Sunday 20 August 2023

કહેવત : બકરી કાઢતા, ઊંટ પેઠું

૮. વાત એક મહોલ્લાની

શહેરનો સમૃદ્ધ મહોલ્લો હતો. મહોલ્લામાં જાતના જાતના લોકો વસતા. ગરીબ-તવંગર, સાચા-જૂઠા, લાંબા-ટેક નોકરીયાત વ્યાપારી અને ગોરા-કાળા...!

સંપ હતો આ મહોલ્લામાં ! દુઃખના સમયે સહુ ભેગા થઈ જતા. દરેકને એકબીજન હું હ્તી. મહોલ્લામાં કોઈ ભૂખ્યું ન સુતું. વાર-તહેવારે સહુ એકત્ર થતા અને કરવા. મહોલ્લામાં એક મકાન બંધ હતું. તેના માલિક કુટુંબ સાથે વિદેશમાં વસતા હતા. આ

આ મકાનનો એક ખંડ તેમણે ભાડે આપ્યો હતો. કુંવારા અગર કોલેજમાં ભણતા વિદ્યાર્થી

તેમાં રહેતા. મગનભાઈ નામના અનાજના વેપારી આ ખંડનો વહીવટ કરતા હતા.

આ ખંડમાં હાલમાં રોમેશ નામનો એક યુવક રહેતો હતો. તે બેંકમાં નોકરી કરતો હતો. તેની બદલી અન્યત્ર થવાથી તેણે આ ખંડ ખાલી કરી આપ્યો. મગનભાઈ નવા ભાડુઆતની શોધમાં હતાં.

તેમને અમરીષ નામનો એક યુવક મળી ગયો. અમરીષ ટ્રક ડ્રાઈવર હતો. તે શહેરની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. તે કુંવારો હતો. તેના માતાપિતા ગામડામાં રહેતા હતા.

અમરીષને આવ્યે બે મહિના થઈ ગયા હતા. તે ભાગ્યે જ પોતાના ખંડમાં રહેતો. ડ્રાઈવરની નોકરી હોવાથી મોટેભાગે તેને બહારગામ, અન્ય રાજ્યોમાં જવાનું આવતું.

એકવાર તે ઘરે જ હતો. મગનભાઈ તેને મળવા ગયા. અમરીષની આંખો લાલ હતી. તેના મુખમાંથી વાસ આવતી હતી. તે દારૂના નશા હેઠળ હતો.

મગનભાઈને આંચકો લાગ્યો. આટલા બધા ભાડુઆત અહીં રહેવા આવ્યા

હતા. પણ, દારૂનો વ્યસની કોઈ નહોતો. મગનભાઈ અમરીષ સાથે આ બાબતમાં વાત કરવા માગતા હતા.

તેમણે અમરીષને કહ્યું, “બેટા, તું દારૂ પીતો લાગે છે."

“હા, દારૂ પીવું છું. તમને તકલીફ છે, કાકા ?' અમરીષે રૂક્ષ સ્વરે વાત કરી.

મગનભાઈ ઠંકડથી બોલ્યા, “હું તારો વડીલ છું એટલે તારા હિતમાં તને કહેવા માગું છું કે દારૂની દોસ્તી સારી નહિ. પૈસાની બરબાદી શા માટે કરે છે, તું ?" “પૈસા તમારી પાસે માગું છું ?”

“તો લપ મુકોને. જીવો અને જીવવા દો.” અમરીષ તાડૂક્યો.

મગનકાકા જતા રહ્યા. અમરીષની વાતોમાં નફફટાઈ હતી. તેને ખંડ છોડવા માટે

કહી શકાય તેમ પણ નહોતું. તે અપમાન કરી નાખે તેવો વિચિત્ર યુવક હતો. મગનકાકાએ એક રવિવારે મહોલ્લાના કેટલાક સમજદાર લોકોને અમરીષ વિશે વાત કરી. તેને મહોલ્લામાંથી ભગાડવા માટેની યોજના ઘડાઈ. સહુ મહોલ્લા બહાર જાહેરમાર્ગના એક ખૂણામાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા.

