Monday 14 August 2023

રવીન્દ્રનાથ ટાગોરની રચના ‘ઓ આમાર દેશેર માટી’એ આઝાદીના જંગમાં નવો જ જુસ્સો અને જોમ રેડ્યો હતો ..તો માટી સભી કી કહાની કહેગી'માટી અને ભારત માતા માટે મરી ફીટવાની ખ્વાઇશ ધરાવનારાની વાતસ્વામી વિવેકાનંદ ચાર વર્ષ પશ્ચિમના દેશોમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર પ્રવાસ કરીને ભારત પરત ફરતા હતા ત્યારે એક ગોરાએ સ્વામીજીને પૂછ્યું કે આટલા વર્ષો તમે વૈભવી દુનિયા જોઇ, પશ્ચિમના દેશોની ભૌતિક તાકાત અને જાહોજલાલીથી પણ પરિચિત છો. . અહીંનું ખાન પાન, સભ્યતા અને મહેમાનગતિ માણી તે પછી તમને તમારા દેશ ભારત પરત જતા કેવી લાગણી થાય છે? ગોરી વ્યક્તિનો ઈશારો ગરીબ,તુચ્છ અને ગંદા ગોબરા ભારત તરફ હતો.સ્વામીજીએ ચહેરા પર આનંદ અને ઉમળકાના ભાવાંકનો સાથે જવાબ આપ્યો હતો કે હું વિદેશના લાંબા પ્રવાસ વખતે નીકળ્યો ત્યારે તો મારા દેશને ચાહતો જ હતો પણ હવે તેને માત્ર એક દેશ નહીં પણ તીર્થ સ્થાન હોય તેવી લાગણી અનુભવ છું. હવે પરત જતા એવું લાગે છે કે ભારતની માટી પવિત્ર છે ભારતની હવાની એક એક લહેરખી પવિત્ર છે. ભારતને હવે કોઈ દેશ તરીકે નહીં પણ યાત્રા સ્થળ જેવો આદર આપીશ.માતૃભૂમિ જન્મભૂમિ અને દેશની માટી માટે જુદી જુદી ભાષામાં માતબર ગીતો લખાયા છે. હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોમાં પણ દેશ ભક્તિના અવનવા રંગોને નિખાર અપાયો જ છે. 15 ઓગસ્ટ નો માહોલ તે દિવસે જ નહીં પણ મોટેભાગે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોથી 9 ઓગસ્ટ થી જામી ચૂકયો છે. તેમાં પણ આ આઝાદી દિન સાથે જ અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ થશે ત્યારે મોદીજીના આગવી દૃષ્ટિસભર દેશવ્યાપી જન ભાગીદારી સાથેના પ્રયોજન "મારી માટી મારો દેશ "દેશમાં વિવિધતામાં એકતાની ચેતના જગાવવામાં સફળ થઈ શકે તેમ છે.સ્વામી વિવેકાનંદે તો ભારતની ભૂમિ પર પગ મૂકતાં રીતસર જમીન પરથી ધૂળ ઉઠાવી કપાળ પર સ્પર્શ કરાવી ધન્યતા અનુભવી હતી.આઝાદીના 200 વર્ષના જંગમાં દેશભક્તોને જુસ્સો અને જોમ આપવા કવિઓએ માટીને કેન્દ્રસ્થાને રાખીને સર્જન કર્યા હતા. આઝાદ ભારતમાં "માટી માંગે ખૂન"નો નારો સાહદ વધારવાની હરીફાઈ માટે જોશ બુલંદ કરતો હતો.