Sunday 20 August 2023

કહેવત કથા --- પારકી આશ સદા નિરાશ

૧. ધંધામા ખોટ

મનુની શાકભાજીની લારી હતી. મનુ વીસ વર્ષનો યુવાન હતો. તે થોડો આળસુ હતો. કામ કરવાનું તેને ગમતુ નહીં. તેના પિતાએ તેને શાકભાજીના ધંધામાં જોતર્યો હતો. તે પોતે પણ શાકભાજીની લારી ચલાવતા હતા. 
મનુ લારી લઈને પોતાના ઘરની નજીકના વિસ્તારમાં જ ધંધો કરતો હતો. તેના પિતાજી તેથી દૂરના સ્થાને લારી લઈને જતા હતા. મનુ આળસુ હોવાથી દૂર જવાનુ ટાળતો હોવાધી પિતાજીએ દૂર જવાની જવાબદારી માથે લઈ લીધી હતી.

મનુનું ધ્યાન ધંધામાં હતું જ નહી. તેને વાતો કરવાનું બહુ ગમતું. તેનો મોટાભાગનો સમય બીજા શાકવાળાઓ સાથે ગપાટા મારવામાં જ પસાર થતો હતો. પોતાની લારીની જવાબદારી તે બીજા લારીવાળાને સોંપીને ગપ્પા મારવા નીકળી પડતો. જે માણસ પોતાની લારી સંભાળતો હતો તેની ઉપર મનુને ખૂબ વિશ્વાસ હતો.

પણ, મનુનો મિત્ર લુચ્ચો હતો. તે જે શાક વેચતો તેના ઓછા પૈસા મનુને તે આપતો. મનુને તે ઉલ્લુ બનાવતો. મનુ બેજવાબદાર યુવાન હતો. તેને ધંધાની ખાસ પડી નહોતી. આમ, મનુનો ધંધો ખોટમાં ચાલી રહ્યો હતો.

ચાર મહિના પસાર થઈ ગયા હતા. મનુ ધંધામાં ખોટ ખાઈ રહ્યો હતો. તેના પિતાજી દુઃખી હતા. મનુને ઘણું જ સમજાવતા પણ મનુ જાડી ચામડીનો હતો. તે કહેતો, "ધંધામાં નફો-નુકસાન તો ચાલ્યા કરે. તમે પણ શરૂઆતમાં ખોટ કરી જ હશે ને ! તમે જોજોને, બે વર્ષમાં હું માલદાર થઈ જઈશ. આપણે બંગલો બંધાવીશું."

પિતાજી કહેતા, “તું બીજાને તારા ધંધાની જવાબદારી સોંપીને કામ કરીશ તો બંગલો બંધાવાની વાત ભૂલી જા. આપણું આ ઝૂંપડુ પણ વેચાઈ જશે.’’ મનુ બોલી ઊઠતો, “બાપુ, મારા મિત્રને લીધે મને ખોટ જઈ રહી છે તેમ કહીને મને દુઃખી કરી રહ્યા

છો. મારો મિત્ર મને ખોટ ન જવા દે.”

“બેટા, ધંધો બીજાને આધારે ન થાય.” પિતાનો ઉત્તર રહેતો. બીજા બે મહિના બાદ મનુને શાકભાજીના 
   ધંધામાં વધુ ખોટ ગઈ. પિતાજી અકળાયા. તે ગુસાથી લાલચોળ થઈ ગયા. પુત્ર તેમનો વિશ્વાસ ઊઠી ગયો હતો. તે બરાડો પાડીને બોલ્યા, “બંધ કરી દે ધંધો. તું કેન લાયક જ નથી. તું આ ધંધો બંધ કરી દે." મત્તુ શાંતિથી બોલ્યો, તમે મગજ શાંત રાખો. હું શાકભાજીનો ધંધો કરવા માગતો જ નથી. મને એક નવો ધંધો કરવાની ઈચ્છા થઈ હ છે.' પિતાજી કટાક્ષમાં બોલ્યા, “ક્યો ધંધો? ખોટનો જ ને?”

“બાપુ, મને પાંચ હજાર રૂપિયા આપો. મારો એક ભાઈબંધ જમીનનો ધંધો કરે છે. મારે તેને પાંચ હજાર રૂપિયા આપવાના. તે દર મહિને મને પાંચસો રૂપિયા આપશે. કાર પાંચસોથી વધુ પણ મળે.” મનુ સમજાવી રહ્યો હતો. તેના પિતાને મનુની વાત ન ગમી -મનુએ બીજો પ્રસ્તાવ મૂકતા કહ્યું, “તો આ પૈસા હું બીજા ભાઈ બંધને આપીશ. તે મને નવી લારી આપશે. તેનાથી બરફ ગોળાનો ધંધો કરીશું. મને ભાઈબંધ ધંધા માટેના શરબતો, બરફ વગેરે લારી સાથે આપશે. મને તે ધંધો ગમે પણ છે.”

પિતાજી તો પુત્રને સ્થિર કરવા ઇચ્છતા હતા. તેમની ઇચ્છા ન હોવા છતાં તેમણે પાંચ હજાર રૂપિયા પુત્રને આપી દીધા. મનુએ પાંચ હજાર રૂપિયામાં બરફ ગોળાની તૈયાર લારી મિત્ર પાસે ખરીદી લીધી. તેનો ધંધો આરંભાયો. પણ, આળસુ મનુએ પહેલાની જેમ જ મિત્રના ભરોસે ધંધો કરવા માંડ્યો. તેને ધંધા કરતા ગપાટા મારવામાં વધુ રસ હતો. મિત્ર તેની નબળાઈનો લાભ ઉઠાવી તેને છેતરી રહ્યો હતો.

ત્રણ મહિના બાદ પિતા તેની લારી ઉપર પહોંચ્યા. પણ, પુત્ર મહાશય તો દૂર ઊભા રહીને કોઈની સાથે વાતોના વડા તળી રહ્યા હતા. તેનો મિત્ર લારી સાચવવાને બહાને, બરફ ગોળા વેચવાને બદલે ખુદ આરોગી રહ્યો હતો. પિતાજી પરત ઘરે જતા રહ્યા. તે ખૂબ દુ:ખી હતા. પુત્ર બેદરકાર અને બેજવાબદાર સાબિત થયો હતો. તે ધંધામાં ખોટ સહન કરી રહ્યો હતો. તેમણે પુત્રને ધંધામાંથી પરત ખેંચવાનો નિર્ણય લઈ લીધો. તેને એક શાળામાં પટાવાળાની નોકરીમાં રાખવા માટે તે મક્કમ બની ગયા. શાળાના આચાર્ય તેમના ઓળખીતા હતા. વર્ષોથી તે મનુના પિતાની લારી ઉપરથી શાક ખરીદતા હતા.

સાંજે આ નિર્ણય તેમણે પુત્રને સંભળાવ્યો. મનુ ના પાડી શકે તેમ ન હોતો. તે ખુદ હવે ગંભીર બનવા ઉત્સુક હતો અને તેણે નોકરી માટે હા પાડી દીધી. તેણે પિતાને કહ્યું ‘બીજાને ભરોસે મેં ધંધો કર્યો અને ખોટ ભોગવી. નોકરી હું

મહેનતથી કરીશ.' પિતા ખુશ હતા.

કહેવત : પારકી આશ, સદા નિરાશ.

No comments:

Post a Comment