Sunday 20 August 2023

કહેવત : ખાલી ચણો વાગે ઘણો

૯. કેળાની છાલ


શહેરની બહાર એક વસાહત વિકાસ પામી હતી. આ વસાહતમાં મધ્યમ વર્ગના લોકો વસતા હતા. વસાહત મોટી હતી. ત્યાં શાળાઓ, બજારો અને સિનેમાગૃહો જેવી અનેક સવલતો હતી.

એક શાળામાં વસાહતના મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતા હતા. શાળાનું શિક્ષણ વખણાતું હતું. આ શાળામાં અરિવંદ નામે એક વિદ્યાર્થી હતો. તે નવમાં ધોરણમાં ભણતો હતો.

તેના પિતાજી એક સિનેમાઘરમાં ટિકિટ કર્લક હતા. સિનેમા જોવા આવનાર પ્રેક્ષકોને તે બારી ઉપરથી ટિકિટો આપતા હતા. તેમનું નામ રમેશભાઈ હતું. રમેશભાઈએ વિસ્તારના “દાદા” ગણાતા. કોઈ તેમની સાથે કામ વગર વાત કરતું નહોતું.

અરવિંદે શરીરે હષ્ટપુષ્ટ હતો. તેનામાં પણ બાપના ગુણો ઊતર્યા હતા. તે શાળાને “દાદો” ગણાતો હતો. પિતાજીના વ્યવસાયને લઈને તે દરેક ફિલ્મ જોતો. એક જ ફિલ્મ વારંવાર જોતો.

ફિલ્મના હીરો જેવું તેનું વર્તન હતું. વળી, પિતાજીનો રોફ તેણે જોયો હતો. તે પિતાનું અનુકરણ શાળામાં કરતો. વિદ્યાર્થીઓ જ નહિ, શાળાના શિક્ષકો પણ તેનાથી દૂર રહેતા હતા.

તેના પિતા રમેશભાઈને નારાજ કરવા એટલે મહા સંકટને નોતરી લેવું. તેથી જ આખીય શાળા અરવિંદને સહન કરી રહી હતી. શાળાના આચાર્ય પણ આ કિસ્સામાં આંખ આડા કાન કરતા હતા.

અરવિંદ કદીય ઘરકામ કરતો નહિ. વર્ગમાં તે અનેકવાર ઊંઘી પણ જતો. આ અંગે તેનું ધ્યાન દોરવામાં આવતુ તો તે કહેતો, ‘ગઈકાલે છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયો હતો. ઉજાગરો છે તેથી ઊંઘ આવી

ગઈ. તમને શું તકલીફ છે ?”


રિસેસ પડતી અને અરવિંદ આખી શાળામાં તેના બે-ત્રણ સાથીદારો સાથે મારવા નીકળી પડતો. તેને સહુ સલામ કરતા. અરવિંદ સલામ ન કરનાર સામે એટલી ખરાબ દ્રષ્ટિ કરતો કે બીજા જ દિવસથી તે વિદ્યાર્થી બે વાર સલામ કરતો થઈ જતો. એકવાર રિસેસના સમયે તે લોબીમાં ઘૂમી રહ્યો હતો. ત્યાં કેળાની એક છાલ પી ન

હતી. અરવિંદને એ છાલ ન દેખાઈ. તેનો પગ એ છાલ ઉપર પડ્યો અને તે લપસી ગયો. લોબીમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ હસવાનું રોકી ન શક્યા. અરવિંદ ગુસ્સે થઈ ગયો. તેણે ત્રાડ નાખતા કહ્યું, “હસવાનું બંધ. નહિતર જોઈ લઈશ.”

સહુ શાંત થઈ ગયા.

“આ છાલ કોણેં ફેંકી ?" અરવિંદે રોફથી પૂછ્યું. “ખબર નથી” ત્રણ-ચાર જણે સાથે જ જવાબ આપ્યો.