એક યુવાન આ ચર્ચા સાંભળી રહ્યો હતો. તેણે નમ્રતાથી કહ્યું “તમને વાંધો ન હોય તો અમરીષ નામના યુવાનને હું ભગાડી શકું તેમ છું.”

બધા તેની સામે જોવા માંડ્યા. યુવકે કહ્યું, “મારૂ નામ મનન છે. હું એક ખાનગી કંપનીમાં કલર્ક છું મને અમરીષ જેવા તત્વો સામે કામ લેતા આવડે છે. પણ, મારી એક શરત છે.’

“કઈ શરત ?” મગનભાઈએ પૂછ્યું

“મને એ ખંડ ભાડે આપજો. મારે માથુ ટેકવવા ખંડની જરૂર છે.” “મને મંજૂર છે.” મગનભાઈ રાજી થઈ ગયા.

મનને તેના પ્રયત્નો દ્વારા બે જ દિવસમાં અમરીષને ખંડ છોડાવી મહોલ્લામાંથી રવાના કરી દીધો. મગનભાઈએ મનનને તે ખંડ ભાડે રહેવા માટે આપી દીધો.

મનન હસમુખ યુવક હતો. તે એક મહિનામાં તો આખાય મહોલ્લામાં લોકપ્રિય થઈ ગયો. તે સહુને માન આપતો. બાળકો સાથે ક્રિકેટ રમતો. વૃદ્ધોને મદદ કરતો હતો.

શનિવારની રાત હતી. આખો મહોલ્લો જંપી ગયો હતો, પણ, મનનના ખંડમાંથી હસવાના. કિકિયારીઓના અવાજો સંભળાઈ રહ્યા હતા. મગનભાઈ ઊંઘમાંથી અચાનક જાગી ગયા. તેમનું ઘર ખંડને અડીને જ હતું.

તે મનનના ખંડની પાસે આવ્યા. સાંકળ ખખડાવી. થોડીવારમાં દરવાજો ખૂલ્યો. મનનને
જોતા જ મગનભાઈ હસીને બોલ્યા, “આજે પાર્ટી છે કે શું ? પરોઢ થવા આવી છે અને તમે બધા જાગી રહ્યા છો !'

મનને ગરદન ઝૂકાવી જવાબ આપ્યો, “અમે પાના રમી રહ્યા છીએ. આ બધા મારા મિત્રો છે. આવતીકાલે રજા છે, અને તેથી કોઈને ઊંઘવાની પડી નથી.”

“પાનામાં કઈ રમત તમે રમી રહ્યા છો ?”

“તીન પત્તી”.

“એટલે જુગાર ? મગનભાઈની આંખો પહોળી થઈ ગઈ.'

“હા, જુગાર અમે દર શનિવાર રમીશું, કાકા.' મનન શાંત સ્વરમાં બોલ્યો.

મગનભાઈ તો ઠંડા પડી ગયા હતા. તે મનનને સારો યુવક સમજતા હતા, પણ, તે તો અમરીષ જેવો જ નીકળ્યો હતો. અમરીષ દારૂડિયો હતો જ્યારે મનન જુગારી હતો.

“બેટા, જુગાર બરબાદી નોતરે છે.”

“મને ખબર છે છતાં અમે રમીશું” મનન બેફિકરાઈથી બોલ્યો.

મગનભાઈ જતા રહ્યા. બીજે દિવસે મગનભાઈ કેટલાક મહોલ્લાવાસીઓને મળ્યા. મનન અંગે વાત કરી.

મનનને કઈ રીતે ભગાવવો તેની ચર્ચાનો આરંભ થયો.

કહેવત : બકરી કાઢતા, ઊંટ પેઠું.

.

No comments:

Post a Comment