Sunday 20 August 2023

કહેવત : પાડાને વાંકે, પખાલીને ડામ.

૬. આચાર્યના જૂતાં

સંજીવ નવમાં ધોરણમાં ભણતો હતો.

તે અવળચંડો હતો. તોફાનો કરવા, છટકી જવું અને તેણે કરેલા તોફાનો માટે બીજાને દંડ અપાવવો. આ તેની આગવી રીત હતી. નાનપણથી તે આમ કરતો આવ્યો હતો. સહુ

તેને ઓળખતા પણ હતા.

સંજીવ તોફાનો કરતો પણ તેના તોફાનોમાં નિર્દોષતા હતી. તેના તોફાનો કોઈને નુકશાન પહોંચાડતા નહોતા. હા, તેને સહુ રોકવા ટોકવાનો પ્રયત્ન કરતા. સંજીવ હસી પડતો.

તે કહેતો, “મારૂ નામ વગોવાઈ ગયું છે. કોઈ તોફાન માટે મને દંડ મળ્યો છે ખરો? તોફાનો બીજા કોઈ કરે છે, નામ મારૂ ચગાવાય છે. આ ઠીક નથી.” આમ, સંજીવ છટકી જતો.

શાળામાં નવા આચાર્યની નિમણૂંક થઈ. આ આચાર્યનું નામ રમણીકભાઈ હતું. તે આ શાળામાં ત્રીસ વર્ષથી અંગ્રેજીના શિક્ષક તરીકેની સેવા આપી રહ્યા હતા. તે સ્વભાવેકડક હતા. શિસ્તમાં માનનારા હતા. પ્રથમ દિવસે જ પ્રાર્થનાસભામાં તેમણે કહ્યું, “હું અંગ્રેજીના શિક્ષક તરીકે કડક હતો. આ સહુ જાણે છે. હવે હું આચાર્ય બન્યો છું. હવેથી હું વધારે કડક બનીશ. ગેરશિસ્ત હું ચલાવી નહિ લઉં. તોફાન મસ્તી ચાલશે, પણ પ્રમાણમાં, હદ ઓળંગનાર વિદ્યાર્થીને હું કડક શિક્ષા કરીશ. મેં આ તમારા બધાની આગળ સ્પષ્ટ કર્યું છે, પાછળથી કોઈની ફરિયાદ હું નહિ સાંભળું. શાળાનું નામ હું ઊંચુ લાવવા માંગું છું.” સંજીવ રાતના આચાર્યના શબ્દોને વાગોળી રહ્યો હતો. તે આચાર્યનું સ્વાગત ક્યા '// }* પેટ

તોફાનથી કરવું તેના વિચારોમાં ગુમ હતો. રમણીકભાઈ ગેરશિસ્તના બદલામાં કડક

સજાનો હુકમ સવારે સુણાવી ચૂક્યા હતા. તે ખંડમાં તેના માતાપિતા દાખલ થયા. સંજીવ પથારીમાં હતો. માતાપિતા તેની પાસે બેઠા. પિતાએ પૂછ્યું, “તું કંઈક વિચારી રહ્યો છે. શું છે તે ?”

“હા, સંજીવ, તું કોઈ સાહસ કરવાનો ઈરાદો તો નથી રાખતો ને ?' માએ પૂછ્યું. સંજીવ પથારીમાં બેઠો થયો. તેણે આળસ મરડી અને બગાસુ ખાધું. પછી ચપટી વગાડી અને ઉંઘને દૂર કરવાની ચેષ્ટા કરી. તેણે ફરીથી હળવું બગાસુ ખાધુ. માતા-પિતા પુત્રની હરકતો જોઈને મનોમન મુસ્કુરાઈ રહ્યા હતા.

“સંજીવ.” પિતા બોલ્યા.

‘હું.''

“તારે મામાના ઘરે આવું છે ?” તેમણે પૂછ્યું.

“ના.”

“તો, અમે જઈએ છીએ, કલાકની અંદર આવી જઈશું. ઘરનો ખ્યાલ રાખજે. કૂતરાઓનો ત્રાસ બહુ છે. તું દરવાજા બંધ રાખજે.” માએ સૂચના આપી.

બંને જણ જતા રહ્યા. સંજીવને જતા જતા મા તોફાનની યોજના આપી ગઈ હતી. કૂતરા ઘરમાં ન ઘૂસી જાય તે વાત માએ કહી હતી. આ કૂતરા ઉપર તે વિચારો કરી રહ્યો હતો. તેના મગજમાં શાળાનો મોન્ટી નામનો કૂતરો રમી રહ્યો હતો.

