Saturday 9 January 2021

દસ વર્ષથી સમયાંતરે કચ્છ આવી ૧૦૦૦ જેટલા પાળિયાઓની માહિતી એકત્ર કરી રહેલા યુરોપિયનોઆપણો દેશ ભારત એટલે સંસ્કૃતિ અને પરંપરાનો અદભૂત ખજાનો છે, પરંતુ અફસોસની વાત એ છે કે, આપણું યુવા ધન એશ્વર્યને સંપતિની શોધમાં વિદેશ ભણી દોટ મૂકી રહ્યું છે બીજી બાજુ આપણે જે તરફ અંજાઇને દોટ મૂકી રહયા છીએ દેશના પોતાના મૂળિયાની શોધમાં કચ્છની માટી ખૂંદી રહ્યા છે.છેલ્લા ત્રણ મહિનાથી કચ્છનો ખૂણો ખૂણો ફેંદી રહેલા ત્રણ યુરોપિયનોને જોઇએ તો પ્રથમ નજરે તો એવું જ લાગે છે કે, તેઓ કોઇ પ્રવાસી છે, જે રણની મોજ માણવા આવ્યા છે, પરંતુ તેમની સાથે વાતચીત માંડીએ ત્યારે ખબર પડે કે, તેઓ ખરેખર એક મિશન સાથે કચ્છ આવ્યા છે. પોતાની જાતને નરબંકા શોર્યવાન રાજપૂતોની સંતાન સમજતા આ લોકો પોતાના મૂળિયાં શોધી રહ્યા છે અને તેના માટે શહીદ રાજપૂતોના માનમાં બનાવવામાં આવતી ખાંભીઓ અને પાળિયાઓનો અભ્યાસ આદર્યો છે. જેમાં તેમની મદદ માટે કચ્છના ભોમીયા જિતેન્દ્ર સોલંકી.સાથ આપી રહયા છે.પાળિયાઓની જાળવણી પ્રત્યે તંત્રની ઉદાસીનતાહંગેરિયન કાસાબેલા કે, જે વ્યવસાયે તસવીરકાર છે તે કહે છે કે, અહીંના પાળિયાઓની દુર્દશા જોઇ ખૂબ દુ:ખ થાય છે. ભૂકંપમાં ૩૦ ટકા જેટલા પાળિયાઓને નુકસાન પહોંચ્યું છે. જેના માટે આજ સુધી કોઇ કાળજી લેવાઇ હોય તેવું લાગતું નથી. આપણા પૂર્વજોનો આ મહાન ઈતિહાસ સાચવવો એ આપણી જવાબદારી છે. આ સાથે જ તેણે કચ્છમાં પાળિયાઓની ખેંચેલી તસવીરો અંગે જણાવતાં કહ્યું હતું કે, પૂર્વ દિશા તરફ નમસ્કારની મુદ્રામાં ઉભેલા પાળિયાઓની તસવીરો લેવી એ અમારા માટે ખૂબ મુશ્કેલ હતું.ગુજરાતી લિપિમાં લખાયેલો પ્રથમ પાળિયો ભુજમાંપાળિયામાં અલગ અલગ આકૃત્તિઓ અને લિપિ આલેખાયેલી જોવા મળે છે. જેમાંથી કેટલાક પાળિયા તોએટલા જૂના છે કે, તેના પર થયેલી કોતરણી કે, લખાણ નરી આંખે જોઇ શકાય તેવા પણ રહ્યાં નથી, પરંતુ ઈતિહાસવિદો કહે છે કે, ગુજરાતી લિપિમાં આલેખાયેલો પ્રથમ પાળિયો ભુજના હમીરસર નજીક આવેલા રામકુંડ પાસે આવેલો છે, જે ગોસ્વામી સમાજનો પાળિયો છે.