દેશની માટીને અર્પિત ગીતોમાં રવીન્દ્રનાથ ટાગોરે 1905 માં બંગાળના વિભાગના અરસામાં બંગાળી ભાષામાં લખેલ ઓ આમાર દેશેર માટી,"સૌથી આદર પ્રેમ પામ્યું છે અને લગભગ તમામ ભાષામાં અનુવાદ પામ્યું છે.૧૯૩૪માં બ્રિટિશરોએ બંગાળના ક્રાંતિકારી ક્રિષ્નાગોપાલ ચૌધરીને ફાંસીની સજા આપી ત્યારે માંચડા પર જતા તેમણે આ ગીત ગાર્યું હતું. બંગાળી અને ઓડિશા ફિલ્મોમાં પણ તેને લેવામાં આવ્યું હતું.આ ગીતનો ટૂંકમાં સાર અનુવાદ એવો છે કે હે ધરતીની માટી હું તારા ચરણોમાં મારું માથું ઝુકાવું છું .મારા દેહ અને આત્માની રોમેરોમમાં તું વ્યાપેલી છે. હે મા હું તારી ગોદમાં જન્મ્યોઅને હવે તારી છાતી મૃત્યુ પામીશ તે મને વહાલથી શીતલ જળ પાન કરાવ્યું.તે મને એક એક ચમચીથી વાત્સલ્ય વરસાવતા ભોજન ખવડાવ્યું.તે મારા માટે કેટલું કેટલું સહન કર્યું. બધી માતાઓમાં તો સૌથી મહાન છે. મેં તારી પાસેથી જ બધું મેળવ્યું પણ બદલામાં મેં તને કશું જ નથી આપ્યું.. મારું જીવન વ્યર્થ કાર્યોમાં ખર્ચાઈ ગયું. મે મારું જીવન બંધીયાર અને નિરથક વિતાવ્યું. હું ઉર્જાદાત્રી તે મને આપેલી જીવનશક્તિ મે ઉપયોગ નથી કર્યો.આ ગીતનો પ્રભાવ એવો રહેલો કે દેશ માટે આઝાદીના સંગ્રામ વખતે માટીનું ઋણ ચુકતે કરવાના જાણે જુવાળ ફાટી નીકળ્યો હતો.આઝાદી પછી વખતો વખત શહીદો અને દેશપ્રેમને ઉજાગર કરતી ફિલ્મો રજૂ થતી રહી જેમાં ભારતમાતાને માટેની મહત્તા પર થવાની પ્રબળ લાગણી દર્શાવાઇ હતી.આઝાદી પછી સ્વચ્છંદી અને સ્વકેન્દ્રી બનતા જતા દેશવાસીઓને આ ફિલ્મોએ જાગ્રત કર્યા. બ્રિટિશરો પાસેથી આપણી આઝાદી કેવો જુલમ સહન કરીને મેળવી છે તેની પ્રત્યેક દાયકા ની નવી પેઢીને જાણકારી હોવી જોઈએ. દેશભક્તિના બધા ગીતો પૈકી માટી કેન્દ્રીત સર્જનની વાત કરીએ છીએ.શ્રી. શાંતારામની નવરંગ' ફિલ્મનું સી. રામચંદ્રના સંગીત નિર્દેશન હેઠળ મહેન્દ્ર કપૂરના કંઠથી જ શોભે તેવું માટીનો મહિમા ગાતું ગીત આપણો શહીદો અને અંગ્રેજોના પાશવી દમનને સહન કરનાર તે આરસના નાગરિકોને વંદન કરવા પ્રેરે તેવું છે. ફિલ્મમાં અંગ્રેજ તરફી સિપાઈઓ ઘોડા પર બેસીને નાગરિકો પર દમનનો કોરડો વીંઝે છે ત્યારે ધરતી પર ફંગોળાઈ ગયેલ વૃદ્ધ તે સિપાઈને ચેતવે પણ છે અને લલકારે પણ છે. ગીતકાર ભરત વ્યાસની કમાલ જુઓ . ગીતના શબ્દો છે. ................ ના રાજા રહેગા,ના રાની રહેગી.. યે દુનિયા હૈ ફાની ઓર ફાની રહેગી.. ના જબ તક એક જિંદગાની રહેગી.