મોન્ટી શાળાની રખેવાળી કરતો શાળાનો વફાદાર કૂતરો હતો. તેને સાચવવાની જવાબદારી શાળાના માળીની હતી. માળીની ઝૂંપડી શાળાના કમ્પાઉન્ડમાં જ હતી. દિવસભ૨ મોન્ટી શાળાના મકાનમાં દેખાતો. રાત પડતા માળી તેને ઝૂંપડીમાં લઈ જતો. રાતના એકાદવાર મોન્ટી શાળાનું ચક્કર લગાવી આવતો.

આ મોન્ટીને સંજીવ સાથે સારૂ ફાવતું. તે સંજીવની બધી વાત માનતો પણ ખરો. સંજીવ તેને અવારનવાર બિસ્કીટો આપતો. તે દિવસમાં એકવાર મોન્ટીને અચૂક વહાલ કરતો. મોન્ટી તેથી જ સંજીવને પોતાનો મિત્ર માનતો હતો.બીજે દિવસે સંજીવ શાળામાં ગયો. તે મોન્ટીને શોધી રહ્યો હતો. મોન્ટી ઉપર તેની

નજર પડી. તે આચાર્યની ઓફિસ બહાર ચોકીદારની જેમ ઊર્જા હતો. આચાર્ય આવ્યા નહોતા. મોન્ટીને લઈને સંજીવ આચાર્યની ઓફિસમાં ગયો. તેણે મોન્ટી જોડે તેની ભાષામાં વાત કરી લીધી, મોન્ટી બધુ સમજી ગયો. સંજીવે તેને વહાલ કર્યું અને પોતાના વર્ગમાં જતો રહ્યો,

પંદર મિનિટ બાદ આચાર્ય રમણીકભાઈ આવ્યા. તેમણે ઓફિસમાં જઈને પોતાની ખુરશી ઉપર સ્થાન લીધું. રમણીકભાઈને પોતાના જૂતાં ઉતારીને આખો દિવસ કામ કરવાની ટેવ હતી.

તેમણે પાંચ મિનિટ બાદ જૂતાં ઉતાર્યા. તે કામમાં ડૂબી ગયા. મોન્ટીની નજર જૂતાં ઉપર હતી. તેણે પોતાના મિત્ર સંજીવની સૂચના યાદ હતી. તે ચપળતા પૂર્વક જૂતાં પાસે ગયો. આગળના ભાગમાં આવેલી ટેબલની બખોલમાંથી તેણે જૂતાં મોંમા લઈ લીધાં.

તે બહાર આવી ગયો. દરેક વર્ગમાં તે જૂતાં લઈને ટહેલવા માંડ્યો. સહુને ખબર પડી ગઈ હતી કે જૂતાં આચાર્ય રમણીકભાઈના હતા. આખી શાળામાં હસાહસનું વાતાવરણ સરજાયું હતું. આ તરફ આ હાસ્યનો ધ્વનિ રમણીકભાઈના કાને પડ્યો. તેમણે પટાવાળાને બેલ મારીને બોલાવ્યો. પટાવાળો અંદર આવ્યો. રમણીકભાઈએ આ શું ચાલી રહ્યું હતું તેમ પૂછ્યું.

પટાવાળો જવાબ જાણતો હતો, પણ બોલી ન શક્યો. અંતે રમણીકભાઈએ તેને ધમકાવતા તેણે હકીકત કહી સંભળાવી. આ સાંભળીને આચાર્ય ધૂંઆપૂંઆ થઈ ગયાં જૂતાં ન હોવાથી ખુલ્લા પગે મોન્ટીને શોધવા નીકળી પડ્યા.

તેમની નજર મોન્ટી ઉપર પડી. તે શાળાના ચોગાનમાં જૂતાં પકડીને ઊભો હતો. રમણીકભાઈ ત્યાં ધસી ગયા. તેટલામાં રિસેસ માટે ઘંટ પડ્યો. બધા જ વિદ્યાર્થીઓ વર્ગની બહાર દોડી ગયા.

સહુ ચોગાનમાં આવી ગયા. રમણીકભાઈએ એક વિદ્યાર્થીને માળીને તેડવા માટે દોડાવ્યો, પાંચ મિનિટમાં માળી હાજર થઈ ગયો. આચાર્યે તેને ખૂબ ધમકાવ્યો. મોન્ટીને તેણે બગાડી નાખ્યો હતો તેવી વાત વારંવાર ઉચ્ચારી.

માળી ઢીલોઢફ થઈને ઊભો હતો. તે વગર કામે આચાર્યનો ગુસ્સો સહન કરી રહ્યો હતો. સહુ આ દ્રશ્ય જોઈને માળી ઉપર દયા ખાઈ રહ્યા હતા. અંતે રમણીકભાઈએ મગજ શાંત થતાં માળીને સમજાવ્યો અને મોન્ટીને બરાબર શિસ્તબદ્ધ બનાવવાની સૂચના આપી.

કહેવત : પાડાને વાંકે, પખાલીને ડામ.

No comments:

Post a Comment