અરવિંદ દાંત પીસી રહ્યો હતો. તેના મુખ ઉપર ક્રોધની જવાળા ભડકી રહી હતી. તે દરેકને વિચિત્ર રીતે તાકી રહ્યો હતો. સહુ નતમસ્તકે ઊભા હતા. અરવિંદનો ક્રોધ વધી રહ્યો હતો.

તેણે એક માયકાંગલા વિદ્યાર્થી તરફ જોયું. વિદ્યાર્થી ડરી ગયો. અરવિંદે વિદ્યાર્થીનો કોલર પક્ડયો. “બોલ આ છાલ કોણે ફેંકી છે ?'

“મને ખબર નથી.”

“તને ખબર છે. તું કહેવા માગતો નથી.” અરવિંદે બરાડો પાડીને વિદ્યાર્થીને હચમચાવી નાખ્યો. વિદ્યાર્થીઓ ધ્રૂજવા માંડ્યા. એક વિદ્યાર્થી ત્યાંથી છટકીને જતો હતો કે અરવિંદે તેને

રોક્યો. તે એ વિદ્યાર્થી પાસે ગયો. વિદ્યાર્થી પાંદડાની જેમ થરથર કાપી રહ્યો હતો.

“તું અહીંથી ભાગી રહ્યો હતો. મત્તલબ કે કેળાની છાલ તેં જ ફેંકી છે” ખૂબ જ વિચિત્ર દેખાઈ રહ્યો હતો અરવિંદ.

“ના, મેં છાલ નથી ફેંકી.” વિદ્યાર્થી રડવા જેવો થઈ ગયો.

અરવિંદે એ વિદ્યાર્થીને મારવા હાથ ઉઠાવ્યો. તરત જ એક સ્વર તેને સંભળાયો. તેણે એ સ્વર તરફની દિશામાં જોયું. દસમાં ધોરણમાં ભણતો મયંક ત્યાં ખુમારીથી ઉભો હતો. તે શાંત વિદ્યાર્થી ગણાતો હતો.

અરવિંદ મયંક પાસે ગયો. “તે મને બોલાવ્યો ?'

"હા "

‘શા માટે ?”

“એ કહેવા માટે કે છાલ મેં ફેંકી છે. ભૂલથી”એક સ્વસ્થ હતો.

અરવિનો પિત્તો ગયો. “તારી આ હિંમત ! મને પાડવાની તારી યોજના હતી. ખરું

માલિક નથી. સમજ્યો ?”

કે સુલંદ સ્વરમાં કહ્યું, “અવાજ નીચો રાખીને વાત કર, અરવિંદ. આ શાળાનો કનો સ્વરમાં રહેલો આત્મવિશ્વાસ બે પળ માટે અરવિંદને ડરાવી ગયો. પણ,

ht` તેણે સ્વસ્થતા ધારણ કરી લીધી. તેણે અરવિંદના ગાલ ઉપર તમાચો મારવા હાથ ઉગામ્યો. મયંકે મજબુતાઈથી તેનો બાય ટૂકડી લીધો. અરવિંદ ચમકી ગયો. તેણે હાથ છોડાવવા પ્રયત્નો કર્યા. તે હાથ છોડાવી ન શકો.

મયંકે ઊંચા અવાજે કહ્યું “તારા કરતા અધિક શક્તિ આ શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કે, તું હવેથી દાદાગીરી કરીશ તો હું તને ઊંચકીને તારા ઘરે મૂકી આવીશ” અને તે સાથે - બૌદસ વિદ્યાર્થીઓ અરવિંદને ઘેરીને ઊભા રહી ગયા, અરવિંદ શિયાવિયા થઈ રૂયો. તેનામાંનો દાદો ઢીલો થઈ ગયો. તે ત્યાંથી જતો રહ્યો.

મયંકે કહ્યું, “હવે અરવિંદને સહન ન કરતા. તે ઉપરથી જ દાદો છે. અંદરથી

રપોક છે.”

ત્યારે આ વાત સ્વીકારો લીધી.

કહેવત : ખાલી ચણો વાગે ઘણો.

No comments:

Post a Comment