Saturday 26 August 2023

પ્રશાંતચંદ્ર મહાલનોબિસ પ્રસિદ્ધ ભારતીય મેં વૈજ્ઞાનિક અને સાંખ્યવિદ્ હતા. તેમને મહાલનોબિસ દૂરી માટે પણ ઓળખવામાં આવે છે. ભારતને આઝાદી મળી એ પછી બનેલા મંત્રીમંડળમાં સાંખ્યકી સલાહકાર બન્યા હતા.પ્રશાંતચંદ્ર મહાલનોબિસનો જન્મ કોલકાતામાં ૨૯ જૂન, ૧૮૯૩માં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર મહાલનોબિસ હતું જે બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. પ્રશાંતચંદ્રે સ્કૂલનો અભ્યાસ કોલકાતામાં કર્યો હતો. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિક વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. ઉચ્ચ અભ્યાસ કરવા માટે લંડન જતાં રહ્યા, ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક અને ગણિત બંને વિષયોમાં ડિગ્રી મેળવી. ભૌતિક વિષયમાં ડિગ્રી મેળવનાર પ્રશાંતચંદ્ર એકમાત્ર વિદ્યાર્થી હતા. તેઓ કેમ્બ્રિજમાં અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે તેમની મુલાકાત મહાન ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે થઈ હતી. અભ્યાસ પૂર્ણ કરીને તેઓ કોલકાતા પરત ફર્યા. અહીં તેમને પ્રેસિડેન્સી કૉલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવવાનું આમંત્રણ મળ્યું. એની સાથે તેમણે સંશોધન કરવાનું પણ શરૂ કર્યું. તેમનું સૌથી મોટું યોગદાન તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા સેમ્પલ સરવ છે. જેના આધાર પર આજે મોટી મોટી નીતિઓ અને યોજનાઓ બનાવવામાં આવી રહી છે. હા. શરૂઆતના સમયમાં તેમના કામનો વિરોધકરવામાં આવ્યો પરંતુ તેમણે વારંવાર પોતાની જાતને સિદ્ધ કરી. છેવટે તેમના દ્વારા કરવામાં આવેલાં કાર્યોને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળી. તેઓ ઇચ્છતા હતા કે સાંખ્યનો ઉપયોગ દેશહિતમાં થાય. આ જ કારણે પંચવર્ષીય યોજનાના નિર્માણમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે.


પ્રશાંતચંદ્ર મહાલનોબિસ પ્રસિદ્ધ ભારતીય મેં વૈજ્ઞાનિક અને સાંખ્યવિદ્ હતા. તેમને મહાલનોબિસ દૂરી માટે પણ ઓળખવામાં આવે છે. ભારતને આઝાદી મળી એ પછી બનેલા મંત્રીમંડળમાં સાંખ્યકી સલાહકાર બન્યા હતા.

પ્રશાંતચંદ્ર મહાલનોબિસનો જન્મ કોલકાતામાં ૨૯ જૂન, ૧૮૯૩માં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર મહાલનોબિસ હતું જે બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. પ્રશાંતચંદ્રે સ્કૂલનો અભ્યાસ કોલકાતામાં કર્યો હતો. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિક વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. ઉચ્ચ અભ્યાસ કરવા માટે લંડન જતાં રહ્યા, ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક અને ગણિત બંને વિષયોમાં ડિગ્રી મેળવી. ભૌતિક વિષયમાં ડિગ્રી મેળવનાર પ્રશાંતચંદ્ર એકમાત્ર વિદ્યાર્થી હતા. તેઓ કેમ્બ્રિજમાં અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે તેમની મુલાકાત મહાન ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે થઈ હતી. અભ્યાસ પૂર્ણ કરીને તેઓ કોલકાતા પરત ફર્યા. અહીં તેમને પ્રેસિડેન્સી કૉલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવવાનું આમંત્રણ મળ્યું. એની સાથે તેમણે સંશોધન કરવાનું પણ શરૂ કર્યું. તેમનું સૌથી મોટું યોગદાન તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા સેમ્પલ સરવ છે. જેના આધાર પર આજે મોટી મોટી નીતિઓ અને યોજનાઓ બનાવવામાં આવી રહી છે. હા. શરૂઆતના સમયમાં તેમના કામનો વિરોધ
કરવામાં આવ્યો પરંતુ તેમણે વારંવાર પોતાની જાતને સિદ્ધ કરી. છેવટે તેમના દ્વારા કરવામાં આવેલાં કાર્યોને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળી. તેઓ ઇચ્છતા હતા કે સાંખ્યનો ઉપયોગ દેશહિતમાં થાય. આ જ કારણે પંચવર્ષીય યોજનાના નિર્માણમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે.

No comments:

Post a Comment