Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૧૯/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
 તારીખ 1 9- 6- 2024



ઉનાળાએ જતાં જતાં 
ફૂંફાડો માર્યો પ્રજા અગન ભઠ્ઠીમાં શેકાઈ
ઉત્તર ભારતમાં હીટવેવથી 
હાહાકાર દેશભરમાં 
40 થી વધુ લોકોના મોત

ઉત્તર પ્રદેશનું ઓરાઈ 46.4 ડિગ્રી 
સાથે સૌથી વધુ ગરમ શહેર 
રાત્રિના ઊંચા તાપમાને 
લોકોની હાડમારી વધારી દીધી

સુપ્રીમે એનટીએનો ઉધડો લીધો 
નિટમાં ફ્રોડ કરી 
કોઈ ડોક્ટર બની જશે તો 
સમાજમાં મોટું જોખમ ઊભું થશે 
0.001% ભૂલ થઈ તો 
પણ કડક પગલાં--SC


વાયરલ એટેકને કારણે
 રીયલ સેન્સરી ન્યુરલ 
નર્વ હેઅરીંગ લોસ નું નિદાન 
દાયકાઓ થી સુરીલા 
કંઠથી ડોલાવતી અલકા યાજ્ઞિકે 
સાંભળવાની શક્તિ ગુમાવી

NCERT ના વડાની માતા પિતાને 
ચેતવણી 
બાળકોને અંગ્રેજી માધ્યમમાં 
ભણાવવાની વાલીઓની 
ઘેલછા "આત્મહત્યાથી" ઓછી નથી-- સકલાની

મોટાભાગની અંગ્રેજી માધ્યમની 
 ખાનગી શાળાઓમાં તાલીમ 
પામેલા શિક્ષકો હોતા નથી-- ડી પી સક્લાની 

NCERT ના બારમા ધોરણના
 પુસ્તકમાં ફેરફાર યથાવત 
ધોરણ 12 ના પુસ્તકમાં 
"આઝાદ પાક "શબ્દ હટાવાયો
 "ચીની ઘોસણખોરી "ઉમેરાયો
એનસીઈઆરટી એ કલમ 
370 હટાવાયાનો ઉલ્લેખ 
કર્યો POK ના બદલે
 POJK કરવામાં આવ્યું.

ત્રીજી વખત પીએમ બન્યા
 બાદ પહેલીવાર સંસદીય 
મત વિસ્તાર વારાણસી ની મુલાકાતે 
વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ
 કિસાન સમ્માન નિધિ નો 17 મો 
હપ્તો જાહેર કર્યો.

સ્કૂલોમાં અને બાલવાટિકાઓમાં 
સેશન યોજાશે 
રાજ્યમાં જૂનથી ઓગસ્ટ 
દરમિયાન 23 લાખ બાળકોનું 
રસીકરણ કરાશે 
11 પ્રકારના ઘાતક રોગો સામે 
રક્ષણ આપતી તદ અને DPT ની 
રસી વિનામૂલ્યે 

આજે વિશ્વ સિકલ સેલ દિવસ 
ગુજરાત ભરમાં સિકલ સેલ 
એનિમિયા નિયંત્રણ માટે એક 
કરોડ લોકોનું સ્ક્રિનિંગ કરાયું
મુખ્યત્વે આરોગ અંબાજી થી 
ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા 
14 જિલ્લાના આદિવાસી 
સમુદાયમાં જોવા મળે છે.

No comments:

Post a Comment