Saturday 9 January 2021

જનરલ નોલેજ

1.કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? –  નગીનાવાડી

2.કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? –  નાટ્યસંપદા

3.કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવ તા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? –  પાટણ

4.કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? –  ગુજરાત

5.કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? –  હેમચંદ્રાચાર્ય

6.કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? –  પોરબંદર

7.કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? –  સંજીવની રથ

8.કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  –  ભાવનગર

9ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ

10ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? –  ગુણભાખરી

11.ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? –  બાબુભાઇ જશભાઇ પટેલ

12.ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –  વસ્તુપાલ-તેજપાલ

13.ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? –  કેશુભાઇ પટેલ

14.ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? –  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)

15.ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા

16ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? –  ઇ.સ. ૧૯૭૩

17.ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? –  ગાંધીનગર

18.ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ  પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત

19.ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫

20.ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? –  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

21.ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –  રાજભાષા

22.ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું

23.ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? –  રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪

24.ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? –  પીછોરા

25.ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? –  સિદ્ધહેમ શબ્દાનુશાસન

26.ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? –  થરાદ

27.ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –  ડૉ. આઇ. જી. પટેલ

28ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? –  દિવાળીબેન ભીલ

29.ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? –  કસ્તુરભાઇ લાલભાઇ

30ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? –  સલીમઅલી

31.ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર

32.ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? –  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

33.ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? –  વીરપુરનું જલારામ મંદિર

34.ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? –  સંત પીપાજી

35.ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

36.ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? –  ગરબા

37.ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? –  કે.કા. શાસ્ત્રી

38.ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? –  પ્રભાસ પાટણ

39.ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર

40.ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? –  નડિયાદ

41.ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –  જામનગર

42.ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? –  અમદાવાદ

43.ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? –  સુરત

44.ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? –  ઉદવાડા

45.ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? –  સંત પુનિત મહારાજ

46.ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? –  ચોરવાડ

47.ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? –  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.

48.ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? –  ૪૫થી ૭૦ ટન

49.ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? –  વલી ગુજરાતી

50.ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? –  હંસા મહેતામહેતા

No comments:

Post a Comment