Sunday 13 August 2023

હિન્દુ ધર્મમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન ખાસ મહત્વ ધરાવે છે. સમગ્ર દેશ અને વિદેશમાં પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનોપોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. તેમજ ભાઈ પોતાની બહેનને ભેટ આપીને તેની રક્ષા કરવાનું વચન આપે છે. હિન્દૂ પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.આ વર્ષે પૂર્ણિમા 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ ઉજવવામાં આવશે. જોકે,આ દરમિયાન ભદ્રાનો છાયો પણ રહેશે. ત્યારે શાસ્ત્રો અનુસાર, ભદ્રા દરમિયાન બહેનોએ ભાઈને રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે તેનું અશુભ ફળ મળે છે. ત્યારે આજે જાણીશું કે આ વર્ષે રક્ષાબંધન દરમિયાન ક્યાં સુધી ભદ્રા રહેશે.રક્ષાબંધન 2023 તિથિહિન્દૂ પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023ના રોજ બુધવારે સવારે 11 વાગ્યે શરુ થશે, જે 31 ઓગસ્ટના રોજ સવારે 7:07 વાગ્યે સમાપ્ત થશે. જેને લઈને આ વર્ષે બે દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે.ક્યાં સુધી રહેશે ભદ્રાહિન્દૂ પંચાંગ અનુસાર, ભદ્રા 30 ઓગસ્ટે સવારે 10:58 વાગ્યે શરુ થશે અને રાત્રે 09:01 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે ભદ્રા ધરતીમાં વાસ કરશે. જેથી આ સમયગાળા દરમિયાન ભાઈને રાખડી બાંધવી અશુભ ગણાય છે. જેથી 30 ઓગસ્ટ રાત્રે 09:01 વાગ્યાથી લઈને 31 ઓગસ્ટની સવાર સુધીમાં રાખડી બાંધી શકાશે.- રક્ષાબંધન ભદ્રા પૂંછ: 30 ઓગસ્ટે સાંજે 05:30 મિનિટથી સાંજે 06:31 વાગ્યા સુધી- રક્ષાબંધન ભદ્રા મુખ: 30 ઓગસ્ટ, 2023ની સાંજે 06:31 વાગ્યાથી રાત્રે 08:11 વાગ્યા સુધીરક્ષાબંધન 2023ના રોજ રાખડી બાંધવાના શુભ મહુર્તરક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈને 30 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 11:13 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે. તેમજ 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી જ રાખડી બાંધી શકાશે.- અમૃત મહુર્ત: સવારે 05:42 વાગ્યાથી 07:23 વાગ્યા સુધીજાણો કોણ છે ભદ્રાભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રીનું નામ ભદ્રા છે. તેમજ તેઓ શનિદેવના બહેન પણ છે. રાક્ષસોનો નાશ કરવા માટે ભદ્રાની ઉત્પત્તિ થઈ હતી. પરંતુ જન્મના સમયે જ તેઓ સમગ્ર સંસારને પોતાનો કોળિયો બનાવવાની હતી. જેને લઈને દરેક પ્રકારના શુભ કાર્યો અને યજ્ઞોમાં વિઘ્ન આવવા લાગ્યા હતા. ત્યારબાદ બ્રહ્માજીએ તેમને સમજાવતાં તેમને 11 કારણોમાંથી 7મા કારણ વિષ્ટિ કરણમાં જગ્યા આપવામાં આવી, જ્યાં તો આજે પણ વિરાજમાન છે.કેવી રીતે નક્કી થાય છે ભદ્રાનો સમયગાળો?હિન્દૂ પંચાંગ અનુસાર, ભદ્રાનો વાસ ત્રણેય લોક એટલે કે સ્વર્ગ,પાતાળ અને પૃથ્વી પર થાય છે. જ્યારે ચંદ્રમા કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં વિરાજમાન થાય છે, ત્યારે ભદ્રા પૃથ્વી પર વાસ કરે છે. પૃથ્વી ઉપર વાસ કરવા દરમિયાન ભદ્રાનું મુખ સામેની તરફ હોય છે. જેથી જ્યારે પણ પૃથ્વી લોક પર ભદ્રાનો વાસ હોય છે, તો તે સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કર્યો કરવાની મનાઈ હોય છે, કારણ કે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