તો માટી સભી કી કહાની કહેગી .... દિખાએંગે રાણા કે રણકી નિશાની, કહેગી શિવજી પ્રણ કી કહાની, બતલાયેગી મુગલો કી બાતે અંજાની, ઉસ ગદ્દાર જયચંદ કી જિંદગાની.... આ ગીત તો લાંબુ છે પણ યુ ટ્યુબ પર જોવા સાંભળવા જેવું છે. દેશના ગદારો પણ તેમાં ખુલ્લા પડાયા છે.ભારતની ભૂમિનું મહિમા ગાન કરતા ગીતો પણ ઘણા લોકપ્રિય. છે તેમાં ‘સિકંદર એ આઝમ' ફિલ્મનું રાજેન્દ્ર ક્રિષ્ન લિખિત ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ ગીત સાંભળતા જ ભારતની ધન્ય ભૂમિ માટે આપણી આંખો ભીની થઈ… જાય.આ ગીતમાં ભારતની ધરતી માટે લખાયું છે કેયે ધરતી વો જહાં ઋષિ મુનિ જપતે પ્રભુ કી માલા ( હરી ૐ હરી ૐ..)જહાં સૂરજ સબસે પહેલે આ કર ડાલે અપના ડેરા વો ભારત દેશ હૈ મેરા.મનોજ કુમાર તો ભારત કુમાર તરીકેની ઓળખ મેળવી ચૂક્યા છે. આવા નામકરણ ‘‘ઉપકાર’’ ફિલ્મનું મેરે દેશ કી ધરતી.સોના ઉગલે, ઉગલે હિરે મોતી મેરે દેશ કી ધરતી ગીતને લીધે પ્રાપ્ત થયું. આ ગીતમાં ધરતીને કેન્દ્રમાં રાખીને ભારત દેશનું દર્શન કરાવાયું છે.તે પછી મનોજ કુમાર ‘પુરબ પશ્ચિમ’ લાવ્યા અને ‘હૈ પ્રીત જહા કી રીત સદા..યે ભારત દેશ હૈ મેરા’ દેશનો ધબકાર બની ગયું.છેલ્લા વર્ષોમાં મિટ્ટી પર પ્રભાવી ગીત સર્જાયું હોય તો તે અક્ષય કુમાર અભિનીત ‘કેસરી’ કહી શકાય.‘આદિપુરુષ’ ફિલ્મના સંવાદોથી હિન્દુ ધર્મીઓની લાગણીને ઠેસ પહોંચાડનાર મનોજ મુન્તશિરે આ ગીત લખ્યું છે. ગીતમાં ત્રીજા અંતરાથી મિટ્ટીની મહત્તા શરૂ થાય છે. તેરી મિઠ્ઠી મેં મિલ જાવાંગુલ બન કે ખીલ જાવાં ઇતની સે હૈ દિલ કી આરઝુ તેરી નદિયોં મેં બહ જાવાં, તેરે ખેતોમેં લહેરાવા ઇતની સી હૈ દિલ કી આરઝુ'આ પંક્તિઓની આજુબાજુ દેશની મિટ્ટી માટે એક સૈનિક કઈ કઈ રીતે કુરબાન થવાની ખ્વાઈશ ધરાવે છે તે વણી લેવાયું છે.‘મારી માટી મારો દેશ' ઉત્સવ હવે આઝાદ ભારતમાં અને તે પણ ૭૫મી જયંતિએ યોજવો પડે છે તેનું કારણ છે કે આપણે અત્યારે જે આઝાદીમાં મહાલીએ છીએ તે માટે અગણિત શહીદોએ બલિદાન આપ્યું છે. આપણે બહુ તો ક્રાંતિકારી કે અહિંસક એવા બહુ તો ૨૫ - ૫૦ શહીદો કે નેતાઓના નામની યાદી આપી શકીએ.