અમે પાળિયાઓના વિષય પર પુસ્તક લખશું : ટ્રીસ કાઉસમેન્ટમૂળ હોલેન્ડની રહેવાસી અને બેલજિયન ભાષા બોલતી ૪૯ વર્ષીય ટ્રીસ કાઉસમેન્ટ પોતાને છોટી મૂરગી તરીકે ઓળખાવે છે. વ્યવસાયે ટેક્સાઇટ આર્ટિસ્ટ એવી આ જોડી કચ્છના પાળિયાઓ અને તેની પાછળના ઈતિહાસની માહિતી એકત્ર કરી પુસ્તક લખવા માગે છે જેમાંથી ૩૦૦૦ જેટલા પાળિયા છે જેમાંથી ૧૦૦૦ પાળિયાની તસવીરો તેમણે પોતાના કેમેરામાં કેદ કરી આલ્બમમાં સજાવી છે અને આ તસવીરોને તે યુરોપમાં વસતા લોકોને કચ્છનો ઈતિહાસ કેટલો ઉમદા છે અને તેમાં પણ ખાસ એક યોદ્ધાને અહીં માન આપવા તેની યાદમાં પાળિયા બનાવી લોકો જીવંત રાખે છે તેમ જણાવવા માંગે છે.૬૦ ટકા પાળિયા રાજપૂત યોદ્ધાનાકચ્છમાં આવેલા પાળિયાઓમાંથી ૬૦ ટકા રાજપૂત યોદ્ધાના છે, જ્યારે ૩૦ ટકા સતીના પાળિયા છે તો અન્ય ૧૦ ટકામાં ભક્તો, રથ, નંદી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.યુરોપમાં વસતા અને હંગેરી બોલતા વિધા ઇસ્રાન મૂળ રાજપૂત લોહી છે૬૬ વર્ષીય વિધા ઇસ્રાન યુરોપથી કચ્છ સુધીની સફર પોતે મૂળ ક્યાંના વંશજ છે તેની શોધમાં અહીં આવ્યા છે અને કચ્છીઓનું પોતીકાપણું એમને એટલું તો ગમી ગયું છે કે, તેમણે પોતાનું નામ બારાભગીરા પાડી નાખ્યું છે કચ્છના ગામડાઓમાં ફરતા ઇસ્ટાન બધાને કચ્છીમાં ‘મૂંજો નાલો’ લગીરા ‘આહે’ અને બે હાથ જોડી નમસ્તે કરી પોતાનો પરિચય આપે છે.પાળિયાનો ઈતિહાસ ૧૮૦૦ વર્ષ જૂનો છેપાળિયાએ આપણા ઈતિહાસનો એક ભાગ છે અને આ ઈતિહાસ અંદાજિત ૧૮૦૦ વર્ષ પૂરાણો છે, તેમ પોરબંદરમાં વસતા નરોત્તમભાઇ પટેલનું કહેવું છે. દુનિયામાં સૌથી વિશેષ પાળિયા રાજસ્થાન, ગુજરાત અને કચ્છમાં જોવા મળે છે.સૌથી વધુ પાળિયા ચોબારીમાંભચાઉ તાલુકાના ચોબારી ગામમાં સૌથી વધુ એટલે કે, ૧૫૦ જેટલા પાળિયાઓ આવેલા છે. જ્યારે ભીમાસરમાં ૫૨ અને કંથકોટમાં ૮૦ પાળિયા આવેલા છે.ઓઠાં રવેચી માતાજી ના મંદિરમાં આવેલ અભિલેખગામ ભીમાસર તાલુકો રાપર જીલ્લો કચ્છ ભુજગામ પદમપર નો પાળીયોપલાંસવા ગામ પાળીયામાખેલ સુર્ય મંદિર પાળીયા તાલુકો રાપર જીલ્લો કચ્છપલાંસવા ગામ પાળીયાગામ પલાંસવા તાલુકો રાપર જીલ્લો કચ્છ.

No comments:

Post a Comment