Saturday 26 August 2023

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલાઉ ત્ક્રાંતિવાદમાં વાનરમાંથી રૂપાંતર થઈને મનુષ્ય બન્યો તે જાણીતી વાત છે. આજે પણ ચિમ્પાન્ઝી, ગોરિલા, ઉરાંગઉટાંગ અને બોનોલો જેવા વાનરોમાં મનુષ્ય જેવા લક્ષણો જોવા મળે છે. તેમાં ગોરિલા તદ્દન માણસ જેમ જ વર્તે છે.શરીર પર ભરચક ધરાવતા ગોરિલા બે પગે ઊભા હોય ત્યારે પાંચ ફૂટ ઊંચા હોય છે. તે ચાર પગે ચાલે છે. તેના આગલા બે પગની હથેળી માણસ જેવી જ હોય છે. તેના અંગુઠાની પ્રિન્ટ પણ માણસની જેમ જુદી જુદી હોય છે.ગોરિલા તેના આગલા પગનો ઉપયોગ હાથની જેમ કરી શકે છે. ગોરિલાને પણ ૩૨ દાંત હોય છે.આફ્રિકા, કોંગો, યુગાન્ડા અને નાઈઝિરિયાના જંગલોમાં ગોરિલાની વસતિ છે. ગોરિલા ટોળામાં રહે છે. ગોરિલા શાકાહારી છે. અને આખો દિવસ ફ્ળળાદિ શોધીને ખાધા કરે વાળ છે. ગોરિલા બુધ્ધિશાળી પ્રાણી છે. તેને તાલીમ આપીને ઘણા કામ શીખવી શકાય છે.ગોરિલા માણસની જેમ હસી શકે છે. ખોંખારો ખાઈ શકે છે અને રડી પણ શકે છે. તે માણસ પર કદિ હુમલો કરતા નથી.

No comments:

Post a Comment