પણ જેઓની શહાદતની નોંધ ન લેવાઈ હોય તેવા હજારો શહીદ આઝાદીના જંગમાં વીરગતિ પામ્યા હતા. એક નાના ગામડામાં પણ તે હોઇ શકે. બીજું, માટીની કિંમત આપણને નથી પણ વિશ્વના જે દેશના નાગરિકો નિરાશ્રિત બનીને જીવન જીવે છે વિકટ પરિસ્થિતિમાં રણ,બરફ વર્ષા કે - સમુદ્ર તરીને તેમના દેશના જુલમીઓથી ફફડીને બીજા દેશમાં કાંટાળી સરહદથી માર્ગ કાઢે છે તેમને જ મુક્ત હવા અને પોતીકી જમીનનો સ્પર્શ શું છે તેનો અંદાજ આવે.આજે તમે અમેરિકા હો કે કેનેડા અને બ્રિટન કે પછી આરબ કે આફ્રિકી દેશમાં પણ અડધી રાત્રે પરત આવવું પડે તો માતૃભૂમિ જ તમને જેમ એક પુત્રને માતા કોઈપણ સંજોગોમાં સ્વીકારે તેમ છાતી સરસી ચાંપવા તૈયાર બેઠી હશે.તમે ગમે તેવા શ્રીમંત હશો અને લાખો ડોલરના વૈભવમાં આળોટતા હો તો પણ દેશની ભૂમિ અને મિટ્ટીની યાદો જ જીવાડતી હોય છે. ગરીબી અને સંઘર્ષના સ્વદેશના દિવસોમાં જ પાછા જવા મન તરસતું હશે. સ્વદેશ ફરવા આવતી વખતે કેવો રોમાંચ અનુભવતા હોઈએ છીએ. વતન અને માતૃભૂમિ આખરી વિસામો બની રહે તો જીવન ધન્યતા અનુભવે છે. આપણે ભાગદોડ ભરી જીંદગીમાં આઝાદીના મુક્ત એહસાસ માટે થૅલેસ બની ગયા છીએ. આપણે જે રાજમાર્ગ પર ડગ માંડીએ છીએ તેના મૂળમાં માટીની મહાનતા છુપાયેલી છે. આવી માટી પ્રત્યે સભાનતા કેળવીને મુઠ્ઠીભર માટી દેશના ખૂણે ખૂણેથી શહીદોને અંજલિ અને સ્મારક માટે એકઠી થશે. અત્યાર સુધી માટીથી દેશભક્તિનો ખ્યાલ માત્ર કવિઓ સુધી જ સીમિત હતી હવે । દેશનો પ્રત્યેક નાગરિક ‘માટી કી ૨ કહાની’ લખશે.ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.વાજપેયીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંવેદના અને દેશપ્રેમથી જે શબ્દો હૃદયમાંથી બહાર નીતરે તેમાંથી સહજ કૃતિઓ આપણને ભેટ આપી ચૂક્યા છે. તેમણે પણ‘સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં મીટને દૂંગા... મેરી ધરતી પૂછ રહી હૈ કબ મેરા કર્ઝ ચૂકાએંગા.. મેરા અંબર મુઝ સે પૂછ રહા કબ અપના ધર્મ નીભાઓંગે. . મૈને વચન દિયા ભારત મા કો તેરા શીશ નહીં ઝૂકને દુંગા. વો જીતને અંધેરે લાયેગે. મેં ઇતને ઉજાલે લાઉંગા... વો જીતની રાત બઢાયેંગેમેં ઉતને સૂરજ ઉગાઉંગા .. છલ ફરેબ કી આંધી મેંયે દીપ નહીં બુઝાને દૂંગા... યે દેશ નહીં ઝુકને દુંગા’ .. જેવું માટીને સમર્પિત કાવ્ય ગીત રચ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવને શાન સાથે વિદાય આપીએ. ચાલો ૨૦૪૭ના ૧૦૦ વર્ષના સંકલ્પ નવી પેઢીને વધુ ઉન્નત જીવન બક્ષવા લઈએ.