 હિન્દુ ધર્મમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન ખાસ મહત્વ ધરાવે છે. સમગ્ર દેશ અને વિદેશમાં પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનોપોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. તેમજ ભાઈ પોતાની બહેનને ભેટ આપીને તેની રક્ષા કરવાનું વચન આપે છે. હિન્દૂ પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.આ વર્ષે પૂર્ણિમા 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ ઉજવવામાં આવશે. જોકે,આ દરમિયાન ભદ્રાનો છાયો પણ રહેશે. ત્યારે શાસ્ત્રો અનુસાર, ભદ્રા દરમિયાન બહેનોએ ભાઈને રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે તેનું અશુભ ફળ મળે છે. ત્યારે આજે જાણીશું કે આ વર્ષે રક્ષાબંધન દરમિયાન ક્યાં સુધી ભદ્રા રહેશે.

રક્ષાબંધન 2023 તિથિ

હિન્દૂ પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023ના રોજ બુધવારે સવારે 11 વાગ્યે શરુ થશે, જે 31 ઓગસ્ટના રોજ સવારે 7:07 વાગ્યે સમાપ્ત થશે. જેને લઈને આ વર્ષે બે દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે.

ક્યાં સુધી રહેશે ભદ્રા

હિન્દૂ પંચાંગ અનુસાર, ભદ્રા 30 ઓગસ્ટે સવારે 10:58 વાગ્યે શરુ થશે અને રાત્રે 09:01 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે ભદ્રા ધરતીમાં વાસ કરશે. જેથી આ સમયગાળા દરમિયાન ભાઈને રાખડી બાંધવી અશુભ ગણાય છે. જેથી 30 ઓગસ્ટ રાત્રે 09:01 વાગ્યાથી લઈને 31 ઓગસ્ટની સવાર સુધીમાં રાખડી બાંધી શકાશે.

- રક્ષાબંધન ભદ્રા પૂંછ: 30 ઓગસ્ટે સાંજે 05:30 મિનિટથી સાંજે 06:31 વાગ્યા સુધી

- રક્ષાબંધન ભદ્રા મુખ: 30 ઓગસ્ટ, 2023ની સાંજે 06:31 વાગ્યાથી રાત્રે 08:11 વાગ્યા સુધી

રક્ષાબંધન 2023ના રોજ રાખડી બાંધવાના શુભ મહુર્ત

રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈને 30 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 11:13 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે. તેમજ 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી જ રાખડી બાંધી શકાશે.

- અમૃત મહુર્ત: સવારે 05:42 વાગ્યાથી 07:23 વાગ્યા સુધી

જાણો કોણ છે ભદ્રા

ભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રીનું નામ ભદ્રા છે. તેમજ તેઓ શનિદેવના બહેન પણ છે. રાક્ષસોનો નાશ કરવા માટે ભદ્રાની ઉત્પત્તિ થઈ હતી. પરંતુ જન્મના સમયે જ તેઓ સમગ્ર સંસારને પોતાનો કોળિયો બનાવવાની હતી. જેને લઈને દરેક પ્રકારના શુભ કાર્યો અને યજ્ઞોમાં વિઘ્ન આવવા લાગ્યા હતા. ત્યારબાદ બ્રહ્માજીએ તેમને સમજાવતાં તેમને 11 કારણોમાંથી 7મા કારણ વિષ્ટિ કરણમાં જગ્યા આપવામાં આવી, જ્યાં તો આજે પણ વિરાજમાન છે.

કેવી રીતે નક્કી થાય છે ભદ્રાનો સમયગાળો?

હિન્દૂ પંચાંગ અનુસાર, ભદ્રાનો વાસ ત્રણેય લોક એટલે કે સ્વર્ગ,પાતાળ અને પૃથ્વી પર થાય છે. જ્યારે ચંદ્રમા કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં વિરાજમાન થાય છે, ત્યારે ભદ્રા પૃથ્વી પર વાસ કરે છે. પૃથ્વી ઉપર વાસ કરવા દરમિયાન ભદ્રાનું મુખ સામેની તરફ હોય છે. જેથી જ્યારે પણ પૃથ્વી લોક પર ભદ્રાનો વાસ હોય છે, તો તે સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કર્યો કરવાની મનાઈ હોય છે, કારણ કે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

No comments:

Post a Comment