અંદર જતા તાપમાન ઘટીને માઇનસ ૧૦ ડિગી જોવા મળે છે. તેનાથી લાગે છે કે ચંદ્રની સપાટી ગરમી જળવી રાખવા માટે સક્ષમ નથી. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાં RAMBILA,ChaSTE, ILSAઅને LRA મળીને કુલ ૪ પેલોડ લાગેલા છે, RAMBILA સૂર્ય તરફથી આવતા પ્લાઝમાં કોની ઘનતા, માત્રા અને ફેરફાર ચકાસશે. CHASTE ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાન ચકાસો. ILSA લેન્ડિંગ સાઇટ આસપાસ ભૂકંપીય ગતિવિધિઓની તપાસ કરશે જવારે L.R.A ચંદ્રના ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે.વિક્રમલેન્ડરનુંChaSTEપેલોડદ. ધુવની આસપાસ ચંદ્રર્તી માટીનું તાપમાન માપી રહ્યુંછે.ચંદ્ર પછી શુક્ર અને મંગળ પર જવા ઇસરો તૈયાર ઃ સોમનાથ PMના દૃષ્ટિકોણને પૂર્ણ કરવા તૈયાર હોવાનો ઇસરોના વડાનો દાવોઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અધ્વક્ષ એસ સોમનાથ ચંદ્રયાન-૩ની સફળતાથી ગદગદિત જરૂર છે પરંતુ તેમનું કહેવું છે કે ઇસરો ફક્ત અહીં રોકાઇ જવાનું નથી. તેમણે ઉમેર્યું હતું કે આપણે રંડ બાદ મંગળ અને શુક્ર ગ્રહની યાત્રા કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને પૂર્ણ કરવા સંઘાર છીએ. બસ અમારો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે અને સાથે વધારે રોકાણની પણ જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંતરીક્ષ ક્ષેત્રનો વિકાસ થવો જોઇએ અને તેના દ્વારા સમગ્ર દેશનો વિકાસ થવો જોઇએ. એજ અમારું મિશન છે. સોમનાથે શનિવારે રાત્રે તિરુવનંથપુરમમાં પત્રકારો સાથે વાત કરતાં જળાવ્યું હતું કે પીએમ મોદીએ અમને જે વિઝન આપ્યું હતું તેને પૂર્ણ કરવા માટે અમે તૈયાર છીએ.


ચંદ્રની સપાટીપરના તાપમાનની સ્થિતિ અંગેઇસરોએ ગ્રાફથી જાણકારી આપી

ચંદ્રની સપાટી ઉપર ૫૦ ડિગ્રી સે. તાપમાન:ચંદ્રયાનેમાહિતીઆપી

ઊંડાઇએ ગયા બાદ ચંદ્રની સપાટી પરના તાપમાનમાં ઝડપથી ઘટાડો થતો જોવામળ્યો નવી દિલ્હી

ચંદ્રયાન૩ અંગે ઇસરો દ્વારા એક નવું અપડેટ જારી કરાયું છે, જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના તાપમાન વિશે માહિતી આપવામાં આવી છે. ચંદ્રની નજીકના તથા સપાટી પરના તાપમાનની સ્થિતિ અંગે એક ગાફ દ્વારા જણાવાયું છે, આ તાપમાન જુદીજુદી ઊંડાઇ પર રેકોર્ડ કરવામાં આવ્યું છે. ચંદ્રની સપાટીનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે ઊંડાઇએ ગયા બાદ ચંદ્રની સપાટીના તાપમાનમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળે છે. ઇસરોના જણાવ્યાનુસાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની આ પહેલી પ્રોફાઇલ છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે હજુ વધારે વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવશે.

ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાર પેલોડ પૈકીનું ChiSTE પેલોડ ચંદ્રના દલિલ ધ્રુવની આસપાસ ચંદ્ર પરની માટીનું તાપમાન માપી રહ્યું છે. તેનાથી ચંદ્રની સપાટી પરના તાપમાનને સમજી શકરો, CuST. પેલોડ તાપમાન માપવાનું એક ચૈત્ર છે. તે ૧૦ સે.મી. ઊંડે સુધી પહોંચીને ત્યાંનું તાપમાન જાણી શકે છે. પેલોડમાં જુદાજુદા ૧૦ ટેમ્પ્રેચર સેન્સર લાગેલા છે, ઇસરોએ જે ગ્રાફ શેર કર્યો છે તે જુદીજુદી ઊંડાઇએ ચંદ્રની સપાટી કે નજીકની સપાટીના તાપમાન વચ્ચેનો તફાવત દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરાયેલો આ પહેલો અભ્યાસ છે. આ સાથે ભારત આ અભ્યાસ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

||

ચંદ્રના દક્ષિણધ્રુવમાટેની આવીપહેલી પ્રોફાઇલ

ChaSTE પેલોડ તરફથી સાંપડેલો ગાફ ઇસરોએ શૅર કર્યો છે, જે મુજબ ચંદ્રની સપાટીનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે ઊંડાઇએ ગયા બાદ ચંદ્રની સપાટીના તાપમાનમાં ઝડપથી ઘટાડો જોવા મળે છે. ગ્રાફ પરના આંકડા મુજબ ૮૦ મિલીમીટર અંદર જતા તાપમાન ઘટીને માઇનસ ૧૦ ડિગી જોવા મળે છે. તેનાથી લાગે છે કે ચંદ્રની સપાટી ગરમી જળવી રાખવા માટે સક્ષમ નથી. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાં RAMBILA,ChaSTE, ILSAઅને LRA મળીને કુલ ૪ પેલોડ લાગેલા છે, RAMBILA સૂર્ય તરફથી આવતા પ્લાઝમાં કોની ઘનતા, માત્રા અને ફેરફાર ચકાસશે. CHASTE ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાન ચકાસો. ILSA લેન્ડિંગ સાઇટ આસપાસ ભૂકંપીય ગતિવિધિઓની તપાસ કરશે જવારે L.R.A ચંદ્રના ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે.

વિક્રમલેન્ડરનુંChaSTEપેલોડદ. ધુવની આસપાસ ચંદ્રર્તી માટીનું તાપમાન માપી રહ્યુંછે.

ચંદ્ર પછી શુક્ર અને મંગળ પર જવા ઇસરો તૈયાર ઃ સોમનાથ PMના દૃષ્ટિકોણને પૂર્ણ કરવા તૈયાર હોવાનો ઇસરોના વડાનો દાવો



ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અધ્વક્ષ એસ સોમનાથ ચંદ્રયાન-૩ની સફળતાથી ગદગદિત જરૂર છે પરંતુ તેમનું કહેવું છે કે ઇસરો ફક્ત અહીં રોકાઇ જવાનું નથી. તેમણે ઉમેર્યું હતું કે આપણે રંડ બાદ મંગળ અને શુક્ર ગ્રહની યાત્રા કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને પૂર્ણ કરવા સંઘાર છીએ. બસ અમારો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે અને સાથે વધારે રોકાણની પણ જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંતરીક્ષ ક્ષેત્રનો વિકાસ થવો જોઇએ અને તેના દ્વારા સમગ્ર દેશનો વિકાસ થવો જોઇએ. એજ અમારું મિશન છે. સોમનાથે શનિવારે રાત્રે તિરુવનંથપુરમમાં પત્રકારો સાથે વાત કરતાં જળાવ્યું હતું કે પીએમ મોદીએ અમને જે વિઝન આપ્યું હતું તેને પૂર્ણ કરવા માટે અમે તૈયાર છીએ.

No comments:

Post a Comment