રવીન્દ્રનાથ ટાગોરની રચના ‘ઓ આમાર દેશેર માટી’એ આઝાદીના જંગમાં નવો જ જુસ્સો અને જોમ રેડ્યો હતો ..તો માટી સભી કી કહાની કહેગી'

માટી અને ભારત માતા માટે મરી ફીટવાની ખ્વાઇશ ધરાવનારાની વાત
સ્વામી વિવેકાનંદ ચાર વર્ષ પશ્ચિમના દેશોમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર પ્રવાસ કરીને ભારત પરત ફરતા હતા ત્યારે એક ગોરાએ સ્વામીજીને પૂછ્યું કે આટલા વર્ષો તમે વૈભવી દુનિયા જોઇ, પશ્ચિમના દેશોની ભૌતિક તાકાત અને જાહોજલાલીથી પણ પરિચિત છો. . અહીંનું ખાન પાન, સભ્યતા અને મહેમાનગતિ માણી તે પછી તમને તમારા દેશ ભારત પરત જતા કેવી લાગણી થાય છે? ગોરી વ્યક્તિનો ઈશારો ગરીબ,તુચ્છ અને ગંદા ગોબરા ભારત તરફ હતો.

સ્વામીજીએ ચહેરા પર આનંદ અને ઉમળકાના ભાવાંકનો સાથે જવાબ આપ્યો હતો કે હું વિદેશના લાંબા પ્રવાસ વખતે નીકળ્યો ત્યારે તો મારા દેશને ચાહતો જ હતો પણ હવે તેને માત્ર એક દેશ નહીં પણ તીર્થ સ્થાન હોય તેવી લાગણી અનુભવ છું. હવે પરત જતા એવું લાગે છે કે ભારતની માટી પવિત્ર છે ભારતની હવાની એક એક લહેરખી પવિત્ર છે. ભારતને હવે કોઈ દેશ તરીકે નહીં પણ યાત્રા સ્થળ જેવો આદર આપીશ.માતૃભૂમિ જન્મભૂમિ અને દેશની માટી માટે જુદી જુદી ભાષામાં માતબર ગીતો લખાયા છે. હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોમાં પણ દેશ ભક્તિના અવનવા રંગોને નિખાર અપાયો જ છે. 15 ઓગસ્ટ નો માહોલ તે દિવસે જ નહીં પણ મોટેભાગે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોથી 9 ઓગસ્ટ થી જામી ચૂકયો છે. તેમાં પણ આ આઝાદી દિન સાથે જ અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ થશે ત્યારે મોદીજીના આગવી દૃષ્ટિસભર દેશવ્યાપી જન ભાગીદારી સાથેના પ્રયોજન "મારી માટી મારો દેશ "દેશમાં વિવિધતામાં એકતાની ચેતના જગાવવામાં સફળ થઈ શકે તેમ છે.

સ્વામી વિવેકાનંદે તો ભારતની ભૂમિ પર પગ મૂકતાં રીતસર જમીન પરથી ધૂળ ઉઠાવી કપાળ પર સ્પર્શ કરાવી ધન્યતા અનુભવી હતી.
આઝાદીના 200 વર્ષના જંગમાં દેશભક્તોને જુસ્સો અને જોમ આપવા કવિઓએ માટીને કેન્દ્રસ્થાને રાખીને સર્જન કર્યા હતા. આઝાદ ભારતમાં "માટી માંગે ખૂન"નો નારો સાહદ વધારવાની હરીફાઈ માટે જોશ બુલંદ કરતો હતો.

દેશની માટીને અર્પિત ગીતોમાં રવીન્દ્રનાથ ટાગોરે 1905 માં બંગાળના વિભાગના અરસામાં બંગાળી ભાષામાં લખેલ ઓ આમાર દેશેર માટી,"સૌથી આદર પ્રેમ પામ્યું છે અને લગભગ તમામ ભાષામાં અનુવાદ પામ્યું છે.

૧૯૩૪માં બ્રિટિશરોએ બંગાળના ક્રાંતિકારી ક્રિષ્નાગોપાલ ચૌધરીને ફાંસીની સજા આપી ત્યારે માંચડા પર જતા તેમણે આ ગીત ગાર્યું હતું. બંગાળી અને ઓડિશા ફિલ્મોમાં પણ તેને લેવામાં આવ્યું હતું.
આ ગીતનો ટૂંકમાં સાર અનુવાદ એવો છે કે
   
હે ધરતીની માટી હું તારા ચરણોમાં મારું માથું ઝુકાવું છું .

મારા દેહ અને આત્માની રોમેરોમમાં તું વ્યાપેલી છે.

 હે મા હું તારી ગોદમાં જન્મ્યો

અને હવે તારી છાતી મૃત્યુ પામીશ તે મને વહાલથી શીતલ જળ પાન કરાવ્યું.
તે મને એક એક ચમચીથી વાત્સલ્ય વરસાવતા ભોજન ખવડાવ્યું.

તે મારા માટે કેટલું કેટલું સહન કર્યું. બધી માતાઓમાં તો સૌથી મહાન છે. મેં તારી પાસેથી જ બધું મેળવ્યું પણ બદલામાં મેં તને કશું જ નથી આપ્યું.. મારું જીવન વ્યર્થ કાર્યોમાં ખર્ચાઈ ગયું. મે મારું જીવન બંધીયાર અને નિરથક વિતાવ્યું. હું ઉર્જાદાત્રી તે મને આપેલી જીવનશક્તિ મે ઉપયોગ નથી કર્યો.
આ ગીતનો પ્રભાવ એવો રહેલો કે દેશ માટે આઝાદીના સંગ્રામ વખતે માટીનું ઋણ ચુકતે કરવાના જાણે જુવાળ ફાટી નીકળ્યો હતો.

આઝાદી પછી વખતો વખત શહીદો અને દેશપ્રેમને ઉજાગર કરતી ફિલ્મો રજૂ થતી રહી જેમાં ભારતમાતાને માટેની મહત્તા પર થવાની પ્રબળ લાગણી દર્શાવાઇ હતી.
આઝાદી પછી સ્વચ્છંદી અને સ્વકેન્દ્રી બનતા જતા દેશવાસીઓને આ ફિલ્મોએ જાગ્રત કર્યા. બ્રિટિશરો પાસેથી આપણી આઝાદી કેવો જુલમ સહન કરીને મેળવી છે તેની પ્રત્યેક દાયકા ની નવી પેઢીને જાણકારી હોવી જોઈએ. દેશભક્તિના બધા ગીતો પૈકી માટી કેન્દ્રીત સર્જનની વાત કરીએ છીએ.




શ્રી. શાંતારામની નવરંગ' ફિલ્મનું સી. રામચંદ્રના સંગીત નિર્દેશન હેઠળ મહેન્દ્ર કપૂરના કંઠથી જ શોભે તેવું માટીનો મહિમા ગાતું ગીત આપણો શહીદો અને અંગ્રેજોના પાશવી દમનને સહન કરનાર તે આરસના નાગરિકોને વંદન કરવા પ્રેરે તેવું છે. ફિલ્મમાં અંગ્રેજ તરફી સિપાઈઓ ઘોડા પર બેસીને નાગરિકો પર દમનનો કોરડો વીંઝે છે ત્યારે ધરતી પર ફંગોળાઈ ગયેલ વૃદ્ધ તે સિપાઈને ચેતવે પણ છે અને લલકારે પણ છે.
 ગીતકાર ભરત વ્યાસની કમાલ જુઓ . ગીતના શબ્દો છે. ................ ના રાજા રહેગા,ના રાની રહેગી.. યે દુનિયા હૈ ફાની ઓર ફાની રહેગી..                    
ના જબ તક એક જિંદગાની રહેગી.
તો માટી સભી કી કહાની કહેગી .... દિખાએંગે રાણા કે રણકી નિશાની, કહેગી શિવજી પ્રણ કી કહાની, બતલાયેગી મુગલો કી બાતે અંજાની, ઉસ ગદ્દાર જયચંદ કી જિંદગાની....


 આ ગીત તો લાંબુ છે પણ યુ ટ્યુબ પર જોવા સાંભળવા જેવું છે. દેશના ગદારો પણ તેમાં ખુલ્લા પડાયા છે.



ભારતની ભૂમિનું મહિમા ગાન કરતા ગીતો પણ ઘણા લોકપ્રિય. છે તેમાં ‘સિકંદર એ આઝમ' ફિલ્મનું રાજેન્દ્ર ક્રિષ્ન લિખિત ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ ગીત સાંભળતા જ ભારતની ધન્ય ભૂમિ માટે આપણી આંખો ભીની થઈ… જાય.આ ગીતમાં ભારતની ધરતી માટે લખાયું છે કે

યે ધરતી વો જહાં ઋષિ મુનિ જપતે પ્રભુ કી માલા ( હરી ૐ હરી ૐ..)

જહાં સૂરજ સબસે પહેલે આ કર ડાલે અપના ડેરા વો ભારત દેશ હૈ મેરા.

મનોજ કુમાર તો ભારત કુમાર તરીકેની ઓળખ મેળવી ચૂક્યા છે. આવા નામકરણ ‘‘ઉપકાર’’ ફિલ્મનું મેરે દેશ કી ધરતી.સોના ઉગલે, ઉગલે હિરે મોતી મેરે દેશ કી ધરતી ગીતને લીધે પ્રાપ્ત થયું. આ ગીતમાં ધરતીને કેન્દ્રમાં રાખીને ભારત દેશનું દર્શન કરાવાયું છે.તે પછી મનોજ કુમાર ‘પુરબ પશ્ચિમ’ લાવ્યા અને ‘હૈ પ્રીત જહા કી રીત સદા..યે ભારત દેશ હૈ મેરા’ દેશનો ધબકાર બની ગયું.

છેલ્લા વર્ષોમાં મિટ્ટી પર પ્રભાવી ગીત સર્જાયું હોય તો તે અક્ષય કુમાર અભિનીત ‘કેસરી’ કહી શકાય.

‘આદિપુરુષ’ ફિલ્મના સંવાદોથી હિન્દુ ધર્મીઓની લાગણીને ઠેસ પહોંચાડનાર મનોજ મુન્તશિરે આ ગીત લખ્યું છે. ગીતમાં ત્રીજા અંતરાથી મિટ્ટીની મહત્તા શરૂ થાય છે. તેરી મિઠ્ઠી મેં મિલ જાવાં
ગુલ બન કે ખીલ જાવાં ઇતની સે હૈ દિલ કી આરઝુ તેરી નદિયોં મેં બહ જાવાં, તેરે ખેતોમેં લહેરાવા ઇતની સી હૈ દિલ કી આરઝુ'

આ પંક્તિઓની આજુબાજુ દેશની મિટ્ટી માટે એક સૈનિક કઈ કઈ રીતે કુરબાન થવાની ખ્વાઈશ ધરાવે છે તે વણી લેવાયું છે.

‘મારી માટી મારો દેશ' ઉત્સવ હવે આઝાદ ભારતમાં અને તે પણ ૭૫મી જયંતિએ યોજવો પડે છે તેનું કારણ છે કે આપણે અત્યારે જે આઝાદીમાં મહાલીએ છીએ તે માટે અગણિત શહીદોએ બલિદાન આપ્યું છે. આપણે બહુ તો ક્રાંતિકારી કે અહિંસક એવા બહુ તો ૨૫ - ૫૦ શહીદો કે નેતાઓના નામની યાદી આપી શકીએ.પણ જેઓની શહાદતની નોંધ ન લેવાઈ હોય તેવા હજારો શહીદ આઝાદીના જંગમાં વીરગતિ પામ્યા હતા. એક નાના ગામડામાં પણ તે હોઇ શકે. બીજું, માટીની કિંમત આપણને નથી પણ વિશ્વના જે દેશના નાગરિકો નિરાશ્રિત બનીને જીવન જીવે છે વિકટ પરિસ્થિતિમાં રણ,બરફ વર્ષા કે - સમુદ્ર તરીને તેમના દેશના જુલમીઓથી ફફડીને બીજા દેશમાં કાંટાળી સરહદથી માર્ગ કાઢે છે તેમને જ મુક્ત હવા અને પોતીકી જમીનનો સ્પર્શ શું છે તેનો અંદાજ આવે.
આજે તમે અમેરિકા હો કે કેનેડા અને બ્રિટન કે પછી આરબ કે આફ્રિકી દેશમાં પણ અડધી રાત્રે પરત આવવું પડે તો માતૃભૂમિ જ તમને જેમ એક પુત્રને માતા કોઈપણ સંજોગોમાં સ્વીકારે તેમ છાતી સરસી ચાંપવા તૈયાર બેઠી હશે.

તમે ગમે તેવા શ્રીમંત હશો અને લાખો ડોલરના વૈભવમાં આળોટતા હો તો પણ દેશની ભૂમિ અને મિટ્ટીની યાદો જ જીવાડતી હોય છે. ગરીબી અને સંઘર્ષના સ્વદેશના દિવસોમાં જ પાછા જવા મન તરસતું હશે. સ્વદેશ ફરવા આવતી વખતે કેવો રોમાંચ અનુભવતા હોઈએ છીએ. વતન અને માતૃભૂમિ આખરી વિસામો બની રહે તો જીવન ધન્યતા અનુભવે છે. આપણે ભાગદોડ ભરી જીંદગીમાં આઝાદીના મુક્ત એહસાસ માટે થૅલેસ બની ગયા છીએ. આપણે જે રાજમાર્ગ પર ડગ માંડીએ છીએ તેના મૂળમાં માટીની મહાનતા છુપાયેલી છે. આવી માટી પ્રત્યે સભાનતા કેળવીને મુઠ્ઠીભર માટી દેશના ખૂણે ખૂણેથી શહીદોને અંજલિ અને સ્મારક માટે એકઠી થશે. અત્યાર સુધી માટીથી દેશભક્તિનો ખ્યાલ માત્ર કવિઓ સુધી જ સીમિત હતી હવે । દેશનો પ્રત્યેક નાગરિક ‘માટી કી ૨ કહાની’ લખશે.
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.વાજપેયીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંવેદના અને દેશપ્રેમથી જે શબ્દો હૃદયમાંથી બહાર નીતરે તેમાંથી સહજ કૃતિઓ આપણને ભેટ આપી ચૂક્યા છે. તેમણે પણ

‘સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં મીટને દૂંગા... મેરી ધરતી પૂછ રહી હૈ કબ મેરા કર્ઝ ચૂકાએંગા.. મેરા અંબર મુઝ સે પૂછ રહા કબ અપના ધર્મ નીભાઓંગે. . મૈને વચન દિયા ભારત મા કો તેરા શીશ નહીં ઝૂકને દુંગા. વો જીતને અંધેરે લાયેગે. મેં ઇતને ઉજાલે લાઉંગા... વો જીતની રાત બઢાયેંગે
મેં ઉતને સૂરજ ઉગાઉંગા .. છલ ફરેબ કી આંધી મેં
યે દીપ નહીં બુઝાને દૂંગા... યે દેશ નહીં ઝુકને દુંગા’ ..


    જેવું માટીને સમર્પિત કાવ્ય ગીત રચ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવને શાન સાથે વિદાય આપીએ. ચાલો ૨૦૪૭ના ૧૦૦ વર્ષના સંકલ્પ નવી પેઢીને વધુ ઉન્નત જીવન બક્ષવા લઈએ.

No comments:

Post a Comment